અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
એક મુસલમાન કે જે કોઈ (અલી અ.સ.. સિવાય) બીજાને અમીરુલ મોઅમેનીન તરીકે પસંદ કરે તે વાસ્તવમાં નાસેબી છે

એક મુસલમાન કે જે કોઈ (અલી અ.સ.. સિવાય) બીજાને  અમીરુલ મોઅમેનીન તરીકે પસંદ કરે તે વાસ્તવમાં નાસેબી છે

એક સામાન્ય માન્યતા (અકીદો) છે કે જે કોઈ અમીરુલ મોઅમેનીન અ.સ. થી નફરત રાખે તે નાસેબી છે. મુસલમાનો કે જે ઈમામ અલી ઇબ્ને અબી તાલીબ અ.સ.થી મોહબ્બત કરે છે તેને નાસેબી માનવામાં નથી આવતા એ વાતની પરવાહ કર્યા વગર કે તેઑનું વલણ (અલી અ.સ. સિવાય) બીજાઓ પ્રત્યે કેવું છે    

જયારે હદીસમાં નાસેબી વિષે અલગજ વિચાર દર્શાવવામાં આવ્યો છે

ઇબ્ને અબ્બાસ પૂછે છે : અય અલ્લાહના રસુલ સ.અ.વ. કોઈ અલી અ.સ. થી નફરત કરશે ?

પવિત્ર પયગંબર સ.અ.વ એ ફરમાવ્યું – હા ! એક ગીરોહ (જૂથ) તેમનાથી નફરત કરશે જયારે કે તે પોતાની જાતને મુસ્લિમ માનતા હશે .....અને તેમની નફરતની એક નિશાની તે હશે કે તે બીજા લોકોને તેમના (અલી અ.સ.) કરતા શ્રેષ્ઠ માનતા હશે...

  • અલ-આમાલી એ શેખ તુસી (ર.અ.) પાના : ૧૦૬
  • તફ્સીરે બુરહાન ભાગ : ૫ પાના : ૭૭૩ સુ. કવસરમાં (૧૦૮) : ૧
  • અલ-ફઝાએલ પાના : ૬
  • મદીના અલ-માજીઝ ભાગ : ૨ પાના : ૭
  • બશર અલ-મુસ્તફા સ.અ.વ. ભાગ : ૨ પાના : ૪૨
  • બેહાર અલ-અન્વાર ભાગ : ૧૬ પાના : ૩૧૯, ભાગ : ૨૭ પાના : ૨૧૯