અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
જ. જાફરે તૈય્યાર (અ.સ.)નો મરતબો અને ઈમામ હુસૈન (અ.સ.)નો ગમ

જ. જાફરે તૈય્યાર (અ.સ.)નો મરતબો અને ઈમામ હુસૈન (અ.સ.)નો ગમ

ગમ (અઝાદારી)ના ટીકાકારો દાવો કરે છે કે તમામ મૃત્યુ પામતા મુસ્લિમો, જેમાં શહીદોનો પણ સમાવેશ થાય છે, તેઓ નિશ્ચેત પત્થર જેવા બની જાય છે અને કોઇ સાંભળવું, જોવું અથવા તે માટેની કોઈ તાકત નથી રાખતા

તેથી, તેઓ આક્ષેપ કરે છે કે શહીદોની મુલાકાત લેવી, જેવી કે સૈયદુશશોહદા ઈમામ હુસૈન (અ.સ.)ની, તેમના પર રડવું, તેમની તુરબતો પર કુરઆન પડવું અથવા દુઆ માગવી બીદઅત છે. હકીકતમાં મરણ પામેલો પત્થર જેવો છે, તે મૂર્તિપૂજાની જેમ પત્થરની મુલાકાત લેવા જેવું કે પૂજવા જેવું છે.

જવાબ

શહીદો એ માટી, કે જેની નીચે તેમને દફન કરવામાં આવ્યા છે, નિર્જીવ જેવા છે એ આક્ષેપ પાયાવગરનો છે અને હકીકતમાં કુરઆન વિરુદ્ધ છે.

કુરઆનની દ્રષ્ટીએ શહીદો

શહીદો જીવંત છે, પણ ટીકાકારો તે સમજતા નથી.

وَلاَ تَقُولُواْ لِمَنْ يُقْتَلُ فِي سَبيلِ اللّهِ أَمْوَاتٌ بَلْ أَحْيَاء وَلَكِن لاَّ تَشْعُرُونَ

અને જે લોકો અલ્લાહના માર્ગમાં માર્યા જાય છે તેમને મરણ પામેલા કહો નહિ; બલ્કે તેઓ હયાત છે પરંતુ તેનું તમને ભાન નથી (સુ. બકરહ (૨) ૧૫૪)

શહીદોને તેમનો પરવરદિગાર રોજી પહોચાડે છે

وَلاَ تَحْسَبَنَّ الَّذِينَ قُتِلُواْ فِي سَبِيلِ اللّهِ أَمْوَاتًا بَلْ أَحْيَاء عِندَ رَبِّهِمْ يُرْزَقُونَ

અને જે લોકો અલ્લાહની રાહમાં માર્યા ગયા છે તેમને હરગીઝ મરણ પામેલા સમજો નહી; બલ્કે તેઓ પોતાના પરવરદિગાર પાસે જીવતા હોઈ (ઉત્તમ) રોજી મેળવે છે (સુરએ આલે ઇમરાન (3) ૧૬૯)

શહીદો ખુબ જીવંત છે અને તેઓ ઘણી ખુશી પમાડનાર જગ્યામાં છે.  તેઓ આ વાસ્તવિકતાને સમજી નથી શકતા તેના કારણે આ હકીકત બદલાઈ જતી નથી.

 હદીસોમાં શહીદો - જ.જાફરે તૈય્યાર

શહીદોના અલ્લાહ પાસેના મરતબા અને  કિસ્સાઓથી હદીસો ભરપુર છે. ચાલો આપણે એક શહીદની સમીક્ષા કરીએ જેના મર્તબાને તમામ મુસ્લિમો સ્વીકારે છે અને તે છે  હઝરત જાફર ઇબ્ને અબી તાલિબ અલ-તૈયાર   

હઝરત જાફર અલ-તૈયાર (અ.સ.) ذُو الْجَنَاحَيْن  “પાંખોની જોડી ધરાવનાર” છે. આ એ લકબ છે જે તેમને ખુદ પયગંબર (સ.અ.વ.)એ આપેલું છે.

રિવાયત છે કે જયારે જંગે મુતાઅના દિવસે આપના બન્ને હાથોને શહીદ કરવામાં આવ્યા ત્યરે અલ્લાહે તેમને બે પાંખો આપી જેનાથી આપ ઉડે છે.

અબુ હુરયરા રિવાયત કરે છે-પવિત્ર પયગંબર સ.અ.વ.એ જનાબે જાફર (અ.સ.) વિષે માહિતી આપી કે મેં જનાબે જાફરને જન્નતમાં બીજા ફરિશ્તાઓની સાથે ઉડતા જોયા.

  • જામી અલ-તીરમીઝી, કિતાબ ૪૯ હદીસ ૪,૧૩૦
  • અલ-અસ્બાહ, ભાગ ૧, પાનું ૨૩૮
  • અબી યાલાની મુસ્નદ, ભાગ ૧૧, પાનું ૩૫૦
  • ઝ્ખાઈર અલ ઉક્બાહ પાનું ૨૧૬
  • ઉસુદઅલ ગય્બહ ભાગ ૨, પાનું ૨૮૬-૨૮૯
  • મજમઅલ બહરૈન ભાગ ૨, પાનું ૩૪૭, ૩૮૫

હઝરત જાફરે તૈય્યાર(અ.સ.)ના ઉદાહરણથી એ સ્પષ્ટ છે કે:

૧. કુરઆન અનુસાર શહીદો જીવંત છે, મૃત્યુ પામેલા નથી.

૨. ઇસ્લામ બાબતે આપણી નબળી સમજણને લીધે તેમની સરખામણી નિર્જીવ પત્થરોથી ન થઇ શકે.

૩.  તેઓ અલ્લાહ પાસે બુલંદ દરજ્જો ધરાવે છે.

૪. બહેરા અને મૂંગા હોવાના બદલે તેઓ ફરિશ્તાઓને ઈર્ષા પમાડે તેવી આકાશમાં પાંખોથી ઉડવા જેવી કુવ્વત ધરાવે છે.  

૫.  શહીદોની મુલાકાત લેવાને મૂર્તિ-પૂજા સાથે સરખાવી ન શકાય બલકે તેનાથી ધણી દૂર છે, તે અલ્લાહના ઈમાનદાર બંદાને માન આપવાનો શ્રેષ્ઠ રસ્તો છે અને અગર આપણે પયગંબર સ.અ.વ.ની સુન્નત પ્રમાણે જોઈએ તો હઝરત હમઝા (અ.સ.), ઉસ્માન ઇબ્ને માઝૂન ર.અ.  અને તેમના જેવા શહીદોના બનાવોનો ઘણો અજ્ર છે.

૬.  ઈમામ હુસૈન, સૈય્દુશશોહદા હોવાના લીધે હઝરત જાફર અલ-તૈયાર અને હઝરત હમઝાથી ઘણો ઉંચો દરજ્જો ધરાવે છે. તેથી જે કંઈ બીજાઓ માટે  હલાલ છે અથવા મુસ્તહબ છે  તે ઈમામ હુસૈન અ.સ. માટે તેના કરતાં પણ ઘણું વધારે હલાલ અને મુસ્તહબ છે.

  • અલ્લામા મજલીસી(આ.ર) પ્રમાણે સર્વશ્રેષ્ઠ ઝીયારત છે અને કોઈ પણ સમયે પડી શકાય છે.