અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
ઈમામ મહદી અ.સ.ની માન્યતા સુન્ની કીતાબોમાંથી ભાગ -૧: ઈમામ અ.સ.ની ઓળખાણ વગરનું મૌત

ઈમામ મહદી અ.સ.ની માન્યતા સુન્ની કીતાબોમાંથી

ભાગ -૧: ઈમામ અ.સ.ની ઓળખાણ વગરનું મૌત

અમુક કેહવાતા મુસલમાનો ઈમામ મહદી અ.સ.ની માન્યતાનો ઇનકાર કરે છે એ દલીલની સાથે કે આ શિયા લોકોની બિદઅત છે. તેઓમાંથી અમુક સંપુર્ણપણે ઈ.મહદી અ.સ.ની ઇમામતનો ઇન્કાર કરે છે અને અમૂક મુસલમાનો કહે છે કે તેઓની વિલાદ્ત થઇ નથી અને ભવિષ્યમાં વિલાદ્ત થાશે.

ખરેખર આ મુસલમાનોએ તેમના આલીમોની કિતાબો વાંચી નથી કે જેમાં તેમના આલિમો દ્વારા કુરઆન અને હદીસો વડે ઈ.મહદી અ.સ. ના અસ્તિત્વને સાબિત કર્યું છે. આ કિતાબોના વાંચવાથી તેમને ખ્યાલ આવશે કે  આ ઇસ્લામીક માન્યતા છે અને આ માન્યતા એ શિયા લોકોની બિદઅત નથી.

જવાબ:

સર્વ પ્રથમ અમે એ હદીસ નકલ કરીએ છે કે જે સુન્ની અને શિયા કિતાબોમાં નકલ કરવામાં આવી છે અને મુસ્લિમો દ્વારા આ હદીસને સહીહ ગણવામાં આવી છે અને આ હદીસ સાબિત કરે છે ઈ.મહદી અ.સ.નું અસ્તીત્વ.

રસુલે અકરમ સ.અ.વ. ફરમાવે છે:

مَنْ مَاتَ وَ لَمْ يَعْرِفْ اِمَامَ زَمَانِهٖ مَاتَ مِيْتَةً جَاهِلِيَّةً

 “જે કોઈ પોતાના ઝમાનાના ઈમામ અ.સ.ને ઓળખ્યા વગર મુર્ત્યું પામે તો તે જાહેલીય્યતનું મૌત છે.”

  1. સહીહ મુસ્લિમ હ.-૧૮૫૧
  2. મુસ્નદે એહમદ હ.-૧૬૪૩૪
  3. મુસ્નદે અબી દાઉદ અલ-તયાલીસી પેજ-૨૫૯
  4. મૌજમે કબીર હ.-૯૧૦
  5. શરહે અલ-મુકાસીદ ભાગ -૪ પેજ ૨૩૯
  6. શરહે અલ-ફિકહ અલ-અકબર પેજ-૧૭૯

બીજી એક હદીસ થોડા શબ્દોના ફેરફાર સાથે આ મુજબ છે:

مَنْ مَاتَ وَ لَيْسَ لَهٗ اِمَامٌ مَاتَ مِيْتَةً جَاهِلِيَّةً

 

“જે કોઈ મૃત્યુ પામે ઈમામ વગર તેનું મુર્ત્યું જાહેલિયતનું મુર્ત્યું છે” (સહીહ ઇબ્ને હબ્બાન- હ.૪૫૭૩)

હબ્બાન- એ બુખારી અને મુસ્લિમ પછીના ખુબજ ભરોસાપાત્ર આલીમ છે. ઉપરોક્ત હદીસ સાબિત કરે છે કે દરેક ઝમાનામાં એક ઈમામ હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો દરેક ઝમાનામાં આ દુન્યા ઈમામ વગર ખાલી નથી.

આ હકીકતને કુરઆનની ૨ આયતો વડે સાબિત કરીએ.

اِنَّمَآ اَنْتَ مُنْذِرٌ وَّلِكُلِّ قَوْمٍ ہَاد

(હે રસૂલ!) સિવાય તેના નથી કે તું તો (કેવળ એક) ડરાવનારો છે

 અને દરેક કોમ માટે એક હિદાયત કરનારો હોય છે.”

(સુ. રાઅદ-૭)

 

يَوْمَ نَدْعُو كُلَّ أُنَاسٍ بِإِمَامِهِمْ

“જે દિવસે અમે દરેક ટોળાને તેના ઇમામ (આગેવાન) સાથે બોલાવીશું”

 

 (સુ. બની ઇસરાઈલ- ૭૧)

ઉપરોક્ત આયત સ્પષ્ટ રીતે સાબિત કરે છે કે  બધાજ મુસ્લિમને  દરેક ઝમાનામાં હાદી અને ઈમામની જરૂર છે.

અબ્દુલ્લાહ ઇબ્ને ઉમર કે જે ચાહતો ન હતો કે તે જાહેલીય્ય્તની મૌત મરે.

ઝમાનાના  ઈમામને ઓળખવાની અગત્યતા આ પ્રસંગ પરથી એકદમ સ્પષ્ટ થઇ જશે. અબ્દુલ્લાહ ઇબ્ને ઉમર કે જે બીજા ખલીફાનો પુત્ર હતો તેને એક રાત્રે મદીનામાં સંદેશો મળે છે કે અબ્દુલ મલિક ખલીફા થઇ ગયો છે. તો અબ્દુલ્લાહ ઇબ્ને ઉમર તે જ રાત્રીના તે સમયના ઝુલ્મી  ગવર્નેર હજાજ બિન યુસુફ ના ઘરે ગયો. હજાજે અડધી રાત્રીના આવવાનું કારણ પૂછ્યું. તો જવાબમાં અબ્દુલ્લાહે કહ્યું કે હું તારી પાસે અબ્દુલ મલિકની બયઅત કરવા આવ્યો છું.

હજાજ બિન યુસુફને અબ્દુલ્લાહનું અડધી રાત્રીએ આવવું પસંદ ન પડયું. તેથી તેણે કહ્યું કે મારી પાસે સમય નથી. તું કાલે આવજે.

અબ્દુલ્લાહ ઇબ્ને ઉમર આ વાત સાંભળીને પરેશાન થઇ ગયો અને કહ્યું – “ અગર હું આજની રાત્રીએ મુર્ત્યું પામ્યો તો મારું મુર્ત્યું એ મારા ઝમાનાના ઈમામની બયઅત વગરનું મૃત્યુ હશે. અને ર.અકરમ (સ.અ.વ.)ની હદીસ મુજબ “જે કોઈ પોતાના ઝમાનાના ઈમામ અ.સ.ને ઓળખ્યા વગર મુર્ત્યું પામે તો તે જાહેલીય્યતનું મૌત છે”. તો તારા માટે જરૂરી છે કે તું મારી બયઅત લઇ લે.

 હજાજ બિન યુસુફે અબ્દુલ્લાહને ઘરની અંદર બોલાવ્યો અને કહ્યું – “હું ખુબજ વ્યસ્ત છું અને મારો હાથ પણ ખાલી નથી. તું મારા પગ પર બયઅત કરી શકે છે.”

હાલાકે તે ખલીફાનો પુત્ર હોવા છતાં તેણે અબ્દુલ મલિકની હજાજ બિન યુસુફના પગ પર બયઅત કરી અને ખુશી ખુશી ઘરે ગયો. (ઇબ્ને અબી અલ હદીદની શરહે નેહ્જુલ બલાગાહ- ભાગ ૩, પે-૩૬૨, ઈજીપ્ત પ્રકાશન )

આ પ્રસંગ સ્પષ્ટ રીતે સાબિત કરે છે કે દરેક ઝમાનામાં ઈમામનું હોવું જરૂરી છે અને તેની ઓળખાણ દરેક મખ્લુંક પર વાજિબ છે.