અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
ઈમામે મોબીન કોણ છે?

ઈમામે મોબીન કોણ છે?

‘ઈમામત’ ઈસ્લામના બે મોટા ફીર્કાઓ દરમ્યાન મોટા મતભેદનો વિષય છે અને આ વિષયના લગતી ચર્ચામાં સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે કુરઆને મજીદમાં ઈમામ ક્યાં દર્શાવવામાં આવ્યું છે?

જવાબ:

પવિત્ર કુરઆને વારંવાર ઈમામને માર્ગદર્શન તરીકે સંબોધન કર્યું છે, જે અકલ ધરાવનારઓ માટે પુરતી નિશાની છે.

અલબત્ત, પવિત્ર કુરઆને ઈમામની સ્પષ્ટ શબ્દોમાં સ્પષ્ટતા કરતા કહ્યું છે ‘અલ ઈમામીન મોબીન’ જે નીચેની આયતથી જણાય છે:

وَكُلَّ شَيْءٍ أحْصَيْنَاهُ فِي إِمَامٍ مُبِينٍ

"અને અમોએ દરેક વસ્તુને ઈમામે મોબીનમાં સમાવેશ કરી દીધો છે.”

(સુરએ યાસીન-36:12)

ઈમામે મોબીન કોણ છે?

નીચેની રીવાયત દરેકને હંમેશા માટે આ સવાલનો જવાબ આપે છે.

શૈખે સદુક (અ.ર.) તેમના રાવીઓના સિલસિલાથી ઈમામ અલી (અ.સ.)થી નકલ કરે છે કે જ્યારે કુરઆને કરીમની અઝીમ આયત "...અને અમોએ દરેક વસ્તુને ઈમામે મોબીનમાં સમાવેશ કરી દીધો છે.” (સુરએ યાસીન-36:12) નાઝીલ થઈ:

અબુબકર અને ઉમર ઉભા થયા અને રસુલુલ્લાહ (સ.અ.વ.)ને સવાલ કર્યો: યા રસુલુલ્લાહ (સ.અ.વ.)! ‘શું ઈમામે મોબીન’ તૌરેત તરફ સંબોધન કરે છે?

રસુલુલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું: નહિ.

તેઓએ પુછયું: શું તે ઈન્જીલ તરફ સંબોધન કરે છે?

રસુલુલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું: નહિ.

તેઓએ પુછયું: શું તે કુરઆને મજીદ તરફ સંબોધન કરે છે?

રસુલુલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું: નહિ.

તે સમયે હું (અલી અ.સ.) મસ્જીદમાં દાખલ થયો અને રસુલુલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું:

ઈમામે મોબીન છે જેમાં અલ્લાહે દરેક વસ્તુનું ઈલ્મ જમા કરી દીધું છે.’

  • માઅનીલ અખ્બાર પા. 95
  • તફસીરે સાફી ભા. 4 પા. 247
  • તફસીરે બુરહાન ભા. 4 પા. 569
  • મજમઉલ બયાનમાં સુરએ યાસીન (36):12 હેઠળ
  • મદીનતુલ મઆજીઝ ભા. 2 પા. 127