અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
અલી (અ.સ.) હક સાથે અને હક અલી (અ.સ.)સાથે છે

અલી (અ.સ.) હક સાથે અને હક અલી (અ.સ.)સાથે છે

 

શંકા:- ઇસ્મતના અકીદાના વિરોધીઓ ગુલુની આડમાં અલી (અ.સ.)ના શિઆઓને મેણા/ટોણા મારે છે. તેઓની માન્યતા અનુસાર શિયાઓનોએ અકીદો રાખવો કે અઈમ્માએ એહલેબેત (અ.મુ.સ.) મઅસુમ છે અને તેઓથી દુન્યવી કે આખેરતની બાબતમાં અલ્લાહની નાફરમાની અથવા ભૂલ થવાની કોઈ શક્યતા નથી. ખરેખર હદથી વટી જવું (ગુલુ) તેને ગુલુ કરવું કહેવાય છે. વિરોધીઓની માન્યતા પ્રમાણે ઇસ્લામમાં ઈસ્મતના અકીદાની કોઈ હકીકત જ નથી અને અઈમ્માએ એહલેબેત (અ.મુ.સ.) ત્યાં સુધી કે હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)થી પણ (નઉઝોબીલ્લાહ) ભૂલ થવાની શક્યતા રહેલી છે.

જવાબ:

કોઈ શખ્સનું એમ કેહવું કે ઇસ્લામમાં ઈસ્મતના અકીદાની કોઈ હકીક્ત નથી, તે તેની કુરઆનની ઓછી સમજની દલીલ છે, કારણ કે જેવી રીતે કુરઆનમાં અનેક જગ્યાએ અલ્લાહે તેના રસુલે (સ.અ.વ.)ની બિનશરતી ઇતાઅતનો હુકમ આપ્યો છે તે જ રીતે સુરએ નીસાઅની 59મી આયતમાં સાહેબાને અમ્ર (ઉલીલઅમ્ર) હઝરતોની પણ કોઈ પણ જાતની શરત વગર ફરમાબરદારીનો હુકમ આપ્યો છે.

ઈસ્મતના અકીદામાં બિલકુલ અતિશયોક્તિ નથી અને સુરએ નીસાની 171 મી આયત કે જેમાં ખુદાવંદે કરીમેં  નસારાની મઝીમ્મત કરી છે. અઈમ્માએ એહલેબેત (અ.મુ.સ.)ની ઈસ્મતને રદ નથી કરતી, કારણ કે દરેક શખ્સ એ વાતથી માહિતગાર છે કે શિઆ લોકો નસારાની જેમ અઈમ્માએ એહલેબેત (અ.મુ.સ.)ને ખુદા નથી માનતા. બલ્કે તેનાથી વિરુદ્ધ તેઓ આ હઝરતોને અલ્લાહની ઝમીન ઉપર અલ્લાહના પ્રતિનિધિઓ અને તેની હુજ્જતો અને મહાન અંબીયા (અ.મુ.સ.)ના જાનશીનો માને છે.

 (1) જનાબે અમીર (અ.સ.)નો હકની સાથે સંબંધ:

ઈમામ અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) વિષે રસુલેખુદા (સ.અ.વ.)ની મશહુર હદીસ છે  

عَلِیٌّ مَعَ الحَقِّ وَ الحَقُّ مَعَ عَلِیٍّ

‘અલી (અ.સ) હક સાથે છે અને હક અલી (અ.સ.) સાથે છે.’

આ હદીસ ઈમામ અલી (અ.સ.) અને હક વચ્ચેના સંબંધને સ્પષ્ટ કરી રહી છે.

આ હદીસ ઘણી બધી હદીસોમાંથી એક છે, જે મૌલાએ મુત્ત્કીયાનની વિલાયત, શ્રેષ્ઠતા અને ઈસ્મતનું એલાન કરી રહી છે.

એક બીજી રિવાયત જેની બંને ફીરકાઓએ નકલ કરી છે કે રસુલે કરીમ (સ.અ.વ.) ફરમાવે છે.  

عَلِیٌّ مَعَ القُرآنِ وَ القُرآنُ مَعَ عَلِیٍّ

‘અલી (અ.સ.) કુરઆનની સાથે છે અને કુરઆન અલી (અ.સ.)ની સાથે છે.’

કારણ કે અલી હક સાથે વાળી રિવાયતને બંને ફિરકાઓના આલિમોએ વધારે નકલ કરી છે અને શિઆ આલીમોએ આ રિવાયત દ્વારા એહલેસુન્નત ઉપર ખુબ જ દલીલો કરી છે. અમે પણ આ રિવાયત ઉપર વિગતવાર ચર્ચાકરવાની કોશિશ કરી છે.

(2) એહલે સુન્નતના આલીમોની કિતાબોમાં ઉપરોકત રિવાયતની ચર્ચા:-

1) ખતીબે બગદાદી આ રિવાયતને પોતાની નકલ કરેલી સનદ ઉપરાંત જનાબે અબુઝર (અ.ર)ના ગુલામ જનાબ અબુસાબિતથી નકલ કરે છે કે જનાબે ઉમ્મે સલમાની ખિદમતમાં હતા. તેણી હઝરત અલી (અ.સ)નું વર્ણન કરી રહ્યા હતા. તેઓએ કહ્યું કે મેં રસુલે અકરમ (સ.અ.વ)થી સાંભળ્યું છે કે

عَلِیٌّ مَعَ الحَقِّ وَ الحَقُّ مَعَ عَلِیٍّ لَن یَفتَرِقَا

حَتّٰی یَرِدَا عَلَیَّ الحَوضِ

‘અલી (અ.સ) હકની સાથે છે અને હક અલી (અ.સ)ની સાથે છે અને આ બંને એકબીજાથી જુદા નહિ થાય ત્યાં સુધી કે તે બંને હૌઝે કવસર પર મારી પાસે પહોંચી જાય.’

(તારીખે તબરી ભા. 14, પે. 321)

2) હયસમીએ પણ આ હદીસને પોતાની સનદની સાથો સાથ સાદ બિન અબી વક્કાસની સાથે લખી છે કે જનાબે ઉમ્મે સલમાની રિવાયત નકલ કરી છે.

(મજમઉઝ્ઝ્વાએદ ભા.7, પે. 236)

3) ઇબ્ને કુત્બાહે દયનુરી મોહમ્મદ ઇબ્ને અબીબક્રથી રિવાયત નકલ કરી છે કે તેઓ પોતાની બહેન આયેશાની સાથે હતા અને તેમણે આયેશાની સાથે દલીલ કરતા પૂછયું કે શું તેણીએ રસુલુલ્લાહથી નથી સાંભળ્યું કે...... અલી (અ.સ) હકની સાથે છે.. તો કયા આધારે તેણીએ અલી (અ.સ)ની વિરુદ્ધ બગાવતનો ઝંડો ઉચો કરેલો??

(અલ ઈમામહ વસ્સિયાસત ભા-1, પે. 73)

4) ઝમખ્શરીએ નક્લ કર્યું છે કે જનાબે અબુસાબિતે જનાબે ઉમ્મે સલમાની ખિદમતમાં હાજર થવાની પરવાનગી માંગી તો આપે ફરમાવ્યું:- તમારું સ્વાગત છે. આવો અય અબુસાબિત! જયારે લોકોના દિલો વિવિધ દિશાઓમાં વળેલા હતા તો તમે કઈ તરફ રજુ થયા? જનાબે અબુસાબીતે કહયું:- અલી (અ.સ) તરફ..

જનાબે ઉમ્મે સલમાએ કહ્યું: તમે કામયાબ થઈ ગયા. અલ્લાહની કસમ! જેના કબ્ઝએ કુદરતમાં મારી જાન છે, મેં રસુલે ખુદાથી સાંભળ્યું છે કે આપ (સ.અ.વ)એ ફરમાવ્યું:-

عَلِیٌّ مَعَ الْقُرْاٰنِ وَ الْقُرْاٰنُ مَعَ عَلِیٍّ لَن یَفتَرِقَا حَتّٰی یَرِدَا عَلَیَّ الحَوضِ

‘અલી (અ.સ) કુરઆનની સાથે છે અને કુરઆન અલી (અ.સ)ની સાથે છે અને આ બંને એકબીજાથી જુદા નહિ થાય ત્યાં સુધી કે તે બંને હૌઝે કવસર પર મારી પાસે પહોંચી જાય.’

(રબીઉલ અબરાર ભા. 1, પે. 828)

5) તીબરાની અને બીજા મોહદ્દદેસીનથી સહી સનદોની સાથે રસુલેખુદા (સ.અ.વ.)થી રિવાયત કરી છે કે આપ (સ.અ.વ)એ ગદીરના દિવસે ફરમાવ્યું:

اَللّہُمَّ وَالِ مَن وَالَاہُ  وَعَادِ مَن عَادَاہُ…  وَ احب من احبہ و ابغض من ا بغضہ و انصر من نصرہ ، و اخذل من خذلہ معہ  وَادْرِ الْحَقَّ مَعَہٗ حَیثُ دَارَ

‘જેણે અલી (અ.સ)થી દોસ્તી કરે તું પણ તેનાથી દોસ્તી કર, જે પણ અલી (અ.સ)થી દુશ્મની કરે તો તું પણ તેનાથી દુશ્મની કર, જે પણ અલી (અ.સ)થી મોહબ્બત કરે તું પણ તેનાથી મોહબ્બત કર અને જે પણ અલી (અ.સ)થી બુગ્ઝ અને દુશ્મની રાખે, તું પણ તેની સાથે બુગ્ઝ અને દુશ્મની રાખ, જે પણ તેની મદદ કરે તું પણ તેની મદદ કર અને જે પણ તેમને અપમાનીત કરે તું પણ તેને અપમાનીત કર, જ્યાં પણ અલી (અ.સ) જાય હકને તેની તરફ ફેરવી દે.’

(મોઅજમૂલ અવસત ભા. 5, પે. 455 હ. 4877)

6) હાકીમ નીશાપુરી, તીરમીઝી અને બીજા મોહદ્દદેસીનેએ સહી સનદો સાથે રસુલેખુદા (સ.અ.વ)થી રિવાયત નકલ કરી છે કે આપ (સ.અ.વ)એ ફરમાવ્યું

رَحِمَ اللہُ عَلِیّاً، اَللّہُمَّ اَدرِ الحَقَّ مَعَہٗ حَیثُ دَارَ

‘અય અલ્લાહ અલી (અ.સ) ઉપર રહેમ કરે. અય અલ્લાહ! હકને તે તરફ ફેરવી દે જે તરફ અલી (અ.સ) ફરે.’

(મુસ્તદરક અસ્ સહીહૈન ભા.3, પે. 134, હ. 4628)

 (જામેએ તીરમીઝી ભા.5, પે. 592, હ. 3724)

મોહમ્મદ ઇબ્ને ઉમર રાઝી (અમુક લોકો તેમને ફખરુદ્દીન પણ કહે છે) પોતાની તફસીર મફાતીહુલ ગય્બમાં લખે છે કે અલી (અ.સ) બિસ્મિલ્લાહીર્ રહમાનીર્ રહીમ હંમેશા ઉંચા અવાજેથી પઢતા હતા અને આ વાત મોતવાતીર સનદોથી સાબિત થાય છે કે જે પોતાના દીનમાં અલી (અ.સ)ને અનુસરશે તે હિદાયત પામેલો અને કામિયાબ થશે જેમ કે આખરી પયગંબર (સ.અ.વ)નું ફરમાન છે

اَللّٰہُمَّ اَدْرِ الحَقَّ مَعَہٗ حَیْثُ دَار

‘અય અલ્લાહ! હકને તે તરફ ફેરવી દે જે તરફ અલી (અ.સ) ફરે.’

એટલા માટે આ અમલ માટે આ શ્રેષ્ઠ પુરાવો છે.

(તફ્સીરે મફાતીહુલ ગય્બ (જેને તફ્સીરે કબીરના નામથી પણ મશહુર છે) ભા. 1, પ. 205)

8) હાફીઝે ગંજા શાફેઈ અને ખ્વારઝમી બન્નેએ ઝૈદની સનદથી નકલ કર્યું છે કે રસુલે અકરમ (સ.અ.વ)એ હઝરત અલી (અ.સ)ના વખાણ કરતા ફરમાવ્યું બેશક હક તમારી સાથે છે, તમારી ઝબાન ઉપર છે, તમારા દિલમાં અને તમારી બંને આંખોની વચ્ચે છે અને ઈમાન તમારા ગોશ્ત અને લોહીમાં એવી રીતે હળી મળી ગયું છે કે જેવી રીતે મારા ગોશ્ત અને લોહીમાં ભળી ગયું છે.

(કીફયુત્તાલીબ પ્ર-62, પ. 265, મનાકીબે ખ્વારઝમી)

9) બીજાઓની સાથે સાથે અબુ અઅ્લાએ પણ જનાબે અબુ સઈદે ખુદરીની સનદથી રિવાયત કરી છે કે રસુલે અકરમ (સ.અ.વ) એ હઝરત અલી (અ.સ) તરફ ઈશારો કરતા ફરમાવ્યું:

હક તેમની (અલી અ.સ.)ની સાથે છે અને તેઓ હકની સાથે છે.

(મુસ્નદે અબીલ અઅ્લા ભા. 2, પે. 318, હ. 1052)

10) હયસમીએ ખુદ પોતાની સનદથી જનાબે ઉમ્મે સલમા (સ.અ.)થી રિવાયત કરી છે કે અલી (અ.સ) હક ઉપર છે અને જેણે અલી (અ.સ)ની પૈરવી અને ઇતાઅત કરી તો બેશક તેણે હક્કની પૈરવી અને ઇતાઅત કરી અને અગર કોઈએ અલી (અ.સ)ને છોડી દીધા તો યકીનન તેણે હકને છોડી દીધો અને આ વાયદો આજના દિવસથી ઘણો પેહલા લઈ લેવામાં આવેલો છે.

(મજ્મઉલ ઝવાએદ ભા. 7, પે. 35)

11) હજુ એક રિવાયત છે જે ઉમ્મે સલમા (સ.અ)થી આ વિષય ઉપર ભરોસાપાત્ર સનદો સાથે વરીદ થઈ છે કે નબીએ અકરમ (સ.અ.વ) એ ફરમાવ્યું: અલી (અ.સ) કુરઆનની સાથે છે અને કુરઆન તેમની સાથે છે અને આ બંને હરગીઝ જુદા નહિ થાય ત્યાં સુધી કે મને હૌઝે કૌસર પર મળે.

(મુસ્તદરક અસ્સહીહૈન ભા. 3, હ. 4628, જામેઉસ્સગીર ભા. 2, પે. 177, હ. 5594, સવાએકે મોહર્રેકા પે. 71, હ. 124, મોઅજમુલ અવસત ભા.5, પે. 455, હ-4877)

3) ઉપરોકત હદીસ બારામાં એહલેસુન્નતના મોટા આલીમોની સર્વસંમતિ:

એહલેસુન્નતના મોટાભાગના આલિમોએ આ હદીસને સનદના આધારે સહીહ ઠેરવી છે, તેમાંથી અમુક નામો નીચે વર્ણવ્યા છે.

1) હકીમ નિશાપૂરી પોતાની કિતાબ મુસ્તદરક અસ્સહીહૈનમાં આ હદીસ સહીહ ઠેરવી છે.

2) ઝહબી જો કે ઇબ્ને તયમીયાનો સમકાલીન છે. પોતાની કિતાબ તલખીસે મુસ્તદરકમાં આ હદીસ સહીહ જાણી છે.

3) હફીઝે તીબ્રનીએ આ હદીસના ભરોસાપાત્ર (હસન) હોવાનો ઈકરાર કર્યો છે.

4) અબુલ આઅલા મૌસુલી કહે છે કે આ હદીસના બધા રાવીઓ કોઈ પણ જાતના અપવાદ વગર ભરોસાપાત્ર અને વિશ્ર્વાસપાત્ર છે.

4) આ હદીસના બારામાં એહલે સુન્નતના આલીમોના વાંધાઓ અને તેના જવાબ:

1) તીરમીઝી કે જેણે પોતે આ હદીસને પોતાની કિતાબ જામેઅુસ્સહીહમાં નકલ કરી છે, આ હદીસની સનદને નબળી અને બિનભરોસાપાત્ર લખે છે.

-એહલે સુન્નતના હઝરાતની નઝદીક તીરમીઝીની નબળી હદીસ પણ ચચર્મિાં એક મજબુત હૈસીયત ધરાવે છે.

-બીજું એ વાત પણ ધ્યાનમાં રહે કે તીરમીઝીએ આ હદીસને નબળી એટલા માટે કહે છે કારણ કે આ હદીસ ખુદ તીરમીઝીના અકીદાની વિરુદ્ધ છે. કારણ કે તે અમીરુલ મોઅમેનીન (અ.સ)ને રસુલ (સ.અ.વ)ના સહાબીઓ અને તેમની પત્નીઓ કરતા અફઝલ માનતો નથી.

2) હય્સમીએ આ હદીસને પોતાની કિતાબ મજ્મુઝ્ઝવાએદમાં એક અવલોકન સાથે નકલ કરી છે આ રિવાયતની સનદમાં સાદ બિન શોએબ વિષે કહે છે કે હું તેને નથી ઓળખી શકયો, જયારે બાકીના બધા રાવીઓ ભરોસાપાત્ર છે.

અલ્લામા અમીની (ર.અ)એ હય્સમીના આ વાંધાનો જવાબ લખ્યો છે આપ કહે છે જે સાદ બિન શોએબના વિષે સવાલ કર્યો છે. જેને તે નથી ઓળખતો તે બીજું કોઈ નથી પરંતુ સઅદ બિન શોઅયબ અલ હરઝમી છે કારણ કે તેના નામમાં થોડો ફેરફાર થયો છે એટલે હય્સમી તેમને ઓળખવામાં મુંજવણમાં પડી ગયા અને એહલેસુન્ન્ત સાદ બિન શોઅય્બને ભરોસાપાત્ર અને વિશ્ર્વાસપાત્ર જાણે છે. દા.ત. શમ્સુદ્દીન ઈબ્રાહીમે જુઝાની નકલ કરે છે કે સાદ બિન શોઅયબ મશહુર, મુત્તકી અને ભરોસાપાત્ર વ્યક્તિ છે.

આ હદીસ પાકા પાયે અમીરુલ મોઅમેનીન (અ.સ) અને હક્ક વચ્ચેના સીધા સંબંધોને બયાન કરી રહી છે અને ઈમામે મુત્તકીન હઝરત અલી (અ.સ) તેમાં કેન્દ્રસ્થાને છે કે જેની આજુબાજુ હકને ફરવાનો અને તેની પૈરવી કરવાનો હુકમ આપ્યો છે. હવે મુસલમાનો માટે કોઈ છટકવાનો રસ્તો નથી અને આ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી કે તેઓ એ હકીકતને કબુલ કરી કે મૌલાએ મુત્તકીયાન ઈમામ અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ) રસુલે ખુદા (સ.અ.વ.)ના અસ્હાબ અને તેમની પત્નિઓ કરતા ખુદાવંદે આલમની બારગાહમાં બહુજ ઉંચો મરતબો ધરાવે છે.