અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
ઇમામ ઝયનુલ આબેદીન (અ.સ.) એ બની ઉમય્યા ના દૂશ્પ્રચારને માત આપી : શામના નાસેબીનો વાકેઓ

ઇમામ ઝયનુલ આબેદીન (..) બની ઉમય્યા ના દૂશ્પ્રચારને માત આપી : શામના નાસેબીનો વાકેઓ

કરબલાની જંગ બાદ આ નીયમ બની ગયો હતો કે ‘જેની લાઠી તેની ભેસ’ (શક્તિશાળી કરે તે સાચું). આ ત્યારે બન્યુ જયારે તે સમયના શાસકે દરેક જગ્યાએ જે કોઇ તેની સામે ઉભો થયો તેને નિર્દયતાથી  કચડી નાખતો હતો. જેનુ નામોનિશાન મીટાવી દેતો હતો. તેના વ્યક્તિત્વ (કીરદાર) ને ધ્યાનમાં રાખીને ખલીફા એવો પ્રચાર કરાવતો હતો કે પોતે સાચો છે અને ભોગ બનનાર વ્યક્તિ જુઠો.

            અત્યાચારી યઝીદે ઇમામ હુસૈન (અ.સ.)ના કત્લને વ્યાજબી ઠરાવવા આવાજ જુઠા પ્રચાર નો આશરો લીધો હતો. એક માત્ર ફરક એ હતો કે આ દુશ્પ્રચારની શરુઆત મુઆવિય્યા ઇબ્ને અબી સુફયાન દ્વારા શામ (સીરીયા) ની ગાદી પર સત્તારુઢ થયા બાદ થઇ હતી. વીસ (૨૦) વર્ષો કરતા વધુ ખોટી અને વિક્રૃત માહિતીના તીવ્ર પ્રચાર વડે બની ઉમય્યાએ માની લીધુ કે લોકો બની હાશીમને (ઇસ્લામનાં હકીકી અને અલ્લાહ દ્વારા નિયુક્ત ઇમામને) ઇસ્લામના આગેવાન અને તારણહારના બદલે બળવાખોર અને પાખંડી (નઉઝોબીલ્લાહ) માનવા લાગશે.

            અત્યાચારી યઝીદે કરબલામાં ઇમામ હુસૈન (અ.સ.)ને શહીદ કરીને માની લીધું કે પોતે પોતાના હોદ્દા અને સત્તાને સુરક્ષિત કરી લીધા છે. તેણે માની લીધુ હતું કે મૈદાને કરબલામાં જંગ સમાપ્ત થઇ ગઇ. પરંતુ તે એ સમજવામાં નિષ્ફળ ગયો હતો કે જંગનો અંત ઘણો દૂર છે, તેની સાબીતી ઇમામ હુસૈન (અ.સ.) ના ઘરનાં મઝલુમ અને નિર્દોષ બાળકો અને ઔરતોની કરબલાથી કુફા થઇને શામની મુસાફરી છે.

અહી આ લેખમાં અમારો હેતુ એ નથી કે ઓબૈદુલ્લાહ ઇબ્ને ઝીયાદ કુફામાં અને અત્યાચારી યઝીદ શામમાં કેટલા ઝલીલ થયા તેની વીસ્તારથી ચર્ચા કરીએ. અમો અત્રે ફકત ઇમામ અલી ઇબ્ને હુસૈન ઝયનુલ આબેદીન (અ.સ.)ની યઝીદનાં દરબારમાં જતી વખતે શામનાં બજારમાં રસપ્રદ વાતચીત ને રજુ કરીશુ.    

 ઇમામ ઝયનુલ આબેદીન (..) મે શામનાં નાસેબી ને તબદીલ કર્યો

            ઇમામ હુસૈન (અ.સ.) નાં કૈદી કુટુંબીજનોનો કાફલો જ્યારે શામની એક મસ્જીદ પાસે રોકવામાં આવ્યો હતો ત્યારે એક વૃધ્ધ શામિ તેઓની પાસે ગયો અને કહ્યુ : વખાણ અલ્લાહના કે જેણે તમોને મારી નાખ્યા અને બરબાદ કરી દીધા અને બળવાની આગને બુજાવી નાખી (નઉઝોબીલ્લાહ). તેણે ઈમામ અ.સ.ને બુરુ બોલવાનું અને કોસવાનું ચાલુ રાખ્યુ.

            ઇમામ અલી ઇબ્ને હુસૈન(અ.સ.) મે જવાબમાં ફરમાવ્યું -  જેવી રીતે મેં તને સાંભળ્યો અને તે જે કાંઇ તારે કેહવુ હતુ તે કહી દીધું, તે તારી દુશ્મનાવટ અને લાગણીઓને જાહેર કરી દીધી. તો હવે મારે જે  કાંઇ કેહવું છે તે તું ધ્યાનથી સાંભળ.

 શામિ : કહો

 ઇમામ અલી ઇબ્ને હુસૈન(અ.સ.) : શું તે અલ્લાહની કીતાબને (પવિત્ર કુર્આન) વાંચી છે ?

 તેણે જવાબમાં હા પાડી

 ઇમામ (અ.સ.) : શું તે આ આયતને નથી પઢી ?- 

قُل لَّا أَسْأَلُكُمْ عَلَيْهِ أَجْرًا إِلَّا الْمَوَدَّةَ فِي الْقُرْبَىٰ

 “(એ રસુલ !) તમે કહો કે, હું તો આ (રીસાલત ના પ્રચાર) માટે તમારી પાસે કાંઇ મહેનતાણું માંગતો નથી, પરંતુ મારા નિકટના સગાવ્હાલાઓનો પ્રેમ”  - (સુરે શુરા (૪૨) : આયત ૨૩)

 શામિ : હા (પઢી છે)

 ઇમામ (અ.સ.) : તે સૌથી નઝદીકના સગા અમો છીયે.

 પછી ઇમામ (અ.સ.) એ તેને પુછ્યું – શું તે અલ્લાહની કીતાબમાં અમારા તે હક્કનાં બારામાં વાચ્યું છે જે ફકત અમારા માટે છે અને બીજા કોઇ મુસલમાન તેમાં ભાગીદાર નથી ?

 શામિ : ના

 ઇમામ (અ.સ.) : શું તે આ આયતને નથી પઢી ? –

وَآتِ ذَا الْقُرْبَىٰ حَقَّهُ

“અને તું નજીકના (સગાં-વહાલાં)ઓને તેમનો હક આપી દે.”

(સુરે બની ઇસરાઇલ (૧૭) : આયત ૨૬)

શામિ : હા (પઢી છે)

 ઇમામ (અ.સ.) : અમો એ લોકો છીએ જેના માટે અલ્લાહે તેના નબી (સ.અ.વ.) ને હુકમ આપ્યો છે કે તે અવશ્ય તેઓના હક્કોનું સન્માન કરે.

 શામિ : શું તમો તે લોકો છો ?

 ઇમામ (અ.સ.) : હા

 પછી ઇમામ (અ.સ.) એ તેને પુછ્યું : શું તે આ આયતને નથી પઢી ?

 وَاعْلَمُوا أَنَّمَا غَنِمْتُم مِّن شَيْءٍ فَأَنَّ لِلَّـهِ خُمُسَهُ وَلِلرَّسُولِ وَلِذِي الْقُرْبَىٰ 

“અને જાણી લ્યો કે જે કાંઇ તમે કમાવ તેનો પાંચમો હીસ્સો અલ્લાહ માટે અને તેના રસુલ માટે અને તેનાં (રસુલ નાં) સગાવ્હાલા માટે... છે.” – (સુરે અનફાલ (૮)- આયત ૪૧)

 શામિ : હા (પઢી છે)

 ઇમામ (અ.સ.) : અમો તે નઝદીક ના કુટુંબી છીએ.

 

પછી ઇમામ (અ.સ.) એ તેને પુછ્યું : શું તે સુરે અહઝાબ માં અમારા હક નું વર્ણન નથી જોયુ, જેમાં બીજા કોઇ મુસ્લીમો ભાગીદાર નથી ?

 શામિ : ના

 ઇમામ (અ.સ.) : શું તે આ આયતને નથી પઢી ?  

إِنَّمَا يُرِيدُ اللَّـهُ لِيُذْهِبَ عَنكُمُ الرِّجْسَ أَهْلَ الْبَيْتِ وَيُطَهِّرَكُمْ تَطْهِيرًا

“અય અહલેબયત (રસૂલના ઘરવાળાઓ)! સિવાય તેના કાંઇજ નથી કે અલ્લાહ ચાહે છે કે તમારાથી દરેક પ્રકારની અપવિત્રતા દૂર રાખે અને તમને સંપૂર્ણ રીતે પાક પવિત્ર રાખે.”

 (સુરે અહઝાબ (૩૩)- આયત ૩૩)

 શામિ એ પોતાના હાથને આસમાન તરફ બલંદ કર્યા અને દુઆ કરી – ‘એ અલ્લાહ હું તૌબા (પશ્વાતાપ) કરું છુ. (તેણે આ ત્રણ વાર ક્હ્યુ) પછી તેણે કહ્યુ – એ અલ્લાહ જે કાંઇ મેં મોહંમદ (સ.અ.વ.)ની આલ સાથે દુશ્મનાવટ રાખી તેની માફી માંગુ છુ. અને જે લોકોએ એહલેબૈત (અ.સ.) ને શહીદ કર્યા છે તેઓથી મારી જાતને જુદી કરુ છુ. ચોક્કસ હુ ઘણા સમયથી કુરઆન પઢુ છુ પણ આ બધી બાબતોની મને આજે ખબર પડી.

 અલ એહતેજાજ - શૈખ તબરસી (અ.ર.), ભાગ – ૨, પા.નં. ૩૦૭-૩૦૮

બીહારુલ અનવાર – અલ્લામાહ્ મોહંમદ બાકીર મજલીસી (અ.ર.), ભાગ – ૪૫, પા.નં. ૧૬૬