અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
ખલીફાઓનો સૌથી મોટો ભય : આજે ફદક, કાલે ખિલાફત

ખલીફાઓનો સૌથી મોટો ભય : આજે ફદક, કાલે ખિલાફત

ફદકના વિવાદથી પૂરવાર થયું છે કે હઝરત ફાતેમા ઝહરા (સ.અ.) નો હાથ ઉપર હતો.

હકીકતમાં તેમણે તેમનો દાવો એટલી મજબુત દલીલો અને અખંડ પૂરાવાઓ સાથે પકડી રાખ્યો હતો કે અમુક એહવાલો મુજબ તે સમયના ખલીફાને આપ (સ.અ.) ને ફદક પાછો આપવાનો લેખિત હુકમ આપવાની ફરજ પાડવામાં આવી. 

સૌથી મહત્વનો પ્રશ્ન: “હ.ફાતેમા ઝહરા (સ.અ.)ને ફદક પાછો આપવામાં શા માટે ખલીફાઓ ગભરાયેલા હતા?”

ઈબ્ન અબીલ હદીદે ખલીફાઓની આ દુવિધાને તેમની કિતાબ શર્હ નહજુલ બલાગાહમાં ટાંકી છે.

તેઓ લખે છે :

બગદાદના એક શિક્ષકને પૂછવામાં આવ્યું : “ફાતેમા (સ.અ.) તેમના દાવામાં સાચા ન હતા?”

શિક્ષકે જવાબ આપ્યો : “હા”

પછી તે માણસે પૂછ્યું : “તેણી (સ.અ.) સાચા હતા તો શા માટે અબુ બક્રે તેમને ફદક ન આપ્યો?”

શિક્ષક : “અગર તે ફદક તેણી (સ.અ.) ના એકલાના દાવા પર આપી દેતે તો ચોક્કસપણે પછીના દિવસે તેણી તેના પતિની ખિલાફતનો દાવો કરતે અને આ રીતે તેને ખલીફાના હોદ્દા પર થી દૂર કરી દેતે.

 પછી તેના માટે શક્ય ન હતું કે કોઈ બહાના બનાવી શકે જયારે કે તે જાણતો હતો કે તેણી (સ.અ.) તેના દરેક દાવાઓમાં સાચા હતા.

ઈબ્ન અબીલ હદીદ ઉલ્લેખ કરે છે કે આ સંવાદ સાચો છે.

  • શર્હ નહજુલ બલાગાહ ભાગ ૧૬ પેજ ૨૮૪
  • ઇસ્બાત અલ હુદા ભાગ ૩ પેજ ૪૧૦.

દેખીતી રીતે ખલીફાઓએ પોતાની ખિલાફતનો ભય હોવાથી જ.ફાતેમા (સ.અ.) ને ફદકથી વંચિત રાખ્યા.