અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
નેક લોકોની કબ્રો ઉપર મસ્જીદો બનાવવી. ભાગ-૧

નેક લોકોની કબ્રો ઉપર મસ્જીદો બનાવવી. ભાગ-૧

 

અગર આ જાએઝ છે, તો પછી રસુલુલ્લાહ (સ.અ.વ.)ની યહુદીઓ અને ખ્રિસ્તીઓના બારા ફરમાવેલી હદીસનો અર્થ શું છે? કારણકે એક હદીસમાં નકલ થયું છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.) એ તે યહુદીઓ અને ખ્રિસ્તીઓ ઉપર લઅનત કરી છે જેઓએ તેમના નબીઓ (અ.મુ.સ.)ની કબ્રોને ઈબાદતની જગ્યા બનાવી છે. શું અલ્લાહના વલીઓની કબ્રોની નઝદીક મસ્જીદો બનાવવી આ હદીસમાં જે કાર્યો ઉપર લઅનત કરવામાં આવી છે તેના સમાન નથી?

જવાબ:

મુત્તકી અને નેકુકારોની કબ્રનો પાસે મસ્જીદ બનાવવી ઈસ્લામના સામાન્ય સિધ્ધાંત મુજબ જરા બરાબર પણ પ્રતિબંધિત નથી કારણકે અલ્લાહના દોસ્તોની કબ્રોની નઝદીક મસ્જીદ બનાવવાનો હેતુ ફક્ત અલ્લાહની ઈબાદત સિવાય કાંઈ નથી અને તે એક બરકતનો સ્ત્રોત છે.

 

બીજા શબ્દોમાં કહીઓ તો આવી જગ્યાઓ ઉપર મસ્જીદ બનાવવાનો હેતુ એ છે કે અલ્લાહના દોસ્તોની મઝારોની ઝિયારત કરનારાઓ પોતાની વાજીબ કાર્યો ઝિયારત કર્યા પહેલા અને પછી અંજામ આપી શકે. કારણકે, વહાબીઓની નઝદીક પણ ન તો કબ્રોની ઝિયારત કરવી હરામ છે અને ન તો ઝિયારત પહેલા કે પછી ઈબાદત કરવી હરામ છે. આવા સંજોગોમાં, અલ્લાહના દોસ્તોની કબ્રોની નઝદીક અલ્લાહની ઈબાદતના હેતુથી મસ્જીદો બનાવવી અને ઈલાહી ફરજો અંજામ આપવી પ્રતિબંધિત નથી.

 

અસ્હાબે કહફ (ગુફાના સાથીદારો)ના બનાવની ચર્ચા જોતા કોઈપણ આસાનીથી એ નતીજો કાઢી શકે કે કબ્રો ઉપર મસ્જીદો બનાવવી પહેલાના મઝહબોમાં એક તાકીદભર્યું કાર્ય હતું અને આ બનાવ કે જેને કુરઆને કરીમે ટીકા વગર વર્ણવ્યો છે.

 

જ્યારે ગુફાના અસ્હાબનો કિસ્સો લોકોમાં 309 વર્ષો પછી મશ્હુર થયો, લોકો તેમને માન મરતબો દેવાની બાબતે બે સમૂહોમાં વહેંચાઈ ગયા. એક સમૂહે કહ્યું: ચાલો આપણે તેમની કબ્રો ઉપર ઈમારત બનાવીએ જેથી આ કાર્યથી આપણે તેઓની યાદ,નામો અને નિશાનીઓને સાચવી શકાય. કુરઆને મજીદે તેઓની આ દ્રષ્ટિને આ શબ્દોમાં વર્ણવી છે:

 

“અને તેઓએ કહ્યું: તેના ઉપર એક ઈમારત બનાવવમાં આવે.

 

બીજા સમૂહે કહ્યું: ચાલો આપણે તેઓની કબ્રો ઉપર મસ્જીદ બનાવીએ (ગુફામાં) અને આ કાર્યના ઝરીએ બરકત મેળવીએ.” (સુ.કહફ:૨૧)

 

કુરઆનની તફસીરકારો એકમત છે કે પહેલુ સુચન મુશ્રીકોનું હતું જ્યારે કે બીજું સચન મુવ્વહીદો (એક અલ્લાહમાં માનનારાઓ) અને ઈમાનવાળાઓનું હતું. તેથી કુરઆન જ્યારે આ બનાવ વર્ણવે છે ત્યારે કહે છે: “જેઓ પોતાના કાર્યમાં કામ્યાબ થયા તેઓએ કહ્યું: બેશક અમો તેઓની કબ્રો ઉપર મસ્જીદ બનાવીશું.”  (સુ.કહફ:૨૧)

 

ઈતિહાસ ગવાહ છે કે અસ્હાબે કહફના ઝાહેર થવાનો ઝમાનો શીર્ક ઉપર તૌહીદના વિજયનો ઝમાનો હતો. તેમના પછી મુશ્રીક શાસકો અને તેમના અનુગામીઓની નિશાનીઓનો નાશ કરવામાં આવી કે જેઓ મુર્તીપુજા તરફ બોલાવતા હતા. સ્વાભાવિક છે કે આ વિજયી સમૂહ તેજ મુવ્વહીદો છે. ખાસ કરીને તેઓના સુચનનો સંદર્ભ કે મસ્જીદનું બનાવવું અલ્લાહની ઈબાદત માટે છે, જે ખુદ સાબીતી છે કે જેઓએ સુચન કર્યું તેઓ મુવ્વહીદ હતા અને નમાઝ પઢતા હતા.

 

અગર અલ્લાહના દોસ્તોની કબ્રો ઉપર મસ્જીદ બનાવવી હકીકતમાં શીર્કનું કાર્ય હોત તો પછી

  • શા માટે મોવ્વહીદોએ આવું સુચન કર્યું?
  • શા માટે કુરઆને મજીદે આ બનાવને વખોડયા વગર નકલ કર્યું?
  • શું કુરઆનનું કોઈ વસ્તુના બારામાં વખોડયા વગર બયાન કરવું પરવાનગીની દલીલ નથી?
  • શું એ યોગ્ય છે કે અલ્લાહ એક શિર્કના કાર્યને ઝાહેરી કે છુપી રીતે વખોડયા વગર બયાન કરે?
  •  
  • મસ્જીદનું બનાવવું એ વલણ બતાવે છે જે દુનિયાના મોવ્વહીદો દરમિયાન આ કાર્ય પ્રચલિત હતું અને આ એક પ્રકારનો આદર હતો અથવા દફન થયેલાઓ પાસેથી બરકત મેળવવાનું માધ્યમ.

 

અગર વહાબીઓ હદીસોથી દલીલ આપવા પહેલા કુરઆનથી દલીલ રજુ કરતે તો યોગ્ય હતું આગળના લેખમાં હદીસો વડે એ સાબિત કરશું કે નેક લોકોની કબ્રો ઉપર મસ્જીદો બનાવવી એ યોગ્ય કાર્ય છે. (ઇન્શા અલ્લાહ)