અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
ફદકે આયેશાને જુઠ્ઠી સાબિત કરી દીધેલ.

ફદકે આયેશાને જુઠ્ઠી સાબિત કરી દીધેલ.

 ફદકના જગડામાં શાશકપક્ષે પુરા જોરશોરથી પ્રસ્તાવ મૂક્યો કે “પયગંબર સ.અ.વ. વારસામાં કઇ છોડીને જતા નથી જે કઈ મૂકીને ગયા છે. તે સમાજ / મુલ્ક માટે હોય છે.” આ વાતની ગવાહી આયેશા અને હફ્સાએ માલીક બિન અવાસ (જે દિનથી ભટકી ગયેલ હતો)ની સાથે આપી હતી.

 આયેશાની તેની જુઠ્ઠી ગવાહીની બાબતે નીચે મુજબનો પ્રસંગ યાદ અપાવે છે.

તબરી અને સકફીથી રિવાયત મળે છે કે જ્યારે ઉસમાન તેની ખીલાફત પર હતો. ત્યારે આયેશા તેની પાસે આવી અને માંગણી કરી કે તેને ફદક આપવામાં આવે જે તેને તેના બાપ અબુબકર પછી ઉમરે તેને આપી હતી ત્યારે ઉસ્માને કહ્યું કિતાબાને સુન્નતમાં તેને કઈ આવું મળ્યું નથી. જો તારા બાપે અને ઉમરે તને આપ્યું હશે તોય હું તને  નહીં આપું.  

પછી આયેશાએ માંગણી કરી કે “મને જે રસુલ (સ.અ.વ.)એ પાછળ વારસા મુકી ગયા છે તે મને આપો”    

ઉસમાન અચંબો પામીને કહ્યું “ શું જનાબે ફાતેમાં જહેરા (સ.અ.) તમારી પાસે ન આવ્યા હતા હ.રસુલે ખુદા (સ.અ.વ.)થી તમને વારસો મળવા પણ  ગવાહી આપી કે માલીક બીન અવસ અલ બસરી (અલ નાજરી) સાથે કે “ચોક્કસ પયગંબર સ.અ.વ. કોઈ વારસો છોડી જતાં નથી અને આવી રીતે તમે જ.ફાતેમા સ.અ.વ.નો હક્ક ગસબ કર્યો તો જે ફાતેમા સ.અ..વ.એ તમારી પાસે માંગ્યો હતો અને પછી કહ્યું કે  હું તમને તે વારસો નહીં આપું”.

તબરી આગળ રિવાયત કરે છે કે ઉસમાન આગળ આયેશાને કહે છે કે “શું તમે આયેશા એ નહોતા એક બેદિન (દિનથી ફરી ગયેલ) સાથે પોતાના પેશાબથી વજુ કરતાં હતા અને તમારા બાપને ગવાહી આપતા હતા કે પયગંબર સ.અ.વ. કોઈ વારસો છોડીને જતાં નથી. 

 આવી રીતે આયેશાએ પયગમ્બર સ.અ.વ.ના વારસો માંગીને પોતાની ગવાહીને ખોટી સાબિત કરી અને ઉસમાન જેવા વ્યક્તિએ આયેશાનો વિરોધ કર્યો. કેમકે તેની ગવાહી જૂઠી હતી.

  • Bait Al-Ahzan P 167
  • Behaar Al-Anwaar V 31 P 295
  • Sharh Nahj Al-Balaghah V 16 P 220 (Ahle Tasannun) With Variation
  • Al-Amaali Of Shaikh Mufeed (R.A.) P 25 With Variation
  • Kashf Al-Ghummah V 1 P 479 With Variation