અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
શું અમીરુલ મોઅમેનીન અલી (અ.સ.)એ જ. ફાતેમા ઝહરા (સ.અ.)નો બચાવ કર્યો હતો જ્યારે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો?

 

શું અમીરુલ મોઅમેનીન અલી (અ.સ.)એ જ. ફાતેમા ઝહરા (સ.અ.)નો બચાવ કર્યો હતો જ્યારે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો?

અમુક મુસલમાનો કહે છે કે અમીરુલ મોઅમેનીન હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)એ દુખ્તરે રસુલ જનાબે ફાતેમા ઝહેરા (સ.અ.)નો બચાવ નહોતો કર્યો જ્યારે લોકોએ તેમના ઉપર હુમલો કર્યો જ્યારે કે તેઓ એક બહાદુર અને શક્તિશાળી વ્યક્તિ હોવાના કારણે તેમણે તેમનો બચાવ કરવો જોઈતો હતો!!!

જવાબ: ‘હક અલી (અ.સ.)ની સાથે છે અને ત્યાં છે જ્યાં અલી (અ.સ.)છે.’

આ સવાલને રજુ કરવાની રીતથી સ્પષ્ટ થઇ જાય છે કે આ સવાલ ફક્ત અલી (અ.સ.)અને તેમના શિઆઓ સાથે દુશ્મનીના કારણે ઉભો કરવામાં આવ્યો છે અને આ સવાલ ખાસ કરીને શિઆઓને ફસાવવા માટે બનાવવામાં આવ્યો છે કારણ કે અગર તેઓ કહે કે ઈમામ અલી (અ.સ.)એ જનાબે ફાતેમા (સ.અ.)નો બચાવ કર્યો હતો તો મુસલમાનો કહેશે કે તો તેમણે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની સબ્રની વસીય્યતનુ ધ્યાન ન રાખ્યું અને પાલન ન કર્યું અને અગર તેઓ એમ કહે કે તેમણે તેમનો (જનાબે ફાતેમા સ.અ.)નો બચાવ ન કર્યો તો તેઓ કહેશે કે તેઓ બહાદુર ન હતા અને તેમની બહાદુરીના કિસ્સા બધાજ વ્યર્થ છે અને એટલુજ નહિ બલ્કે તેઓ પોતાના રહેબરોની બેગુનાહી સાબિત કરવા માટે કહે છે કે હકીકતમાં આ હુમલો વિગેરે કંઈપણ બન્યું ન હતું (આ તેઓનો અસલ હેતુ છે).

એટલુ જ નહિ બલ્કે તેઓ પોતાના રેહબરોની બેગુનાહી સાબિત કરવા માટે કહે છે કે હકીકતમાં આ હુમલો વિગેરે કંઈ પણ બન્યું ન હતું (આ સવાલ ઉઠાવવા પાછળનો તેઓનો મૂળ હેતુ આજ છે.)

ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) ઉપર વાંધો ઉપાડનારાઓ બાબતે અમારો પ્રથમ અને નિશ્ર્ચિત જવાબ એ છે કે તેઓ ક્યારેય ખોટું કામ નથી કરી શકતા તેઓ બંને પરિસ્થિતિઓમાં સાચા છે, અગર તેઓએ જનાબે ફાતેમા (સ.અ.)નો બચાવ કર્યો હોય કે ન કર્યો હોય કારણ કે રસુલે અકરમ (સ.અ.વ.) એ સ્પષ્ટ શબ્દોમાં આ વાત કહી છે કે અલી (અ.સ.) હક સાથે છે અને હક અલી (અ.સ.) સાથે છે અય અલ્લાહ હકને તે તરફ લઇ જા જ્યાં અલી (અ.સ.) જાય છે.

તમામ મુસલમાનોએ આ હદીસને સહીહ અને ભરોસાપાત્ર હોવાનું સ્વીકાર્યું છે તેથી કોઈને તે અધિકાર નથી કે તેઓ અલી (અ.સ.)ના કાર્ય બાબતે વાંધો ઉપાડે ભલે પછી તે કામ દેખીતી રીતે આશ્ર્ચર્ય પમાડનાર અને અસ્વીકાર્ય કેમ ન હોય જેવી રીતે કોઈ મુસલમાનને અધિકાર નથી કે તે અલ્લાહને સવાલ કરે કે શા માટે તેણે મલાએકાને જનાબે આદમ (અ.સ.)ને સજદો કરવાનો હુકમ આપ્યો જ્યારે કે તે તૌહીદના સિદ્ધાંતોની વિરુદ્ધ છે? તો શું કોઈ એવું છે કે અલ્લાહને તૌહીદ શીખવાડે? તે એવું જ છે કે જેવી રીતે કોઈ અમીરુલ મોઅમેનીન (અ.સ.)ને હક શીખવાડે?

ઈમામ અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)એ કરેલો વિરોધ (એહતેજાજ):

અમીરુલ મોઅમેનીન (અ.સ.)એ જનાબે ફાતેમા (સ.અ.) ઉપર હુમલો કરનારાઓ વિરુદ્ધ બચાવ કર્યો હતો અને તેઓને દેખાડી દીધું હતું કે તેઓ જ તેમનો જડબાતોડ જવાબ આપી શકે છે અને તેની શક્તિ ધરાવે છે તેઓએ ઉમર ઈબ્ને ખત્તાબને પાછો ખસેડ્યો અને તેમના ઉપર પ્રભુત્વ મેળવી લીધું અગર ઈમામ અલી (અ.સ.)એ વળતો જવાબ ન આપ્યો હોત તો શક્ય હતું કે તે લોકો જનાબે ઝહરા (સ.અ.)ને શહીદ કરી નાખતે. ઉમરે તો એમ પણ ધમકી આપી હતી કે તે ઘરને તેના રહેવાસી સહિત સળગાવી દેશે.

પરંતુ અમીરુલ મોઅમેનીન (અ.સ.) રસુલે અકરમ (સ.અ.વ.)ની વસીય્યતના પાબંદ હતા કે અય અલી (અ.સ.) જ્યાં સુધી તમારા એટલા પ્રમાણમાં મદદગાર સાથીઓ ન હોય ત્યાં સુધી તલવાર ન ઉપાડતા અને સબ્ર અને ધીરજથી કામ લેજો. આ વાતને ખુદ ઈમામ અલી (અ.સ.)એ ફરમાવી છે

અગર મારી પાસે અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.)ના મુખ્લીસ બંદાઓ આ ઘેટાઓ (જેની સંખ્યા 30 હતી) જેટલા પણ હોત તો હું માખી ખાનારના દીકરાને પદભ્રષ્ટ કરી દેત. (આનાથી મુરાદ ગાસીબે ખિલાફત છે કારણ કે તેના મા-બાપનું કામ અબ્દુલ્લાહ બિન જુદાન સીશ્શીમીના દસ્તરખ્વાન ઉપરથી માંખીઓ ઉડાડવાનું હતું આ કામનું મહેનતાણું રુપિયા-પૈસા (માલ) ન હતો બલ્કે દસ્તરખાન ઉપર બચેલી વસ્તુઓની ખાવાનું અથવા તો જે માંખીઓ તેઓએ મારી નાખી હતી તેને ખાવાનું એટલેજ તેને આ કુન્નીયત અબુ કહાફાથી બોલાવવામાં આવતો હતો.

(અલ કાફી, ભાગ-8 (41-31)હદીસ-5, તાલીતુયાનો ખુત્બો)

ઈમામ અલી (અ.સ.)એ તે તમામ કાર્યોને અંજામ આપ્યા જેથી કરીને દલીલ સ્થાપિત થઇ જાય અને આવનારી પેઢીઓ એમ ન કહી શકે કે ઈમામ અલી (અ.સ.)એ ઓછામાં ઓછો અણગમો પણ કેમ જાહેર ન કર્યો જેથી અમને જાણ થતે કે ઈમામથી તે પરિસ્થિતિઓથી રાજી ન હતા.

તેમણે ઉમરને કત્લ ન કર્યો કારણ કે તેમને ખબર હતી કે તેનાથી રસુલે અકરમ (સ.અ.વ.)ની વસીય્યતનું ઉલંઘન થશે. ઈમામ અલી (અ.સ.) ઉપર જનાબે યુસુફ (અ.સ.)ની જેમ તેમની નિય્યતના કારણે આરોપ ન લગાડી શકાય જેમ કે કુરઆનમાં છે.

અને ખરેખર તે સ્ત્રીએ તેમનાથી બુરાઈનો ઈરાદો કર્યો અને તેઓ પણ ઈરાદો કરી બેસતે અગર તેઓએ પોતાના પરવરદિગાર દલીલ ન જોઈ લીધી હોત (કિતાબે સુલેમ બિન કૈસ હિલાલી લેખક મુસ્લિમ બિન કૈસ હિલાલી, વફાત હી.80) પાના 567 રુહુલ મઆની ફી તફ્સીરીલ કુરાનીલ અઝીમ લેખક સૈયદ મોહમ્મદ આલુસી બગદાદી (વફાત હી. 1270) ભાગ-3 પા-124, ખસાએસુલ અઈમ્માહ લેખક અબુલ હસન મોહમ્મદ બિન હુસૈન બિન મુસા અલ મુસવી અલ બગદાદી શરીફ રઝી. (વફાત હી.સ. 460) લેખક ડો. મોહમ્મદ હાદી અમની પા-73.

માર્યાદિત પ્રતિક્રિયા:

હઝરત અમીરુલ મોઅમેનીન (અ.સ.)એ હુમલો કરનારાઓનો મુકાબલો એવી રીતે ન કર્યો જેવી રીતે આપ (અ.સ.)એ બદ્ર અને ઓહદના કાફીરોની સાથે કર્યો હતો. કારણ કે આપ (અ.સ)ને ડર હતો કે આ રીતે મુકાબલો કરવાથી મુસ્લિમ ઉમ્મતમાં ભાગલા પડી જશે અને હું તેનો જવાબદાર ઠેહરાવવામાં આવીશ. આ બિલ્કુલ એવી રીતે હતુ જેવુ જનાબે હારુન (અ.સ.)નું ખામોશ રેહવું, જ્યારે બની ઇસરાઇલ ગાયની પુજા કરવા લાગી અને આ રીતે તે બની ઈસરાઈલના લોકો શિર્ક અને મુર્તીપુજામાં સપડાઈ ગઈ.

(અલ ઇસ્તીઆબ ફી મઅરેફતીલ અસહાબ લેખક: યુસુફ બિન અબ્દુલ્લાહ બિન મોહમ્મદ બિન અબ્દુલ બરર (હી.સ.463) ભાગ-2 પા-497, શરહે નહજુલ બલાગાહ અબુ હમીદ ઇઝ્ઝુદ્દીન બિન હેબતુલ્લાહ બિન મોહમ્મદ બિન અબીલ હદીદ અલ મદાએફી અલ મોઅતઝાલી (વફાત હી.સ.655) ભાગ-1 પા-184)

બે રસ્તાઓ દરમ્યાન એકની પસંદગી:

જ્યારે અમીરુલ મોઅમેનીન (અ.સ.)ના ઘર ઉપર હુમલો કરવામાં આવ્યો ત્યારે તેમની પાસે બે રસ્તાઓ હતા. એક એ કે રસુલે અકરમ (સ.અ.વ.)ની પ્યારી દુખ્તર અને તેમના જીગરના ટુકડા જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) ઉપર જ્યારે જીવલેણ હુમલો થયો તેની પ્રતિક્રીયા રુપે તેના જવાબ આપે કે જેના લીધે મુસલમાનો દરમ્યાન ભાગલાઓ પડી જાત અથવા એ રસ્તો કે ઝુલ્મને સહન કરી લે તે જે ઈસ્લામ માટે બેહતર હતું. આપ (અ.સ.)એ નહજુલ બલાગાહમાં ખુત્બા નં. 3 (ખુત્બ એ શીકશીકયા)માં ફરમાવ્યું છે:

‘અને હું વિચારવા લાગ્યો કે શું હું (મારા) કપાએલા હાથો વડે હુમલો કં કે પછી આ ઝુલ્મ ઉપર સબ્ર કરી લઉં કે જેના સદમામાં મોટા-ઝરુફ અને નાના-ઘરડા થઈ જાય અને મોઅમીન ગમ અને સદમો ઉઠાવતો રહે. ત્યાં સુધી કે પોતાના પરવરદિગારથી મુલાકાત કરે. મને આ (મુસીબત) ઉપર સબ્ર કરવું જ યોગ્ય લાગ્યું. આથી મેં સબ્ર કરી, (પરંતુ) એવી રીતે કે (આ સદમાના લીધે મારી) આંખમાં કણુ પડયુ હોય અને ગળામાં હાડકુ ફસાય ગયુ હોય.’

અગાઉના નબીઓની સાથે સામ્યતા:

સખ્ત કસોટીમાં સબ્ર કરવું ઇસ્લામમાં કોઈ નવી બાબત નથી. ઘણા બધા અગાઉના નબીઓ જેમણે સખ્ત તકલીફ અને અત્યાચારો ઉપર સબ્ર અને ધીરજથી કામ લીધું છે. આવા સવાલો તરફ નિર્દેશ કરે છે જે આજનો મુસલમાન ઉઠાવી રહ્યો છે તો પછી શા માટે તે નબીઓ (અ.સ.)એ ઝાલીમોની સામે વિરોધનો પરચમ બલંદ નથી કર્યો?

ઈમામ અલી (અ.સ.)ને પુછવામાં આવ્યું કે તમે (અ.સ.) અબુબક્ર અને ઉમર સાથે જંગ કેમ ન કરી જ્યારે કે તલ્હા, ઝુબેર અને મોઆવિયાની સાથે તમે મુકાબલો કર્યો?

આપ (અ.સ.)એ જવાબમાં ફરમાવ્યું: મારામા નબીઓના ઉદાહરણો છે જેમાંથી એક હઝરત નૂહ (અ.સ.) છે કે જેમણે કહ્યું બેશક હું પરાજીત થયો છું તું મારી મદદ કર (સુ.કમર:10) તફ્સીરે નુરુસ્સક્લૈન સુરે કમર: 10 ની તફ્સીરમાં વર્ણન છે તે એહ્તેજાજ શેખ મન્સુર એહમદ બિન અલી અત્તબરસી (ર.અ).

હઝરત લુત (અ.સ.)ના ઘર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો અને હુમલો કરનારાઓએ ધમકી આપી હતી કે અગર તેઓએ તે ખુબ સુરત જવાનોને (મલાએકાને) તેઓને ન સોપ્યા તો તેઓ તેમનું અપહરણ કરી લેશે. હઝરત લુત (અ.સ.)એ તેઓને વિનંતી કરી કે તેના કરતા બહેતર છે કે તેઓ તેમની કૌમની છોકરીઓ સાથે શાદી કરી લે.

હઝરત લુત (અ.સ.)એ પોતાના ઘરના લોકોના બચાવમાં હુમલો કરનારાઓ વિરુદ્ધ શા માટે કોઈ પગલા ન લીધા? અને ફક્ત સબ્રથી કામ લીધું. શું અમીરુલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ)એ પણ હુમલો કરનારાઓની સામે સબ્રથી કામ ન લીધું?

ઉસ્માન બિન અફ્ફાને પોતાની પત્નીનો બચાવ ન કર્યો:

આ મુસલમાનો કે જેઓ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) ઉપર આંગળી ચીંધે છે. તેઓને જોઈએ કે તેઓ ઇતિહાસને વાંચે અને જોવેકે આવી હાલતોમા બીજાઓની પ્રતિક્રિયા શું રહી છે? તો ખરેખર તેઓ પામશે કે મુસલમાનોએ ત્રીજા ઘડી કઢાયેલા ખલીફા ઉસ્માન બિન અફ્ફાનના ઘર ઉપર પણ હુમલો કર્યો હતો. તેઓએ વિરોધ કરવો જોઈતો હતો કે શા માટે ઉસ્માન તેની પત્નીનો બચાવ કરવામાં નિષ્ફળ રહ્યો? જ્યારે મુસલમાનોએ તેના ઘરને ઘેરી લીધું અને તેના ઉપર અને તેની પત્ની ઉપર હુમલો કર્યો અને તેની આંગળીઓ કાપી નાખી અને તેના દાંત તોડી નાખ્યા જ્યારે તે તો લશ્કરનો સરદાર હતો તે ઉપરાંત મોઆવીયા બિન અબુ સુફયાન કે જે તેના સગાવ્હાલો હતો અને તેની પાસે પણ પોતાનું લશ્કર હતું જે કોઈપણ વિલંબ વિના મદદ માતે મદીના પહોચી શકતો હતો! તેથી સૌથી મહત્વનો સવાલ એ છે કે શા માટે મોઆવીયાએ ઉસ્માનનો બચાવ ન કર્યો?