અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
અબુ બકરે જ. ઝહરા (સ.અ.)ને શા માટે બાગે ફિદક નો હક ન આપ્યો? તેનું સાચુ કારણ
અબુ બકરે જ. ઝહરા (સ.અ.)ને શા માટે બાગે ફિદક નો હક ન આપ્યો? તેનું સાચુ કારણ સામાન્ય રીતે મુસ્લમાનો એમ દાવો કરે છે કે બાગે ફિદક એ ચર્ચાસ્પદ બાબત હતી જ નહી કારણ કે તેઓની નઝરમાં નબીઓ કયારેય પણ વારસો મૂકી જતા નથી અને તમામ મિલ્કતો અને સંપતી (નબીઓની) મુસલમાનો માટે હોય છે હાલાકે આ મંતવ્યથી સહાબીઓ અને પત્નિીઓ ખુબજ વદ્યારે વાકેફ છે પરંતુ આપણે જાણીએ છીએ કે બાગે ફિદક આલે મોહમંદ (સ.અ.વ.) ને ન આપવાનું એ મુખ્ય કારણ ન હતું. જયારે આપણે ઇતિહાસનો અભ્યાસ કરીએ છીએ તો મુખ્ય કારણ સામે આવે છે. (૧) અબુબકરએ ઈચ્છા કરેલ - બાગે ફિદક ને પાછુ સોપવાની : જેટલી પણ લાંબી ચર્ચાઓ અને ડીબેટ બાગે ફિદક ઉપર થયા છે એ આપણા માટે આશ્ચર્યજનક નથી કે શરુઆતમાં બાગે ફિદકનો હક્ક જ. ઝહરા (સ.અ.) ની તરફેણમા આવ્યો હતો. જયારે અબુબકરે જ.ઝહરા (સ.અ.) ને બાગે ફિદક નાં દાવા માટે શાક્ષીઓ લાવવા માટે કહયું તો તેમણે (જ.ઝહરા સ.અ.) એ ઉમ્મે અયમન કે જેને રસુલે ખુદા (સ.અ.વ.) એ જન્નત ની ખુશ ખબરી આપી હતી અને હઝરત અમીરીલ મોઅમેનીન અલી અ.સ.ને હાજર કર્યા. અબુ બકર આ શાક્ષીઓથી સંતુષ્ટ હતો અને તેણે એક પત્ર લખ્યો કે બાગે ફિદક જ. ઝહરા (સ.અ.) ને સોંપવામાં આવે ઉમર એજ સમયે અંદર દાખલ થયો અને આ પત્ર જોતાજ તેણે તેના બારામાં પુછપરછ કરી અને અબુ બકરે ઉપરોકત બાબતની જાણ કરી. ઉમરે તરતજ તે પત્ર ને છીનવી લીદ્યો અને તે પત્ર ના કટકા કરી નાખ્યા અને હઝરત અમીરીલ મોઅમેનીન અલી અ.સ. અને ઉમ્મે અયમન ને શાક્ષી તરીકે કબુલ ન કર્યા. - તફસીરે કુમ્મી (ર.અ.) સુરએ રુમ ની આયત નં ૩૮ હેઠળ - અલ એહતેજાઝ ભાગ- ૧, પે નં ૯૦ - બૈત અલ અહઝાન પે. નં ૧૪૪-૧૪૫ જ.ફાતેમા ઝહરા(સ.અ) ના બાગે ફિદક ના હક બારામાં બીજી દલીલો માટે કુરઆનની બીજી આય્તોનો અભ્યાસ કરવો. - સવાહિદ અલ તનઝીલ સુર એ રુમ ની આયત નં ૩૮ હેઠળ - શરહ નહઝુલ બલાગાહ વો.૧૬ પેઇજ નં ૨૨૦ એવુ નથી કે આ ઉમર નું ફકત પહેલુ કાર્ય અબુ બકરની સત્તામાં જ જોવા મળે છે પરંતુ ઉમરનું આ પ્રકારના ખરાબ કાર્યો હઝરત રસુલે ખુદા (સ.અ.વ) ની હાજરીમા પણ જોવા મળે છે. જેમ કે હુદેબીયાહ નો સુલેહ હોય. રસુલે ખુદા (સ.અ.વ.) એક મુનાફીક ની જાહેરમાં નમાઝે જનાઝા પઢાવતા હોય બદ્ર ના કૈદીઓની વાત હોય અને પછી ઘણી બદ્યી જગ્યાએ આપણે જોઇએ છીએ કે ઉમર રસુલે ખુદા (સ.અ.વ) નો એવી રીતે સામનો કરતો હતો કે જાણે તે પોતે (ઉમર) નબી છે અને રસુલે ખુદા (સ.અ.વ.) મઆઝ અલ્લાહ સહાબી છે. આ બાબતની એક દલીલ એહલે સુન્નતની કિતાબોમાથી પણ મળે છે કે જે ઉમરના આ વર્તાવને સાચી ગણે છે કે રસુલે ખુદા (સ.અ.વ) એ કહયું કે “અગર મારા પછી કોઇ નબી હોત તો તે નબી (મઆઝ અલ્લાહ) ઉમર હોત.” અગર ઉમર આવા કડક પગલાઓ નબુવ્વત ની સામે લઇ શકે તો પછી આ આશ્ચર્યજનક નથી કે તે આ પગલાઓ ખીલાફતની સામે પણ કેમ ન લે. આવા ઘણા બદ્યા વાકેઆઓ જે અહલે સુન્નતની કિતાબોમાં મૌજુદ છે જે બતાવે છે કે ઉમરે અબુ બકરનાં ઘણા બદ્યા નિર્ણયોને ને ખરાબ રીતે વિરોધ કર્યા. આ વાકેઆ ઉપર પણ વિચારો એક વખત એક સમુહ ઇસ્લામ તરફ માહીલ હતું (વલ મોઅલ્લફતે કોલુબોહુમ વફી. . . સુર એ તૌબા આયત ૬૦ ની હેઠળ) ઉમર પાસે આવ્યા અને એક કાગળ દેખાડયો કે જેમા અબુ બકરે હુકમ આપ્યો હતો કે તેઓને સદકામાથી હક મળવો જોઇએ. ઉમરે તેનો ઇન્કાર કર્યો. અને તે કાગળના કટકા કરી નાખ્યા અને તેના ઉપર થુંકયો અને તેના મોઢા તરફ કાગળના કટકાઓ ફેકયા. ગુસ્સામાં આવી ને તેઓ (સમુહ) અબુ બકર પાસે ગયા અને કહયું કે તમારામાથી ખલીફા કોણ છે તે (ઉમર) કે તું? અબુ બકરે કહયું કે તે છે અગર તે ચાહે તો . . ફઝાઇલ અલ સહાબા વો.૧ પેઇજ નં ૨૯૨ અહમદ ઇબ્ને હમ્બલ તફસીર અલ મનાર – વો. ૧૦ પેઇજ નં ૪૯૬ રશીદ રેઝા – આઇડીયોલોજીકલ ફાઉન્ડર ઓફ દ્ય મુસ્લિમ કન્ઝુલ ઉમ્માલ વો. ૩ પેઇજ નં ૯૧૪ ટ્રે. ૯ - ૧૫૧. વો. ૧૨ પેઇજ નં ૫૪૬ ટ્રે. ૩૫ - ૭૩૮. અલ ઇખતિફા બીમા તદનન્નહુ મીન મગાઝી રસુલ અલ્લાહ વા અલ ખોલફા વો.૩ પેઇજ નં ૯૦ આવા ઘણા બદ્યા પ્રસંગો મળે છે અને મુસ્લમાનો આ પ્રસંગોને લખે છે. જેમકે અહમદ ઇન્ને હમ્બલ ફઝાએલ અલ સહાબા માં લખ્યું છે કે અલ ફારુક કિતાબ જે સિબ્લી નોઅમાની એ ઘણા બદ્યા આવા (ગુણો) લખેલ છે કે જેમાં એક એ છે કે જ.ઝહરા (સ.અ.)ના ઘર ને સળગાવી દેવુ. તેથી મુસ્લમાનોએ આ આશ્ચર્ય ન પામવું જોઇએ કે ઉમરે અબુ બકર ના બાગે ફિદકના હુકમ ને ફેરવી નાખ્યો. હવે મુસ્લમાનો શા માટે એ કબુલ નથી કરતા કે બાગે ફિદક જ. ઝહરા (સ.અ.) ની મિલ્કત હતી!!!!!!!!!!!!!!!