અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
ઈમામ મહદી અ.સ.નો જન્મ સુન્ની કિતાબોમાં

ઈમામ મહદી અ.સ.નો જન્મ સુન્ની કિતાબોમાં

અમુક મુસલમાનો દલીલ કરે છે કે ઈમામ મહદી અ.સ. નો અકીદો શિયાઓની એક બીદત છે અને તેમના જન્મનું  સુન્નત અથવા ઇસ્લામી ઈતિહાસમાં કોઈ વર્ણન નથી.

જવાબ:

અહીં આપણે એ વાતને સાબિત કરશું કે ઈમામ મહદી અ.સ.નો અકીદો ફક્ત શિયા માન્યતા નથી બલ્કે તે ઇસ્લામી અકીદા નો એક અતુટ ભાગ છે. સૌથી મશહૂર આલિમો, ઈતિહાસકારો અને હદીસોના રાવીઓ એ તેમના જન્મનું વર્ણન કર્યું છે. સાથ ઓ સાથ તેમની ઝીંદગી ના બીજા પેહલુંઓ જેમ કે ગય્બત અને ઝહૂરનું પણ વર્ણન કર્યું છે. આ વર્ણન એટલું બધું છે કે અગર તેને ભેગું કરવામાં આવે તો તે પેહલા ત્રણ ગસીબ ખલીફાઓ માટે પ્રાપ્ય વિગતો કરતા પણ વધી જાય છે.

ઈમામ મહદી અ.સ.નો જન્મ અહલે સુન્ન્તની કિતાબોમાં

ઈમામ મહદી અ.સ.ના જન્મની રીવાયાત ઘણા બધા અહલે સુન્ન્તના આલીમોએ નકલ કરી છે. અમો અહીં અમુક નામો ઉદાહરણ રૂપે તાકી રહ્યા છે. અલબત સંપૂર્ણ યાદી તો ખુબજ લાંબી છે કે જેને આ ટુંકા લેખમાં સમાવી શકાય.

૧.અલ્લામાં શમ્સ-અલ-દિન કાઝી ઇબ્ને ખલ્લેકાન અલ શાફઈ (વફાત હી.સ. ૬૮૧)

“અબુલ કાસીમ મ-હ-મ-દ ઇબ્ને અલ હસન અલ અસ્કરી ઇબ્ને અલી અલ હાદી ઇબ્ને મોહમ્મદ અલ જવાદ તે ઈમામીયા (શિયા) ના બારમાં ઈમામ છે અને તેઓ હુજ્જત તરીકે મશહૂર છે. તેમનો જન્મ શુક્રવાર મધ્ય શાબાનમાં હી.સ. ૨૫૫ માં થયો હતો. જયારે તેમના પિતાનો ઇન્તેકાલ થયો (શહીદ થયા) ત્યારે તેઓ ૫ વર્ષ ના હતા.” (વફાયત અલ આયાન ભાગ ૪ પા ૧૭૬)

૨.અલ્લામાં સલાહ અલ દિન ખલીલ ઇબ્ને અય્બક સફ્દી

“અલ હુજ્જત અલ મુન્તઝ્રર મ.હ.મ.દ. ઇબ્ને અલ હસન અલ અસ્કરી ઇબ્ને અલી અલ હાદી ઇબ્ને મોહમ્મદ અલ જવાદ ઇબ્ને અલી અલ રેઝા ઇબ્ને મુસા અલ કાઝીમ ઇબ્ને જાફર અલ સાદિક ઇબ્ને મોહમ્મદ અલ બાકીર ઇબ્ને ઝૈન અલ આબેદીન અલી ઇબ્નીલ હુસ્સૈન ઇબ્ને અલી ઇબ્ને અબી તાલિબ રઝીઅલ્લા અન્હુમ.અલ હુજ્જત અલ મુન્તઝર શિયા ઓના બારમાં ઈમામા છે. શીઆઓ તેમને અલ મુન્તઝર અલ કાએમ અલ મહદી તરીકે ઓળખે છે. તેમનો જન્મ મધ્ય શાબાન હી.સ. ૨૫૫ માં થયો હતો” (અલ વાફી બીલ વફાયત ભાગ ૨- પા ૩૩૬)

૩.ઇબ્ને અસીર અલ જઝરી વફાત હી.સ. ૬૩૦.૨૬૦ હી.સ. ના બનાવો નોંધતા તેઓ આ રીતે લખે છે

“અને આ વર્ષમાં અબુ મોહમ્મદ અલ અલ્વી અલ અસ્કરીનો ઇન્તેકાલ થયો(શહીદ થયા). તેઓ ઈમામીયા ફીરકાના ૧૨ ઇમામોમાંથી છે અને તેઓ મ.હ.મ.દ.ના પિતા છે કે જેમણે શિયાઓ મુન્તઝર જાણે છે (થી ઓળખે છે).”          (અલ કામિલ ફી અલ તારીખ વો-૪ પા ૪૫૪)

૪.મીર ખવંદ.

“ઈમામ મહદી કે જેમનું નામ અને કુન્નીયત રસૂલ સ.અ.વ. ની સમાન છે. તેમનો જન્મ સામરરાહમાં મધ્ય શાબાનની રાત્રી એ હી.સ. ૨૫૫ માં થયો હતો. તેમના પિતાના ઇન્તેકાલ (શહાદત)ના સમયે તેમની ઉમર ૫ વર્ષ હતી. તેમને બાળપણમાંજ હિકમત અતા કરવામાં આવી હતી જેમકે યાહ્યા અ.સ..ને. તેમને ઈમામત આપવામાં આવી હતી જ્યારે તેઓ નાના બાળક હતા જેમકે ઈસા અ.સ.ને બાળપણમાં નબુવ્વત આપવામાં આવી હતી.” (રવ્ઝા અલ સફા ભાગ-૩ પા ૫૯)

૫.અબુ અલ ફિદા ઈસ્માઈલ ઇબે અલી શાફઈ

તેઓ હી.સ. ૨૫૪ ના બનાવોનું આ રીતે નોંધ કરે છે “અને અલ હસન અલ અસ્કરી કે જેઓ મ.હ.મ.દ અલ મુન્તઝર, સાહેબ અલ સરદાબ ના પિતા છે અને મ.હ.મ.દ અલ મુન્તઝ્રર ઈમામીયાના બારમાં ઈમામ છે અને તેમના માટે કેહવામાં આવે છે કે તેઓ અલ કાએમ અલ મહદી અલ હુજ્જત છે.”                                                        (તારીખે અબુલ ફિદા ભાગ ૧ પા ૩૬૧)

૬.અલ્લામાં મોહમ્મદ ફરીદ વાજદ

“અબુલ કાસીમ મ.હ.મ.દ ઇબ્ને હસન અલ અસ્કરી ઇબ્ને હાદી અ.સ......ઇમામિયા ના બારમાં ઇમામ છે અને હુજ્જત તરીકે મશહૂર છે”                       (દાઈરહ અલ મારીફ ભાગ-૬ પા ૨૩૯)

૭.શીબ્તે ઇબ્ને જવઝી વફાત હી.સ. ૬૫૪

“ઈમામ મહદી અ.સ. સંબંધિત પ્રકરણમાં તે વર્ણવે છે “મ.હ.મ.દ ઇબ્ને હસન ઇબ્ને અલી ઇબ્ને મોહમ્મદ, તેમની કુન્નીયત અબુ અબ્દીલ્લાહ અબુલ કાસીમ છે અને તેઓ અલ હુજ્જાહ, સાહેબઝઝમાન, અલ કાએમ,અલ મુન્તઝર..........”     (તાઝ્કેરા અલ કવાઝ પા ૨૭૭)

૮.મોહમ્મદ ઇબ્ને તલા શાફાઈ વફાત હી.સ. ૬૫૨.

ઈમામ મહદી અ.સ.ની હાલત વર્ણવતા તે કહે છે “મ.હ.મ.દ. ઇબ્નલ હસન અલ ખાલિસ ઇબ્ને અલી ઇબ્ને મોહમ્મદ..........અ.સ,પછી તેમના પુત્ર બાબતે કે તેઓ નો જન્મ સામરરાહ માં થયો હતો અને તેમની કુન્નીયત અબુલ કાસીમ છે અને તેમના લકબોમાં અલ હુજ્જાહ,અલ ખાલાફ અલ સાલેહનો સમાવેશ થાય છે અને તેઓ અલ મુન્તઝર પણ કેહવાય છે “

 ( મતાલીબ અલ સુઊલ ફીમાંનાકીબે આલે રસૂલ ભાગ ૨ પા ૧૫૨,૧૫૩ પ્રકરણ ૧૨)   

૯.શમ્સ અલ દિન મોહમ્મદ ઇબ્ને તુલૂન હનફી

“અને તેમના બારમાં ઈમામ છે તેમના પુત્ર મ.હ.મ.દ ઇબ્નલ હસન અ.સ.અને તેઓ અબુલ કાસીમ છે. તેમનો જન્મ મધ્ય શાબાન હી.સ. ૨૫૫ માં થયો હતો. તેમના પિતાના ઇન્તેકાલ (શહાદત)ના સમયે તેઓ ૫ વર્ષ ના હતા.                       (અલ શાઝારાત અલ ઝાહબીયા  પા ૧૧૭-૧૧૮)

૧૦.મિર્ઝા મોહમ્મદ ઇબ્ને રુસ્તમ શાફઈ

ઈમામ એ હસન અસ્કરી અ.સ.ની સીરત વર્ણવતા તેઓ લખે છે “.....અને તેઓ કોઈ ઓલાદ છોડી ગયા ના હતા સિવાય કે મ.હ.મ.દ અલ મુન્તઝર.......”               ( મિકતા અલ નજાહ પા ૧૦૪)

૧૧.અહ્મેદ ઇબ્ને હજર અલ હય્સરી અલ શાફાઈ વફત ૯૭૪

ઈમામ હસન અસ્કરી અ.સ. વિષે વર્ણન કર્યા પછી તે લખે છે “અને તેઓ કોઈ વારસદાર છોડી ગયા નથી સિવાય તેમના પુત્ર અબુલ કાસીમ મ.હ.મ.દ અલ હુજ્જાહ અ.સ.અને તેમના પિતાના ઇન્તેકાલ (શહાદત)સમયે તેમની ઉમર ૫ વર્ષ હતી.પરંતુ અલ્લાહે તેમને બાળપણમાં હિકમત અતા કરી હતી અને તેમને અલ કાયમ અલ મુન્તઝર પણ કેહવામાં આવે છે”             (અલ સવએક અલ મોહ્રેકા પા ૨૦૮)

૧૨.મોહિયુદ્દીન ઇબ્ને અરબી વફાત હી.સ. ૬૩૫

અને જાણી લો કે ઈમામ મહદી અ.સ.નું આવુવું અનિવાર્ય છે, પરંતુ તેઓ ત્યાં સુધી કયામ નહિ કરે જ્યાં સુધી આ દુનિયા ઝુલ્મ અને અન્યાયથી ભરાય ના જાય, પછી તેઓ તેને સમાનતા અને ન્યાયથી ભરી દેશે, અને તેઓ રસૂલ સ.અ.વ.ની ઇતરાતમાંથી છે અને જ.ફાતેમાં સ.અ ના ફરઝંદોમાંથી છે, હુસ્સૈન ઇબ્ને અલી તેમના જદ છે, હસન અલ અસ્કરી ઇબ્ને ઈમામ અલી અલ નકી અ.સ.તેમના પિતા છે, તેમનું નામ રસૂલ્ સ.અ.વ.નું નામ છે. મુસલમાનો રુકન અને મકામ ની વચ્ચે તેમની બયઅત કરશે “

(અલ ફૂતુહાત અલ મક્કીયાહ પ્રકરણ ૩૬૬)

૧૩.મોમીન ઇબ્ને હસન અલ શબ્લનજી

“અબુ મોહમ્મદ અલ હસન ઇબ્ને અલી અ.સ. નો ઇન્તેકાલ (ઝેર ના કારણે) જુમ્મા ના ૮ રબીઉલ અવ્વલ હી.સ. ૨૬૦ માં થયો હતો. તેમના પુત્ર મ.હ.મ.દ , તેમના માતા કનીઝ હતા (શાહ્ઝાદી). તેમને નરજીસ કેહવામાં આવતા હતા અને તેમની કુન્નીયત અબુલ કાસીમ છે અને ઈમામીયા એ તેમને અલ હુજ્જાહ, અલ મહદી, અલ  ખાલાફ, અલ સાલેહ, અલ કાએમ, અલ મુન્તઝર, સાહેબઝ્ઝમાન જેવા લકબ આપ્યા છે અને તેમનો મશહૂર લકબ અલ મહદી છે.”        (નુર અલ અબ્સાર પા ૩૨૧-૩૨૨)

૧૪.અબુલ વલીદ મોહમ્મદ ઇબ્ને શાહનાહ હનફી વફાત હી.સ. ૮૧૫

“અલ હસન અલ અસ્કરી ને ત્યાં એક પુત્ર નો જન્મ થયો. અલ મુન્તઝર અ.સ-બારમાં ઈમામ, તેમને મહદી અલ કાએમ અલ હુજ્જત કકેહવાય છે. તેમનો જન્મ હી.સ. ૨૫૫ માં થયો હતો.

                          (રવ્ઝાહ અલ માંનાઝીર,મુરુજ અલ ઝહબ ભાગ ૧ પા ૨૯૨ ના હાશિયા માં) 

 ૧૫.ઇબ્ને ખલ્દુન અલ માગરેબી વફાત હી.સ. ૮૦૮   

“...ખિલાફત જફર અલ સાદિક થી તેમના પુત્ર મુસા અલ કાઝીમ થી તેમના પુત્ર અલી અ.સ.અને આ કડી નો અંત બારમાં ઈમામ મ.હ.મ.દ અલ મહદી થી થયો.” ( તારીખ ઈબ્ન ખાલ્દુન ભાગ ૩ પા ૩૬૧)

૧૬.અબુલ ફતઃ મોહમ્મદ ઇબ્ને અબ્દુલ કરીમ અલ શેહ્રીસ્તાની  વફાત ૫૪૮ હી.સ.

“અને તેમના પછી તેમના પુત્ર મ.હ.મ.દ અલ કાએમ અલ મુન્તઝર કે જેઓ નો જન્મ સામાંર્રહમાં થયો હતો અને તેઓ ઈમામીયાઓ પ્રમાણે બારમાં ઈમામ છે.”      ( કિતાબ અલ મેલાલ વન નેહલ)

૧૭.નુરુદીન ઇબ્ને સબ્બાગ અલ માલિકી વફાત હી.સ. ૮૫૫

“અબુલ કાસીમ, મ.હ.મ.દ અલ હુજ્જાહ અલ ખાલાફ અલ સાલેહ ઇબ્ને અબી મોહમ્મદ અલ હસન અલ ખાલિસ,અને તેઓ બારમાં ઈમામ છે.” પછી તે ઈમામના જન્મ અને ઇમામતની વિગતો વર્ણવે છે. (અલ ફૂસોલ અલ મોહિમ્માહ પા ૨૭૩)   

૧૮.મોહમ્મદ ઇબ્ને મેહમૂદ જે ખ્વાજા પારસા તરીકે મશહૂર છે

“અહલેબયત અ.સ.ના માસૂમ ઇમામોમાંથી અબુ મોહમ્મદ અલ હસન અલ અસ્કરી અ.સ.છે. તેઓ તેમના પછી કોઈ ઓલાદ છોડી નથી ગયા સિવાય અબુલ કાસીમ મ.હ.મ.દ અલ મુન્તઝર જેમને અલ કાએમ અલ હુજ્જત અલ મહદી સહેબઝ્ઝમાન કેહવાય છે અને તેઓ ઈમામીયા પ્રમાણે બાર ઇમામો માંથી છેલ્લા છે. તેમનો જન્મ ૧૫ શાબાનની રાત્રે હી.સ. ૨૫૫ માં થયો હતો.”                                   (મીર્કત અલ મફતિ ફી શર્હે મિશ્કત અલ માંસબીહ  ભાગ ૧૦ પા ૩૩૬)     

૧૯.ફઝ્લ ઇબ્ને રોઝ બહન

 “તે અહલેબયત એ પયગંબર અ.સ.ના દરેક ઈમામને સલામ મોકલે  છે અને ઈમામ મહદી અ.સ. વિષે તે લખે છે સલામ થાય અલ મુન્તઝર અબુલ કાસીમ પર.”    (દલએલ અલ સ્દિક ભાગ ૨ પા ૩૭૦)

૨૦.જમાલ અલ દિન મોહમ્મદ ઇબ્ને યુસુફ અલ ઝરંડી અલ હનફી

 “બારમાં ઈમામને મશહૂર અને અસામાન્ય ખાસિયતો અતા કરવામાં આવી છે. તેમનો દરજ્જો ઈલ્મ અને હકના સંબંધે ખુબ જ મહાન છે. તેઓ હકની સાથે કાયમ કરનારા છે અને તેઓ હકની તરફ દાવત આપનારા છે. શીઆઓના વર્ણન પ્રમાણે તેમનો જન્મ મધ્ય શાબાન હી.સ. ૨૫૫ માં સમાંર્રરાહમાં મોઅતામેદ અબ્બાસી ખલીફાના સમયમાં થયો હતો. તેમની માતા શેહ્ઝાદી નરજીસ છે કે જેઓ રોમના રાજા કય્સર ની દીકરી હતા.                        (મેરાજ અલ વુસૂલ એલા મારફતે ફઝલે આલે રસોળ)     

૨૧.કાઝી બોહ્બોલ બેહ્જત આફંદી

“તેમનો જન્મ ૧૫ શાબાન હી.સ. ૨૫૫ માં થયો હતો. તેમની માતાનું નામ નરજીસ સ.અ. હતું. તેમના માટે બે ગય્બત હતી. એક નાની ગય્બત અને એક મોટી ગય્બત તેમની સલામતી માટે. તેમનો ઝહૂર અલ્લાહની રઝા થી થશે અને તે પૃથ્વીને અદલ અને ઇન્સાફ્ફ થી ભરી દેશે.”                                          (અલ મુહકકમહ ફી તારીખ એ આલ એ મોહમ્મદ અ.સ)

૨૨.હાફીઝ ઇબ્ને યુસુફ ગંજી શાફઈ (વફાત ૬૫૮ હી.સ.) 

તેમની કિતાબના પચ્ચીસમાં પાઠમાં તે ઈમામ મહદી અ.ત.ફ.શ.ની લાંબી ઝીંદગી ના બારામાં લખે છે કે “તેમની લાંબી ઝીંદગી સામાન્ય નથી તે એવી છે જેવી કે અલ્લાહના દોસ્તોમાંથી ઈસા અ.સ.ની, ખીઝર અ.સ.ની અને અલ્લાહના દુશ્મનોમાંથી ઇબ્લીસ અને દજ્જાલ (અલ્લાહ ની લાનત થાય તેમ બંને પર) ના જેવી.                                    (અલ બયાન ફી અખબાર એ સહેબુઝામાન પા-૧૪૮)

૨૩.અહ્મેદ અમીન અલ મીસરી

 “તે સ્વીકારે છે કે ઈમામ મહદી અ.સ.ના જન્મને અને તે ઈમામ હસન અલ અસ્કરી અ.સ.ના પુત્ર છે”

 ( ઝોહાં અલ ઇસ્લામ ભાગ ૩ પા ૨૧૦-૨૧૨ )

૨૪.શેખ હસન ઇબ્ને મોહમ્મદ દિયાર બાકીરી અલ માલિકી (વફાત ૯૬૬ હી.સ.)

બારમાં ઈમામ મ.હ.મ.દ. ઇબ્ને હસન ઇબ્ને અલી ઇબ્ને મોહમ્મદ ઇબ્ને અલી અલ રઝા જેની કુન્નીયત અબુલ કાસીમ અને ઈમામીયાઓ તેમને અલ હુજ્જાહ અલ કાએમ,અલ મહદી, અલ મુન્તઝર, સાહેબઝ્ઝમાનના લકબથી યાદ કરે છે અને એમના પ્રમાણે તે છેલ્લા છે.”

(તારીખ અલ ખમીસ પા ૨૮૮) 

૨૫.શમસ ઉદ દીન અલ ઝહબી અલ શાફઈ (વફાત ૭૪૭ હી.સ.)

“મ.હ.મ.દ. ઇબ્ને હસન અલ અસ્કરી ઇબ્ને અલી અલ હાદી ઇબ્ને મોહમ્મદ અલ જવાદ ઇબ્ને મુસા અલ કાઝીમ ઇબ્ને અબુ જાફર અસ સાદિક અલ હુસેની. શિયાઓ તેમને અબુલ કાસીમ, અલ ખલાફ, અલ હુજ્જત, અલ મહદી, અલ મુન્તઝર, સાહેબઝ્ઝમાનથી યાદ કરે છે અને તે બાર ઇમામોમાં છેલ્લા છે .”                                          (અલ ઇબાર ફી અલ ખબર મન ગબર ભાગ ૧ પા ૩૮૧)

“અને તેમના દીકરા મ.હ.મ.દ ઇબ્ને હસન છે જેમને શિયાઓ અલ કાએમ તરીકે યાદ કરે છે “

                      ( તારીખ એ ઇસ્લામ પા ૧૧૩,૨૫૧ થી ૨૬૦ હી.સ. ના બનાવો હેઠળ )

“અલ મુન્તઝર અલ શરીફ અબુલ કાસીમ મ.હ.મ.દ ઇબ્ને હસન અલ અસ્કરી બાર ઇમામોમાં છેલ્લા છે.” (સેયારો આલમ અલ નાબુલા ભાગ ૧૩ પા ૧૧૯)

૨૬.ફખ્રે રાઝી શાફઈ (વફાત હી.સ. ૬૦૪)

ઈમામ હસન અલ અસ્કરીના બારામાં તે લખે છે “ઈમામ હસન અલ અસ્કરી ના બે દિકરા અને બે દીકરીઓ હતી. તેમના દીકરાઓમાં એક સાહેબઝ્ઝમાન છે. (અલ્લાહ તેમના ઝહૂર માં જલ્દી કરે). ઘણા બધા ઈતિહાસકારોએ તેમના જન્મને સાબિત કર્યો છે કે તે ઈમામ હસન અલ અસ્કરી અને સય્યદા નરજીસ સ.અ. ના વંશમાંથી છે અને તેમનો જન્મ હી.સ. ૨૫૨ અથવા ૨૫૫ અથવા ૨૫૯ માં થયો છે. અલબત સાચી તારીખના  બારામાં ઇખ્તેલાફ છે પણ શિયાઓ પ્રમાણે તેમનો જન્મ મધ્ય શાબાનની રાત્રીએ હી.સ. ૨૫૫ માં થયો છે. (અલ શાજરહ અલ મુબારકા પા ૭૮-૭૯)

૨૭.અલ્લામાં સય્યદ મોહમ્મદ ઇબ્ને અલ હુસૈન અલ સમરકદી (વફાત ૯૯૬ હી.સ. )

“તેમના બે દીકરામાં મ.હ.મ.દ અલ મહદી બારમાં ઈમામ છે. તેમનો જન્મ શુક્રવારે મધ્ય શબાનમાં ૨૫૫ હી.સ. માં થયો હતો. તેમની કુન્નીયાત અબુલ કાસીમ છે અને તેમનો લકબ અલ કાએમ અલ હુજ્જત, અલ ખાલાફ, અલ સલેહ, અલ મુન્તઝર અને તેમાં સૌથી પ્રખ્યાત મહદી છે. તેમના પિતાના ઇન્તેકાલના (શહાદત )સમયે તે ૫ વર્ષ ના હતા.

  (તુહ્ફાહ અલ તાલિબ બી મારીફાહ મન યુંન્તાસાબો ઈલા અબ્દીલ્લાહ અ.સ.વા અબી તાલિબ અ.સ.પા ૫૪-૫૫)

૨૮.અબ્દુલ્લાહ ઇબ્ને મોહમ્મદ ઇબ્ને આમીર અલ શબ્રવી અલ શાફઈ (વફાત હી.સ. ૧૧૭૧)

“બારમાં ઈમામ અબુલ કાસીમ મ.હ.મ.દ ઇબ્ને અલ હુજ્જત અલ ઈમામ કેહવામાં આવે છે કે તે મહદી જેની રાહ જોવામાં આવી રહી છે તે છે. મ.હમ.દ અલ હુજ્જત ઇબ્ને હસન નો જન્મ સામર્રરાહમાં મધ્ય શબાનની રાત્રે હી.સ. ૨૫૫ માં થયો હતો. તેમના પિતાના  ઇન્તેકાલ (શહાદત) વખતે  તેમની ઉમર પાચ વર્ષ ની હતી. તેમના પિતા તેમની સલામતી માટે ચિંતાતુર હતા તેથી તેમને તેના જન્મની જાણકારી ગુપ્ત રાખી તોફાની સમય અને ઝાલીમ બાદશાહો ના કારણે. મ.હ.મ.દ અલ હુજ્જાહ, મહદી, કાએમ, મુન્તઝર,ખાલાફ, સાલેહ, સાહેબુઝ્ઝમાન તેમના લકબો છે કે જેમાં સૌથી પ્રખ્યાત મહદી છે. અધિકૃત હદીસો કહે છે કે તે આખર ઝમાનામાં ઝહૂર ફરમાવશે.” (અલ અતહાફ બે હુબ્બાલ અશરાફ   પા  ૧૭૯-૧૮૦)

૨૯.ઇબ્ને ઈમાદ અલ દમીશ્કી અલ હમ્બલી (વફાત હી.સ. ૧૦૮૯)

“૨૬૦ હી.સ. ના બનાવો વર્ણવતા તે લખે છે કે અલ હસન ઇબ્ને મુસા અલ કાઝીમ ઇબ્ને જાફર અ.સ. સાદિક અલ અલ્વી અલ હુસૈની  તે બાર ઇમામોમાંથી એક છે. રાફીઝીઓ તેમને માસૂમ માને છે. તે અલ મુન્તઝરના પિતા છે.”  (અલ શાઝારાત અલ ઝાહાબ ફી અમ્મર મીન અલ ઝાહાબ ભાગ ૩ પા ૨૬૫)

૩૦.મોહમ્મદ ઇબ્ને અબ્દ અલ રસૂલ અલ બરઝંજી અલ શાફઈ (વફાત હી.સ. ૧૧૦૩)

“તે સ્વીકારે છે કે ઈમામ હસન અસ્કરી અ.સ.ના દીકરા નું નામ મ.હ.મ.દ હતું. (અલ ઈશા અહલે અશરાત અલ સાઆહ પા ૧૪૯ )

૩૧.અબુલ બર્કાત નોમન ઇબ્ને મહમૂદ અલ આલોસી અલ હનાફી (વફાત ૧૩૧૭  હી.સ. )

“ઈમામીયાઓ સ્વીકારે છે કે મહદી એ મ.હ.મ.દ ઇબ્ને હસન એ અસ્કરી ઇબ્ને અલ હાદી અને તે અલ હુજ્જાહ અલ મુન્તઝર અલ કાએમ તરીકે ઓળખાય છે.”   ( ગલીયાહ અલ વયીઝ ભાગ ૧ પા ૭૮)