અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
કુરઆનની એ આયત કે જેની શરૂઆત “યા અય્યોહલ્લ્ઝીન આમનુ” થી થાય છે.

કુરઆનની એ આયત કે જેની શરૂઆત “યા અય્યોહલ્લ્ઝીન આમનુ” થી થાય છે.

પવિત્ર કુરઆનમાં અમીરુલ મોઅમેનીન (અ.સ) ને વારંવાર યાદ કરવામાં આવ્યા છે – જેટલી એમની ફઝીલત છે તેટલી વાર. જરૂરી નથી કે તેમના નામ સાથે યાદ કરવામાં આવે.

એહલે સુન્નત પણ આ વાતને સમર્થન આપે છે.

ઇબ્ને અબ્બાસ વર્ણવે છે કે કુરઆનની એ આયત કે જેની શરૂઆત  “يا أَيُّهَا الَّذِينَ آمَنُوا ”  થાય છે તે કોઈ વસ્તુ જાહેર નથી કરતી સિવાય કે અલી ઇબ્ને અબી તાલિબ અ.સ. કે જે તેના સરદાર,તેના ઈમામ, અને સૌથી વધારે ઉમદા ઇન્સાન છે.ચોક્કસ પણે અલ્લાહે રસુલુલ્લાહ સ.અ.વ. ના સહાબીઓને ઠપકો આપ્યો છે પરંતુ અલી અ.સ.ને ક્યારેય યાદ નથી કર્યા સિવાય તેમની નેકીઓ સાથે.

  • શવાહીદ અલ તન્ઝીલ, ભાગ-૧ પેજ-૬૪,૬૫ થોડા શાબ્દિક ફેરફાર સાથે (એહલે સુન્નત)
  • તફસીર અલ ફુરાત પેજ – ૪૯
  • અલ તારીફ ભાગ-૧ પેજ-૮૮ થોડા શાબ્દિક ફેરફાર સાથે
  • બેહારુલ અન્વાર ભાગ-૩૫, પરજ-૩૪૮ થોડા શાબ્દિક ફેરફાર સાથે

તેમના સાથીઓ અને પ્રતિસ્પર્ધીઓમાં આવી ફઝીલતની ઉણપ દરમ્યાન અમીરુલ મોઅમેનીન અ.સ નો ખિલાફતનો દાવો નિર્વિવાદ છે.