અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
અય્યામે ફાતેમીયાહનું મહત્વ

અય્યામે ફાતેમીયાહનું મહત્વ

પ્રસ્તાવના :  હ. ફાતેમા ઝહેરા (સ.અ.) રસુલે ખુદા(સ.અ.વ.)  ની પ્યારી દુખ્તરની શહાદતની યાદમાં જે દીવસો મનાવવામાં આવે છે તેને ‘અય્યામે ફાતેમીયાહ’ કહેવામાં આવે છે.
          આ  અય્યામ ૧૪-મી જમાદીઉલ અવ્વલથી લઇને ૩-જી જમાઉદીલ આખર સુઘી મનાવવામાં આવે છે. અમુક દેશો જેવા કે ઇરાનમાં આ અય્યામ ૨૦-મી જમાદીઉલ આખર  ‘વિલાદતે હ. ફાતેમા ઝહેરા(સ.અ.)’  સુધી મનાવવામાં આવે છે.

અય્યામે ફાતેમીયાહ શા માટે ?   

 આ૫ણે આ અય્યામ તે દુ:ખદાયી સંજોગોનો સોગ મનાવવા માટે મનાવીએ છીએ જેમાં રસુલે ખુદા(સ.અ.વ.) ની શહાદત બાદ હ. ફાતેમા ઝહેરા (સ.અ.)ના ઘર ઉ૫ર હુમલાના સમયે તેમના દિકરા જ. મોહસીન ઇબ્ને અલી (અ.સ.) ની શહાદત થઇ હતી અને  ત્યારબાદ અમુક સમય પછી આપ (સ.અ.)ની શહાદત થઇ.

અમારૂ માનવું છે કે જ.ફાતેમા ઝહેરા (સ.અ.)નો સોગ મનાવવો તથા તેમના આ અય્યામ ખુબજ મહત્વપૂર્ણ છે. જેવી  રીતે ઈમામ હુસૈન (અ.સ.)નો સોગ મનાવવો અને તેમના અય્યામ  મહત્વના છે.

હ.ફાતેમા ઝહેરા(સ.અ.)ના ઘર ઉ૫ર હુમલો આલે મોહમ્મદ માટે કરબલા કરતા ૫ણ વઘુ પીડાદાયક છે.

          ઇમામે જાફરે સાદીક (અ.સ.). એ ફરમાવ્યું, ‘અમારા માટે કરબલા કરતાં કોઇ મોટી મુસીબત નથી બલ્કે  તે સકીફાનો દિવસ  અને અમીરુલ મોઅમેનીન અલી(અ.સ.), જ. ફાતેમા (સ.અ.), ઈમામ હસન (અ.સ.), ઈમામ હુસૈન(અ.સ.), જ.ઝયનબ (સ.અ.), જ. ઉમ્મે કુલસૂમ (સ.અ.) અને જ.ફીઝ્ઝા ના ઘરનો  દરવાઝો સળગાવવો અને જ.મોહસીન (અ.સ.)ને લાત વડે શહીદ કરવા તે વધારે સખત અને વધારે દુઃખદાયક છે કારણકે આ દિવસે જ  તે દિવસ (આશુરા)નો પાયો નાખ્યો..
(હિદાયતુલ કુબરા પાનું.૪૧૭)

          ૫છી મોમીનોના દિલોમાં જે આગ ઇમામ હુસૈન (અ.સ.) માટે બળે છે જે કયારેય ઠંડી નહી થાય તે હ.ફાતેમા ઝહેરા(સ.અ.) માટે પણ વઘુ તીવ્ર પણે બળવી જોઈએ.
         

આલે મોહમ્મદ (.મુ.સ.) ના અઘિકારોનું રક્ષણ.

          અય્યામે ફાતેમીયાહ તે બીબીનો સોગ મનાવવો છે જે રીસાલત અને ઇમામતના રક્ષણ માટે મોખરે હતા અને આ ઇમામત અને રીસાલત ઉ૫રના હુમલાઓની સામે દીફા કરવી તે આપણે આ૫ણી ઝીંદગીઓમાં ઉતારવું જોઈએ.


”હવે રહી તે દીવાલ, તો તે ગામના બે યતીમ બાળકોની હતી, અને તેની હેઠળ તેઓનો એક ખઝાનો (દાટેલો) હતો, અને તે બંનેનો પિતા એક નેક માણસ હતો....”

          કુરઆનની આયત સુરે કહફ  (૧૮-૧૨) ની તફસીરમાં ઇ.હુસૈન(અ.સ.)એ ફરમાવ્યું, મારા પિતાએ તેમના પૂર્વજોથી ફરમાવ્યું, તે બે યતીમ બાળકો તેમના પ્રમાણીક પછીની  દસ પેઢીઓ હતી.

 જયારે કે અમે રસુલે ખુદા(...) ની આલ છીએ, અલ્લાહના રસુલ (..)ના હકના વાસતે અમારા હક્કોનું રક્ષણ કરો.

 રાવી કહે છે , મેં લોકોને હદીસ ઉપર બધી બાજુ રડતા જોયા.  

  • કશ્ફુલ ગુમ્મહ ભાગ પાનું.૫૧

          તો ૫છી હ.ફાતેમા ઝહેરા (સ.અ.)ના શીઆઓની એ જવાબદારી છે કે તેઓ દરેક ઝમાનામાં આલે મોહમ્મદ(અ.મુ.સ.)ના હક્કોની દીફા માટે તેઓનું પુરે પુરૂ  યોગદાન આપે અને આ યોગદાનનો એક રસ્તો એ છે કે અય્યામે ફાતેમીયાહ એવી રીતે દિલથી અને પુરા જઝબા સાથે મનાવે કે જેવો તેનો હકક છે.

          ઇબ્ને અબ્બાસ રીવાયત કરે છે રસુલે ખુદા(સ.અ.વ.)  થી કે આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું: જાણે કે  કે હું જોઇ રહયો છું કે દુ:ખ અને ચીંતા મારી દુખ્તરના ઘરમાં દાખલ થાય છે, તેમના આદર (સન્માન)નું ઉલ્લંઘન કરવામાં આવી રહયુ છે, તેમના હકકને ગસબ કરવામાં આવ્યો છે,  તેમનો વારસો નકારી કાઢવામાં આવે છે, તેમના હમલને સાકીત કરવામાં આવ્યો છે, અને (તકલીફના સમયમાં) તે પૂકારશે. ‘અય મોહમ્મદ, ૫ણ તેમની પુકારનો કોઇ જવાબ આપશે નહીં.    

  • ફરાએદુસ સીમતૈન  ભાગ-ર  પાના – ૩૫,

અય્યામે ફાતેમીયાહ દરમ્યાન  આ૫ણી જવાબદારીઓ :  

  • આ૫ણે હ.ફાતેમા ઝહરા(સ.અ.) ઉ૫ર ૫ડેલી મુસીબતોની યાદને તાજી કરવી જોઇએ. અને ઇમામ મહદી (અ.સ.)નો ઝુહુર જલ્દી થાય તેના માટે દોઆ કરવી જોઇએ.
  • તેમની શહાદત સાથે જોડાએલા બઘા બનાવો જેવા કે, આગ લગાવીને તેમના ઘર ઉપર હુમલો કરવો, જ.મોહસીન ઇબ્ને અલી (અ.સ.)ની શહાદત, ફદકનું છીનવી લેવું, વિગેરેનો વ્યા૫ક૫ણે પ્રચાર કરવો જોઇએ.
  • આ દિવસો દરમ્યાન આ૫ણે એવા સોગની હાલતમાં રેહવુ જોઇએ કે જેવો આ૫ણે મોહર્રમ દરમ્યાન ઇમામ હુસૈન(અ.સ.)નો સોગ મનાવીએ છીએ. કાળો લીબાસ, મજલીસો, જુલુસ વિગેરે વડે આ અય્યામને મનાવવા જોઈએ.
  • ફદકના ખુત્બાને ફેલાવવાની અને તેને ઝબાની યાદ કરવા- કરાવવાની વઘારે પ્રમાણમાં કોશીશ કરવી જોઇએ.

મુસ્લીમોને આ બનાવના બારામાં  સાચી દલીલો વડે હકક તરફ દોરવાની કોશીશ કરવી, કેમકે આજ કારણ હતું કે આ નુરાની બીબી (સ.અ.)એ આટલી બધી તકલીફો વેઠી, નહીતર તેમના માટે સાવ સહેલું હતું કે તેઓ તેમના દુશ્મનો માટે ફક્ત એક બદદોઆ કરે અને તેઓને નાબુદ કરી દે.