અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
શું રસુલુલ્લાહ (સ.અ.વ.) અંધ માણસ ઉપર ગુસ્સે થયા?

શું રસુલુલ્લાહ (સ.અ.વ.) અંધ માણસ ઉપર ગુસ્સે થયા?

શંકા:

અમૂક મુસલમાનો માને છે કે આયતો અને હદીસોમાં રસુલે ખુદા (સ.અ.વ.)ની ઉમદા સિફતો અને સંપૂર્ણતાને બયાન કર્યા હોવા છતા (નઉઝોબીલ્લાહ) આપ (સ.અ.વ.)થી ભુલ થઈ જતી હતી.

આની દલીલ માટે તેઓ એક બનાવ રજુ કરે છે કે તે સમયે જ્યારે અબ્દુલ્લાહ ઈબ્ને ઉમ્મે મકતુમ નામનો અંધ માણસ જે રસુલે ખુદા (સ.અ.વ.) માટે અઝાન કહેતા તેઓ રસુલ (સ.અ.વ.) પાસે અમૂક મસઅલાના માર્ગદર્શન માટે આવ્યા. તે સમયે રસુલુલ્લાહ (સ.અ.વ.) અમૂક પૈસાદાર અને મોભાદાર અરબો સાથે કામમાં હતા. તેથી આપ (સ.અ.વ.)એ નફરતથી અબ્દુલ્લાહથી ચહેરો ફેરવી લીધો તેમના ઉપર અરબો સાથે વાતચીતમાં દખલગીરી કરવા બદલ ગુસ્સે થયા.

આ બનાવનું વર્ણન સુરએ અબસ (80)ની પહેલી બે આયતોમાં આવેલ.

જવાબ:

1) કુરઆને કરીમ રસુલે ખુદા (સ.અ.વ.) ના ઉમદા અખ્લાકની તસ્દીક કરે છે.

2) કુરઆને હંમેશા રસુલુલ્લાહ (સ.અ.વ.)ને માન સાથે બોલાવ્યા છે.

3) તે શખ્સ કે જે ગુસ્સે થયો અને પોતાનો ચહેરો ફેરવી લીધો તે ઉસ્માન બીન અફફાન હતો.

4) અલ્લાહના રસુલ (સ.અ.વ.) વિરુધ્ધ ઉસ્માન બીન અફફાન.

સૌ પ્રથમ જ્યારે મુસલમાનોએ રસુલે ખુદા (સ.અ.વ.)ના ઉમદા અખ્લાકની તસ્દીક કરી લીધી છે ત્યારે એવી કોઈપણ હદીસ કે મનઘડત કુરઆનની તફસીરનું કોઈ સ્થાન નથી. કારણકે રસુલે ખુદા (સ.અ.વ.)ના શ્રેષ્ઠ અખ્લાકના બારામાં કુરઆનની આયતો સ્પષ્ટ અને મોહકમ (વિવાદ વગરની) છે. તેથી જે કાંઈપણ તેની સાથે ટકરાઈ તે યા તો ઝઈફ (કમઝોર રિવાયત) છે અથવા શંકાસ્પદ.

أَفَلَا يَتَدَبَّرُونَ الْقُرْآنَ ۚ وَلَوْ كَانَ مِنْ عِندِ غَيْرِ اللَّـهِ لَوَجَدُوا فِيهِ اخْتِلَافًا كَثِيرًا

અગર આપણે બન્નેને સહીહ માનીએ તો આપણે એમ માન્યું કે અલ્લાહની કિતાબમાં વિરોધાભાસ છે. જેનો અર્થ એમ થયો કે આપણે કુરઆનમાં માન્યું નથી કારણકે કુરઆન ખુદ દાવો કરે છે કે તેમાં કોઈ વિરોધાભાસ નથી.               

(સુરએ નીસા: 4-82)

મુસલમાનોએ પોતાની દલીલોમાં સમતુલન જાળવવું જોઈએ. જેમકે જ્યારે આયેશાના ઉલ્લંઘનની વાત આવે તો મુસલમાનો તરતજ બધી વાતોનો ઈન્કાર કરતા સુરએ નૂર 24:11 ની આયત રજુ કરે છે જ્યારે કે આ આયતમાં આયેશાનું નામ પણ આવેલ નથી અને કુરઆનના ઘણા બધા તફસીરકારોએ આ આયત મોહતરમા મારીયા કીબતીયાહ (ર.અ.), રસુલે ખુદા (સ.અ.વ.)ના નેક પત્નિ માટે આવી હોવાનું કબુલ કર્યું છે કે જેણી જનાબે ખદીજા (સ.અ.) પછી ફકત એકજ પત્નિ છે કે જેમના વડે રસુલ (સ.અ.વ.)ને ઔલાદ થઈ હતી.

જ્યારે મુસલમાનો એક અસ્પષ્ટ આયતના આધારે આયેશાનો બચાવ કરવામાં આટલા બધા ઝડપી છે તો પછી તેઓએ રસુલે ખુદા (સ.અ.વ.)ના બચાવમાં થોડું પ્રમાણિક બનવું જોઈએ, તેઓ કે જેઓના ઉપર બધી આયતો નાઝીલ થઈ છે. અગર તેઓ આપ (સ.અ.વ.)નો બચાવ કરી શકતા નથી તો ઓછામાં ઓછુ તેઓએ નાશુક્રી અને ઝુલ્મી તો ન જ થવું જોઈએ જેથી રસુલે ખુદા (સ.અ.વ.)ના ઉમદા અખ્લાક ઉપર ખોટા આરોપો લગાવે.

 

નાસ્તિકો અને યહુદીઓ પણ રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ઉમદા અખ્લાકને સ્વિકારે છે અને ફકત આજ મુદ્દા ઉપર ઈસ્લામ સ્વિકારી લીધો. આ મુસલમાનોને શું થઈ ગયું છે કે તેઓએ પોતાની જાતને નાસ્તિકો અને યહુદીઓથી પણ નીચે કરી નાખી છે.

 

1) કુરઆને કરીમ રસુલે ખુદા (સ.અ.વ.) ના ઉમદા અખ્લાકની તસ્દીક કરે છે.

કુરઆને કરીમે રસુલ (સ.અ.વ.)ના ઉમદા અખ્લાકને ઘણી બધી જગ્યાએ પ્રકાશિત કર્યા છે. આ આયતો સ્પષ્ટ છે અને તેમાં મુસલમાનો દરમ્યાન કોઈપણ જાતનો વિવાદ નથી.

 

જેમકે અલ્લાહ (ત.વ.ત.) ફરમાવે છે:

وَإِنَّكَ لَعَلَىٰ خُلُقٍ عَظِيمٍ

“અને બેશક તમારા અખ્લાક શ્રેષ્ઠ છે.” (સુરએ કલમ 68:4)

અને અલ્લાહ ફરમાવે છે:

પછી (હે રસૂલ!) અલ્લાહની રહેમતના કારણે તેં તેમની સાથે નમ્ર વર્તન ચલાવ્યું, પણ જો તમે તુંદમિઝાજ અને સખત દિલના હોત તો તેઓ તમારી પાસેથી (કયારનાય) વિખેરાઈ ગયા હોત, જેથી હજી પણ તમે તેમનાથી દરગુજર કર અને તેમના માટે ક્ષમાની યાચના કર તથા તેમની સાથે (પહેલાંની જેમ) મામલાઓમાં સલાહ કર્યા કર, અને (સલાહ કર્યા પછી) જ્યારે કોઈ વાતનો દ્રઢ નિશ્ચય તમે કરી લ્યો તો બેશક અલ્લાહ પર ભરોસો રાખીને તેમ કરો; નિસંશય અલ્લાહ ભરોસો રાખનારાઓને દોસ્ત રાખે છે. (સુરએ આલે ઈમરાન 3:159)

રસુલ (સ.અ.વ.)ના અખ્લાક બાબતે આ આયતો સ્પષ્ટ અને અવિવાદી છે. તેથી બીજી કોઈપણ આયત, હદીસ કે બનાવ આ આયતોની વિરુધ્ધ રજુ ન કરી શકાય. આપણે તેને રદ કરવી જોઈએ અથવા કુરઆનની આયત માટે અન્ય સમજુતી શોધવી જોઈએ.

 

2) કુરઆને હંમેશા રસુલુલ્લાહ (સ.અ.વ.)ને માન સાથે બોલાવ્યા છે.

અલ્લાહ કે જે દરેક વસ્તુનો જાણકાર છે તેની સુન્નત છે કે તેણે હંમેશા રસુલુલ્લાહ (સ.અ.વ.)ને માન સાથે બોલાવ્યા છે અને કયારેય ત્રાહિત વ્યકિત તરીકે નથી બોલાવ્યા. ઉપર રજુ કરેલ બે આયતો અને અન્ય આયતોથી એ સ્પષ્ટ છે કે જ્યારે અલ્લાહ મુસલમાનોને સંબોધન કરવા ચાહે છે ત્યારે પણ તેણે રસુલ (સ.અ.વ.)ને મુખાતબ થઈને મુસલમાનો સાથે એ સિધ્ધાંત ઉપર વાત કરી છે કે તમને કહું છું જેથી પડોસી સાવચેત થાય.

આ એક સ્પષ્ટ હકીકત છે અને તેમાં કોઈ મુસલમાન વિવાદ કરી શકતો નથી કે અગર આયત રસુલે ખુદા (સ.અ.વ.) માટે હોય તો બીજા પુરુષનો સીગો વપરાય છે. પરંતુ અગર ત્રીજા પુરુષનો સીગા હોય તો એવુ ન બની શકે કે મુખાતબ રસુલને થાય અને હોય કોઈક બીજા માટે.

 

તેથી, અંધ માણસ ઉપર ગુસ્સે થવાની કુરઆનની આયત રસુલ (સ.અ.વ.) માટે નથી, બલ્કે તે કોઈ અન્ય શખ્સ માટે છે. આ વ્યાકરણના વિદ્યાર્થી માટે સ્પષ્ટ છે કારણકે વાત ત્રીજા પુરુષની થઈ રહી છે.

તેમના કપાળ પર કરચલી પડી અને મોઢું ફેરવી લીધું કે (જે વખતે) તેની પાસે એક આંધળો આવી ચઢ્યો.

(સુરએ અબસ (80): આયત 1-2)

 

3) તે શખ્સ કે જે ગુસ્સે થયો અને પોતાનો ચહેરો ફેરવી લીધો તે ઉસ્માન બીન અફફાન હતો.

કુરઆને કરીમના તફસીરકારોએ તેમની તફસીરોમાં આ બનાવનું વર્ણન કર્યું છે.

 

અબ્દુલ્લાહ ઈબ્ને ઉમ્મે મકતુમ એક અંધ માણસ હતા. તેઓ રસુલે ખુદા (સ.અ.વ.)ના મોઅઝઝીન (અઝાન દેવાવાળા) હતા. તેઓ નેક મુસલમાન હતા. એક દિવસ, તેઓ રસુલે ખુદા (સ.અ.વ.) પાસે આવ્યા જ્યારે આપ (સ.અ.વ.) આપના સહાબીઓ સાથે વ્યસ્ત હતા. રસુલે ખુદા (સ.અ.વ.) એ તેમને ઉસ્માન ઈબ્ને અફફાન પાસે જવા કહ્યું કે જેઓ સહાબીઓમાંથી હતા. તેમ છતાં ઉસ્માન, અબ્દુલ્લાહ ઉપર ગુસ્સે થયા અને તેમની તરફથી પીઠ ફેરવી.

અલી બીન ઈબ્રાહીમ અલ કુમ્મી (અ.ર.)ની સુરએ અબસની તફસીર હેઠળ

 

સય્યદ મુર્તુઝા (ર.અ.)ની કિતાબ તન્ઝીહ અલ અંબીયામાં લેખકે રસુલે પાક (સ.અ.વ.)ના ઉમદા અખ્લાકના કારણે તેમના માટે આ આયત નાઝીલ થઈ હોવાની શકયતાને નકારી કાઢી છે.

 

શૈખ તબરસી (ર.અ.) એ તેમની કિતાબ મજમઅલ બયાનમાં સય્યદ મુર્તુઝા (ર.અ.)ની જેમ તારણ કાઢયું છે.

મુલ્લા મોહસીન ફૈઝ કાશાની (ર.અ.)ની તફસીર અસ સાફી

 

કોઈને આશ્ચર્ય ન થવું જોઈએ કે ઉસ્માન ઈબ્ને અફફાન એ છે કે જેણે તે અંધ શખ્સની ગરીબી અને નીચી સામાજીક સ્થિતિના કારણે પોતાની પીઠ બતાડી.

 

અમૂક બીજા બનાવો છે જ્યારે ઉસ્માને બીજા મુસલમાનને ઠપકો આપ્યો ફકત એટલા જ માટે કે તે માલદાર અને સમાજમાં મોભાદાર વ્યકિત ન હતો. ઉસ્માનના પ્રથમ અમ્માર ઈબ્ને યાસીર સાથે અને પછી રસુલે ખુદા (સ.અ.વ.) સાથે આવા ઘમંડી વર્તણુંકે અલ્લાહને એટલો બધો નારાઝ કર્યો કે અલ્લાહે ઉસ્માનને ઠપકો આપતા નીચેની આયત નાઝીલ કરી:

તેઓ તારા ઉપર તેમના ઈસ્લામ સ્વિકાર કર્યાનો ઉપકાર રાખે છે, તમે કહી દો કે તમે તમારા ઈસ્લામ (લાવવા)નો ઉપકાર મારા પર ન રાખો, તમે (તમારા ઈમાનના દાવામાં) સાચા હો તો (જાણી લો કે) અલ્લાહે જ તમને ઈમાન તરફ હિદાયત કરી તમારા પર ઉપકાર કર્યો છે. (સૂરએ હોજરાત (49): આયત 17)

 

4) અલ્લાહના રસુલ (સ.અ.વ.) વિરુધ્ધ ઉસ્માન બીન અફફાન:

કુરઆને કરીમે રસુલે ખુદા (સ.અ.વ.)ને અખ્લાકના સર્વશ્રેષ્ઠ ઉદાહરણ દર્શાવ્યા છે અને ઉસ્માન ઈબ્ને અફફાનને એક ઘમંડી ઈન્સાન તરીકે બતાવ્યો છે.

 

તો પછી શું કામ આ મુસલમાનો આ અંધ માણસના બનાવનો આરોપ ઉસ્માનને બદલે રસુલુલ્લાહ (સ.અ.વ.) ઉપર લગાવે છે?

 

આનો જવાબ આસાન છે, ઉસ્માન ઈબ્ને અફફાનના માનને જાળવવા અને ફકત આજ વાત નથી બલ્કે તેવી ઘણી બધી આયતો, હદીસો અને બનાવો મૌજુદ છે કે જે નાઝીલ કોઈક માટે થઈ હોય અને પાછળથી તેને કોઈ બીજી વ્યકિત સાથે જોડી દેવામાં આવી છે, ફકત જે તે શખ્સના માન જાળવવા માટે.

 

આ કાર્ય મોઆવીયા ઈબ્ને અબી સુફીયાન દ્વારા કરવામાં આવ્યું જેથી ખલીફાઓની પસંદગીને યોગ્ય ઠરાવે અને રસુલે ખુદા (સ.અ.વ.) અને આપની એહલેબૈત (અ.સ.)ને નીચા બતાવે.

 

કમનસીબે, મુસલમાનોના શ્રેષ્ઠ આલીમો સહીત તેમની પાછળની નસલો આ છેતરપીંડીના શિકાર બન્યા છે અને હક્કને તલાશ કરવામાં નાકામ્યાબ થયા છે એ છતાં કે હક્ક તેઓની નઝર સામે છે.

 

આ મુસલમાનો, જેઓ ખલીફા અને તેમની પત્નિઓના હક્કના રક્ષણ માટે ઝડપથી ઉભા રહે છે, તેઓને એ એહસાસ થવો જોઈએ કે રસુલે ખુદા (સ.અ.વ.) ના મરતબા અને તેમના ઉચ્ચ અખ્લાકનું રક્ષણ વધારે ધગશ અને ઉત્સાહથી કરવું જોઈએ. શીઆઓને ખલીફા અને તેમની પત્નિઓને ખરાબ કહેવાના કારણે દોષ દેવા અને લઅનત મોકલવાને બદલે શું કામ આ મુસલમાનો તેઓની પોતાની કહેવાતી ભરોસાપાત્ર કિતાબો (સીહાહ)નો અભ્યાસ નથી કરતા અને જાતનું નિરિક્ષણ કરે કે શું તેઓએ રસુલે ખુદા (સ.અ.વ.) સાથે ન્યાયથી વ્યવહાર કર્યો છે?

શું ખલીફાઓનો બચાવ કરવો તે રસુલુલ્લાહ (સ.અ.વ.)ના બચાવ કરતા વધારે મહત્વ ધરાવે છે? અગર રસુલે ખુદા (સ.અ.વ.)નો બચાવ વધારે મહત્ત્વ ધરાવે છે અને તેમજ છે, તો પછી તેઓ શીઆઓની રસુલુલ્લાહ (સ.અ.વ.)ના બચાવ માટે શું કામ ટીકા કરે છે. જ્યાં સુધી ખલીફાઓની વાત છે, જ્યારે ખુદ અલ્લાહ (ત.વ.ત.) એ તેઓની ઠેક ઠેકાણે ટીકા કરી છે જેમકે સુરએ અબસ અને સુરએ હોજરાતમાં તો પછી ફકત શીઆઓ ઉપર આરોપ શું કામ? શીઆઓ તો ફકત એજ કરે છે જે અલ્લાહે પોતે કર્યું છે.