અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
શું ઉમર ઇબ્ને ખત્તાબે પણ તરાવીહની નમાઝ પઢી હતી?

શું ઉમર ઇબ્ને ખત્તાબે પણ તરાવીહની નમાઝ પઢી હતી?

તરાવીહ સંબંધે એ નોંધાયેલ છે કે એક દિવસ ઉમર ઇબ્ને ખત્તાબે તેની ખીલાફતના બીજા વર્ષે માહે રમઝાનની છેલ્લી રાત્રીમાં મસ્જિદની મુલાકાત લીધી અને મુસલમાનોને  ઇબાદતમાં વ્યસ્ત જોયા. ચાર વ્યક્તિઓના સમુહમાં અમુક એક કરતા વધારે અને અમુક સાવ એકલા ઇબાદતમાં મશ્ગુલ હતા. ઉમરે વિચાર્યું કે “દરેક સમૂહ અલગથી નમાઝ પઢે છે. એ કેવું સારું થાય જો હું એ તમામને એક ઈમામની પાછળ નમાઝ પઢતા કરી દઉ!” આ ઈરાદાથી તેણે લોકોને એ મુસ્તહબ નમાઝ જમાતથી પઢવાનો હુકમ કર્યો અને ઉબય્ય ઇબ્ને કાબને તેનો પેશઈમામ બનાવી દીધો. લોકોએ તે સમયે તેની સૂચનાનું પાલન કર્યું. આ નમાઝમાં કોઈપણ રકાતની સંખ્યા નિશ્ચિત કરવામાં નહોતી આવી કારણકે દરેક મુસલમાન પોતાની ક્ષમતા મુજબ ઈબાદત કરી રહ્યો હતો. અમુક વધારે તો અમુક ઓછી. એક પણ હદીસમાં રકાતની સંખ્યા જાણી શકાતી નથી. હાં દરેક સમૂહ પોતાની નમાઝને સાચી કરવા માટે ઉમરની આ બીદઅતને આઠ રકાત,અગિયાર રકાત, તેર રકાત અથવા વીસ રકાતનું જણાવયું અને દરેકે બીજા સમૂહની નમાઝને બાતીલ કહી દીધી પરંતુ વાસ્તવિકતા એ છે કે તેની સાબિતી ઉમરના શબ્દો કે કાર્યોમાં જોવા મળતી નથી કારણકે તેણે પોતે પોતાની પૂરી જીંદગીમાં કદી આ તરાવીહની નમાઝ પઢી નથી. તેણે ફક્ત બધા ઈબાદત ગુઝારોને એક પેશઈમામની પાછળ દાખલ કરી દીધા જેથી સવાબ મળે અને દરરોજ નિરીક્ષણ કરવા માટે મસ્જિદની મુલાકાત લીધી. આ હકીકત પચાવવામાં અઘરી છે માટે ઉમરે તેમના દિલોના સાંત્વન માટે કહી દીધુકે હું તરાવીહની નમાઝ ઘરે અદા કરતો અલબત્ત તેનો કોઈ ગવાહ નથી.

હાફીઝ મોહમ્મદ અબ્દુલ્લાહ ગાઝીપુરી પ્રખ્યાત એહલે હદીસ નો આલીમ ઇબ્ને અબ્બાસની રિવાયત નોંધ્યા પછી ટીપ્પણી કરે છે “આ સ્પષ્ટતાથી એ બાબત ઉકેલાય છે કે ઉમરે ખુદે કદી તરાવીહની જમાત નમાઝ અદા કરી નથી કદાચ તે એમ માનતા હોય કે તેને ઘરે એકાંતમાં અદા કરવું વધારે બેહતર છે ખાસ કરીને આ છેલ્લી દસ રાત્રિઓમાં.” આથી ઈમામ હનફીએ કહ્યું છે કે “તરાવીહની નમાઝ ઘરે અદા કરવી બેહતર છે (રકઅતુત્તરાવીહ પા-૩૯)”

સલફી આલીમ કમરૂદ્દીન આજ શબ્દોનો મૌલાના અનવર શાહ થકી પુનરોચ્ચાર કરે છે. આ વલણ ઉમરના એ અમલથી સમર્થન મેળવેલ છે કે તે તેના ઘરમાં છેલ્લી દસ રાત્રીઓમાં તરાવીહની નમાઝ અદા કરતા. જોકે તેમણે લોકોને મસ્જીદમાં નમાઝ જમાતથી અદા કરવા હુકમ કરેલ (રેફરેન્સ – ઉપર મુજબ)

નમાઝની શરૂઆત થઇ પણ તે નમાઝને નામ નહોતું આપવામાં આવ્યું. લોકો મુસ્તહબ નમાઝની નિય્યતથી નમાઝ પઢતા હતા. દિવસો પસાર થયા બની ઉમય્યાના શાસનકાળ સુધી આમ શરુ રહ્યું. બની ઉમય્યાના દરેક નવા ખલીફાએ આ નમાઝની રકાત અને સમયમાં ફેરફાર શરુ રાખ્યો.  આઠ, તેર, વીસ, ચોવીસ, છત્રીસ અને ચાલીસ રકાતો પણ પઢાતી. ઘણીવાર ઇશાની નમાઝ બાદ અને બીજા સમયે અને મોડી રાત્રે આ નમાઝ પઢાતી.

રકાતની અતિરેકવાળી સંખ્યાઓના લીધે અમુક મુસલમાનો બેભાન થઇ પડી ન જાય તે માટે આ નમાઝ દરમ્યાન લાકડીનો ટેકો રાખતા. સતત ચાલીસ રકાત પઢવી એ સખત થકાવનાર બની ગઈ. એક કાયદો બનાવવામાં આવ્યો કે દરેકે ચાર રકાત પછી વિરામ આપવો. આ વિરામને અરબીમાં તરાવિહ કહે છે.

તજ્લ્લીય્યાતે સફ્દરમાં મૌલાના મોહમ્મદ અમીન સફદર સાહેબ (દેવબંદી) તરાવીહ શબ્દને આ રીતે વર્ણવે છે: “આ નમાઝને તરાવીહ એટલા માટે કહે છે કે લોકો દરેક ચાર રકાત પછી વિરામ લેતા. તરાવીહ એ તરવીહાહનું બહુવચન છે કે જેનો અર્થ છે થોડો સમય વિરામ લેવો.તરાવીહ એ બહુવચન છે અને અરબીમાં બહુવચન ઓછામાં ઓછા ત્રણ કે તેથી વધુ માટે ઉપયોગ થાય છે. તેથી ચાર રકાત ને તરવીહાહ (એક્વચન) આઠ રકાતને તરવીહતાન (દ્વિવચન) અને ૧૨ રકાતને તરાવીહ (બહુવચન) કહેવાશે. ઉમ્મત આ બાબતે એકમત છે જેને કોઈ આયત અથવા હદીસથી પડકારી શકાતું નથી. (તજલ્લીયાતે સફદર ભાગ-૫ પા-૨૯)

કારણકે વિરામ કે મધ્યાંતરનો કાયદો આગળ જતા બન્યો તેથી તરાવીહ શબ્દ ન તો કુરઆનમાં જોવા મળે છે ન હદીસમાં

ઇબ્ને હૈદરની કિતાબ “હકીકતે તરાવીહ ઔર બિદઆત અલ સહીહ” માંથી ઉતારો.