અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
શું રસુલે ખુદા સ.અ.વ. તરાવીહની તરફેણમાં હતા ?

 

શું રસુલે ખુદા સ.અ.વ. તરાવીહની તરફેણમાં હતા ?

એહલે સુન્નત દરમ્યાન માહે રમઝાનમાં જમાઅતની સાથે પઢવામાં આવતી ખાસ નમાઝ કે જે “તરાવીહ” થી ઓળખાય છે. હકીકતમાં તે “સુન્નતે મોઅક્કેદાહ” એટલે કે વાજિબ નમાઝ જેવી કે જેનું યોગ્ય કારણ વગર તર્ક કરવું જાએઝ નથી.

  • શું કુરાનમાં તરાવીહનો ઉલ્લેખ છે?
  • શું તરાવીહ રસુલે અકરમ સ.અ.વ ના સમયમાં પઢવામાં આવતી હતી?

જવાબ

  • કુરાનમાં ક્યાંય તરાવીહનો ઉલ્લેખ નથી.
  • રસુલે અકરમ સ.અ.વ ના જીવન દરમ્યાન તેમના અમલમાં ક્યારેય તરાવીહ જોવા મળી નથી.
  • રસુલે અકરમ સ.અ.વ ઘણીવાર શાબ્દિક રીતે અને ઘણીવાર તેમના કાર્યો થકી તેને વખોડી છે જેમકે

૧- તરાવીહ બિદઅત છે

પવિત્ર પયગમ્બર સ.અ.વ. એલાન કર્યું હતું કે “અય લોકો! પવિત્ર માહે રમઝાનની રાત્રિઓમાં જમાઅતથી નમાઝ (વાજિબ નમાઝ સિવાય) પડવી બિદઅત છે. બેશક સુન્નતમાંથી થોડું અનુસરવું બેહતર છે એના કરતા કે તેવા કાર્યોને વધારે અનુસરવું કે જે બિદઅતમાંથી હોય. આગાહ થઇ જાવ દરેક બિદઅત એ વિચલન છે અને જહન્નમની આગ તરફ લઇ જાય છે. હકીકતમાં આ એક એવી બિદઅત છે કે જેની શરૂઆત કરનાર વ્યક્તિને અને તે કાર્યમાં સાથ આપનાર લોકોને જહન્નમ તરફ દોરી જાય છે.

  • તકરીબ અલ મઆરીફ પે-૩૪૭
  • નહ્જુલ હક્ક પે-૨૮૯-૨૯૦

૨-માહેરમઝાનમાં નાફેલા નમાઝ માટે છુટા પડી જવુ (એટલે કે જમાઅતથી નમાઝ ન પડવી)

ઈમામ સાદિક અ.સ વર્ણવે છે કે “માહે રમઝાન દરમ્યાન રસુલે અકરમ સ.અ.વ. પોતાની નાફેલા નમાઝો વધારે પડતા. જયારે આપ સ.અ.વ. વાજિબ નમાઝો પડી લેતા તો તેના પછી નાફેલા નમાઝો પડતા. લોકો પણ આપ સ.અ.વ. ની પાછળ નાફેલા નમાઝો પડવા માટે ઉભા રહી જતા (કે જેથી નાફેલા નમાઝો પણ જમાઅતથી પડી શકાય). તેથી પવિત્ર પયગમ્બર સ.અ.વ. પોતાના હુજરામાં ચાલ્યા ગયા અને લોકોને છોડી દિધા. ફરી પાછા રસુલે અકરમ સ.અ.વ. પાછા આવ્યા. તો ફરી લોકો આપણી પાછળ નમાઝો પડવા લાગ્યા. ફરી રસુલે અકરમ સ.અ.વ. એ લોકોને છોડી દિધા અને પોતાના હુજરામાં ચાલ્યા ગયા.

  • અલ કાફી ભાગ-૪ પે-૧૫૫ ભાગ-૭ પે-૬૧૬
  • વસાએલુશ્શીયા ભાગ-૮ પે-૨૨ પે-૨૩ (થોડા શબ્દોના ફેરફાર સાથે )પે-૪૬

સ્પષ્ટ રીતે સાબિત કરે છે કે પવિત્ર પયગમ્બર સ.અ.વ. ક્યારેય નાફેલા નમાઝો જમાઅતથી પાડવામાં સાથ આપ્યો નથી બલ્કે લોકોથી દુર ચાલ્યા ગયા છે. આમ “તરાવીહ” ને સુન્નતે મોઅક્કેદાહ અથવા સુન્નતે પયગમ્બર સ.અ.વ કેહવું તે તદન જુઠાણું છે.