અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
નેક લોકોની કબ્રો ઉપર મસ્જીદો બનાવવી. (ભાગ -૨)

નેક લોકોની કબ્રો ઉપર મસ્જીદો બનાવવી. (ભાગ -૨)

 

હવે, એ જરુરી છે કે આપણે તે બાબતે ચર્ચા કરીએ કે

 • શું કોઈ મુત્તકી અને નેક વ્યકિતના કોઈ જગ્યા ઉપર દફન થવાથી શું તે જગ્યાનો દરજ્જા વધી જાય છે કે નહિં?
 • શું અવલીયાએ ઈલાહીની કબ્રોને કોઈ ખાસ ફઝીલત હાસીલ છે કે નહિ, અને
 • શું આના માટે આપણી પાસે કુરઆન અને સુન્નતથી કોઈ દલીલ છે.

 

અગર આ હુકમ કુરઆન અને સુન્નતથી સાબીત થઈ જાય તો પછી સ્વાભાવીક છે કે દીનના સરદારોની કબ્રો ઉપર નમાઝો અને દાઆઓ પઢવાની ફઝીલત વધી જશે.

 

આ હકીકતને નીચે દશર્વિેલ આયતોથી સમજી શકાય છે:

 

૧) કુરઆને કરીમમાં અલ્લાહ તબારક વ તઆલાએ પોતાના બંદાઓને મકામે ઈબ્રાહીમ (એ જગ્યા જ્યાં ઈબ્રાહીમ (અ.સ.) નમાઝ પઢતા હતા) ઉપર નમાઝ પઢવાનો હુકમ આપ્યો છે.

وَاتَّخِذُوا مِن مَّقَامِ إِبْرَاهِيمَ مُصَلًّى ۖ

અને ઈબ્રાહીમ (અ.સ.)ની ઉભા રહેવાની જગ્યાને નમાઝોની જગ્યા તરીકે લ્યો.

(સુરએ બકરહ-2, આયત નં. 125)

અગર તમે આ આયત કોઈને બતાવશો તે કંઈ નહિ સમજે સિવાય કે તે હકીકત કે જ્યારથી નબી ઈબ્રાહીમ (અ.સ.) તે જગ્યાએ ઉભા રહ્યા અને મોટે ભાગે અલ્લાહની ઈબાદત કરી, તે ખાસ મંઝેલત અને ફઝીલત ધરાવે છે. તેની બરકતો અને મહત્ત્વથી અલ્લાહે મુસલમાનોને તે જગ્યા ઉપર નમાઝ પઢવા અને ત્યાંથી બરકત હાસીલ કરવા હુકમ કર્યો છે. તે જગ્યા જ્યાં ઈબ્રાહીમ (અ.સ.) ઉભા રહે તે વખાણ અને ફઝીલતનું કારણ બને.

 

 • તો શું તે જગ્યાઓ જ્યાં અલ્લાહની રાહમાં શહીદ થયેલા લોકોના જીસ્મો દફન થયા તે જગ્યા સન્માન અને ગર્વનું કારણ નથી?
 • શું તે સ્વાભાવીક નથી કે આવી જગ્યાઓ બીજી જગ્યાઓ કરતા વધારે ફઝીલત ધરાવે છે?
 •  શું આવી જગ્યાઓ ઉપર દોઆઓ વધુ કબુલ થવાને પાત્ર નથી?

 

 • શું આપણે તેને એક સામાન્ય સિધ્ધાંત તરીકે ન લઈ શકીએ?

 

(૨) મસ્જીદે નબવીમાં મન્સુરે દવાનકીએ ઈમામ માલીક (એહલે તસનુન ફીકહ માંહેના એક આગેવાન)ને એક વાર્તાલાપમાં પુછયું: “શું દોઆઓ કરતી વખતે મારે કિબ્લા રુખ ઉભું રહેવું જોઈએ કે મારે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની દફનની જગ્યા તરફ રુખ કરવો જોઈએ?”

માલીકે જવાબ આપ્યો: “શા માટે તમે તમારા પિતા રસુલુલ્લાહ (સ.અ.વ.)થી મોઢું ફેરવી રહ્યા છો? આપ (સ.અ.વ.) તમારી અને તમારા દાદા આદમ (અ.સ.)ની શફાઅત કરનાર છે. અલબત્ત, રસુલુલ્લાહ (સ.અ.વ.)ની કબ્ર તરફ રુખ કરો અને તેમના દ્વારા શફાઅત મેળવો.”

 

આ ચર્ચાથી એ સ્પષ્ટ છે કે એહલે તસનુનના આલીમોની નઝદીક રસુલુલ્લાહ (સ.અ.વ.)ની કબ્ર મુબારકની નઝદીક દોઆઓ કરવામાં કોઈ વાંધો નથી. મન્સુરનો માલીક સાથેનો વાર્તાલાપ બે અફઝલ વસ્તુના બારામાં હતો અને માલીકે જવાબ આપ્યો કબ્ર તરફ રુખ કરો.

 

(૩) જનાબે હાજરા અને નબી ઈસ્માઈલ (અ.સ.)એ અલ્લાહની રાહમાં સબ્રના કારણે એવો દરજ્જો પ્રાપ્ત કર્યો કે તેઓની પગના નિશાન ઈબાદતની જગ્યા બની ગઈ જેમકે સફા અને મરવાહ વચ્ચેનું અંતર.

 

ઈબ્ને તયમીયાનો વિદ્યાર્થી કહે છે કે અગર આ બન્ને હસ્તીઓના પગના નિશાન અલ્લાહની રાહમાં સબ્ર અને ધીરજના કારણે એટલા બધા બાબરકત થઈ ગયા કે મુસલમાનોને એ જગ્યા ઉપર અલ્લાહની ઈબાદત કરવાનો, ખુઝુઅ અને ખુશુઅની સાથે સઈ કરવાનો હુકમ કર્યો છે. તો પછી

 • શા માટે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની કબ્ર મુબારક બાબરકત ન હોય શકે જ્યારે કે આપ (સ.અ.વ.) એ સમાજની સુધારણા માટે સબ્ર અને મક્કમતાની શ્રેષ્ઠ મંઝીલ ઉપર હતા?
 •  શા માટે નમાઝો અને દોઆઓ એ જગ્યાઓ ઉપર ન પડી શકાય કે જે ઉચ્ચ, ફઝીલત અને ઉમદા છે?

 

(૪) અગર હકીકતમાં કબ્રની નઝદીક નમાઝો પડવી જાએઝ ન હોતે તો પછી શા માટે આયેશાએ એક સમયગાળા સુધી પોતાના રુમના ખુણામાં રસુલુલ્લાહ (સ.અ.વ.)ની કબ્રની નઝદીક નમાઝો અને ઈબાદતોની બજાવી લાવી, જેમકે એહલે સુન્નત હઝરાતની માન્ય હદીસોમાં બયાન થયેલ છે?!!

 

 

(૫) અગર રસુલુલ્લાહ (સ.અ.વ.)ની કબ્રને કોઈ ઈઝઝત અને ફલીલત ન હતી તો પછી

 • શા માટે અબુ બક્ર અને ઉમર આગ્રહ રાખતા હતા કે તેઓના શરીરો આપ (સ.અ.વ.)ની નઝદીક દફનાવવામાં આવે?
 • શા માટે હસન ઈબ્ને અલી (અ.સ.)એ વસીય્યત કરી કે તેઓના શરીરને તેઓના નાનાની નઝદીક દફનાવવામાં આવે અને અગર દુશ્મનો રોકે તો પછી તેઓને બકીઅના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવે?

 

(૬)  રસુલુલ્લાહ (સ.અ.વ.)ની માનનીય દુખ્તર જ.ફાતેમા(સ.અ.) કે જેઓ માટે સીહાહે સિત્તામાં પણ છે કે આપ (સ.અ.)ની ખુશનુદી  એ અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.)ની ખુશનુદી છે અને આપ (સ.અ.)નો ગઝબ એ અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.)નો ગઝબ છે. આપ (સ.અ.) દર જુમ્આના દિવસે આપના કાકા જનાબે હમઝા (અ.ર.)ની કબ્રની ઝિયારત કરતા, નમાઝ પડતા અને રુદન કરતા.

 

ઈતિહાસમાં નીચેની હદીસ સ્પષ્ટ શબ્દો સાથે આવેલ છે: “જનાબે ફાતેમા (સ.અ.) પોતાના કાકા જનાબે હમઝા (અ.સ.)ની કબ્રની ઝિયારત દર જુમ્આના કરતા. આપ (સ.અ.) દોઆ કરતા અને ત્યાં રુદન કરતા.”

 

આ દલીલો અવલીયાએ ઈલાહી અને અંબીયા (અ.મુ.સ.)ની કબ્રોની નઝદીક સંકેત કરે છે કે આ જગ્યાઓ વધુ બરકત અને ફઝીલત ધરાવે છે. મુસલમાનોનો કોઈ હેતુ ન હતો સિવાય કે તે જગ્યાની ફઝીલતથી બરકત મેળવે અને તે જગ્યાઓ ઉપર અમલ બજાવી લાવે કે જ્યાં અલ્લાહની નઝરે કરમ વધારે હોય.

 

હવે જ્યારે ઉપરનો વિષય સ્પષ્ટ થઈ ગયો છે તો પછી

 • શા માટે ત્યાં નમાઝો અને દોઆઓની પાબંદી છે?
 • શા માટે આ જગ્યાઓ અલ્લાહની ઈબાદત માટે છે તેમ ગણવામાં નથી આવતી?
 • શા માટે મુસલમાનોને અવલીયાએ ઈલાહીની કબ્રોની નઝદીક ઈબાદત કરવાથી રોકવામાં આવે છે?

 

આમ, મુસલમાનોનો હેતુ રસુલુલ્લાહ (સ.અ.વ.)ની કબ્રની નઝદીક કીબ્લા રુખ થઈને અલ્લાહની ઈબાદત (નમાઝ, દુઆ ) છે અને તે જગ્યાની બરકતથી અલ્લાહની રહમત પ્રાપ્ત કરવાનો છે.