અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
હદીસે તશબીહ ભાગ-૧

હદીસે તશબીહ ભાગ-૧

     હદીસે તશબીહ ખુબજ મહત્વની સુન્નત છે. જે ઇમામત અને વિલાયતે હ.અલી સાથે સુસંગત છે. જે આપણા સુધી એહલે સુન્નત અને શિયા માધ્યમ દ્વારા પહોચી છે.

     અરબીમાં તશબીહનો મતલબ ચાહવું કે ગમવું અથવા એક વ્યક્તિની સરખામણીમાં બીજી વ્યક્તિનાં લક્ષણોને સરખાવવું તેવો થાય છે.

     હ. રસુલે ખુદા સ.અ.વ એ ફરમાવ્યું કે “અગર કોઈ વ્યક્તિ ઇસરાફીલ ની દહેશત, મીકાઈલનું સ્થાન, જીબ ની ભવ્યતા, આદમની સ્વસ્થતા અને સુમેળતા, નૂહના ચેહરાની સ્વસ્થતા, ઈબ્રાહીમનું અલ્લાહ સાથેનું જોડાણ, અય્યુબની ધીરજ, યાહ્યાનું દુ:ખ-દર્દ, ઇસાનું  માર્ગદર્શન, યુનુસની સંયમવૃત્તિ, અને મોહમ્મદ સ.અ.વની વિશિષ્ટતા અને અખલાક જોવા માંગતો હોય તો તેને હ. અલી અ.સ ના ચેહરા તરફ નજર નાખવી જોઈએ.

     બેશક પયગંબર સ.અ.વ ની ફઝીલતોમાંથી ૯૦ જેટલી ફઝીલતો હ. અલી અ.સમાં છે. અલ્લાહે આ બંનેની ફઝીલાતોને પોતાનામાં સમાવેશ કરેલો છે. અને અલ્લાહના સિવાય બીજા કોઈમાં આ ફઝીલાતોનો  સમાવેશ કરેલ નથી.

    આપણે શ્રેણીબંધ ભાગો દ્વારા હદીસે તશબીહની ચર્ચા ભરોસાપાત્ર રાવીઓ અને એહલે સુન્નત ની કિતાબો દ્વારા કરીશું. અને પછી આ હદીસની સચ્ચાઈ વિષે ચર્ચા કરશુ કે જેના વડે હ.અલી ઇબ્ને અબી તાલિબ અ.સ ની ઈમામત ને સાબિત કરશુ અને અંતે મોહદ્દીસે દહેલવી જેવા નાસ્તિક લોકોએ ઉભા કરેલા ખોટા દાવાને રદ્દ કરીશું.

એહલે સુન્નતની કિતાબોમાં હદીસે તશબીહ:

પોતાની જાતને આલીમ સમજતા હોઈ તેવા  એહલે સુન્નતના આલિમો પૈકી એક એવા મોહદ્દીસે દહેલવીએ ખોટી  રીતે જાહેર કર્યું કે હદીસે તશબીહ એ અહલે સુન્નત ની હદીસોમાં નથી. આપણે આગળ જોશું કે આ હદીસ ફક્ત તેમની કિતાબોમા જ નથી પરંતુ અસંખ્ય સ્ત્રોત દ્વારા નોધાયેલી છે. અને એવા લોકોના આલીમ હોવા પર આશ્ચર્ય થાય છે કે જેઓ આ હદીસને એહલે સુન્નતની કિતાબમાં હોવાનો ઇન્કાર કરે છે.

  અહી નીચે એવી એહલે સુન્નાતની કીતાબોના નામ છે કે જેમાં હદીસે તશબીહ નો ઉલ્લેખ થયેલ છે.

૧ અલ-ઈનાબહના લેખક અહમદ બિન હમ્બ્લ કે જે હમ્બ્લી ફિરકા નાં ઈમામ છે કે જેના માનનારા ઇબ્ને તય્મીય્યા અને મોહમ્મદ  ઇબ્ને અબ્દુલ વહ્હાબ છે

અલ-અરબઈન ફી ઉસુલેદ્દીન (પાના-૩૧૩)ના  લેખક શાહ વલીઉલ્લાહ દહેલવી કે જે મોહદ્દીસે દહેલવી ના પિતા છે.

૩ વસીલા અલ-મુતાબીદ્દીન ભાગ-૫ પાનાં ૧૬૮

૪ અલ મનાકીબના લેખક ઇબ્ને મુગાઝેલી

૫ મતાલીબ અલ સોલ પાના-૬૧ લેખક મોહમ્મદ ઇબ્ને તાલ્હા શાફેઈ

૬ કીફાયાહ અલ તાલિબ પ્ર-૨૩ લેખક હાફીઝ ગંજી શાફેઈ

૭ ઝખાએર અલ ઉક્બાહ પાના ૯૩ લેખક મોહિબુદ્દીન તબરી

૮ જવાહીર અલ  અખબાર સૈયદ અલી હમ્દાની

૯ યનાંબિઉલ મવદ્દહ ભાગ-૨ પાના ૩૦૭ લેખક શય્ખ સુલેમાન કુન્દુઝી અલ હનફી

૧૦ અલ દલાએલ અલ તસહીહ અલ ફઝાએલ પ્ર.૧૮ લેખક શાહબુદ્દીન એહમદ

૧૧ અલ ફુસુલ અલ મોહિમ્માહ ફી માઅરેફતે એમ્માહ  પા.૧૨૩ સબ્બાગ અલ માલિકી

૧૨ અસના અલ મતાલીબ ફી માંનાકીબે અલી ઇબ્ને અબી તાલિબ અ.સ લેખક ઈબ્રાહીમ ઇબ્ને અબ્દુલ્લાહ વસ્સાબી અલ શાફેઈ

૧૩ અલ અરબઈન ફી માંનાકીબે અમીરૂલ મોઅમેનીન લેખક જમાલુદ્દીન અતાઉલ્લાહ ઇબ્ને ફઝલુલ્લાહ

૧૪ વસીલા અલ માંઆલ ફી માંનાકીબે અલ આલ

૧૫ મીફ્તહ અલ નજફી ફી માંનાકીબે આલ અલ અબા લેખક બદક્ષાની

૧૬ મારીફ અલ ઉલાફી માંનાકીબે અલ મુર્તુઝા

૧૭ રૌઝા અલ નદવીયયાહ તોહફે અલ અલ્વીય્યાહ ની સમજણ માં લેખક મોહમ્મેદ અમીર સનની

૧૮ મીર્રત અલ મોઅમીન લેખક વલીઉલ્લાહ લખનવી

દેખીતા પુરાવા રૂપે હદીસે તશબીહને એહલે સુન્નત ના પ્રખ્યાત મશહુર વિદ્વનોઓ  એ લખી છે જેમાં શાહ વલીઉલ્લાહ દહેલવી પણ મોજુદ છે. આમ મોહદ્દીસે દહેલવીએ ઉભી કરેલી શંકા ફક્ત સ્વાર્થ, પૂર્વાગ્રહ અને હકીકત ની વિરુદ્ધ છે.