અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
ઈતિહાસ લખવામાં અપ્રમાણિકતા (ભાગ-૧)

ઈતિહાસ લખવામાં અપ્રમાણિકતા (ભાગ-૧)

 

અમુક દિવસો પહેલા એક લેખ નજરે પડયો કે જેના લખનારે અઈમ્મએ મઅસુમીન (અ.સ.) ની અમુક રિવાયતો અને કથનોને વિષય બનાવ્યો અને ઈતિહાસના અમુક પ્રસંગોમાંથી ગેરસમજણના આધારે ખોટા તારણો કાઢયા છે.

તેથી આ પ્રકારના ખોટા તારણોનો જવાબ એ રીતે આપી શકાય કે કારણકે પયગંબર (સ.અ.વ.) અને તેમના સાચા જાનશીનોના વિરોધીઓ અને દુશ્મન કારણકે આપ (સ.અ.વ.) અને ઈમામો (અ.સ.) ના કથનો અને રિવાયતો કે જે સ્પષ્ટ અને સ્થાપિતપણે ઈતિહાસમાં મૌજુદ છે તેનાથી સાચી રીતે ફાયદો ન્હોતો ઉપાડી શકતા તેથી તેઓએ પોતાનો મકસદ પ્રાપ્ત થવાના કારણે આ રીતે કર્યુ છે.

૧) રસુલે ખુદા (સ.અ.વ.) અને મઅસુમ ઈમામો (અ.સ.) ના સન્માનને ઘટાડવાનો પ્રયત્ન કર્યો જેથી અજ્ઞાન રાજકરતાઓ અને મહાન હસ્તીઓ વચ્ચે મિત્રતા અને એકરૂપતાનો રંગ પૈદા કરી શકાય અને આ રીત સંપૂર્ણ ઈતિહાસમાં એહલેબૈત (અ.સ.) ના વિરોધીઓ દરમ્યાન પ્રચલિત હતી.

પરંતુ જ્યારે તેઓ મઅસુમ ઈમામો (અ.સ.) ના ચારિત્રને દાગ લગાડવા અને ઘટાડવામાં નિષ્ફળ ગયા તો તેઓએ તેમની વાતો અને રિવાયતોને બિનઉપયોગી અને તેની અસરને ઘટાડવા માટે એક બીજી રીત અપનાવી હતી અને આ રીત તેમના છળકપટના આધારે હતી જેથી તેને લાંબો સમય મળ્યો અને આજ સુધી ખુબજ વધારે તેનું અનુસરણ થઈ રહ્યું છે.

૨) મઅસુમ ઈમામો(અ.સ.)ના સન્માનને એ રીતે ઘટાડવાનો પ્રયત્ન કર્યો જેથી રિવાયતની પ્રમાણિકતા (હદીસોની સત્યતા) નેજ ચર્ચાનો વિષય બનાવી દીધો (ખાસ કરીને તે રિવાયતો જે એહલેબૈત અ.સ. ના હક અને સત્યતા વિષે છે). બીજા શબ્દોમાં તેઓ આ રીતે કહે છે કેઃ ઈમામ (અ.સ.) ના સહાબીઓ ઈમામની ઈચ્છા વિરૂધ્ધ જુઠી વાતો ઈમામ સાથે જોડી દેતા હતા અને આ ખોટી રિવાયતો ધીમે ધીમે પ્રચલિત થઈ ગઈ અને હવે તેણે શીય્યતનું સ્વરૂપ ધારણ કરી લીધુ છે.

પરંતુ હજાર વખતના પ્રયત્નો છતાં સાચા અને હકીકી ઈતિહાસએ તેમના આ બદઈરાદા અને ઈચ્છાને સ્વીકારી નથી અને મઅસુમ ઈમામો (અ.સ.) ના વફાદાર સાથીઓ અને સહાબીઓને આ પ્રકારની તોહમતથી દુર રાખ્યા છે. તેથી હવે આ સમુહ માટે તેના સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી કે તેઓ સાચા દીને ઇસ્લામની સામે પોતાનું માથુ નમાવી દે અથવા તો …

હા, તેમની અમુક કિતાબો અને લેખોમાં જે મળે છે તેનાથી આજ તારણ નિકળે છે કે આ લોકો પોતાની જુની રીત અને તરીકાથી હાર મેળવ્યા પછી પણ તેઓએ એક નવી રીત અપનાવી જેને ખરેખર તો “ઈતિહાસમાં અપ્રમાણિકતા” સિવાય કંઈજ કહી શકાય નહીં.

તેથી આ લેખમાં શૈતાની તરીકો “ઇતિહાસ લખવામાં અપ્રમાણિકતા” ના વિષય હેઠળ ખુબજ ટુંકાણ સાથે તેની તરફ નજર કરીશું અને તે તરીકાની બે જુની અને નવી શાખાઓ વિષે ચર્ચા કરીશું અને તેના અમૂક ઉદાહરણનું વર્ણન કરીશું અને તે રિવાયાતો કે જે મઅસુમ ઈમામો (અ.સ.) ની મઝલુમીય્યતના વિષય હેઠળ નકલ થઈ છે તેને ખાસ આપની સામે રજુ કરીશું. ઇન્શાલ્લાહ.

જુની રીત રિવાજમાં ઈતિહાસ લખવામાં અપ્રમાણિકતાનો જે શૈતાની તરીકો હતો જે વર્ષોથી એહલેબૈત (અ.સ.) ના દુશ્મનો અને વિરોધીઓ વચ્ચે પ્રચલિત છે. શીઆઓનો પોતાના વિરોધીઓ અને દુશ્મનો સાથે વાદવિવાદ અને ચર્ચા કરવાની એક પધ્ધતિએ છે કે તેઓ પહેલાતો વિરોધીઓ (એહલે સુન્નત) ની મોઅતબર કિતાબો અને સ્ત્રોતોમાં લખાયેલ રિવાયતોતે (ભેગી કરે છે) એટલેકે દીને ઇસ્લામની સત્યતાને તેમનીજ રિવાયતો અને હદીસો કે જે તેમના સનદના સિલસિલાથી તેમનીજ કિતાબોમાં જોવા મળે છે તેનાથી સાબિત કરે છે. તેથી નક્કી કર્યું કે ખુદ પોતાનીજ મોઅતબર કિતાબો અને મુળ સ્ત્રોતોમાંજ ફેરફાર કરીએ અને અલગ-અલગ રીતોથી એ હદીસો કાઢી નાખવી કે જે પયગંબરે ઈસ્લામ (સ.અ.વ.) અને અમુક સહાબીઓથી વર્ણવાયેલ છે. તેમાં તેઓ કાપકુપ કરવા લાગી ગયા જેથી તેના વડે હકને છુપાવી શકાય અને શીઆઓ માટે ચર્ચા અને વાદ વિવાદનો રસ્તો બંધ કરી દે.

રસપ્રદ વાત એ છે કે આ શૈતાની તરીકાના શિક્ષકો અને ઉસ્તાદોમાં અમુક પ્રખ્યાત ઈતિહાસકારોના નામ પણ જોવા મળે છે.

હવે આપણે ઈતિહાસ લખવામાં અપ્રમાણિકતાનો એક નમુનો જોઈએઃ

મોહમ્મદ બિન જરીરે તબરી વફાત હી. ૩૧૦ પોતાની ઈતિહાસની કિતાબમાં ઐતિહાસીક પ્રસંગ “દાવતે ઝુલ અશીરા” માં આ આયત “વ અન્ઝીર અશીરતલ અકરબીન”[1] ના નાઝીલ થવા પછી પયગંબર (સ.અ.વ.) એ જે દાવતે બોલાવી હતી તેને ખુબજ વિગતવાર સંપૂર્ણપણે લખી છે જેનો ટુંકસાર આ છેઃ

આયત નાઝીલ થયા બાદ રસુલે ખુદા (સ.અ.વ.) એ પોતાના સગાવ્હાલાઓને બોલાવ્યા અને જમી લીધા બાદ ફરમાવ્યું

“કૌમના નેતા ક્યારેય જૂઠ નથી બોલતા, હું તમારા માટે અલ્લાહ તરફથી રસુલ છું અને યાદ રાખો કે કોઈપણ વ્યકિત પોતાના સગાવ્હાલાઓ માટે વધારે સારી ચીજ નથી લાવ્યો જે હું તમારા માટે લાવ્યો છું. હું તમારા માટૈ દુનિયા અને આખેરતની ભલાઈ (નેકી) લાવ્યો છું. તમારામાંથી કોણ છે જે મારી દાવતને સ્વીકારીને મારી મદદ અને સહાયનો વાયદો કરે? જેથી તે આ ઈલાહી કાર્ય અને જાહેલીય્યતના સમયની રસમો અને રિવાજને ખતમ કરવા માટે ઉભા થાય? અને તે મારો ભાઈ અને વસી અને જાનશીન થાય?” તો આ બધજ લોકોમાંથી ફકત અલી ઈબ્ને અબી તાલીબ (અ.સ.) એ ફરમાવ્યું, “અય અલ્લાહના રસુલ! હું તમારી મદદ કરવા માટે તૈયાર છું.” અને પયગંબરે અકરમ (સ.અ.વ.) એ આ સવાલ ત્રણ વખત દોહરાવ્યો તો દર વખતે જવાબ આપવાવાળા ફકત અલી ઈબ્ને અબી તાલીબ (અ.સ.) જ હતા. એ સમયે પયગંબર (સ.અ.વ.) એ ફરમાવ્યું

ઈન્ન હાઝા અખી વ વસી વ ખલીફતી અલયકુમ ફસ્મઉલહુ વ અતીઓહુ

એટલેકે “આ જવાન (અલી ઈબ્ને અબી તાલીબ અ.સ.) તમારી વચ્ચે મારા ભાઈ, વસી અને જાનશીન છે. તેથી તેમની વાતોને ધ્યાનથી સાંભળો અને તેમનું અનુસરણ કરો.”[2]

આ ટુંકસાર હતો જેને તબરીએ ખુબજ વિસ્તારથી પોતાની ઇતિહાસની કિતાબોમાં લખ્યું છે.

આજ પ્રખ્યાત અને જાણકાર ઈતિહાસકાર અને કુરઆનના તફસીરકાર પોતાની તફસીરમાં જ્યારે આજ આયત “વ અન્ઝીર અશીરતલ અકરબીન” સુધી પહોંચે છે તો જે કંઇ તેણે પોતાની ઇતિહાસની કિતાબમાં લખ્યું છે તેને તેજ શબ્દો અને સનદ સાથે વર્ણવ્યું છે પરંતુ જ્યારે એ વાકય જ્યાં રસુલે ખુદા (સ.અ.વ.) હ. અલી અ.સ. ના સ્થાનની જાહેરાત કરી છે કે જેમાં આપે ફરમાવ્યું“અલી અન યકુન અખી વ વસી વ ખલીફતી તો ત્યાં પોતાની તારીખે તબરીના શબ્દને બદલીને (ભુસીને) લખે છે “અલી અન યકુન અખી કઝા વ કઝા[3] એટલેકે “અલી અ.સ. મારા ભાઈ છે અને આ છે અને તે છે!!!”

શું આ શબ્દ (વસી વ ખલીફતી) નું ભુસી નાખવુ અને તેની જગ્યાએ (કઝા વ કઝા) નો ઉપયોગ કરવો તે ઈતિહાસની પ્રમાણિકતાને ખતમ કરવા સિવાય બીજું કંઈ હોય શકે છે?

મજાની વાત તો એ છે કે પ્રખ્યાત ઈતિહાસકાર ઈબ્ને કસીર શામી, વફાત હી.સ. ૭૩૨ એ પોતાની ઐતિહાસિક કિતાબ[4] કે જેનો આધાર તારીખે તબરી ઉપર રાખવામાં આવ્યો છે અને એવી જ રીતે પોતાની તફસીરના ભાગ-૩, પાના નં. ૩૫૧ ઉપર જ્યારે ઈતિહાસનો આ પ્રસંગ સુધી પહોંચે છે ત્યારે તારીખે તબરીને અવગણીને તે રિવાયતને વર્ણવવાથી દુર રહે છે અને આ પ્રસંગને તફસીરે તબરી પ્રમાણે વર્ણવે છે.

સંપૂર્ણ ઇતિહાસના હોવા છતાં અધુરા ઈતિહાસને વર્ણવવુ તે એવું કડવું સત્ય છે જેનાથી અમુક ઈતિહાસકારોની અપ્રમાણિકતા જાહેર થઈ જાય છે.

 

 

[1] સુરએ શોઅરા, આયત નં. ૨૧૪

[2] તારીખે તબરી, ભાગ-૩, પાના નં. ૬૨, ૬૩, તારીખે કામીલ ઈબ્ને અસીર, ભાગ-૨, પાના નં. ૪૦-૪૧, મુસ્નદે એહમદ ઈબ્ને હમ્બલ, ભાગ-૧, પાના નં. ૧૧૧)

[3] તફસીરે તબરી, ભાગ-૧૯, પાના નં. ૭૪

[4] અલ બિદાયા વન્નેહાયા, ભાગ-૩, પાના નં. ૪૦