અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
આખેરતના માટે ૩ ખૂબજ ઉપયોગી આમાલ

આખેરતના માટે ૩ ખૂબજ ઉપયોગી આમાલ

  • ર.અકરમ સ.અ.વ. અને અમીરુલ મોમેનીન અ.સ. અને તેના પવિત્ર વંશજોની મોહબ્બત સૌથી વધારે નફાકારક અમલ છે. અને આ અમલનો સવાબ આખેરત માટે સાચવીને રાખવામાં આવે છે.

આ બારામાં એક મશહુર હદીસ જોવા મળે છે-

પવિત્ર પયગંબર સ.અ.વ. એ આપણને જણાવ્યું છે કે-

મેં સ્વપનામાં મારા કાકા જ.હમઝા અ.સ. અને મારા પિતરાઈ ભાઈ જ.જાફર(અ.સ.)ને જોયા.

મેં તેમને પુછયું: “મૌતના બાદ તમે સૌથી વધારે તમારા માટે ફાયદાકારક કયો અમલ જોયો?”

તેઓએ કહ્યું:

૧. તમારા (સ.અ.વ.)પર સલવાત 

૨. તરસ્યાને પાણી પીવડાવવું

૩. અલી ઇબ્ને અબી તાલિબ અ.સ.ની મોહબ્બત

  • અલ-દાવત પેજ ૯૦
  • મીયાથોહ મન્કેબાહ પેજ ૧૩૯ (થોડાક ફેરફાર સાથે)
  • મુસતદરકુલ વસાએલ ભાગ ૫, પેજ ૩૩૧
  • કશ્ફુલ ગુમ્માહ ભાગ ૧ પેજ ૯૫
  • કશ્ફુલ યકીન પેજ ૨૩૧
  • મશારેકુલ અન્વાર પેજ ૬૨
  • મદીનતુલ મઆજીઝ ભાગ ૩ પેજ ૩૪, ભાગ ૩ પેજ ૫૪૯
  • બેહારુલ અન્વાર ભાગ ૨ પેજ ૨૮૪, ભાગ ૨૭ પેજ ૧૧૭, ભાગ ૪૦ પેજ ૪૭

મૌતના પછી સૌથી વધારે ફાયદાકારક અમલ અમીરુલ મોઅમેનીન અ.સ.ની મોહબ્બત છે. શિયા આ મોહબ્બતથી ફાયદામાં રેહશે અને જે લોકો અલી અ.સ.થી નફરત રાખે છે તેઓને ભયંકર પરિણામોનો સામનો કરવો પડશે. અને નફરતની એક નિશાની એ પણ છે કે બીજા લોકોને અલી અ.સ. કરતા વધારે મરતબો આપવો.