અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
અબુબક્રનો ફદક બાબતે ઈજમાનો દાવો અર્થહીન

 

 

અબુબક્રનો ફદક બાબતે ઈજમાનો દાવો અર્થહીન

 

શરુઆતથી ફદકનો વિષય અને અંબીયા (અ.મુ.સ.)ના વારસા બાબતની ચર્ચા શીઆઓ અને બીજા ફીર્કાઓ દરમ્યાન ચાવીરુપ અને તફાવતની બાબત છે.

 

મોટાભાગના લોકો એવો દાવો કરે છે કે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ના દુખ્તર જનાબે ફાતેમા ઝહરા(સ.અ.)ને ફદક ઉપર કોઈ અધિકાર ન હતો કારણકે અલ્લાહના અંબીયાઓ (અ.મુ.સ.) તેમના પાછળ કોઈ વારસો મુકી જતા નથી.

 

પોતાના દાવાને મજબુત કરવા તેઓ વર્ષો જુનો ઈજમાનો આધાર લે છે એટલે કે કહેવાતી મુસલમાનોની બહુમતી અને સહાબીઓ અબુબક્રને તેના દાવા અંબીયા (અ.મુ.સ.) કોઈ વારસો છોડતા નથી માં સમર્થન આપે છે. જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની વિરુધ્ધ ગણાતો આ ઈજમા એ સાબીત કરે છે કે અબુબક્ર સાચો હતો અને જનાબે ફાતેમા (સ.અ.)ને ફદક ઉપર કોઈ દાવો ન હતો.

 

જવાબ:

 

આ ચર્ચાના ઘણા બધા પાસાઓ છે અને અબુબક્રએ તેની ઝીંદગીમાં બીજા ઘણા બધા મૌકાઓની જેમ આ મૌકા ઉપર પણ ભુલ કરી છે તે સાબીત કરવાની ઘણી બધી રીતો છે. અને જનાબે ફાતેમા ઝેહરા (સ.અ.)ના ફદકનો  બિનતકરારી દાવો  કે જે હકીકતમાં બન્ને ફીર્કાના લોકો સ્વિકારે છે.

 

આ ચર્ચા બાબતે અમે અહીંયા એ અભિગમ અપનાવીએ છીએ કે જેમાં મુસલમાનોના પ્રખ્યાત આલીમે સુચવેલ અબુબક્રની ઈજમાની દલીલની જેવીજ જનાબે ફાતેમા (સ.અ.)ના ટેકાની દલીલથી અબુબક્રની દલીલ રદ થાય છે.

 

અલ જાહીઝનું ફદકના વિવાદ ઉપર વલણ:

 

અબુ ઉસ્માન અલ જાહીઝ, એહલે તસન્નોનો એક પ્રખ્યાત શિક્ષક અને ચિંતકે સૈયદ અલ મુરતઝા અલમુલ હુદા (ર.અ.)થી નકલ કરે છે:

લોકો (સહાબીઓ) એવું ધારે છે કે રસુલે ખુદા (સ.અ.વ.)ની આ કહેવાતી હદીસની સચ્ચાઈ, જે આ બન્ને દ્વારા એટલેકે ઉમર અને અબુબક્ર દ્વારા બયાન કરવામાં આવી કે અમો અંબીયા (અ.મુ.સ.) વારસામાં કંઈ મુકી જતા નથી ને એ માટે કબુલ કરવામાં આવી કે આ હદીસની નિસ્બત રસુલ (સ.અ.વ.)થી દેવામાં આવી હતી. અને મુસલમાનોએ તેનો ઈન્કાર ન કર્યો બલ્કે તેને કબુલ કરી લીધી.

 

પરંતુ હું (જાહીઝ) તે લોકોને કહું છું કે જેઓ એમ વિચારે છે કે આ હદીસની સચ્ચાઈ લોકોના માની લેવાથી (એટલેકે ઈજમાથી) સાબીત થાય છે એટલે કે એ સમયે લોકોએ એ હદીસનો વિરોધ્ધ કર્યો ન હતો. તો આજ રીતે લોકોએ હઝરત અલી (અ.સ.) અને જનાબે ફાતેમા (સ.અ.)ના દાવા સામે પણ વાંધો ઉઠાવ્યો ન હતો તો પછી આ પણ હઝરત અલી (અ.સ.) અને જનાબે ફાતેમા (સ.અ.)ની સચ્ચાઈની દલીલ બનવી જોઈએ!!!!!!!

 

કોઈએ તેમનો વિરોધ ન કર્યો અને નાતો એમ કહ્યું કે તેઓ જૂઠુ બોલે છે. બલ્કે જ્યારે જનાબે ફાતેમા (સ.અ.) અને અબુબક્ર વચ્ચે વિવાદ લંબાણો તો પણ લોકોએ કોઈ વિરોધ ન કર્યો.

 

તેઓની દુશ્મની એ હદે પહોંચી ગઈ કે જનાબે ફાતેમા(સ.અ.) એ વસીય્યત કરી કે અબુબક્રને તેમની નમાઝે જનાઝામાં પણ હાજરી આપવા દેવામાં ન આવે.

 

જ્યારે જનાબે ફાતેમા (સ.અ.) પોતાના દાવા માટે અબુબક્ર પાસે ગયા તો આપ (સ.અ.) સવાલ કર્યો કે જ્યારે તું મરીશ તો તારા વારસદાર કોણ બનશે?

 

અબુબક્રએ જવાબ આપ્યો: માંરુ કુટુંબ અને મારી અવલાદ.

 

જનાબે ફાતેમા (સ.અ.) એ સવાલ કર્યો: તો પછી એવું કેમ કે અમોને રસુલ (સ.અ.વ.)થી વારસો ન મળે અને તારી અવલાદને તારો વારસો મળે?

 

જ્યારે અબુબક્રએ જનાબે ફાતેમા(સ.અ.)ને પોતાના પિતાના વારસાનો દાવો કરવાથી રોકયા અને બહાનાઓ બનાવા લાગ્યો અને જ્યારે જનાબે ફાતેમા (સ.અ.)એ અબુબક્રની  ક્રુરતા જોઈ અને પોતાની લાચારી અને એકલતા જોઈ તો આપ (સ.અ.) એ અબુબક્રને કહ્યું: અલ્લાહની કસમ! હું તારા ઉપર અલ્લાહની લઅનતની બદદોઆ કરીશ.

 

અબુબક્રએ કહ્યું: અલ્લાહની કસમ! હું તમારા સારા માટે દોઆ કરીશ.

જનાબે ફાતેમા (સ.અ.): અલ્લાહની કસમ! હવે પછી હું તારી સાથે કયારેય પણ વાત નહિ કરૂ.

 

અબુબક્ર: અલ્લાહની કસમ! હું તમારાથી દૂર નહિ થાવ.

 

તેથી, અગર અબુબક્રની સચ્ચાઈને સહાબીઓ દ્વારા વિરોધ ન કરવાથી માની લેવામાં આવે તો પછી જનાબે ફાતેમા(સ.અ.)ને પણ તેમના દાવામાં સાચા માનવામાં આવે. કારણકે તેમની સામે પણ કોઈએ વિરોધ કર્યો ન હતો.

 

ઓછોમાં ઓછું મુસલમાનો માટે એ જરુરી હતું કે અગર જનાબે ફાતેમા ઝેહરા(સ.અ.) ઈસ્લામના હુકમથી અજાણ હતા તો પછી તેઓએ તેમને તે હુકમની સમજણ આપવી જોઈએ, અને અગર તેઓ તે ભુલી ગયા હતા તો તેમની યાદ દેવડાવું જોઈએ. અગર તેમની વાત (નઉઝોબિલ્લાહ) પાયા વગરની હતી અથવા (નઉઝોબિલ્લાહ) તેઓ ગુમરાહી તરફ જઈ રહ્યા હતા અથવા સંબંધો કાપી રહ્યા હતા તો મુસલમાનોએ વિરોધ દ્વારા તેમની સુધારણા કરવી જોઈતી હતી.

 

તેથી, એ તારણ કાઢી શકાય કે અગર કોઈએ પણ આ બન્ને માણસો સામે વિરોધ ન કર્યો અને કોઈએ પણ જનાબે ફાતેમા (સ.અ.) સામે પણ વિરોધ ન કર્યો તો પછી આ બન્ને પક્ષકારો એકબીજાનો વિરોધ કરવામાં સમાન છે અને કોઈપણ અબુબક્રની તરફેણમાં ઈજમાના આધારે દલીલ કરી શકતું નથી કારણકે જનાબે ફાતેમા (સ.અ.) પણ તેજ રીતે પોતા માટે ઈજમાનો દાવો કરી શકે છે.

 

આ બાબતે, આપણે વારસાના મુળ નિયમો અને કુરઆનમાં અલ્લાહના હુકમ તરફ રજુ થવું જોઈએ અને આ જ અનુસરણ કરવાનો  શ્રેષ્ઠ તરીકો છે.

(સૈયદ અલ-મુરતઝા ર.અ.ની અશ્-શાફી, ભાગ-1, પા. 233, બય્તલ અહઝાન, પા. 165-167)

 

સ્પષ્ટ રીતે, એહલે તસન્નોના પહેલાના આલીમો પણ એ માનતા હતા કે ફદક બાબતે ઈજમા એ અબુબક્રની તરફેણમાં મજબુત દલીલ નથી. આ ઈજમાનો બન્ને પક્ષકારો દ્વારા દાવો કરી શકાય છે. આ ગુંચવણને હલ કરવાનો ફકત એક જ તરીકો છે અને તે છે કુરઆનનો વારસા બાબતે હુકમ. જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)એ પોતે પોતાના ફદકના ખુત્બામાં સ્પષ્ટપણે ફરમાવ્યું છે કે પવિત્ર કુરઆને સંપૂર્ણપણે બયાન કર્યું છે કે પિતાઓ પોતાના અવલાદ માટે વારસો મુકી જાય છે અને તેવીજ રીતે અંબીયા (અ.મુ.સ.) પણ મુકી જાય છે જેમકે હઝરત દાઉદ (અ.સ.) અને હઝરત ઝકરીયા (અ.સ.) એ તેમની અવલાદ માટે વારસો મુકયો હતો.

 

બોધ લ્યો, અય બુધ્ધીશાળી લોકો!