અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
હારુને ઇમામ મુસા કાઝીમ અ.સ.ને બાગે ફદક માટે કતલ કર્યા.

હારુને ઇમામ મુસા કાઝીમ અ.સ.ને બાગે ફદક માટે કતલ કર્યા.

બાગે ફદકની માલિકી માટેની દલીલો રસૂલે ખુદા સ.અ.વ.ની શહાદાત બાદ તરત જ ચાલુ થઈ ચૂકી હતી પણ તેની વધારે જરૂરત દસકાઓ પછી લાગી કેમ કે હાકીમો હંમેશાં એ ડરમાં રેહતા હતા કે આલે મોહમ્મદ સ.અ.વ.બાગે ફદક પર માલિકીનો હક માંગશે.

નીચે જણાવેલ ઇમામ મુસા કાઝીમ અ.સ.ના હારૂન સાથેના વર્તન પરથી આ હકીકત માલૂમ થાય છે.

હારૂન અલ અબ્બાસી ઇમામ મુસા ઈબ્ન જાફર અ.સ.ને કહ્યા કરતો કે તે ઇમામ અ.સ.ને ફદક પાછો આપવા ઈચ્છે છે. પણ ઇમામ અ.સ.એ તેની આ વાત ને હમેશાં નકારી નાખી.

જ્યારે હારૂને બાગે ફદક પાછો આપવા ઘણું જોર કર્યું ત્યારે

ઇમામ અ.સ.એ કહ્યું: “કે આપ ત્યાં સુધી ફદક પાછો નહીં લે જ્યાં સુધી બાગ ને તેની તમામ સરહદ સાથે પરત કરવામાં ન આવે.”

હારૂને પૂછ્યું: “બાગ ની સરહદ શું છે?”

ઈમામ એ ફરમાવ્યું: “જો આપ તેની સરહદો બયાન કરશે તો તે ક્યારે પણ બાગ પાછો આપશે નહિ.”

હારૂન એ ઇમામ અ.સ.ને આપના જદ ના વાસતાથી સરહદો બયાન કરવા કહ્યું.

ઈમામ અ.સ. ફરમાવ્યું: “બાગ ની પેહલી સરહદ યમન છે.”

આ સાંભળી હારૂન ના ચેહરા નો રંગ બદલાઈ ગયો.

હારૂને ઇમામ અ.સ.ને બીજી સરહદો બયાન કરવા કહ્યું.

ઈમામ અ.સ.એ ફરમાવ્યું: “બીજી સરહદ ઉઝબેકિસ્તાંન છે.”

હારૂન નો ચેહરો વધુ ઉતરી ગયો.

ઈમામ અ.સ.એ કહ્યું: “ત્રીજી સરહદ આફ્રિકા છે.”

હારૂન નો ચેહરો કાળો પળી ગયો અને ઈમામ ને વધુ જણાવવા કહ્યું.

ઈમામ અ.સ.એ ફરમાવ્યું: “ચોથી સરહદ આર્મેનિયન દરિયા કિનારો છે.”

હારૂન એ કહ્યું: “અમારી માટે તો કંઈ બચ્યું જ નહિ.”

ઈમામ અ.સ.એ ફરમાવ્યું: “મે કહ્યું હતું જો હું ફદક ની સાચી સરહદો જણાવીશ તો તું ક્યારે પણ તેને પરત કરશે નહિ.”

આ બનાવ પછી હારૂને ઈમામ મુસા કાઝિમ અ.સ.ને કત્લ કરવાનો ઈરાદો કર્યો.

મનાકીબે આલે અબી તાલિબ અ.સ., ભાગ ૪ પેજ ૩૨૦