અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
અમીરૂલ મોઅમેનીન (અ.સ.)નો દુશ્મન શંકાસ્પદ વંશમાંથી છે.

અમીરૂલ મોઅમેનીન (અ.સ.)નો દુશ્મન શંકાસ્પદ વંશમાંથી છે.

શાયરે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના દોસ્ત અને દુશ્મનની હદીસને શેઅરમાં બયાન કરી છે:

અલી (અ.સ.)ની મોહબ્બતથી બધી શંકાઓ દુર થાય અને રૂહો પાક થાય અને નસ્લો પાકીઝા બને છે.

પછી જ્યારે તમે અલી (અ.સ.)થી મોહબ્બત કરનારને જુઓ, તો તમે તેમાં બુલ્લંદી અને બુઝુર્ગી જોશો.

અને જ્યારે તમે તેમની સાથે નફરત કરનારને જોશો, તો હકીકતમાં તે શંકાશીલ વંશ ધરાવતો હશે.

તમે તેને તેના કાર્યો માટે ઠપકો ન આપો કારણકે તેના પિતાના ઘરની દિવાલો નાની હતી.

  • મશારેકુલ અન્વાર, પા. 28
  • મનાકીબે આલે અબી તાલિબ (અ.સ.) ભા. 3, પા. 208
  • મિન્હાજુલ બરાઆહ, ભા. 6, પા. 84