અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
ઉમરના નિકાહ જનાબે ઉમ્મે કુલસુમ બિન્તે અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) સાથે - અકલનો ફેંસલો

ઉમરના નિકાહ જનાબે ઉમ્મે કુલસુમ બિન્તે અલી ઈબ્ને અબી તાલિબ (..) સાથે - અકલનો ફેંસલો

અમૂક મુસલમાનો અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) તથા જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના ઉમર ઈબ્ને ખાત્તાબની સાથે સારા સબંધોને રજુ કરે છે. તેઓ આ ઘડી કાઢેલા સારા સબંધોને બતાવવા કોઈપણ શકય બહાના હેઠળ આ ઢાંકપિછોડો કરે છે, ત્યાં સુધી કે ઉમર બિન ખાત્તાબના નિકાહ ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની દુખ્તર જનાબે ઉમ્મે કુલસુમ સાથે ઘડી કાઢયા છે.

જવાબ

1) ઉમર પોતાની નવાસી સાથે શાદી કરે છે?!

2) ઉમર અને રસુલુલ્લાહ (...)ના એહલેબૈત વચ્ચે અસમાંધાન કારક તફાવતો.

3) ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (..) રસુલુલ્લાહ (...)ના નકશે કદમ ઉપર

4) શૂરા

5) જનાબે ઉમ્મે કુલસુમ કરબલામાં

બની હાશીમને ઉમર બીન ખાત્તાબના કબીલા બની અદી સાથે ભાગ્યેજ બોલવાના સબંધો હતા. તે બન્ને કબીલાના અગત્યના સભ્યો દરમ્યાન શાદી અકલ્પીય છે. આ વિષય ઈસ્લામીક ઈતિહાસના કોઈપણ વિદ્યાર્થી માટે એક પણ રાવીની સાંકળ બયાન કર્યા વગર પણ સ્પષ્ટ છે.

એક વખત આપણે ઐતિહાસિક દસ્તાવેજોની તપાસ કરીએ જેથી આપણા માટે વધુ સ્પષ્ટ થશે.

હદીસોના વિશ્લેષણ બાબતે શીઆઓ અને સુન્નીઓ બન્ને ફીર્કા દ્વારા સર્વ સ્વીકાર્ય નિયમોને આધીન એ કબુલ કરવામાં આવે છે કે કોઈપણ હદીસ કે રિવાયત ત્યારે જ માનવામાં આવે છે જ્યારે તેની પાછળ ભરોસાપાત્ર રાવીઓની સાંકળ હોય અને તે તાર્કીક હોય અથવા કુરઆન અને સ્વિકારેલ હદીસો મુજબ હોય.

તેથી આ કહેવાતો બનાવ સંપૂર્ણપણે રદ થઈ જાય છે કારણ કે તે અકલ અને તર્કના તમામ સ્વરૂપોથી અમાન્ય છે અને ન તો તેનો અહેવાલ ચકાસણી માટે લાયક બને છે.

અમોએ આ વિષયને બે ભાગોમાં વહેંચ્યો છે. પહેલો ભાગ તે દલીલો છે જે શાદીને ઐતિહાસિક હકીકતોથી બિનતાર્કીક અને અસંગતતાના ધોરણે રદ કરે છે. બીજો ભાગ ઉમર અને જનાબે ઉમ્મે કુલસુમ બિન્તે અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની શાદી કયારેય થઈ જ ન હતી કારણ કે તે તાર્કીક પણે અશક્ય છે.

1) ઉમર પોતાની નવાસી સાથે શાદી કરે?!

હી.સ. 17 માં જ્યારે આ બનાવ બન્યા હોવાનું ધારવામાં આવે છે, ઉમર ઈબ્ને ખાત્તાબ પચાસ વર્ષ કરતા મોટો હતો. તેથી વધુ મહત્ત્વનું જનાબે ઉમ્મે કુલસુમ બિન્તે અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) તેની નવાસી થતા હતા કારણકે રસુલુલ્લાહ (સ.અ.વ.) એ ઉમરની દિકરી હફશા સાથે શાદી કરી હતી અને ઉમ્મે કુલસુમ રસુલુલ્લાહ (સ.અ.વ.)ની નવાસી હતી. શું તે અકલ માં ઉતરે એવી વાત છે કે માણસ પોતાની જ નવાસીને શાદીનો પ્રસ્તાવ કરે?

હફશા રસુલુલ્લાહ (સ.અ.વ.)ની પત્નિ હતી અને જનાબે ઉમ્મે કુલસુમ રસુલુલ્લાહ (સ.અ.વ.)ની નવાસી હતી. તેથી હફશા જનાબે ઉમ્મે કુસલુમની નાની હતી. અગર ઉમર જનાબે ઉમ્મે કુલસુમથી શાદી કરે તો પછી તેઓ હફશાની માં કહેવાય. શું આ અકલમાં બેસે?

2) ઉમર અને રસુલુલ્લાહ (...)ના એહલેબૈત વચ્ચે અસમાંધાન કારક તફાવતો:

ઉમર ઈબ્ને ખાત્તાબ અને એહલેબૈત (અ.મુ.સ.) વચ્ચે અસમાધાન કારક તફાવતો જોવા મળે છે જેના કારણે બન્ને વચ્ચે ન ફકત શાદીના સબંધો પરંતુ કોઈપણ પ્રકારના વ્યવહારિક સબંધો હોવા અકલ્પનીય છે

અ) ઉમરે રસુલુલ્લાહ (સ.અ.વ.)ના જનાઝાને મુકીને સકીફામાં ખિલાફતની પ્રક્રીયામાં જોડાણો અને રસુલુલ્લાહ (સ.અ.વ.)ના સહાબી હોવાની મજાક ઉડાવી. જનાબે ઉમ્મે કુલસુમ (સ.અ.) અને તેમના પિતા ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) જેઓ હકીકી જાનશીન હતા, તેઓ માટે શકય નથી કે એવી વ્યક્તિ સાથે સબંધ રાખે કે જે સહાબીય્યતના મુળ સિધ્ધાંતને પણ પાળી શકતો ન હોય જેમકે રસુલુલ્લાહ (સ.અ.વ.)ના જનાઝામાં શિરકત કરવી કે જેમાં શિરકત માટે જીબ્રઈલ અને બીજા પસંદ કરાએલા ફરિશ્તાઓએ હાજરી આપી હતી.

બ) ઉમરે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના ઘરને સળગાવવા લાકડા ભેગા કર્યા કે જે ઉમ્મે કુલસુમ (સ.અ.)ના માનનીય માતા હતા. એ ઘર કે જેના રહેવાસીઓમાં ખુદ જનાબે ઉમ્મે કુલસુમ રહેતા હોય પછી પાછળથી તેની જ સાથે શાદી?!

 • ઈબ્ને અબી શાયબાની અલ મુસન્નીફ, બુખારીના શિક્ષક, ભાગ-7, પા. 232
 • તારીખે તબરી, ભાગ-3, પા. 202
 • કામીલે ઈબ્ને અસીર ની મુસ્તદ્રક
 • અન્સાબ અલ અશ્રાફ, ભાગ-1, પા. 586
 • અલ ઈકદ અલ ફરીદ, ભાગ-5, પા. 13.
 • અલ મુખ્તસર ફી અખ્બાર અલ બશર, ભાગ-1, પા. 156

આના પછી દરેક વ્યક્તિ વિચારી શકે છે કે શું જનાબે ઉમ્મે કુસલુમ તેવી વ્યક્તિ સાથે શાદી કરે કે જેણે ફકત 6 વર્ષ પહેલા પોતાના ઘરને ઘરના રહેવાસીઓને મારી નાખવાના હેતુથી સળગાવ્યું હોય.

3) ઉમરે બેદર્દીથી જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના ઝખ્મી કર્યા જેથી આપ (સ.અ.)ના ફરઝંદ ‘મોહસીન’ ની તરત જ શહાદત થઈ અને ખુદ આપની શહાદતનું કારણ બન્યું. મોહસીન જનાબે ઉમ્મે કુસલમના ભાઈ હતા અને જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) તેમના માતા હતા. આ એક જ બનાવ ઉપરથી એ સ્પષ્ટ થઈ જાય છે કે શા માટે ઉમ્મે કુલસુમ એ જમીન ઉપર પણ રહેવા તૈયાર ન હોય કે જ્યાં ઉમર રહેતો હોય તો પછી એ ઘરમાં તેની સાથે રહેવાની તો વાત જ નથી.

 • સેયરો આઅલામ અલ નોબલા, ભાગ-૧૪, પા. 309
 • અલ મેલલ વલ નેહલ, ભાગ-1, પા. ૫૯

4) જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) ઉમરથી દરવાજા ઉપર આગ લગાવવાના બનાવના દિવસથી નારાઝ હતા અને તેના ઉપર દરેક નમાઝ પછી લઅનત કરતા અને કયારેય પણ તેની સાથે વાત ન કરી. જે કોઈ ફાતેમા (સ.અ.)ને નારાઝ કરે તેણે ન ફકત રસુલુલ્લાહ (સ.અ.વ.)ને નારાઝ કર્યા પણ તેણે અલ્લાહને નારાઝ કર્યો.

 • સહીહ બુખારી, ભાગ-4, કિતાબ-53, હદીસ 325

જ્યારે અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.) એ એવી વ્યક્તિ સાથે નારાઝગી બતાવી છે કે જે જનાબે ફાતેમા (સ.અ.)ને નારાઝ કરે તો શા માટે જનાબે ઉમ્મે કુલસુમ બધા લોકોમાંથી આ  વ્યક્તિને પસંદ કરે?

5) જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) એ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ને વસીય્યત કરી કે ઉમરને તેમના જનાઝામાં આવવા ન દે.

 • સહીહ બુખારી, ભાગ-5, ‘ખૈબરના પ્રકરણ હેઠળ’

કેવી રીતે જનાબે ઉમ્મે કુલસુમ એવી વ્યક્તિ સાથે શાદી કરે કે જે પોતાની માતાના જનાઝામાં શિરકત કરવા માટે પણ યોગ્ય ન હતો? કેવી રીતે ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) પોતાની દુખ્તરને પોતાની પત્નિના કાતીલને આપે, કે જેની મૌજુદગીથી આપ (સ.અ.)ની શહાદત અને તે કરુણ બનાવો ની યાદ તાજી થાય?

3) ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (..) રસુલુલ્લાહ (...)ના નકશે કદમ ઉપર:

ઘણી બધી હદીસોમાં છે કે ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) એ પોતાની સમગ્ર ઝીંદગી રસુલુલ્લાહ (સ.અ.વ.)ના નકશે કદમ ઉપર વિતાવી છે.

يَحْذُوحَذْوَالرَّسُولِ

તેઓ (ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ અ.સ.) રસુલુલ્લાહ (સ.અ.વ.)ના નકશે કદમ ઉપર ચાલ્યા.

 • બેહારૂલ અન્વાર, ભાગ-99, પા. 106

આનો અર્થ એમ થયો કે જ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.) કોઈ અમલ બજાવી લાવ્યા અથવા કોઈ અમલ તર્ક કર્યો તો ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) એ પણ દિલો-જાનથી રસુલુલ્લાહ (સ.અ.વ.)નું અનુસરણ ની અપેક્ષા રાખવામાં આવે  છે

તેથી અગર રસુલુલ્લાહ (સ.અ.વ.) એ પોતાની દુખ્તર જનાબે ફાતેમા (સ.અ.)ને ઉમરના સતત કાલાવાલા અને માંગણી કરવા છતા ન આપી તો પછી કેવી રીતે મુમ્કીન છે કે ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) પોતાની અને જનાબે ફાતેમા (અ.સ.)ની દુખ્તર ઉમરને આપે?

જ્યારે અલ્લાહ અને રસુલ (સ.અ.વ.) એ કોઈ  બાબતમાં એક વ્યક્તિ વિરૂધ્ધ નિર્ણય કરી લીધો હોઈ  તો પછી કેવી રીતે ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) તેનાથી વિરુધ કરવું પસંદ કરે?

4) શૂરા

શૂરા (સલાહકાર પરિષદ) નું પુથ્હાકરણ કરતા જે ઉમર દ્વારા નિમવામાં આવી હતી જેથી તેના વારસદારને ચુંટી શકાય, ઈતિહાસકારોએ દરેક સભ્યની ભૂમિકા અને સબંધ તથા દરેકની ખિલાફત મેળવવાની તકોનું વિશ્ર્લેષણ કર્યું છે.

પરંતુ તેમાંથી કોઈએ એવું નિરક્ષણ ન કર્યું કે ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) ઉમરના સસરા હોવાના કારણે ખિલાફત માટેના એક મજબુત ઉમેદવાર છે. ન તો ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) એ અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ સામે સંજોગોના પૃથ્થકરણમાં આવું કોઈ તારણ કાઢયું.

બલ્કે આપ (અ.સ.) તો શૂરામાં શામેલ થવા પણ ઈચ્છતા ન હતા. આપ (અ.સ.) ફકત એટલા માટે જ શામીલ થયા જેથી ઉમરની વિરોધાભાસ વલણને સાબીત કરે કે જેણે અગાઉ એમ કહ્યું હતું કે બન્ને નબુવ્વત અને ઈમામત બની હાશીમમાં ન હોય શકે.

તદઉપરાંત, ઉમર દ્વારા શૂરાના નિર્ણયનો વિરોધ કરનારને કત્લ કરી નાખવાની લાદવામાં આવેલી શર્ત, દર્શાવે છે કે ઉમર એ વાત ઉપર રાજી હતો કે ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) જે પોતાના સસરા હોઈ તેને કતલ કરી નાખે, અગર તેઓ વિરોધ કરનારામાંથી હોય તો. અરબોની સબંધોની કાળજીનો આવો ભાગ્યેજ કોઈ દાખલો જોવા મળે.

5) જનાબે ઉમ્મે કુલસુમ કરબલામાં:

બધા ઈતિહાસકારો એકમત છે કે જનાબે ઉમ્મે કુલસુમ કરબલામાં હાજર હતા.

અલબત્ત, ઈતિહાસકારોએ એવી કોઈ દલીલ નથી બયાન કરી કે ઈમામ હુસૈન (અ.સ.) એ કરબલામાં જંગ રોકવા માટે એ આધાર બયાન કર્યો હોય કે જનાબે ઉમ્મે કુલસુમની શાદી ઉમર સાથે થઈ છે અને તેઓ ઉમરના સાળા છે. અરબોમાં અતિઅશકય સંજોગોમાં પણ શાંતી સ્થાપવા માટે આવી દલીલો પૂરતી હતી. એ અલગ બાબત છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.)ના નવાસા હોવું એ એટલી મજબુત દલીલ ન બની જેથી તેઓને ઈમામ હુસૈન (અ.સ.)નું ખૂન વહાવવાથી રોકી શકાય.

અબલત્ત, યઝીદના લશ્કરની એ મૂર્ખામી કહેવાય કે તેઓની સામે જંગ કરે કે જેમાં ઉમરની પત્નિ અને સાળા હોય, કારણકે તેઓની દુશ્મની ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) અને તેમની ઔલાદ સાથે હતી પરંતુ આ ઔલાદનો સબંધ ઉમરની સાથે પણ હતો તેથી તેઓએ આ આધારે તો જંગને ટાળવી જોઈતી હતી.

ન તો આપણે જનાબે ઉમ્મે કુલસુમ અને જનાબે ઝયનબ બિન્તે અલી (અ.સ.)ને યઝીદના દરબારમાં રાહત માટે શાદીની દલીલને પેશ કરતા જોઈએ છીએ.

શાદી ની દલીલ ના કરવાનું કારણ એ છે કે શાદી કયારેય થઈ જ ન હતી.

તેથી, અત્યારે સુધી અમોએ જનાબે ઉમ્મે કુલસુમની શાદી ઉમર સાથે ફકત તર્ક અને ઈતિહાસના આધારે નકારી છે. આના પછી આપણને કોઈ ઐતિહાસિક દસ્તાવેજની જરૂર નથી. તેથી અમો અમૂક મુસલમાનો દ્વારા રજુ કરાતી જૂઠી ઐતિહાસિક શાદીને અમારી દલીલથી રદ કરીએ છીએ.