અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના બદલે અબુ બક્ર ના ખલીફા બનવાના ત્રણ અર્થહીન કારણો

અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના બદલે અબુ બક્ર ના ખલીફા બનવાના ત્રણ અર્થહીન કારણો

અબુબક્રની પસંદગી માટે તેના અનુયાયીઓની ત્રણ મોટી દલીલો પેશ કરવામાં આવે તે આ મુજબ છે:

1) મુસલમાનોનું ઈજમાઅ

2) વયમાં મોટા હોવું

3) ‘ફઝીલતો’ જેમકે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની સાથે ગારમાં જવું અને આપ (સ.અ.વ.)ની ગેરહાજરીમાં નમાઝ પડાવવી.

આ સમુહ માટે આ ‘ફઝીલતો’ અબુબક્ર માટે ખિલાફતનો દાવો કરવા માટે કાફી હતી. સહાબીઓએ પણ અબુબક્રને ‘ખલીફા’ પસંદ કરીને બીજા દાવેદારો જેમકે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) ઉપરની ફઝીલતને સ્વિકારી છે.

જવાબ:

શીઆઓ પાસે આના વિગતવાર જવાબો મૌજુદ છે આ વેબસાઈટ પણ પોતના ઘણા લેખો માં અબુબક્રની કહેવાતી ફઝીલતોને રદ કરવામાં આવે છે. આ તબક્કે અમો મુળ ચર્ચાને અવગણીએ છે  જે ઉપરની દલીલોના બારામાં છે.

આ દલીલોનો શ્રેષ્ઠ જવાબ ખુદ અબુબક્રની વાતને રજુ કરતા મળે છે.

નકલ કરવામાં આવ્યું છે કે અમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) એ ફદક બાબતે કડક ભાષામાં એક પત્ર અબુબક્રને લખ્યો. આ પત્રથી અબુબક્ર ધ્રુજી ઉઠયો અને હાકીમમાંથી રાજીનામું દેવા પણ તૈયાર થઈ ગયો. ઉમર, જે તે ચાહતો ના હતો, આ બાબતે અબુબક્રને સખ્તીથી રોકયો અને હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને અટકાવવાની પ્રસ્તાવના કરી.

અબુબક્રએ ગુસ્સાથી ઉમરને કહ્યું: આ નકામી વાતો એક બાજુ રાખો, અલ્લાહની કસમ! અગર અલી (અ.સ.) ચાહે તો તે આપણને તેના ડાબા હાથ વડે કત્લ કરી શકે છે અને આમાં તેમને તેમનો જમણો હાથનો ઉપયોગ કરવાની પણ જરૂર નહિ પડે.

આપણી તરફેણમાં ત્રણ બાબતો છે:

પહેલું, અલી (અ.સ.) એકલા છે અને તેમના કોઈ મદદગાર નથી;

બીજું, આપ (અ.સ.) માટે જરૂરી છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની વસીય્યત મુજબ સબ્રથી કામ લે અને આપ (અ.સ.) કયારેય તેના વિરૂધ્ધ નહિ જાય.

ત્રીજું, એ જોતા કે અલગ અલગ કબીલાના મોટાભાગના લોકો તેમનાથી હસદ કરતા અને તેમના પ્રત્યે દુશ્મની રાખતા કારણકે તેઓના કુટુંબ (કાફીરો) આપ (અ.સ.)ના હાથોએ કત્લ થયા હતા, તેઓ આપ (અ.સ.) સાથે સારા સંબંધો સ્થાપવા ન્હોતા માંગતા.

અગર આ બાબતો ન હોતે, તો ચોક્કસ ખિલાફત આપ (અ.સ.) પાસે જતે અને આપનો  વિરોધ ન થતે .

અય ખતાબના દિકરા! સમજી લે કે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) જેવી રીતે કે તેમને તેમના પત્રમાં લખ્યું છે, આ દુનિયા તરફ રગબત નથી ધરાવતા અને તેઓ આ દુન્યવી ઝીંદગીથી દૂરી રાખે છે જ્યારે કે આપણે મૌતથી ડરીએ છીએ અને તેનાથી ભાગીએ છીએ. તો પછી કઈ રીતે આવો શખ્સ મૌતથી ડરે?

(અલ એહતેજાજ, ભાગ-1, પા. 95-97)

(બેહારૂલ અન્વાર, ભાગ-29, પા. 140-145)

(બય્તુલ અહઝાન, પા. 149-152)

સ્પષ્ટપણે અબુબક્ર તક દ્વારા ખિલાફતની ગાદી ઉપર બેઠો અથવા ઉમરે તેને ‘ઉતાવળે’ બેઠાડયો. અબુબક્ર પાસે આ હોદ્દાની કોઈ લાયકાત ન્હોતી. આ ફકત એટલા માટે કે અસાધારણ સંજોગો જે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના ઉમ્મત દરમ્યાન એક સિધ્ધાંતવાદી અને અડગ વ્યક્તિત્વનો દરજ્જો ધરાવતા હતા, રસુલે ખુદા (સ.અ.વ.)ની મદદગારોની કમીના મૌકા ઉપર સબ્ર ઈખ્તીયાર કરવાની વસીય્યત અને મોટાભાગના કબીલાઓના તેમના સાથે અને બની હશીમ સાથે ઐતિહાસીક વણસેલા સંબંધોએ તેમના ખિલાફતના દાવાને અસફળ  કર્યો.