અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
કરબલામાં કોણ વિજયી છે?
  • કરબલામાં કોણ વિજયી છે?
  •  A+ A-

સામાન્યરીતે ઘણાબધા લોકો લડાઈમાં  જીત અને હારનું અર્થ ઘટન કરે છે કે તેઓ યઝીદને વિજયી અને ઈમામ હુસૈન અ.સ. ને પરાજીત માને છે.

હાલાકે આ સામાન્ય લડાઈ ન હતી અથવા બે રાજાઓ વચ્ચેની લડાઈ ન હતી. સામાન્ય રીતે લોકો યઝીદનો બચાવ કરવા માટે આ લડાઈને બે રાજા વચ્ચેની લડાઈ ગણાવે છે.

 

  • ખરેખર રીતે આ લડાઈ અલ્લાહની હુજ્જત અને તેના વિરોધીની હતી. આ લડાઈ હક અને બાતીલની હતી. કરબલાની લડાઈ દરમ્યાન જીત અને હારનુ આ પ્રકારનું અર્થઘટન યોગ્ય ગણાશે નહિ. યઝીદની ખિલાફત માત્ર બાતીલ હતી અને તેણે ઈમામ હુસૈન અ.સ.ને લડાઈનો પડકાર ફેક્યો હતો. એક રસપ્રદ પ્રસંગ આ બાબત તરફ  પ્રકાશ ફેકે છે કે કરબલાના સાચા વિજયી કોણ હતા. ઈમામ જાફરે સાદીક અ.સ. ફરમાવે છે કે “જ્યારે ઈમામ અલી ઇબ્ને હુસૈન અ.સ. ઈમામ હુસૈન ઇબ્ને અલી અ.સ.ના શહીદ થયા પછી મદીનામાં દાખલ થયા ત્યારે ઈબ્રાહીમ ઇબ્ને તલ્હાએ તેમને આવકાર્યા અને પૂછ્યું અય અલી ઇબ્ને હુસૈન અ.સ. કરબલાના વિજયી કોણ છે? ઈમામ અ.સ. કે જે અમારીમાં બેઠા  હતા એમણે જવાબ આપ્યો અગર તું જાણવા ઈચ્છે છે કે કોણ વિજયી છે તો જયારે નમાઝનો સમય થાય તો અઝાન અને એકામહ પડજે.”
  • આમાલીએ શેખે તુસી અ.ર. પેજ-૬૭૭,૮૮૪
  • બેહારુલ અન્વાર ભાગ-૪૫, પેજ-૧૭૭
  • યઝીદ ચાહતો હતો કે ઇસ્લામની બધીજ નિશાનીઓ નાશ પામી જાય અને તે માટે તેની શરૂઆત તેણે ઈમામ હુસૈન અ.સ.ને કત્લ કરવાની સાથે કરી. જાહેરી રીતે ઈમામ હુસૈન અ.સ. અને તેમના સાથીઓને કત્લ કરવામાં સફળ થયો પરંતુ ઇસ્લામ ધર્મ સતત પ્રકાશિત થતો જ ગયો.
  • તૌહીદ અને નબુવ્વત તરફ લોકોને આપવામાં આવી રહેલા આમંત્રણનો અવાઝ આજે પણ અને કયામત સુધી અઝાન અને એકમહમાં સંભળાઈ રહ્યો છે. આ ઈમામ હુસૈન અ.સ.ની જીત દર્શાવે છે કે જેમણે તેમના નાના સ.અ.વ.ના દિનને ઝુલ્મ અને અત્યાચારની પકડથી બચાવેલ છે.