અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
ઈમામ મહદી અ.ત.ફ.શ. સીહાએ સીત્તાહ ની દ્રષ્ટિએ

ઈમામ મહદી અ.ત.ફ.શ. સીહાએ સીત્તાહ ની દ્રષ્ટિએ

મુસ્લિમોમાંથી અમુક મુસ્લિમો અસ્વીકાર કરે છે કેજે શિઆની સહીહ અને દુરુસ્ત માન્યતાઓ છે. તેમાંથી એક માન્યતા છે કે ઈમામ મહદી અ.ત.ફ.શ. જેનો વાયદો કરવામાં આવ્યો છે અને જેમની ભવિષ્યવાણી કરવામાં આવી છે કે “તે ઝમીન ને અદલ અને ઇન્સાફ થી ભરી દેશે.” આ મુસ્લિમો (એમ માને છે કે )આ મહદી શીઆઓની શોધ છેઅને તેનો ઇનકાર કરે છે.હાલાકે આ વાતનો ઉલ્લેખ ઇસ્લામ અને સુન્નત માં છે.

જવાબ:

આપણે અગાઉ અમુક લેખ જોયા છે.તેમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે ઈમામ મહદી અ.ત.ફ.શ. નો જન્મ હી.૨૫૫ માં થયો હતો અને  એહલે તસન્નુંન(સુન્ની)નાવિદ્વાનોની કિતાબોમાં આ બાબતનો ઉલ્લેખ છે. જેમ કે

(૧) ઇબ્ને અસીર અલ જઝારી (વફાત,હી.સ.૬૩૦) ની કિતાબ અલ-કામિલ અત્તારીખ ભાગ-૪,પેજ નં.૪૫૪

(૨) સિબ્ત ઇબ્ને જવ્ઝી (વફાત,હી.સ.૬૫૪) ની કિતાબ તઝકેરા અલ ખવાસ પેજ-૩૭૭

(૩) એહમદ ઇબ્ને હજર હૈનામી સહાફી (વફાત,હી.સ.૯૭૪) ની કિતાબ અલ સવાએક અલ મોહર્રેકા પેજ-૨૦૮

(૪) મુહય્યીદ્દીન ઇબ્ને અરબી (વફાત હી.સ.૬૩૫) ની કિતાબ અલ ફુતુહાત અલ મક્કીઆહ પેજ-૩૮૮

રસ ધરાવતા લોકો આ લેખ વાંચી શકે છે.

ઈમામ મહદી અ.ત.ફ.શ.ની વિલાદત સુન્ની કીતાબોમાંથી

સિહાહે સીત્તાહ અને ઈમામ મહદી અ.ત.ફ.શ.

એહલે તસન્નુંન ની છ વિશ્વાસપાત્ર હદીસોની કિતાબ કેજેને સીહાએ સીત્તાહ કેહવામાં આવે છે અને “કુરઆનની બહેનો” તરીકે ઓળખવામાં આવે છે. તેમાં પણ ઈમામ મહદી અ.ત.ફ.શ.નાં બારમાં હદીસો મૌજુદ છે. મુસ્લિમો માટે ફરજીયાત છે કે તે આ હદીસ અને કુરઆનના માર્ગદશન થકી માન્યતા રાખે અને ઈમામ મહદી અ.ત.ફ.શ.ના બારામાં જાણે.

(૧) અલ બુખારી : અબુ હુરેરા હ.રસુલે ખુદા સ.અ.વ. થી નકલ કરે છે “તમે શું કરશો  જ્યારે ઇસા બિન મરયમ (અ.સ) તમારી દરમિયાન નીચે ઉતરશે  અને ત્યારે ઈમામ મહદી (અ.ત.ફ.શ) તમારી સામે હશે?”  (સહીહ અલ બુખારી બુક-૬૦, હદીસ નં,૧૧૯

(૨) મુસ્લીમ:  અબુ હુરેરા થી નકલ છે કે હ.રસુલેખુદા સ.અ.વ. ફરમાવે છે કે “તમારી હાલત શું હશે જ્યારે ઇસા બિન મરયમ (અ.સ) તમારી દરમ્યાન નીચે ઉતરશે  અને ત્યારે ઈમામ મહદી (અ.ત.ફ.શ) તમારી સામે હશે?”  (સહીહ મુસ્લીમ બુક-૧,હ,નં.૨૯૯)

(૩) અબુ દાઉદ:લેખકે નકલ કરેલી હદીસો જે ઈમામ મહદી(અ.ત.ફ.શ) નાં બારામાં છે

અબ્દુલ્લાહ ઇબ્ને મસઉદ લખે છે કે હ.રસુલેખુદા સ.અ.વ.એ ફરમાવ્યું “અગર આ ઝમીનના બાકી રહેવામાં ફક્ત એક દિવસ પણ બાકી રહી જાય તો અલ્લાહ તે દિવસ ને એટલો લાંબો કરી દેશે ત્યાં સુધી કે એક માણસને મોકલે જે મારાથી હોય અથવા મારી એહલેબૈતમાંથી હોય.તે આ ઝમીનને અદ્લો ઇન્સાફથી એવી રીતે ભરી દેશે જેવી રીતે આ ઝમીન ઝુલ્મ અને અત્યાચાર થી ભરેલી હશે.”

સુફયાન લખે છે કે હ.રસુલે ખુદા સ.અ.વ ફરમાવે છે કે”આ દુનિયા ત્યાં સુધી ખતમ નહિ થાય કે તેની પહેલા અરબ હુકુમત કરે જે માણસ મારા કુટુંબમાંથી અને જેનું નામ મારા નામ જેવુ જ છે.”

અબુ દાઉદ જણાવે છેકે ઉમર અને અબુબક્ર નુ કહેણ સરખું છે જેમ સુફિયાને કીધું

આ હદીસ જેનેસારી(હસન) અને સહીહ માનવામાં આવે છે.

(સુનને અબીદાઉદ કિતાબ અલ મહદી (અ.ત.ફ.શ.),૩૮,હ,નં.૫)

(૪) અબુ ઇસામોહમ્મદ ઇબ્ને ઇસા અલ તીરમીઝી:અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ) હ.રસુલેખુદા સ.અ.વ.થી ફરમાવે છે કે “અગર એક દિવસ આ ઝમીન બાકી રેહવામાં રહી જાય તો અલ્લાહ એક માણસને મોકલશે જે મારી એહલેબૈતમાંથી હશે” (સોનને અલ તીરમીઝી ભાગ-૪,પેજ-૫૦૫,હદીસનં.૨૨૩૧)

ઈમામ મહદી (અ.ત.ફ.શ.) સુન્ની વિદ્વાનોની કિતાબોમાં

સીહાહે સીત્તાહના લેખકની જેમજ બીજા ઘણા સુન્ની વિદ્વાનો(આલિમો) અનેઈતિહાસકારોએ પણ ઈમામ મહદી(અ.ત.ફ.શ.) નાં બારમાં લખ્યું છે

આવો, આપણે અમુક વિદ્વાનોની(આલિમો) યાદી જોઈશું

હાફીઝ મોહમ્મદ ઇબ્ને યુસુફ ધનજી શાફેઈ (વફાત હી.સ.૬૫૮) : “તે ઈમામ હસન અસ્કરી(અ.સ) સફળ થયા તેમના પુત્ર ઈમામ અલ-મુન્તઝર(અ.સ)થી” (કીફયાહ અત્તાલીબ પેજનં.૩૧૨)

(૫) આરીફ અબ્દ અલ વહ્હાબ શહરાની હનફી : શૈખ હસન અલ ઈરાકીએ કહ્યું “તે હઝરત ઈમામ હસન અસ્કરી(અ.સ.) ની ઔલાદમાંથી છે અને તેમનો જન્મ અર્ધ શાબાન હી.સ.૨૫૫ ના પૂર્વસંધ્યા એ થયો હતો તે બાકી રેહશે તે ઇસા બિન મરયમ(અ.સ) સાથે હશે.” (અલ યવાકીત વ અલ જવાહીર ભાગ-૨ પેજ-૧૨૭)

(૬) શૈખલ ઇસ્લામ સદ્ર અદ્દીન હમવીની : તેમની કિતાબના ૩૧ માંબાબમાં આહદીસ લખી છે કેજેમાં રસુલેખુદા સ.અ.વ. તેમના વારસદાર અને ઇમામોના નામની યાદી આપી અને અંતમાંકહ્યું “મારો બારમો ફરઝંદ મારી નસ્લમાંથી હશે ત્યાંસુધી કે અલ્લાહ તેમને ઝહુરની રજા આપે.” (ફ્વાએદુદઅલ સીમતૈન ભાગ-૨ પેજ-૧૩૨)

(૭) શૈખ ફરીદ અલ દિન અત્તર નીશાપુરી: દરેક ઈમામના લખાણ પછી લખ્યું છે તેણે કહ્યું છે “એવુજ ઈમામ મહદી (અ.ત.ફ.શ) ને તેમની ગયબતમાં યાદ કરે અને તેમનો ઝહુર અને તેમની હુકુમત માટે અલ્લાહ પાસે દુઆ કરે છે.”(યનાબીઉલ મવદ્દત ભાગ-૩,પેજ નં.૩૫૦-૩૫૧)

(૮) જલાલુદ્દીન રૂમી: કેજેને મોલવી તરીકે ઓળખાયછે. તેમણે પણ ઈમામ મહદી(અ.ત.ફ.શ)ના બારામાં વર્ણન કર્યું છે. (યનાબીઉલ મવદ્દત ભાગ-૩,પેજ નં.૩૫૧)

(૯) એહમદ ઇબ્ને યુસુફ અબુ અલ અબ્બાસ કિરમાની હનફી : મહમદ અલ હુજ્જહ અલ ખલફ અલ સાલેહ તેમની ઉમ્ર એ સમયે જયારે તેમના પિતાની શહાદત થઇ ત્યારે ૫ વર્ષના હતા અલ્લાહે તેમને બચપણમાંજ ઈલ્મ આપ્યું છે જેવીરીતે જ.યહ્યાને બચપણમાંજ આપ્યું હતું અને આબાબતેબધા વિદ્વાનો(આલિમો) સહમત છે. તે મહદીઅ.સ. છે  અને તે આખરી ઝમાનામાં ઝહુર કરશે. (અખબાર અલ દુવાલ ભાગ-૩ પેજ-૫૩૫)

(૧૦) અલ્લામાં યુસુફ ઇબ્ને યહ્યા ઇબ્ને અલી ઇબ્ને અબ્દ અલી અઝીઝ મક્દસી અલી સહીફી અલ સલમી:

લેખકે કતાદાહ અને સઈદ ઇબ્ને મુસય્યબ વચ્ચેની વાતચીત લખી છે જે જણાવે છેકે “ઈમામ મહદી(અ.ત.ફ.શ) જ.ફાતેમા ઝહેરા(સ.અ.) ની ઔલાદમાંથી છે.” (અકદ અદદુર ફી અખબાર અલ મુન્તઝર વ હોવ અલ મહદી (અ.સ) પેજ-૨૩)

બીજી હદીસોમાં તેમણે લખ્યું છે કે હ.રસુલેખુદા સ.અ.વ.થી જાણ્યું છે “અગર  આ ઝમીનનો નાશથવામાં એક દિવસ પણ બાકી  રહી જાય તો અલ્લાહ તે દીવસને લાંબો કરી દેશે ત્યાંસુધી કે મારી નસ્લમાંથી એક માણસ જાહેર થઇ જાય.”

એવીજરીતે ઉમ્મે સલમા (ર.અ) લખ્યું છે કે અમે સાંભળ્યું છે હ.રસુલેખુદા સ.અ.વ ફરમાવ્યું છે કે “મહદી મારી નસ્લમાંથી છે.”  (અકદ અદદુરર ફી અખબારે અલ મુન્તઝર વ હોવ અલ મહદી (અ.સ) પેજ-૨૦૭)