અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
આસમાન બીજા પર રુદન કરે છે પરંતુ ઈમામ હુસૈન(અ.સ.) પર નથી કરતુ?

આસમાન બીજા પર રુદન કરે છે પરંતુ ઈમામ હુસૈન(અ.સ.) પર નથી કરતુ?

Print A+ A-

શંકા કરનારાઓ એ વાતને હજમ કરી શકતા નથી કે ઈમામ હુસૈન અ.સ. ની શહાદત પર આસમાને પણ રુદન કર્યું હતું. તેઓ આ વાત ને ખુબજ આશ્ચર્ય પમાડે તેવી માને છે કારણકે તેઓ માણસના રુદન ને પણ સમર્થન નથી આપતા તો પછી જમીન અને આસમાનની તો વાત જ કરવી રહી!!!!!!!!

 જવાબ:-

(૧)  પવિત્ર કુરઆનમાં જમીન અને આસમાનનું રુદન કરવું

          આ ખુબજ આશ્ચર્ય લાગે એવી વાત છે કે રોવાનો વિરોધ કરનારા શંકાશીલ લોકો કુરઆને કરીમની આ વાતને કેવી રીતે અવગણી દે છે જ્યારે કે ખુબજ સ્પષ્ટ રીતે કુરઆન વર્ણવે છે.

દા.ત આ આયત આસમાન અને જમીનને રોવા પર સમર્થન આપે છે

પછી તેમના પર ન આસમાને રૃદન કર્યું ન જમીનેઅને ન તેમને મોહલત આપવામાં આવી

અગર આસમાન કે ઝમીન રોઈ શકતા નથી તો પછી તેઓ માટે અહી વાત કરવાનો કોઈ મકસદ જ નથી કે આસમાને અને ઝમીને તેના પર રુદન નથી કર્યું (ફીરૌન અને તેની કૌમ પર). આ આયતમાં  સ્પષ્ટતા કરવાનો મકસદ છે કે એવા અમુક લોકો છે કે જેની પર આસમાન અને ઝમીને  રુદન કર્યું છે.

(૨) આસમાન અને ઝમીનનું રુદન - એહલે સુન્નતની દ્રષ્ટિએ

એહલે તસન્નુનની કિતાબોમાં એવા ઘણા બધા પ્રસંગો જોવા મળે છે કે જેમાં આસમાને અને ઝમીને રુદન કર્યું હોય પછી તે આશ્ચર્ય પામવા જેવી બાબત છે કે ઈમામ હુસૈન (અ.સ.) પર રોવાને કેમ અપવાદ ગણવામાં આવે છે.

  1. આસમાન અને ઝમીને ઉમર ઇબ્ને અબ્દુલ અઝીઝ પર રુદન કર્યું

         વિરોધીઓ દાવો કરે છે અને કહે છે કે આસમાન અને ઝમીન ઉમય્યાના રાવી ઉમર ઇબ્ને અબ્દુલ અઝીઝ ઉપર ૫૦ દિવસ અને રાત રુદન કર્યું હતું

  • સૈયાર આલમ ન્નોબાલા ભાગ-૫,પાના- ૧૪૨
  • તારીખ અલ ખોલફા ભાગ-૧ પાના-૨૪૫

આવા અપમાનજનક દાવાઓ રાજાઓ અને તેમના સાથીઓ માટે ઓછા હતા કે તેઓ વિદ્વાનો અને હદીસવેત્તાઓને પણ આવા અતિશયોક્તિભર્યા દાવા દ્વારા ઊંચાઈ ઉપર લઇ જવાની કોશિષ કરે છે.

  1.  આસમાને સાહિત્યકાર (વિદ્વાન) ઇબ્ને અસ્કરી પર રુદન કર્યું

       તારીખે દમીષ્ક કિતાબ કે જે ૮૦ ભાગમાં લખાયેલી છે તેના લેખક ઇબ્ને અસ્કરી (ઇન્તેકાલ-૫૭૧ હિજરી)ના વિષે કહે છે કે જે વર્ષે ઇબ્ને અસ્કરીનું મ્રત્યુ થયું તે વર્ષે ખુબજ વરસાદ પડ્યો અને ખુબજ પાણી વહ્યું ત્યાં સુધી કે પાણીનું સ્તર તેના જનાઝા સુધી પહોચી ગયું અને એવું લાગતું હતું જાણેકે આસમાન તેના મૃત્યુ પર અનરાધાર રુદન કરતુ હોય.

  • અલ વાફી બી અલ વાફીયાત ભાગ-૨૦,પાના-૨૧૭
  • મોજમ અલ ઉદાબા ભાગ-૪,પાના-૪૧

પવિત્ર કુરઆન અને એહલે તસન્નુંનની કિતાબ પરથી આ વાત સાબિત થાય છે કે આસમાન અને ઝમીન દ્વારા રુદન કરવું તે કોઈ આશ્ચર્ય પમાડનાર વાત નથી. અગર બીજા લોકો માટે પણ આવું થતું હોય તો પછી ઈમામ હુસૈન (અ.સ.)ની શહાદત પર પણ આવું બનવું તે હકીકત છે.