અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
શા માટે અબુબક્રએ ઉમ્મુલ મોઅમેનીન ઉમ્મે સલમા (ર.અ.)નું પેન્શન (નિવૃત વેતન) બંધ કર્યું?

શા માટે અબુબક્રએ ઉમ્મુલ મોઅમેનીન ઉમ્મે સલમા (ર.અ.)નું પેન્શન (નિવૃત વેતન) બંધ કર્યું?

જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના વારસાની બાબત સામાન્ય રીતે શીઆઓ અને તેમના વિરોધી દરમ્યાન એક ઉગ્ર વિવાદ ઉભો કરે છે, કે કેહવાતા મુસલમાનો એમ માને છે કે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ને વારસાનો હક્ક ન હતો. એહલેબૈત (અ.મુ.સ.)ના શીઆઓની નજરમાં હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ હકીકતમાં ફદકની મિલ્કત પોતાની પાછળ તોહફા તરીકે અથવા કમ સે કમ વારસા તરીકે પોતાની એકજ દુખ્તર માટે મુકી ગયા હતા કે જે આપ (સ.અ.વ.)ને ખુબજ અઝીઝ હતા.

જવાબ:

આ ચર્ચાના ઘણા બધા જવાબો છે જે આપણને તબક્કાવાર એ તારણ તરફ લઈ જાય છે કે ફદક ખુદ હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની ઝીંદગીમાં જ જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની મિલ્કત હતી.

અહીંયા અમે જનાબે ફાતેમા ઝહરા(સ.અ.)ના સમર્થનમાં ઉમ્મુલ મોઅમેનીન-ઉમ્મે સલમા (ર.અ.)ની એક એવી દલીલ રજુ કરીએ છીએ.

સીરીયાના કાઝી જમાલુદ્દીન યુસુફ ઈબ્ને હાતીમની કિતાબ અલ દુર્ર અલ નઝીમમાં નકલ છે કે જ્યારે અબુબક્રના ફદકના બાબતે જનાબે ફાતેમા (સ.અ.)ને નકારાત્મક જવાબ આપ્યાની જાણ ઉમ્મુલ મોઅમેનીન-ઉમ્મે સલમા (ર.અ.)ને કરવામાં આવી તો તેમણે કહ્યું:

શું એ યોગ્ય છે કે જનાબે ફાતેમા ઝેહરા(સ.અ.) જેવી શખ્સીયતને આવા શબ્દો દ્વારા સંબોધવામાં આવે? અલ્લાહની કસમ! જનાબે ફાતેમા ઝેહરા(સ.અ.) ઈન્સાની હુર છે. આપ (સ.અ.)ની રુહ એ  રસુલે ખુદા (સ.અ.વ.)ની રુહ, પાક ગોદમાં પરવરીશ પામનાર, ફરિશ્તાઓના હાથે ખાવાનું ખાનાર, પવિત્ર હસ્તીઓની આગોશમાં પરવાન ચઢનાર, શ્રેષ્ઠ પરવરીશ અને શ્રેષ્ઠ પોષણ પામેલ છે.

શું આપણે એમ વિચારી પણ શકીએ છીએ કે રસુલુલ્લાહ (સ.અ.વ.) તેમને વારસાથી વંચિત રાખશે અને તેમને જાણ કરવાની પણ પરવા નહિ કરે?!!!!

આ સમયે અલ્લાહે પોતાના રસુલ (સ.અ.વ.)ને હુકમ આપ્યો: અને (પ્રથમ) તારા નિકટના સગાવહાલાઓને ડરાવઃ (સુરએ શોઅરા(26):214)

શું આપ (સ.અ.વ.)એ જનાબે ઝહરા (સ.અ.)ને ચેતવ્યા નહિ હોય કે તેઓને કોઈ વારસો નથી મળવાનો? અને શું આપ (સ.અ.) એ રસુલ (સ.અ.વ.)નો વિરોધ કર્યો અને વારસાનો દાવો કર્યો?

જ્યારે આપ (સ.અ.) ઔરતામાં શ્રેષ્ઠ, જન્નતના જવાનોના સરદારોની માતા, હઝરત ઈમરાનની દુખ્તર જનાબે મરયમ કરતા પણ ઉચ્ચ. અલ્લાહના હુકમ(નબુવ્વત) તેમના પિતા સાથે પૂર્ણ થઇ અને હું અલ્લાહની કસમ ખાઈને કહું છું કે રસુલુલ્લાહ (સ.અ.વ.) એ જનાબે ફાતેમા (સ.અ.)ને ગરમી અને ઠંડીથી સુરક્ષિત રાખ્યા અને રસુલુલ્લાહ (સ.અ.વ.)નો જમણો હાથ તેણીના માટે તકીયો અને ડાબો હાથ તેણીના માટે ધાબળો બનાવ્યો. જાણી લો કે તમને રસુલુલ્લાહ (સ.અ.વ.) જોઈ રહ્યા છે અને અલ્લાહ તરફ તમારે પાછું ફરવાનું છે. વાય થાય તમારા ઉપર.

ખુબજ જલ્દી તમે હક્કને જાણી લેશો.

આ તેજ વર્ષ હતું જ્યારે ઉમ્મે સલમા (ર.અ.)નું પેન્શન અબુબક્ર દ્વારા બંધ કરવામાં આવ્યું હતું.

(જમાલુદ્દીન યુસુફ ઈબ્ને હાતીમની અલ દુર્ર અલ નઝીમ, પા. 480, શૈખ અબ્બાસ કુમ્મી (ર.અ.)ની બય્તલ અહઝાન ફી મસાએબે સૈયદા અલ નિસ્વાન અલ બતુલ અલ તાહેરા ફાતેમા અઝ-ઝહરા (સ.અ.), પા. 153)

આ બનાવ ઉપરથી અમૂક સ્પષ્ટ મુદ્દાઓ સામે આવે છે:

(1) જનાબે ફાતેમા (સ.અ.)ના વારસાના હક્ક દ્વારા મુસલમાનોમાં એક અવાજ (શોર) ઉભો કર્યો અને ખુદ રસુલે અકરમ (સ.અ.વ.)ની પત્નિઓએ પણ આ વિવાદની નોંધ લીધી અને આ બાબતમાં જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની સાથે ઉભા રહ્યા.

(2) અબુબક્રનું જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ને સંબોધનની રીત અને તેનું આ બાબતે વલણ એ ઠપકા અને ટીકા પાત્ર હતું.

(3) જેમકે ઉમ્મે સલમા (ર.અ.) એ અવલોકન કર્યું કે રસુલુલ્લાહ (સ.અ.વ.) માટે એ શકય ન હતું કે આપ (સ.અ.વ.) જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ને વારસાથી વંચિત રાખે.

(4) હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) પ્રત્યેની મોહબ્બત અને લાગણીનો ખુબજ ઝીક્ર થયો અને મુસલમાનોએ પણ તે ભુલાવી નથી. આ બનાવમાં એમ વિચારી પણ ન શકાય કે રસુલુલ્લાહ (સ.અ.વ.) પોતાની એકજ દુખ્તરને તેના વારસાથી વંચિત રાખે અને આપ (સ.અ.)ને આર્થિક રીતે એક વિરોધી ઉમ્મત વચ્ચે નિર્બળ રાખે. આવું વલણ પવિત્ર કુરઆન, સુન્નત, અકલ અને વાલેદૈનની લાગણી અને મોહબ્બતની વિરુધ્ધ છે.

 (5) આપણે જોઈએ છીએ કે ખિલાફતના દાવેદાર દ્વારા ઉમ્મુલ મોઅમેનીન-ઉમ્મે સલમા (ર.અ.) થી અયોગ્ય વ્યવહાર કરે છે અને આ પેન્શન બધીજ રીતે ન્યાયિક હોવા છતા એક સામાન્ય વિરોધના કારણે તેમનું પેન્શન બંધ કરી દે છે. બીજા પ્રસંગમાં પણ આયેશા સાચી હોવા છતા ખીલાફ્તના ઉસ્માન ઈબ્ને અફવાન દ્વારા પણ આયેશાનું પેન્શન બંધ કર્યું હતું.

આ રીતે ખિલાફતના દાવેદારોએ અને ઝમાનાના મુસલમાન શાસકોએ રસુલ (સ.અ.વ.)ની પત્નિઓ સાથે આ પ્રકારનો વ્યવહાર કર્યો. તો પણ કોઈ તેના બારામાં કંઈ વિચારતું નથી અને પોતાની જાતને આ પ્રસંગોમાં કોઈપણ પ્રકારની ટીપ્પણીઓથી દુર રાખે છે. પરંતુ શીયાઓ જયારે પત્નિઓની ટીકા કરે છે તો તે બદલ શિયાઓની સમયસર ટીકા કરવામાં આવે છે. જયારે કે પ્રમાણીક પત્નિઓ જેમકે જનાબે ખદીજા (સ.અ.) અને ઉમ્મે સલમા (ર.અ.)ને શીયાઓ ખુબજ માન આપે છે. શું આ મુસલમાનો પત્નિઓની દીફા એવીજ રીતે કરે છે જે રીતે શીઆઓ કરે છે? પરંતુ તેઓ હંમેશા તૈયાર રહે છે શિયાઓને વખોડવા માટે. શું આપણે મુસલમાનોને પત્નિઓના પેન્શન બંધ કરવાના કારણે શાસકોની ટીકા કરતા જોયા છે? પરંતુ તેઓ શીઆઓની ટીકા કરવા હંમેશા તૈયાર હોય છે. આ સ્પષ્ટપણે બતાવે છે કે મુસલમાનોને જે તકલીફ છે તે પત્નિઓથી નથી કારણકે ખુદ તેઓએ તેમની સાથે અયોગ્ય વ્યવહાર કર્યો છે. આ શીઆઓ અને તેઓની એહલેબૈત (અ.મુ.સ.) પ્રત્યેની મોહબ્બત છે જેનાથી તેમને તકલીફ પહોંચે છે.