અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
કબ્રો ઉપર મસ્જીદ બાંધવી –શંકા ખોરોની દલીલ

કબ્રો ઉપર મસ્જીદ બાંધવી –શંકા ખોરોની દલીલ

      છેલ્લા ૮૦ કરતા વધારે વર્ષોથી ઉગ્ર રીતે ચર્ચાએલ  અને ૨૦મી સદીની શરૂઆતમાં હેજાઝ્માં નવી હુકુમતનો ઉદય સાથે અચાનક અને અવિચારી કે જે  ચર્ચિત બનેલ મુદ્દો અલ્લાહના નેક બંદાઓની ચાહે તે નબીઓ અ.સ હોય કે રસુલે ખુદા સ.અ.વ હોય કે અવસીયા અ.સ કે  નેક ઝવજાએ રસુલ સ.અ. આ તમામની કબ્રો ઉપર મસ્જિદના બાંધકામ વિષે છે

      કેવીરીતે એ સમયના શાસકો દ્વારા જે  કોઈ મુદ્દોજ ન લેખાય તે બાબતને સળગતા વિષયમાં પરીવર્તીત કરી દેવાયો તેની પાશ્વાદભૂમી વિષે ચર્ચામાં ન પડતા આપણે સીધી રીતે જ આ મુદ્દાને શંકાખોરોના જવાબ માટે કુરઆન સુન્નત અને ઇસ્લામ પહેલા અને ઇસ્લામ આવ્યા પછીના ઈતિહાસ દ્વારા જવાબ આપીશું.

      અમુક એકલ દોકલ છૂટી છવાઈ હદીસો અને ખબરે વાહીદ (એકજ રાવીથી રિવાયત થએલ) હદીસ અને એક ચોક્કસ વિચારધારાના આલીમોના ફતવાઓ સિવાય આ મુસલમાનો બીજી કોઈ સાબિતી રજુ નથી કરી શકતા

૧.હ.રસુલે ખુદા સ.અ.વ ની હદીસ વડે શંકા કરનારાઓની દલીલ

      આગળ પડતી દલીલ કે જે હ.રસુલેખુદા સ.અ.વ ની યહુદી અને ઇસાઇઓના કાર્યોથી સંબંધિત હદીસોના બારામાં  છે એક હદીસમાં આવ્યું છે કે હ.રસુલે ખુદા સ.અ.વ એ યહુદીઓ અને ઈસાઈઓ કે જેમણે તેમના નબીઓની કબ્રને ઇબાદતની જગ્યા તરીકે લીધી હતી તેમના ઉપર લાનત કરેલ આ પ્રકારની હદીસોના આધારે આ મુસલમાનો એવું તારણ કાઢે છે કે જે કોઈ કબ્રોનું બાંધકામ કરે છે તેઓ હ.રસુલેખુદા સ.અ.વ ની લાનતને પાત્ર બને છે.

૨.અબુ હય્યાજની હદીસ વડે શંકાકરનારાઓની દલીલ :-

      બીજી દલીલ એક ખબરે વાહીદ એકજ રાવી અબુલ હય્યાજની હદીસ આસપાસ ફરે છે જેના હ.અલી અ.સ એ અબુલ હય્યાજને  હ.રસુલેખુદા સ.અ.વ ના હુકમ તમામ કબરોને સમથળ બનાવી દેવા હુકમ કરેલ.

૩. આલીમોના ફતવાઓ વડે શંકાકરનારાઓની દલીલ:

      તેમના વિવાદના સમર્થનમાં આ મુસલમાનો આલીમોના ફતવા દર્શાવે છે. દેખીતીરીતે જ ઘણા બધા આલિમો એવા નથી પરંતુ ખુબજ થોડા આલિમો નાં ફતવાથી તેઓ સાંત્વન મેળવે છે.જેમકે ઇબ્ને કય્યુમે જવ્ઝીય્યાહ જેમણે કબ્રો પર બાંધકામ કબ્રો પર મીણબત્તી કરવી વિગેરેને પ્રતિબંધિત કર્યું છે.એ માન્યતા પર કે આ કાર્યો જાહેલીય્યાતના સમયથી મૂર્તિપૂજાને પ્રસ્તુત કરે છે.

  • પ્રત્યાઘાતની પળ:- ક્ષણીક પ્રત્યાઘાત

વિસ્તૃત જવાબમાં દાખલ થવા પહેલા એ વિચારવું ખુબજ જરૂરી છે કે અગર કબરોના બાંધકામ વિરુદ્ધની દલીલો એટલી અનિવાર્ય અને સુર્યની જેમ તમામ સમયના મુસલમાનો માટે સ્પષ્ટ હતી. તો પછી શા માટે દીને હનીફમાં બની ઇસ્રાઇલના અંબીયા અ.સ થી લઈને હ.રસુલેખુદા સ.અ.વ ના સમય સુધી કબરોના બાંધકામની સંસ્કૃતિ રહી છે? હ.રસુલેખુદા સ.અ.વ પહેલા ખલીફા બીજા ખલીફા અને બીજા સહાબાઓએ હ.રસુલેખુદા સ.અ.વ ની કબ્ર અને પહેલા-બીજા-ખલીફાની કબ્ર સહીત તમામ કબરોના બાંધકામનો વિરોધ ન કર્યો?

      જ્યારે હ.રસુલેખુદા સ.અ.વ ની કબ્ર વિષે પૂછવામાં આવે છે તોતેઓ ખુબજ હાસ્યાસ્પદ જવાબ આપે છે  કે શરૂઆતમાં આ કબ્ર મસ્જીદનો ભાગ ન હતી આગળ જતા વિસ્તરણમાં તે ભાગ બની ગઈ.

હતી આગળ જતા વિસ્તરણમાં તે ભાગ બની ગઈ કેવી અસંભવિત દલીલ આ પ્રકારની વાતને તો કોઈ સંપૂર્ણ જાહીલ જ સ્વીકારે પહેલું તો એ કે મસ્જિદની ઓળખ ગુમ્બજથી થાય છે કે સહેનથી? જવાબ એકદમ સ્પષ્ટ છે અગર કબ્ર આગળ જતા આ મસ્જીદમાં શામિલ થઈ તો ક્યારે થઈ? અને તે ક્યાં મુસલમાનો હતા કે જેમણે આમ કર્યું? શું તેઓ એટલા જાહિલ હતા કે આ હદીસોને નહોતા જાણતા? શા માટે ઇસ્લામના ઇતિહાસમાં કોઈ પણ આલીમે વિરોધમાં અવાજ ન ઉઠાવ્યો?

      વાસ્તવમાં પહેલા અને બીજા ખલીફાએ ચોક્કસપણે કહેવું જોઈતું હતું કે તેઓને રસુલેખુદા સ.અ.વ ની બાજુમાં દફન થવું પસંદ નથી કારણકે તે એક બાંધકામની અંદર આવેલું ઘર છે.જે આ મુસલમાનો મુજબ બિદઅત છે અને આપ સ.અ.વ પણ મસ્જિદની બાજુમાં દફન કરાએલ છે આ મુસલમાનો માટે વધારાની બીદઅત

      તેઓની આપ સ.અ.વ.ની બાજુમાં દફન થવાની તાલાવેલી તે પણ રસુલેખુદા સ.અ.વ ની તમામ પત્નીઓની રજા વગર કે સાર્વત્રિક મુસલમાનો ની રજા વગર- કારણકે “રસુલ”  પોતાના સગાઓ માટે કશું નથી છોડી જતા બલકે તેઓ મુસલમાનો માટે મૂકી જાય છે.-આ તાલાવેલી દર્શાવે છે કે મસ્જિદની અંદર કે મસ્જિદની બાજુમાં કબ્ર બાંધવી એ ગુનાહ નથી તેનાથી ઉલટું બલ્કે તે તાકીદ ભર્યું છે કારણ કે  આપ અ.સ ની સુન્નત છે.

      આ મુસલમાનો માટે આ જવાબ આપવો પણ એટલોજ કઠીન છે કે “શા માટે મદીના ઉપર સંપૂર્ણ કબજો મેળવી લીધા પછી અને માસુમ ઇમામો અને એહલેબૈતે રસુલ સ.અ.વ.ની કબરોને જન્નતુલ બકીઅ માં જમીન દોસ્ત કર્યા પછી શામાટે તેમણે મસ્જિદની અંદર બંને ખલીફાની કબરોને છોડી દીધી?

      અમોને આ મુસલમાનોને એ યાદી અપાવવાની જરૂર નથી લાગતી કે તેઓની ખુદની વ્યાખ્યા મુજબ આપ અ.સ અને આ બંને ખલીફા સલફમાંથી છે જેમના કાર્યો મુસલમાનો માટે માર્ગદર્શક છે આ મુસલમાનો અંદાજીત સૌ વર્ષથી સૂચવી રહ્યા છે કે કબ્રો ઉપર મસ્જીદો ન બાંધવી જોઈએ જ્યારેકે ખલીફાઓ મસ્જિદની અંદર દફન છે તે સ્પષ્ટ રીતે તેમના સલફી અને તૌહીદના અનુયાયી હોવાના દાવાનું ખંડન કરે છે.

વધુ વિગત માટે "કબ્રો પર મસ્જીદ બાંધવી" ના બીજા આર્ટીકલો વાંચો