અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
ઉમરે જ. ફાતેમા સ.અ. ઉપર એવો વાર કર્યો કે જ. મોહસીન અ.સ. શહીદ થઈ ગયા

ઉમરે જ. ફાતેમા સ.અ. ઉપર એવો વાર કર્યો કે જ. મોહસીન અ.સ. શહીદ થઈ ગયા

 રસુલુલ્લાહ સ.અ.વ. ની શહાદત પછી શરૂ થએલા એહલેબૈત અ.સ. પરના ઝુલ્મોના ભોગ બનેલા પ્રથમ શહીદ જ. મોહસીન ઇબ્ને અલી ઇબ્ને અબી તાલિબ અ.સ.  ની શહાદત ૧લી રબીઊલ અવ્વલ

એહલે સુન્નતના ઘણા આલીમોએ આ વાતનું વણૅન કર્યુ છે કે જ. ઝહરા સ.અ. થી અલી અ.સ. ને ત્રણ દિકરા હતા. હસન અ.સ., હુસૈન અ.સ. અને મોહસીન અ.સ. અને આ નામ રસુલે ખુદા સ.અ.વ. એ જ. હારૂનના ફરઝંદોના નામ શબ્બર, શબ્બીર અને મુશબ્બીર ઉપરથી રાખ્યા હતા.[1] ત્યાં સુધી કે સાઉદ અરેબીયાના જીદ્દામાં એક રોડનું નામ “શારેઅ મોહસીન બીન અલી અ.સ.” છે. હવે સવાલ એ થાય છે કે ઈમામ હસન અ.સ. અને ઈમામ હુસૈન અ.સ. નું વણૅન તો મળે છે પરંતુ ત્રીજા ફરઝંદ જ. મોહસીનનું વણૅન કયાંય જોવા મળતું નથી? અગર આપણે ઈતિહાસ ઉપર નઝર કરીશું તો જાણવા મળશે કે તેમના અકીદતમંદો, જે ઝુલ્મો થયા છે તેનું વણૅન કરતા કતરાઈ છે. પરંતુ હકીકત કોઈને કોઈ રીતે જાહેર થઈ જાય છે. ટૂંકમાં ૩ હવાલાઓ રજુ કરીએ છીએ.

(૧) મોહમ્મદ બીન અહમદ બીન હમ્માદ કુફીએ અલ હાફીઝ અલ ફાઝીલ અબુબક્ર અહમદ બીન હમ્દ સરા બીન યહ્યા બીન સરા ઈબ્ને અબી વારીમ અત્તમીની અલ કુફીની ઝીંદગીનું વણૅન કરતા લખ્યું છે કે તેઓ ઝીંદગીના અંતિમ દિવસોમાં મોટા ભાગે ટીકા કરતા હતા. એક દિવસ એક શખ્સ તેમને મળવા આવ્યો જેને તેઓએ કહ્યુઃ

ઉમરે જ. ફાતેમા સ.અ. ના સીના ઉપર એવો વાર કર્યો કે જ. મોહસીન અ.સ. શહીદ થઈ ગયા.[2]

આ એ જ. ફાતેમા સ.અ. છે કે જ્યારે તેઓ આવતા તો રસુલ સ.અ.વ. આપના એહતેરામમાં ઉભા થઈ જતા અને કપાળને ચુમતા અને પોતાની જગ્યાએ બેસાડતા હતા.

(૨) ઈબ્રાહીમ ઈબ્ને સય્યાર અન્નીઝામ (વફાત હિ.સ. 31) એ કહ્યું કેઃ

“બયઅતના દિવસે ઉમરે જ. ફાતેમા સ.અ. ના પેટ ઉપર એવો માર માર્યો કે જેમનાથી તેમનું ગભૅ પડી ગયું અને ઉમર મોટા અવાજે ચીખી રહ્યો હતો કે આમનું ઘર, ઘરના લોકો સાથે સળગાવી દયો અને તે સમયે ઘરમાં અલી અ.સ., ફાતેમા સ.અ., હસન અ.સ. અને હુસૈન અ.સ. સિવાય કોઈ બીજું ન હતું.[3]

શું કોઈ મઝહબમાં એક હામેલા ઔરત ઉપર આવો હુમલો કરવામાં આવે છે??!

(૩) ઈબ્ને અબીલ હદીદે હબ્બાર બીન અલ અસ્વદના વિષે પોતાના ઉસ્તાદ પાસેથી આ વાકેઓ સાંભળ્યો કે જ્યારે હઝરત અલી અ.સ. હિજરત પછી ઔરતોની સાથે મક્કાથી મદીના જઈ રહ્યા હતા ત્યારે તે ઔરતોમાં એક ઝયનબ પણ હતા. હબ્બાર બીન અલ અસ્વદે જ. ઝયનબને એવી રીતે ડરાવ્યા કે તેમનો ગભૅ પડી ગયો. જ્યારે રસુલે ખુદા સ.અ.વ. ને આ બનાવની જાણ થઈ તો આપ સ.અ.વ. એ હબ્બારનું ખુન હલાલ જાહેર કર્યુ. આ બનાવ પછી ઈબ્ને અબીલ હદીદના ઉસ્તાદે ફરમાવ્યું કે અગર રસુલે ખુદા સ.અ.વ. તે સમયે હયાત હોત કે જ્યારે લોકોએ જ. ફાતેમા સ.અ. ને ડરાવ્યા જેના કારણે તેમનું હમલ સાકીત થઈ ગયું તો રસુલે ખુદા સ.અ.વ. ડરાવવાવાળાના ખુનને હલાલ જાહેર કરી દેત.” આ સાંભળી ઈબ્ને અબીલ હદીદે પોતાના ઉસ્તાદને પુછયું. શું હું આપના હવાલાથી આ વાત વણૅવું કે જેવી રીતે અમુક લોકો કહે છે કે જ. ફાતેમા સ.અ. ને એટલા ડરાવવામાં આવ્યા કે જ. મોહસીન (અ.સ.) ની શહાદત થઈ ગઈ? ઉસ્તાદે કહ્યું ન તો મારા તરફથી આ રિવાયત વણૅન કરો અને ન જુઠલાવો. [4]

આ પ્રસંગથી એ વાતનો અંદાજ લગાવી શકાય છે કે જે બનાવો પાબંદી હોવા છતાં જબાન ઉપર આવી ગયા તેને પણ બયાન કરવાની ઈજાઝત આપવામાં ન આવી. તો પછી તે પ્રસંગોનું શું કહેવું જે વણૅન થયા નથી અથવા જેમાં ફેરફાર કરી નાખવામાં આવ્યા છે.

દુનિયામાં તો આવા પ્રયત્નો કામ્યાબ થઈ ગયા પરંતુ કયામતમાં જ્યારે હકીકતો અને ભેદ જાહેર થઈ જશે ત્યારે કોઈપણ પ્રકારનો પસ્તાવો અને માફી માંગવી અઝાબે ઈલાહીથી બચાવી શકશે નહીં.

——————————————————————————–

[1] મુસ્નદે એહમદ ભાગ-1, પાના નં. 118, અલ મુસ્તદરક અલસ સહીહય્ન, પાના નં. 165

[2] મીઝાનુલ એઅતેદાલ ભાગ-1, પાના નં. 139

[3] અલ મેલલ વન નેહલ, ભાગ-1, પાના નં. 59, અલ વાફી બીલ વફીય્યાત, ભાગ-6, પાના નં. 17

[4] શર્હે નહજુલ બલાગાહ, ભાગ-14, પાના નં. 192