અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
ઝિયારતે આશુરાની સનદ:

ઝિયારતે આશુરાની સનદ:

ઝિયારતે આશુરા અને ત્યાર પછી પઢવાની દોઆ કે જે દોઆએ અલકમાના નામથી પ્રખ્યાત છે. આ બન્ને એવી પ્રકાશીત હકીકતો છે કે જેનો ઈન્કાર કરીજ નથી શકાતો. વિશ્ર્વાસપાત્ર અને અગ્રણી શીઆઓની કિતાબોમાં આ ઝિયારતે આશુરા અને દોઆએ અલકમાં જોવા મળે છે. બન્ને વસ્તુઓનું કિતાબોમાં જોવા મળવું એ સાબીત કરે છે કે ઓલમાઓએ, હદીસવેત્તાઓએ, ફોકહાઓએ, મુજતહીદ અને મરજએ તકલીદ, વગેરે લોકોએ આની હિફાઝત અને એહતેરામ માટે ખાસ ઈન્તેઝામ કર્યા છે અને મરજએ તકલીદ એ આની નકલ કરવા ઈજાઝત દેવા માટે બહુજ એહતીયાતથી (સાવચેતીથી) કામ લીધું છે. ઝિયારતે આશુરા જે આપણી શીઆ કિતાબોમાં જોવા મળે છે, તેના બે સ્ત્રોત છે:

1) શૈખે તુસી (અ.સ.)ની કિતાબ મિસ્બાહ અને

2) કિતાબ કામેલુઝઝીયારાત

ઝિયારતે આશુરાની સનદ ઘણી બધી સાચી પ્રકારે વર્ણન થયેલ છે. પરંતુ અમે અહિંયા ફકત શૈખે તુસી (અ.ર.)ના તરીકાથી વર્ણવીશું. બધાજ પ્રકારે વર્ણન કરવાનો મૌકા અને સંજોગ નથી. અહિંયા અમારો હેતુ ઝિયારતે આશુરાની બલંદી અને ભવ્યસ્થાનથી લોકોને માહિતગાર કરવાનો છે.

ઝિયારતે આશુરાની સનદ અને કિતાબ સીફાએ સુદુર ફી યિારતે આશુરામાંથી ફઝલ આપ સુધી રજુ કરીએ છીએ કે જેને હાજ મીરઝા અબુલ ફઝલ તેહરાની (અ.સ.) એ લખેલ છે. આ બુઝુર્ગવારના બારામાં મોહદ્દીસ હાજ શૈખ અબ્બાસે કુમ્મી (અ.ર.) જેમણે પ્રખ્યાત કિતાબ મફાતીહુલ જીનાન લખેલ છે તેમની બીજી કિતાબ અલ કાફી વલ અલકાબમાં લખે છે કે મીરઝા અબુલ ફઝલ આલમ ફાઝીલ, ફકીહ, ઉસુલથી કલામ કરવાવાળા, મઅરેફત રાખનાર, ઈતિહાસના જાણકાર રીયાઝી કરનાર અને અદિબ શાયર (ઉચ્ચ પ્રકાર શાયરીઓ કેહનાર) હતા અને તેમની વફાત 1316 માં તેહરાનમાં થઈ અને તેમના વાલીદે માજીદની પાસે હઝરત શાહ અબ્દુલ અઝીમના સહનમાં ઈમામઝાદા હમઝહ પાસે દફન કરવામાં આવ્યા છે.

મીરઝા અબુલ ફઝલ તેહરાની મતુફી (1314 હી) ફરમાવે છે કે મારા નઝદીક જે સૌથી વધારે અઝીમ અને મેહબુબતરીન છે તેના ઉપરજ વિરામ કરતા હું હદીસે ઝિયારતે આશુરાની નકલ કં છું. જે આ પ્રમાણે છે:

 

મને શયખુલ ફકીહ અસ્સય્યદુશ્શીકા અલ્લામા અસ્ર અશય્યખ મોહમ્મદ હુસૈન બીન મોહમ્મદ હાશીમુલ કાઝમી (1) એ અને તેમણે શય્ખુલ ઈમામુલ આઅઝમ આયતુલ્લાહુલ ઉઝમા મુર્તુઝા બીન મોહમ્મદ અમીલ જાબીર અન્સારી (2)થી અને તેમણે તેણે ફકીહ મોહકીકક મુકદ્દસ સેકતુલ હાઝ મુલ્લા એહમદ નરાકી (3) થી અને તેમણે સૈય્યદુલ આમાહ કાશેફુલ ગમાહ કરામતના માલીક (સાહેબે કરામતે બાહેરા વલ મોઅજીઝતીલલહેરા) સૈયદ મોહમ્મદ મેહદી તબાતબાઈ જેને અલ્લામા બહલ ઓલુમ તરીકે ઓળખવામાં આવે છે (4) અને તેમણે શય્ખુલ આઝમ ઉસ્તાદુલ અકબર, માદલ હદીસ મૌલાનાલ અઅઝમ મોહમ્મદ બાકીર બહબહાની કે જેઓ આકાએ વહીદે બહબહાનીના નામથી ઓળખાય છે (5) તેમણે તેમના પિતાશ્રી શૈખ અફઝલ સાહેબે તકદ્દુસ અને ઝોહદ મોહમ્મદ અકમલ ઈસ્ફેહાનીથી અને તેમણે પોતાના મામા મઝે આસર અઈમ્મતીલ અત્હાર ગવાસ ‘બેહારૂલ અન્વાર’મુજદિદ મઝહબ મૌલાના મોહમ્મદ બાકિર જે અલ્લામા મજલીસીના નામે ઓળખાય છે (6) અને તેમણે પોતાના મહાન પિતા શય્ખુલ ફકીહ મોહકીકે દકીક સાહેબે તકવા અને ઝોહદ અલ્લામા મોહમ્મદ તકી મજલીસી (7)થી તેમણે શય્ખુલ ઈસ્લામ વલ મુસ્લેમીન અકબલુલ હુકમાઅ વલ મુત્ત્ાકલ્લેમીન અફઝલુલ ફોકાહ વલ મોહદ્દેસીન, બહાએ મિલ્લત અને દિન, મોહમ્મદ બીન હુસૈન આયલી જે શૈખે બહાઈ તરીકે ઓળખાય છે (8) તેમણે એમના મહાન પિતા આલીમુલ ઓલમા અને ફાઝીલે ફરમાએ શૈખુલ ફોકહા અને મોહકેકીન હુસૈન બીન અબ્દુ સૈયદ આમેલીથી (9) થી અને તેમણે શૈખુલ ઈમામ, ખાતેમ ફોકાહુલ ઈસ્લામ, લીસાનુલ મુતકદ્દેમીન તરજુમાતુલ મુતાખરીન અશ્શહીદ ઝયનુદ્દીન બીન અલી અલ અમાલી જેઓ શહીદે સાની તરીકે પ્રખ્યાત છે (10) તેમણે શૈખે ફાઝીલ એહમદ બીન મોહમ્મદ બિન ખાતુન આયલીથી (11) અને તેમણે તાજુદશરીયા ફખ્રુશ્શીઆ શૈખે ગુલઆઅલમ અલી બીન અબ્દુલઆલી અલ ફરકી ાઅકુફ જેઓ મોહકીકે સાની તરીકે પ્રખ્યાત (12) છે અને તેમણે (મોહકીકે સાનીએ) ફકીહ મોહદ્દીસ સેકતુલ અલી બીન હિલાલે જઝાએરી (13) અને તેમણે કદુવતુઝ ગાહેદીન ઉમદતુલ ફોકાહ અરરાસેદીન હિલયાતુલ મોહદ્દેસીન શૈખ એહમદ બિન ફહદે હિલ્લા (14)થી અને શૈખ ફહદ બિન હિલ્લાએ શૈખે ફકીહ ફાઝીલ ઝૈનુદિન અલી બીન અલખાઝન (15)થી અને તેમણે બુરહાન ઓલમાઉલ ઈસ્લામ ઉસ્તાદે ફોકાહ અલ અનામ સાહેબુલ આયતુલ બહાર વલ કરામતુત તાહેરા શૈખનલ અફઝલ વલ અકદમ શમ્સુદ્દીન મોહમ્મદ બીન મક્કી જે શહીદે અવ્વલ તરીકે ઓળખવામાં આવે છે (16) અને તેમણે ફ્રખુલ મોહકેકીન ફોકહાના અને હદીસવેત્તા ઉસ્તાદ હકીમ મુતકલીમ ઈમામ ફખ્રુદ્દીન અબુ તાલિબ મોહમ્મદ બીન હરાન બીન યુસુફ હીલ્લી (17)થી એમણે તેમના પિતાશ્રી અલ્લામા મશારીક અને મગારીબ આયતુલ ફીલ આલમીન જે તમામ આલમે ઈસ્લામમાં કોઈપણ મઝહબમાં જેમની ઓળખાણ આપવાની જરત નથી તેવા અબુ મન્સુર જમાલુદ્દીન હસન બીન યુસુફ હીલ્લી (18) થી અને અલ્લામા હીલ્લીએ શૈખુલ ફકીહ ઈમામ અને ઉસુલના જાણકાર અબુલ કાસીમ નજમુદ્દીન જઅફર બીન સઈદે હીલ્લી જેઓ મોહકીકે અવ્વલથી જાણીતા છે તેમનાથી (19) અને મોહકીકે હીલ્લે એ સૈયદ, ફકીહ, મોહદ્દીસ અદીબે ફખાર બીન મઅદ અલ મુસવી અલ હઆરી (20)થી અને તેમણે આલીમ, આમીલ, મોહદ્દીસ, ફકીહ શાઝાન બીન જીબ્રઈલ કુમ્મી (21)થી અને તેમણે શૈખે સક્કાહ, ફકીહ, અમાદુદ્દીન મોહમ્મદ બીન અબુલ કાસીમ અલ તબરી (22)થી અને તેમણે શૈખુલ ઈસ્લામ મદાશ્શરીયત અબુ હસન બીન શૈખ મઆફ બે મુફીદે સાનીથી (23) અને મુફીદે સાની એટલેકે શૈખ તુસીના દિકરાએ તેમના બુઝુર્ગ પિતાથી મોઅલીમ ફુઝલાએ મોહકેકીન અને મુરબ્બી ફુકાહુલ મોહસેલીન તઅલીફાત અને તસજાકાતના ક્ષેત્રમાં શેહઅવાર શૈખુત્તાઈફા, રઈસુલ મઝહબ અબુ જઅફર મોહમ્મદ બીન હસને તુસીથી નકલ કર્યું છે (24) અને શૈખે તુસી (અ.ર.)એ પોતાની બહુ મૂલ્ય કિતાબ ‘મિસ્બાહુલ મુતહજ્જદ’માં આ રીતે ફરમાવ્યું છે કે: રિવાયત કરી છે મોહમ્મદ બીન ઈસ્માઈલ બીન બજી એ (25) અને તેમણે સાલેહ બીન ઉકબાથી અને તેમણે તેમના મહાન પિતાથી ઉકબા બીન કૈસ બીન સમઆનથી અને તેમણે ખામીસે આલે ઈબા હઝરત મોહમ્મદ બાકીર (અ.સ.)થી કે આપે ફરમાવ્યું: જે શખ્સ 10 મોહર્રમના દિવસે હુસૈન બીન અલી (અ.સ.)ની ઝિયારત કરે ત્યાં સુધી કે તેમની કબ્ર મુબારક ઉપર ગીયર્િ કરે તો તે રોઝે કિયામત અલ્લાહ તઆલાની બારગાહમાં એવી હાલતમાં આવશે કે તેણે 2000 હજ્જ, 2000 ઉમરહ અને 2000 જેહાદનો સવાબ અતા કરવામાં આવશે અને દરેક હજ્જ, ઉમરાહ, અને જેહાદનો સવાબ એવો હશે જાણે તેણે પયગમ્બર (સ.અ.વ.) અને અઈમ્મએ મઅસુમીન (અ.સ.)ના સાથે અદા કર્યો હોય. ઉકબાહ કહે છે ‘મેં પુછયું: મારી જાન તમારા ઉપર ફીદા થાય એ શખ્સ માટે શું સવાબ છે જે કબ્ર હુસૈન (અ.સ.) સુધી નથી પહોંચી શકયો અને તે શહેરથી દુર રહેતો હોય. ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું: અગર એવું છે તો એ શખ્સ સહેરામાં, છત ઉપર જાય અને ઈમામ હુસૈન (અ.સ.)ની કબ્ર તરફ ઈશારો કરી સલામ કરે અને ઈમામ હુસૈન (અ.સ.)ના કાતીલો ઉપર ખુબ લઅનત કરે અને પછી બે રકઅત નમાઝ પઢે અને આ કામ દિવસના શઆતના સમયે પહેલા પહોરમાં કરી લે એટલે ઝવાલે સૂર્યના પહેલા અને ઈમામ હુસૈન (અ.સ.)ની મુસીબતને યાદ કરે અને રોવે અને પોતાના ઘરવાળાઓને પણ જો તકીય્યાહમાં ન હોય તો ભેગા કરે અને ગીયર્િ કરવાનો હુકમ આપે, ખુબજ નૌહા અને માતમ કરે અને રંજો ગમને વ્યકત કરે અને ઈમામ હુસૈન (અ.સ.)ના ગમમાં એકબીજાને તઅઝીય્યત આપે પછી ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું: જો કોઈ આવી રીતે કરે તો હું ઝમાનત લઉ છું કે આ બધા સવાબ તે શખ્સને આપવામાં આવશે અને અલ્લાહ તઆલા તેને બધા સવાબથી સરફરાઝ કરશે. રાવીએ કહ્યું હું આપ પર કુબર્નિ જાઉ! શું આવા શખ્સ માટે તમે ઝામીન અને કફીલ થાવ છો? ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું: બેશક હું આવા શખ્સ માટે ઝામીન અને કફીલ થાવ છું. જો તે આવું કરશે તો રાવી કહે છે લોકો એકબીજાને કેવી રીતે દિલાસો, તઅઝીય્યત આપે? ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું:

اَعْظَمَ اللہُ اُجُوْرَنَا بِمُصَابِنَا بِالْحُسَیْنِ وَ جَعَلَنَا وَ اِيَّاكُمْ مِنَ الطَّالِبِيْنَ بِثَارِهٖ مَعَ وَلِيِّهِ الْاِمَامِ الْمَهْدِيِّ مِنْ آلِ مُحَمَّدٍ عَلَيْهِمُ السَّلَامُ.

ખુદા મુસીબેત ઈમામ હુસૈન (અ.સ.)માં આપણા સવાબમાં વધારો કરે અને મને અને આપને એ લોકોમાં શુમાર કરે જે તેમના વલી ઈમામ મહદી (અ.ત.ફ.શ.)ની સાથે તેમના ખુને નાહકનો બદલો લેશે.

અને અગર શકય હોય તો આ દિવસે કોઈપણ દુન્યવી કામ માટે બહાર ન નિકળે તો આવુંજ કરે કારણકે આ દિવસ ખુબજ મનહુસ દિવસ છે અને આ દિવસે કોઈપણ હાજત પુરી નહી થાય અને અગર પુરી પણ થઈ જાય તો તેમાં બરકત નહીં થાય અને તેમાં કોઈ ભલાઈ નહી હોય અને તમને જોઈએ કે તમારામાંથી કોઈપણ આ દિવસે પોતાના ઘરના માટે કોઈપણ સંગ્રહ ન કરે. જે કોઈ શખ્સ આ દિવસે પોતાના માટે અથવા પોતાના ઘરના લોકો માટે સંગ્રહ કરશે તો તે તેમાં કદાપી બરકત નહી જોશે. બસ જે ઉપર બતાવેલી વાતો પ્રમાણે વર્તશે તો અલ્લાહ તેને 1000 હજ્જ, 1000 ઉમરહ અને 1000 જેહાદનો સવાબ અતા કરશે, જે રસુલે ખુદા (સ.અ.વ.) સાથે અંજામ આપી હોય અને તેને બધા પયગમ્બરો, રસુલો, સીદ્દીક અને શહીદનો સવાબ મળશે જે રાહે ખુદામાં શહીદ થયા હોય એ વખતથી જ્યારથી આ દુનિયા ખલ્ક થઈ છે અને જ્યાં સુધી કયામત ન આવી જાય.

સાલેહ બીન ઉકબા અને સૈફ બીન ઉમેરાહ કહે છે અલકમા બીન મોહમ્મદ હજરની એ બયાન કર્યું કે મેં ઈમામ બાકીર (અ.સ.)ને અર્ઝ કરી કે તમે મને તે દોઆ તઅલીમ કરો જેને હું તે વખતે પઢું જ્યારે હું ઈમામે હુસૈન (અ.સ.)ની ઝિયારત નઝદીકથી ન પઢી શકું અને દુરથી ઈશારો કરી સલામ કરું.

ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું: એ અલકમા ઈમામે હુસૈન (અ.સ.)ની કબ્રની તરફ પહેલા ઈશારો કરી સલામ કરો પછી બે રકઅત નમાઝ પઢો પછી ઈશારો કરતી વખતે તકબીર પઢો. આના પછી એ સવામ પઢો જે ઝિયારતની માનીંદ છે. જો તમે આવું કરશો તો તમે એ દોઆ કરી જે ઝિયારત કરવાવાળા મલાએકા પઢે છે અને અલ્લાહ (ત.વ.ત.) તમારા માટે હજાર હજાર દરજ્જા બલંદ કરશે અને તમારો શુમાર તે લોકોમાં થશે જેઓ ઈમામ હુસૈન (અ.સ.) સાથે કુરબાન થઈ ગયા અને રોઝે કયામત શોહદાઓ સાથે મેહશુર થશો અને તે લોકો સાથેજ ઓળખાવા લાગશો અને તમારા માટે દરેક પયગમ્બર, રસુલ અને દરેક ઝિયારત કરનાર ઝાએરનો સવાબ લખવામાં આવશે જે હુસૈન (અ.સ.)ની ઝિયારત કરવાથી હાસીલ થાય છે. શહાદતના દિવસથી સલામ કરવાની રીત આ પ્રમાણે છે.

اَلسَّلَامُ عَلَيْكَ يَا أَبَا عَبْدِ اللَّهِ اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ رَسُولِ اللهِ اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ أَمِيرِ الْمُؤْمِنِينَ وَ ابْنَ سَيِّدِ الْوَصِيِّيْنَ اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ فَاطِمَةَ سَيِّدَةِ نِسَاءِ الْعَالَمِيْنَ اَلسَّلَامُ عَلَيْكَ يَا ثَارَ اللَّهِ وَ ابْنَ ثَارِهٖ وَ الْوِتْرَ الْمَوْتُوْرَ اَلسَّلَامُ عَلَيْكَ وَ عَلَى الْأَرْوَاحِ الَّتِيْ حَلَّتْ بِفِنَائِكَ عَلَيْكُمْ مِنِّيْ جَمِيْعًا سَلَامُ اللهِ أَبَدًا مَّا بَقِيْتُ وَ بَقِيَ اللَّيْلُ وَ النَّهَارُ يَا أَبَا عَبْدِ اللهِ لَقَدْ عَظُمَتِ الرَّزِيَّةُ وَ جَلَّتْ وَ عَظُمَتِ الْمُصِيْبَةُ بِكَ عَلَيْنَا وَ عَلٰى جَمِيْعِ أَهْلِ الْإِسْلَامِ وَ جَلَّتْ وَ عَظُمَتْ مُصِيْبَتُكَ فِي السَّمَاوَاتِ عَلٰى جَمِيْعِ أَهْلِ السَّمَاوَاتِ فَلَعَنَ اللهُ أُمَّةً أَسَّسَتْ أَسَاسَ الظُّلْمِ وَ الْجَوْرِ عَلَيْكُمْ أَهْلَ الْبَيْتِ وَ لَعَنَ اللَّهُ أُمَّةً دَفَعَتْكُمْ عَنْ مَقَامِكُمْ وَ أَزَالَتْكُمْ عَنْ مَرَاتِبِكُمُ الَّتِيْ رَتَّبَكُمُ اللهُ فِيْهَا وَ لَعَنَ اللهُ أُمَّةً قَتَلَتْكُمْ وَ لَعَنَ اللهُ الْمُمَهِّدِيْنَ لَهُمْ بِالتَّمْكِيْنِ مِنْ قِتَالِكُمْ بَرِئْتُ إِلَى اللهِ وَ إِلَيْكُمْ مِنْهُمْ وَ مِنْ أَشْيَاعِهِمْ وَ أَتْبَاعِهِمْ وَ أَوْلِيَائِهِمْ يَا أَبَا عَبْدِ اللَّهِ إِنِّيْ سِلْمٌ لِمَنْ سَالَمَكُمْ وَ حَرْبٌ لِمَنْ حَارَبَكُمْ إِلٰى يَوْمِ الْقِيَامَةِ وَ لَعَنَ اللهُ آلَ زِيَادٍ وَ آلَ مَرْوَانَ وَ لَعَنَ اللَّهُ بَنِيْ أُمَيَّةَ قَاطِبَةً وَ لَعَنَ اللهُ ابْنَ مَرْجَانَةَ وَ لَعَنَ اللَّهُ عُمَرَ بْنَ سَعْدٍ وَ لَعَنَ اللهُ شِمْرًا وَ لَعَنَ اللهُ أُمَّةً أَسْرَجَتْ وَ أَلْجَمَتْ وَ تَنَقَّبَتْ وَ تَهَيَّأَتْ لِقِتَالِكَ بِأَبِيْ أَنْتَ وَ أُمِّيْ لَقَدْ عَظُمَ مُصَابِيْ بِكَ فَأَسْأَلُ اللهَ الَّذِيْ أَكْرَمَ مَقَامَكَ وَ أَكْرَمَنِي بِكَ أَنْ يَرْزُقَنِيْ طَلَبَ ثَارِكَ مَعَ إِمَامٍ مَنْصُوْرٍ مِنْ أَهْلِ بَيْتِ مُحَمَّدٍ ﷺ اَللّٰهُمَّ اجْعَلْنِيْ عِنْدَكَ وَجِيهًا بِالْحُسَيْنِ فِي الدُّنْيَا وَ الْآخِرَةِ يَا أَبَا عَبْدِ اللَّهِ إِنِّي أَتَقَرَّبُ إِلَى اللَّهِ وَ إِلٰى رَسُولِهٖ وَ إِلٰى أَمِيْرِ الْمُؤْمِنِيْنَ وَ إِلٰى فَاطِمَةَ وَ إِلَى الْحَسَنِ وَ إِلَيْكَ بِمُوَالَاتِكَ وَ بِالْبَرَائَةِ مِمَّنْ قَاتَلَكَ وَ نَصَبَ لَكَ الْحَرْبَ وَ بِالْبَرَائَةِ مِمَّنْ أَسَّسَ أَسَاسَ الظُّلْمِ وَ الْجَوْرِ عَلَيْكُمْ وَ أَبْرَأُ إِلَى اللَّهِ وَ إِلٰى رَسُولِهٖ مِمَّنْ أَسَّسَ ذٰلِكَ وَ بَنٰى عَلَيْهِ بُنْيَانَهٗ وَ جَرٰى فِيْ ظُلَمِهٖ وَ جَوْرِهٖ عَلَيْكُمْ وَ عَلٰى أَشْيَاعِكُمْ‏ بَرِئْتُ إِلَى اللهِ وَ إِلَيْكُمْ مِنْهُمْ وَ أَتَقَرَّبُ إِلَى اللهِ ثُمَّ إِلَيْكُمْ بِمُوَالَاتِكُمْ وَ مُوَالَاةِ وَلِيِّكُمْ وَ بِالْبَرَائَةِ مِنْ أَعْدَائِكُمْ وَ النَّاصِبِيْنَ لَكُمُ الْحَرْبَ وَ بِالْبَرَائَةِ مِنْ أَشْيَاعِهِمْ وَ أَتْبَاعِهِمْ إِنِّي سِلْمٌ لِمَنْ سَالَمَكُمْ وَ حَرْبٌ لِمَنْ حَارَبَكُمْ وَ وَلِيٌّ لِمَنْ وَالَاكُمْ وَ عَدُوٌّ لِمَنْ عَادَاكُمْ فَأَسْأَلُ اللهَ الَّذِيْ أَكْرَمَنِيْ بِمَعْرِفَتِكُمْ وَ مَعْرِفَةِ أَوْلِيَائِكُمْ وَ رَزَقَنِي الْبَرَائَةَ مِنْ أَعْدَائِكُمْ أَنْ يَجْعَلَنِيْ مَعَكُمْ فِي الدُّنْيَا وَ الْآخِرَةِ وَ أَنْ يُّثَبِّتَ لِيْ عِنْدَكُمْ قَدَمَ صِدْقٍ فِي الدُّنْيَا وَ الْآخِرَةِ وَ أَسْأَلُهٗ أَنْ يُّبَلِّغَنِيَ الْمَقَامَ الْمَحْمُودَ لَكُمْ عِنْدَ اللَّهِ وَ أَنْ يَّرْزُقَنِيْ طَلَبَ ثَارِيْ مَعَ إِمَامٍ ہُدًی ظَاهِرٍ نَاطِقٍ بِالْحَقِّ مِنْكُمْ وَ أَسْأَلُ اللهَ بِحَقِّكُمْ وَ بِالشَّأْنِ الَّذِي لَكُمْ عِنْدَهٗ أَنْ يُّعْطِيَنِيْ بِمُصَابِيْ بِكُمْ أَفْضَلَ مَا يُعْطِيْ مُصَابًا بِمُصِيْبَتِهٖ مُصِيْبَةً مَا أَعْظَمَهَا وَ أَعْظَمَ رَزِيَّتَهَا فِي الْإِسْلَامِ وَ فِيْ جَمِيْعِ السَّمَاوَاتِ وَ الْأَرْضِ اَللّٰهُمَّ اجْعَلْنِيْ فِي مَقَامِيْ هٰذَا مِمَّنْ تَنَالُهٗ مِنْكَ صَلَوَاتٌ وَّ رَحْمَةٌ وَّ مَغْفِرَةٌ اَللّٰهُمَّ اجْعَلْ مَحْيَايَ مَحْيَا مُحَمَّدٍ وَّ آلِ مُحَمَّدٍ وَ مَمَاتِي مَمَاتَ مُحَمَّدٍ وَّ آلِ مُحَمَّدٍ اَللّٰهُمَّ إِنَّ هٰذَا يَوْمٌ تَبَرَّكَتْ بِهٖ بَنُوْ أُمَيَّةَ وَ ابْنُ آكِلَةِ الْأَكْبَادِ اللَّعِيْنُ بْنُ اللَّعِيْنِ عَلٰى لِسَانِ نَبِيِّكَ ﷺ فِي كُلِّ مَوْطِنٍ وَ مَوْقِفٍ وَقَفَ فِيْهِ نَبِيُّكَ صَلَوَاتُكَ عَلَيْهِ وَ آلِهٖ اَللّٰهُمَّ الْعَنْ أَبَا سُفْيَانَ وَ مُعَاوِيَةَ وَ يَزِيدَ بْنَ مُعَاوِيَةَ عَلَيْهِمْ مِنْكَ اللَّعْنَةُ أَبَدَ الْآبِدِيْنَ وَ هٰذَا يَوْمٌ فَرِحَتْ بِهٖ آلُ زِيَادٍ وَ آلُ مَرْوَانَ بِقَتْلِهِمُ الْحُسَيْنَ صَلَوَاتُ اللَّهِ عَلَيْهِ اَللّٰهُمَّ فَضَاعِفْ عَلَيْهِمُ اللَّعْنَ مِنْكَ وَ الْعَذَابَ اَللّٰهُمَّ إِنِّي أَتَقَرَّبُ إِلَيْكَ فِي هٰذَا الْيَوْمِ وَ فِي مَوْقِفِيْ هٰذَا وَ أَيَّامِ حَيَاتِيْ بِالْبَرَائَةِ مِنْهُمْ وَ اللَّعْنَةِ عَلَيْهِمْ وَ بِالْمُوَالَاةِ لِنَبِيِّكَ وَ آلِ نَبِيِّكَ عَلَیْہِمُ السَّلَامُ

પછી સૌ વખત પઢે:

اَللّٰهُمَّ الْعَنْ أَوَّلَ ظَالِمٍ ظَلَمَ حَقَّ مُحَمَّدٍ وَ آلِ مُحَمَّدٍ وَ آخِرَ تَابِعٍ لَهٗ عَلٰى ذٰلِكَ اَللّٰهُمَّ الْعَنِ الْعِصَابَةَ الَّتِيْ جَاهَدَتِ الْحُسَيْنَ وَ شَايَعَتْ وَ بَايَعَتْ وَ تَابَعَتْ عَلٰى قَتْلِهٖ اَللّٰهُمَّ الْعَنْهُمْ جَمِيْعًا

પછી સૌ વખત પઢે:

اَلسَّلَامُ عَلَيْكَ يَا أَبَا عَبْدِ اللَّهِ وَ عَلَى الْأَرْوَاحِ الَّتِيْ حَلَّتْ بِفِنَائِكَ عَلَيْكَ مِنِّيْ سَلَامُ اللهِ اَبَدًا مَّا بَقِيْتُ وَ بَقِيَ اللَّيْلُ وَ النَّهَارُ وَ لَا جَعَلَهُ اللَّهُ آخِرَ الْعَهْدِ مِنِّيْ لِزِيَارَتِكَ اَلسَّلَامُ عَلَى الْحُسَيْنِ وَ عَلٰى عَلِيِّ بْنِ الْحُسَيْنِ وَ عَلٰی اَوْلَادِ الْحُسَیْنِ وَ عَلٰى أَصْحَابِ الْحُسَيْنِ

પછી પઢે:

اَللّٰهُمَّ خُصَّ أَنْتَ أَوَّلَ ظَالِمٍ بِاللَّعْنِ مِنِّي وَ ابْدَأْ بِهٖ أَوَّلًا ثُمَّ الثَّانِيَ ثُمَّ الثَّالِثَ ثُمَّ الرَّابِعَ اَللّٰهُمَّ الْعَنْ يَزِيدَ خَامِسًا وَ الْعَنْ عُبَيْدَ اللَّهِ بْنَ زِيَادٍ وَ ابْنَ مَرْجَانَةَ وَ عُمَرَ بْنَ سَعْدٍ وَ شِمْرًا وَ آلَ أَبِيْ سُفْيَانَ وَ آلَ زِيَادٍ وَ آلَ مَرْوَانَ إِلٰى يَوْمِ الْقِيَامَةِ

સજદામાં પઢે:

اَللّٰهُمَّ لَكَ الْحَمْدُ حَمْدَ الشَّاكِرِيْنَ لَكَ عَلٰى مُصَابِهِمْ اَلْحَمْدُ لِلهِ عَلٰى عَظِيْمِ رَزِيَّتِيْ اَللّٰهُمَّ ارْزُقْنِيْ شَفَاعَةَ الْحُسَيْنِ ؑ يَوْمَ الْوُرُوْدِ وَ ثَبِّتْ لِيْ قَدَمَ صِدْقٍ عِنْدَكَ مَعَ الْحُسَيْنِ وَ أَصْحَابِ الْحُسَيْنِ الَّذِيْنَ بَذَلُوْا مُهَجَهُمْ دُوْنَ الْحُسَيْنِ

અલકમા કહે છે કે ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.) એ ફરમાવ્યું કે અગર શકય હોય તો દરરોજ આ ઝિયારતની સાથે ઈમામે હુસૈન (અ.સ.)ની ઝિયારત કરો તો તમારા માટે આ બધોજ સવાબ લખી દેવામાં આવશે.

આના પછી શૈખુત્તાએફાહ, શૈખ તુસી (અ.ર.) ફરમાવે છે કે મોહમ્મદ બીન ખાલીદ તયાલીસ એ શૈફ બીન અઝીરાહથી રિવાયત કરી ચે કે હું સફવાન બીન મેહરાન જમાલ અને અસ્હાબની એક જમાતની સાથે નજફ તરફ રવાના થયો. ઈમામ સાદિક (અ.સ.) મકામે હયરઅથી મદીનાથી નિકળ્યા પછી જ્યારે ઝિયારત અમીલ મોઅમેનીન (અ.સ.) કરી લીધી તો સફવાન બીન મેહરાન એ પોતાનું મોઢું / ચહેરો સય્યદુશ્શોહદા ઈમામ હુસૈન (અ.સ.)ની કબ્ર મુબારક તરફ કરી અમને કહ્યું કે અમીલ મોઅમેનીન (અ.સ.)ના સરે મુબારક પાસેથી ઈશારો કરી ઈમામ હુસૈન (અ.સ.)ને સલામ કરો. આજ અમલ ઈમામ સાદિક (અ.સ.) એ પણ કર્યો છે જ્યારે હું ઈમામ (અ.સ.)ની પાસે હાજર / ઉપસ્થિત હતો સૈફ બીન અમીરાહ કહે છે કે ત્યાર પછી સફવાન એ તેજ ઝિયારત પઢી જે અલકમા બીન મોહમ્મદ હજરમી એ ઈમામે મોહમ્મદ બાકીર (અ.સ.)થી રોઝે આશુર નકલ કરી છે. આ પછી અમીલ મોઅમેનીન (અ.સ.)ના સરે મુબારક પાસે બે રકઅત નમાઝ પઢી અને નમાઝ પછી અમીલ મોઅમેનીન (અ.સ.)ની કબ્રને વિદાઅ કરી અને ઈમામ હુસૈન (અ.સ.) તરફ ઈશારો કરી સલામ અને ઝિયારત બાદ આ હઝરતને પણ વિદાઅ કર્યા અને જે દોઆઓ પઢી તેમાંથી આ પણ એક છે.

يَا اللهُ يَا اللهُ يَا اللهُ يَا مُجِيبَ دَعْوَةِ الْمُضْطَرِّينَ يَا كَاشِفَ كُرَبِ الْمَكْرُوبِينَ يَا غِيَاثَ الْمُسْتَغِيثِينَ وَ يَا صَرِيخَ الْمُسْتَصْرِخِينَ يَا مَنْ هُوَ أَقْرَبُ إِلَيَّ مِنْ حَبْلِ الْوَرِيدِ وَ يَا مَنْ يَحُولُ بَيْنَ الْمَرْءِ وَ قَلْبِهٖ يَا مَنْ هُوَ بِالْمَنْظَرِ الْأَعْلَى وَ بِالْأُفُقِ الْمُبِينِ وَ يَا مَنْ هُوَ الرَّحْمٰنُ الرَّحِيمُ عَلَى الْعَرْشِ اسْتَوى وَ يَا مَنْ يَعْلَمُ خائِنَةَ الْأَعْيُنِ وَ ما تُخْفِي الصُّدُورُ وَ يَا مَنْ لَا تَخْفَى عَلَيْهِ خَافِيَةٌ وَ يَا مَنْ لَا تَشْتَبِهُ عَلَيْهِ الْأَصْوَاتُ وَ يَا مَنْ لَا تُغَلِّطُهُ الْحَاجَاتُ وَ يَا مَنْ لَا يُبْرِمُهٗ إِلْحَاحُ الْمُلِحِّينَ يَا مُدْرِكَ كُلِّ فَوْتٍ وَ يَا جَامِعَ كُلِّ شَمْلٍ وَ يَا بَارِئَ النُّفُوسِ بَعْدَ الْمَوْتِ يَا مَنْ هُوَ كُلَّ يَوْمٍ فِي شَأْنٍ يَا قَاضِيَ الْحَاجَاتِ يَا مُنَفِّسَ الْكُرُبَاتِ يَا مُعْطِيَ السُّؤَالَاتِ يَا وَلِيَّ الرَّغَبَاتِ يَا كَافِيَ الْمُهِمَّاتِ يَا مَنْ يَكْفِي مِنْ كُلِّ شَيْ‏ءٍ وَ لَا يَكْفِي مِنْهُ شَيْءٌ فِي السَّمَاوَاتِ وَ الْأَرْضِ أَسْأَلُكَ بِحَقِّ مُحَمَّدٍ وَ عَلِيٍّ وَ بِحَقِّ فَاطِمَةَ بِنْتِ نَبِيِّكَ وَ بِحَقِّ الْحَسَنِ وَ الْحُسَيْنِ فَإِنِّي بِهِمْ أَتَوَجَّهُ إِلَيْكَ فِي مَقَامِي هٰذَا وَ بِهِمْ أَتَوَسَّلُ وَ بِهِمْ أَتَشَفَّعُ إِلَيْكَ وَ بِحَقِّهِمْ أَسْأَلُكَ وَ أُقْسِمُ وَ أَعْزِمُ عَلَيْكَ وَ بِالشَّأْنِ الَّذِي لَهُمْ عِنْدَكَ وَ بِالْقَدْرِ الَّذِيْ لَهُمْ عِنْدَكَ وَ بِالَّذِي فَضَّلْتَهُمْ عَلَى الْعَالَمِينَ وَ بِاسْمِكَ الَّذِيْ جَعَلْتَهٗ عِنْدَهُمْ وَ بِهٖ خَصَصْتَهُمْ دُونَ الْعَالَمِينَ وَ بِهٖ أَبَنْتَهُمْ وَ أَبَنْتَ فَضْلَهُمْ مِنْ فَضْلِ الْعَالَمِينَ حَتّٰى فَاقَ فَضْلُهُمْ فَضْلَ الْعَالَمِينَ أَنْ تُصَلِّيَ عَلَى مُحَمَّدٍ وَ آلِ مُحَمَّدٍ وَ أَنْ تَكْشِفَ عَنِّي غَمِّي وَ هَمِّيْ وَ كَرْبِي وَ تَكْفِيَنِي الْمُهِمَّ مِنْ أُمُورِيْ وَ تَقْضِيَ عَنِّيْ دَيْنِيْ وَ تُجِيْرَنِيْ مِنَ الْفَقْرِ وَ تُجِيرَنِيْ مِنَ الْفَاقَةِ وَ تُغْنِيَنِيْ عَنِ الْمَسْأَلَةِ إِلَى الْمَخْلُوقِينَ وَ تَكْفِيَنِيْ هَمَّ مَنْ أَخَافُ هَمَّهٗ وَ عُسْرَ مَنْ أَخَافُ عُسْرَهٗ وَ حُزُونَةَ مَنْ أَخَافُ حُزُونَتَهٗ وَ شَرَّ مَنْ أَخَافُ شَرَّهٗ وَ مَكْرَ مَنْ أَخَافُ مَكْرَهٗ وَ بَغْيَ مَنْ أَخَافُ بَغْيَهٗ وَ جَوْرَ مَنْ أَخَافُ جَوْرَهٗ وَ سُلْطَانَ مَنْ أَخَافُ سُلْطَانَهٗ وَ كَيْدَ مَنْ أَخَافُ كَيْدَهٗ وَ مَقْدُرَةَ مَنْ أَخَافُ مَقْدُرَتَهٗ عَلَيَّ وَ تَرُدَّ عَنِّيْ كَيْدَ الْكَيَدَةِ وَ مَكْرَ الْمَكَرَةِ اَللّٰهُمَّ مَنْ أَرَادَنِي فَأَرِدْهُ وَ مَنْ كَادَنِي فَكِدْهُ وَ اصْرِفْ عَنِّي كَيْدَهٗ وَ مَكْرَهٗ وَ بَأْسَهٗ وَ أَمَانِيَّهٗ وَ امْنَعْهُ عَنِّيْ كَيْفَ شِئْتَ وَ أَنَّى شِئْتَ اَللّٰهُمَّ اشْغَلْهُ عَنِّي بِفَقْرٍ لَا تَجْبُرُهٗ وَ بِبَلَاءٍ لَا تَسْتُرُهٗ وَ بِفَاقَةٍ لَا تَسُدُّهَا وَ بِسُقْمٍ لَا تُعَافِيْهِ وَ ذُلٍّ لَا تُعِزُّهٗ وَ بِمَسْكَنَةٍ لَا تَجْبُرُهَا اَللّٰهُمَّ اضْرِبْ بِالذُّلِّ نَصْبَ عَيْنَيْهِ وَ أَدْخِلْ عَلَيْهِ الْفَقْرَ فِي مَنْزِلِهٖ وَ الْعِلَّةَ وَ السُّقْمَ فِي بَدَنِهٖ حَتّٰى تَشْغَلَهٗ عَنِّيْ بِشُغْلٍ شَاغِلٍ لَا فَرَاغَ لَهٗ وَ أَنْسِهٖ ذِكْرِي كَمَا أَنْسَيْتَهٗ ذِكْرَكَ وَ خُذْ عَنِّيْ بِسَمْعِهٖ وَ بَصَرِهٖ وَ لِسَانِهٖ وَ يَدِهٖ وَ رِجْلِهٖ وَ قَلْبِهٖ وَ جَمِيْعِ جَوَارِحِهٖ وَ أَدْخِلْ عَلَيْهِ فِيْ جَمِيْعِ ذٰلِكَ السُّقْمَ وَ لَا تَشْفِهٖ حَتّٰى تَجْعَلَ ذٰلِكَ شُغْلًا شَاغِلًا بِهٖ عَنِّي وَ عَنْ ذِكْرِيْ وَ اكْفِنِي يَا كَافِيَ مَا لَا يَكْفِي سِوَاكَ فَإِنَّكَ الْكَافِي لَا كَافِيَ سِوَاكَ وَ مُفَرِّجٌ لَا مُفَرِّجَ سِوَاكَ وَ مُغِيثٌ لَا مُغِيثَ سِوَاكَ وَ جَارٌ لَا جَارَ سِوَاكَ خَابَ مَنْ كَانَ جَارُهٗ سِوَاكَ وَ مُغِيثُهٗ سِوَاكَ وَ مَفْزَعُهٗ إِلٰى سِوَاكَ وَ مَهْرَبُهٗ وَ مَلْجَاهُ إِلٰى غَيْرِكَ وَ مَنْجَاهُ مِنْ مَخْلُوقٍ غَيْرِكَ فَأَنْتَ ثِقَتِيْ وَ رَجَائِيْ وَ مَفْزَعِيْ وَ مَهْرَبِيْ وَ مَلْجَائِيْ وَ مَنْجَايَ فَبِكَ أَسْتَفْتِحُ وَ بِكَ أَسْتَنْجِحُ وَ بِمُحَمَّدٍ وَ آلِ مُحَمَّدٍ أَتَوَجَّهُ إِلَيْكَ وَ أَتَوَسَّلُ وَ أَتَشَفَّعُ فَأَسْأَلُكَ يَا اللهُ يَا اللهُ يَا اللهُ بِحَقِّ مُحَمَّدٍ وَ آلِ مُحَمَّدٍ أَنْ تُصَلِّيَ عَلَى مُحَمَّدٍ وَ آلِ مُحَمَّدٍ وَ أَنْ تَكْشِفَ عَنِّي غَمِّي وَ هَمِّي وَ كَرْبِي فِي مَقَامِي هٰذَا كَمَا كَشَفْتَ عَنْ نَبِيِّكَ هَمَّهٗ وَ غَمَّهٗ وَ كَرْبَهٗ وَ كَفَيْتَهٗ هَوْلَ عَدُوِّهٖ فَاكْشِفْ عَنِّي كَمَا كَشَفْتَ عَنْهُ وَ فَرِّجْ عَنِّي كَمَا فَرَّجْتَ عَنْهُ وَ اكْفِنِي كَمَا كَفَيْتَهٗ وَ اصْرِفْ عَنِّي هَوْلَ مَا أَخَافُ هَوْلَهٗ وَ مَئُونَةَ مَا أَخَافُ مَئُونَتَهٗ وَ هَمَّ مَا أَخَافُ هَمَّهٗ بِلَا مَئُونَةٍ عَلَى نَفْسِي مِنْ ذٰلِكَ وَ اصْرِفْنِي بِقَضَاءِ حَوَائِجِي وَ كِفَايَةِ مَا أَهَمَّنِي هَمُّهٗ مِنْ أَمْرِ آخِرَتِي وَ دُنْيَايَ يَا أَمِيرَ الْمُؤْمِنِينَ وَ یَا اَبَا عَبْدِ اللہِ عَلَيْكُمَا مِنِّي سَلَامُ اللهِ أَبَدًا بَقِيْتُ وَ بَقِيَ اللَّيْلُ وَ النَّهَارُ وَ لَا جَعَلَهُ اللهُ آخِرَ الْعَهْدِ مِنْ زِيَارَتِكُمَا وَ لَا فَرَّقَ اللهُ بَيْنِي وَ بَيْنَكُمَا اَللّٰهُمَّ أَحْيِنِي حَيَاةَ مُحَمَّدٍ وَ ذُرِّيَّتِهٖ وَ أَمِتْنِي مَمَاتَهُمْ وَ تَوَفَّنِي عَلَى مِلَّتِهِمْ وَ احْشُرْنِي فِي زُمْرَتِهِمْ وَ لَا تُفَرِّقْ بَيْنِي وَ بَيْنَهُمْ طَرْفَةَ عَيْنٍ أَبَدًا فِي الدُّنْيَا وَ الْآخِرَةِ يَا أَمِيرَ الْمُؤْمِنِينَ وَ يَا أَبَا عَبْدِ اللهِ أَتَيْتُكُمَا زَائِرًا وَ مُتَوَسِّلًا إِلَى اللهِ رَبِّي وَ رَبِّكُمَا مُتَوَجِّهًا إِلَيْهِ (بِكُمَا وَ مُسْتَشْفِعًا بِكُمَا) إِلَى اللَّهِ فِي حَاجَتِي هَذِهٖ فَاشْفَعَا لِي فَإِنَّ لَكُمَا عِنْدَ اللَّهِ الْمَقَامَ الْمَحْمُودَ وَ الْجَاهَ الْوَجِيهَ وَ الْمَنْزِلَ الرَّفِيعَ وَ الْوَسِيلَةَ إِنِّي أَنْقَلِبُ عَنْكُمَا مُنْتَظِرًا لِتَنَجُّزِ الْحَاجَةِ وَ قَضَائِهَا وَ نَجَاحِهَا مِنَ اللهِ بِشَفَاعَتِكُمَا لِي إِلَى اللهِ فِي ذٰلِكَ فَلَا أَخِيبُ وَ لَا يَكُونُ مُنْقَلَبِي مُنْقَلَبًا خَائِبًا خَاسِرًا بَلْ يَكُونُ مُنْقَلَبِي مُنْقَلَبًا رَاجِحًا مُفْلِحًا مُنْجِحًا مُسْتَجَابًا لِيْ بِقَضَاءِ جَمِيعِ حَوَائِجِي وَ تَشْفَعَا لِيْ إِلَى اللهِ اِنْقَلَبْتُ عَلَى مَا شَاءَ اللهُ وَ لَا حَوْلَ وَ لَا قُوَّةَ إِلَّا بِاللهِ مُفَوِّضًا أَمْرِي إِلَى اللهِ مُلْجِئًا ظَهْرِي إِلَى اللَّهِ وَ مُتَوَكِّلًا عَلَى اللهِ وَ أَقُولُ حَسْبِيَ اللَّهُ وَ كَفَى سَمِعَ اللَّهُ لِمَنْ دَعَا لَيْسَ لِي وَرَاءَ اللهِ وَ وَرَاءَكُمْ يَا سَادَتِي مُنْتَهًى مَا شَاءَ رَبِّي كَانَ وَ مَا لَمْ يَشَأْ لَمْ يَكُنْ وَ لَا حَوْلَ وَ لَا قُوَّةَ إِلَّا بِاللهِ أَسْتَوْدِعُكُمَا اللَّهَ وَ لَا جَعَلَهُ اللَّهُ آخِرَ الْعَهْدِ مِنِّي إِلَيْكُمَا انْصَرَفْتُ يَا سَيِّدِي يَا أَمِيرَ الْمُؤْمِنِينَ وَ مَوْلَايَ وَ أَنْتَ يَا أَبَا عَبْدِ اللهِ يَا سَيِّدِي وَ سَلَامِي عَلَيْكُمَا مُتَّصِلٌ مَا اتَّصَلَ اللَّيْلُ وَ النَّهَارُ وَاصِلٌ ذٰلِكَ إِلَيْكُمَا غَيْرُ مَحْجُوبٍ عَنْكُمَا سَلَامِي إِنْ شَاءَ اللَّهُ وَ أَسْأَلُهٗ بِحَقِّكُمَا أَنْ يَشَاءَ ذٰلِكَ وَ يَفْعَلَ فَإِنَّهٗ حَمِيدٌ مَجِيدٌ انْقَلَبْتُ يَا سَيِّدِيْ عَنْكُمَا تَائِبًا حَامِدًا لِلَّهِ شَاكِرًا رَاجِيًا لِلْإِجَابَةِ غَيْرَ آيِسٍ وَ لَا قَانِطٍ آئِبًا عَائِدًا رَاجِعًا إِلٰى زِيَارَتِكُمَا غَيْرَ رَاغِبٍ عَنْكُمَا وَ لَا مِنْ زِيَارَتِكُمَا بَلْ رَاجِعٌ عَائِدٌ إِنْ شَاءَ اللهُ وَ لَا حَوْلَ وَ لَا قُوَّةَ إِلَّا بِاللهِ يَا سَادَتِي رَغِبْتُ إِلَيْكُمَا وَ إِلٰى زِيَارَتِكُمَا بَعْدَ أَنْ زَهِدَ فِيكُمَا وَ فِي زِيَارَتِكُمَا أَهْلُ الدُّنْيَا فَلَا خَيَّبَنِيَ اللهُ مِمَّا رَجَوْتُ وَ مَا أَمَّلْتُ فِي زِيَارَتِكُمَا إِنَّهٗ قَرِيبٌ مُجِيبٌ.

સૈફ બીન અમીરાહનું બયાન છે મે સફવાનથી પુછયું અલકમા બિન મોહમ્મદ એ આ દોઆને અમારા માટે ઈમામે બાકીર (અ.સ.)થી રિવાયત નથી કરી પરંતુ ફકત ઝિયારતજ બયાન કરી છે તો સફવાને કહ્યું હું પોતે ઈમામ સાદિક (અ.સ.) સાથે આ જગ્યા ઉપર આવ્યો હતો. મે તેજ અમલ કર્યો છે જે ઈમામ સાદિક (અ.સ.) એ આ જગ્યા ઉપર કર્યો હતો અને તેમણે એજ ઝિયારત અને દોઆ પઢી જે મે પઢી છે અને આ પછી તેમણે 2 રકઅત નમાઝ પઢી જેવી રીતે કે આપણે પઢી અને તેવીજ રીતે વિદાઅ કયર્િ જેવી રીતે આપણે કયર્િ આ પછી સફવાનએ મને કહ્યું હ. ઈ. જઅફરે સાદિક (અ.સ.) મને ફરમાવ્યું હતું કે આ ઝિયારતની પાબંદી કરજો અને આ દોઆ પઢતા રહેજો કે હું ખુદાની બારગાહમાં આ ઝિયારત પઢવાવાળા અને આ રીતે દોઆ નઝદીક અથવા દુરથી કરવાવાળા માટે હું ઝામીન થાવ છું. તેની દોઆ કબુલ થશે, તેની કોશીશ શુક્ર કરવાને પાત્ર હશે અને તેના સલામ કબુલ થશે અને તેની હાજતો પૂરી થશે. આખેરતમાં તેના દરજ્જા બલંદ થશે અને નાઉમ્મીદ નહી થાય. એ સફવાન મે ઝિયારતને આજ ઝમાનતો સાથે મારા પિદરે બુઝુર્ગવારથી અને તેમણે તેમના પિદરે બુઝુર્ગવાર અલી બીન હુસૈન ઝયનુલ આબેદીન (અ.સ.) પાસેથી અને તેમણે ઈમામે હુસૈન (અ.સ.)થી અને તેમણે તેમના ભાઈ ઈમામે હસન (અ.સ.)થી અને તેમણે તેમના પિતાશ્રી અમીલ મોઅમેનીન હ. અલી (અ.સ.) પાસેથી અને તેમણે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)થી અને પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ જનાબે જીબ્રઈલથી અને જનાબે જીબ્રઈલે અલ્લાહ (ત.વ.ત.) પાસેથી હાસીલ કર્યું પરવરદિગારે આલમે પોતાની ઝાતની કસમ ખાઈને કહ્યું છે કે જે કોઈ શખ્સ નઝદીક અથવા દૂરથી ઈમામે હુસૈન (અ.સ.)ની આ ઝિયારત અને દોઆ પઢશે તો તેની ઝિયારત કબુલ કરી લઈશ અને તેની બધી ખ્વાહીશો પૂરી કરીશ અને મારી બારગાહમાં નાઉમ્મીદ અને માયુસ પાછો નહી જાય પરંતુ હાજત પૂરી થવા પછી અને દોઝખથી આઝાદ થયા પછી અને જન્નતનો હક્કદાર થવા પછી પાછો પલટશે અને જો તે કોઈના માટે શફાઅત કરશે તો તેને પણ હું કબુલ કરી લઈશ અને આ પણ કહ્યું કે અમે એહલેબૈતના દુશ્મનો સિવાય કે તેમના હક્કમાં દોઆ કબુલ નહી થાય જેવી રીતે કે પરવરદિગારે આલમે પોતાની ઝાતે મુકદ્દસની કસમ ખાઈને કહ્યું છે અને તેણે અમને ગવાહ બનાવ્યા છે અને તેના ગવાહ આસ્માનથી લઈ ફર્શ સુધી છે. આ પછી જીબ્રઈલ (અ.સ.) એ કહ્યું: યા રસુલુલ્લાહ (સ.અ.વ.) મને તમારા પાસે મોકલ્યો છે કે હું તમને અને અલી, ફાતેમા, હસન, હુસૈન અને જે તેમની ઔલાદમાંથી ઈમામો છે તેમને ખુશખબરી આપું છું કે જે તમારા માટે અને અઈમ્માએ મઅસુમીન (અ.સ.) માટે અને તેમના શીઆઓ માટે રોઝે કયામત જેના થકી ખુશ થશે.

સફવાન કહે છે કે આ પછી ઈમામે સાદિક (અ.સ.) એ મને કહ્યું અય સફવાન જ્યારે તમને કોઈ હાજત પેશ આવે તો આ ઝિયારત જ્યાંથી પણ ચાહો પઢી લો અને પછી દોઆ પણ પઢો પછી અલ્લાહ (ત.વ.ત.) થી હાજત તલબ કરો જર પુરી થશે અને પરવરદિગાર પોતાના રસુલ (સ.અ.વ.)થી કરેલ વાયદાથી ખીલાફ નહી કરે.

આ પણ સીલસીલએ ઝહબ છે.

કવ્લે લા એ લાહા ઈલ્લલ્લાહા હીઅનીની પાકીઝા અને મુકદ્દસ સનદની બીના ઉપર જે ઈમામે રેઝા (અ.સ.) એ પોતાના આબો અજદાદના ઝરીએ નકલ કરી છે તેને અસીલસલએ ઝહબ કહે છે (જેની સનદ અને સીલસીલો સોનાના જેવું અમુલ્ય અને રોશન છે) જે હદીસે કુદસી પણ છે. તો હદીસે ઝિયારતે આશુરા કે જેના શઆતમાં ‘સનદ’માં મઅસુમીન (અ.મુ.સ.)થી લઈને ખુદાએ તઆલા સુધી સંબંધ આપવામાં આવી હોય અને મઅસુમીન (અ.મુ.સ.) પછી ગયરે મઅસુમીનમાં અઝીમ અને માનનીય હસ્તીઓ જેમા મરાજએ તકલીદ ફુકહાએ અઅઝમ અને હદીસવેત્ત્ાાઓનો સીલસીલો જોવા મળે ચે અને હદીસે કુદસી પણ છે તો શું તેને સીલસીલએ ઝહબ ન કહેવું? શું આ એક રોશન હકીકતને છુપાવું એ નાઈન્સાફી ભરેલું નથી?

બેશક આ ઝિયારત હદીસે કુદસીયામાંથી શામીલ છે અને આજ તરતીબથી ઝિયારત, લઅનત, સલામ દોઆ સાથે અલ્લાહની બારગાહથી જનાબે જીબ્રઈલ દ્વારા પયગમ્બરે અકરમ (સ.અ.વ.) સુધી પહોંચી છે અને અનુભવની બુનિયાદ ઉપર ચાલીસ દિવસ અથવા તેનાથી ઓછા દિવસ હાજત પૂરા થવાના માટે અથબવા મકસદ / હેતુ પ્રાપ્ત કરવા અને દુશ્મનોથી રક્ષણ મેળવવા માટે શ્રેષ્ઠ ઝિયારત છે. એટલેજ મોઅમીનોને જોઈઅકે કે આ ઝિયારતને પોતાની ઝીંદગીનો એક હિસ્સો બનાવી રોજ પઢે અને તેની બરકતોને જોવે.

અલ્લાહ (ત.વ.ત.) આપણને બધાને ઈમામે ઝમાના (અ.ત.ફ.શ.)નો ઝુહુર જલ્દી થાય તેવી દોઆ કરવાની તૌફીક આપે અને ઈમામે હુસૈન (અ.સ.)ના ખુને નાહકનો બદલો લેવાવાળા ઈમામ મહદી (અ.ત.ફ.શ.)ના અસ્હાબમાં શુમાર કરે. આમીન.