હદીસે નૂર ઉપર એક નઝર – ભાગ 2

વાંચવાનો સમય: 4 મિનિટ

અગાઉના લેખમાં અમે હદીસે નૂરના મહત્વને સ્પષ્ટ કરતા એ વાતને સાબિત કરી દીધી કે હઝરત અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) રસુલે ખુદા (સ.અ.વ.)ના હકીકી જાનશીન છે. હવે આપણે અહિં આ હદીસના રાવીઓ અને તેના મોતવાતીર હોવા વિષે વિસ્તૃત વર્ણન કરીશું કે જેથી આ હદીસ મોઅતબર હોવાના બારામાં કોઈ પણ જાતના શકની ગુંજાઈશ ન રહે.

હદીસે નૂરના ભરોસાપાત્ર હોવાને તેની અસંખ્ય સનદો અને હદીસ મોતવાતીર હોવા ઉપરથી સાબીત કરી શકાય છે. એટલે કે આ હદીસને ઘણા બધા હદીસના રાવીઓએ નકલ કરી છે. તેઓમાંથી નીચે અલગ-અલગ દર્શાવેલા રાવીઓેએ નકલ કરી છે.

1) સહાબા (રસુલે ખુદા સ.અ.વ. ના સહાબીઓ)

2) તાબેઈન (સહાબા પછીની નસ્લ કે જેણે રસુલે ખુદા (સ.અ.વ.)ને જોયા ન હતા પરંતુ સહાબીઓને જોયા હતા)

3) હાફીઝો (કુરઆન અને હદીસ હીફઝ કરવાવાળા)

4) આલીમો

અહિં રાવીઓની યાદીને ક્રમવાર રજુ કરીએ છીએ:

(અ) સહાબા:-

તે બુઝુર્ગ સહાબીઓ કે જેઓએ આ હદીસને નકલ કરી છે.

1) અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)

નીચે મુજબના આલીમોએ હઝરત અલી (અ.સ.)થી આ હદીસને નકલ કરી છે.

  • સાલેહાની
  • કલાઈ
  • મોહમ્મદ ઈબ્ને જઅફર
  • વસાબી
  • વાએઝે હરવી
  • મોહમ્મદ સદર આલીમ

2) ઈમામ હુસૈન ઈબ્ને અલી (અ.સ.):

નીચે મુજબના આલીમોએ આપ (અ.સ.)થી આ હદીસને નકલ કરી છે.

  • આસમી
  • ખ્વારઝમી
  • મુતરઝી
  • શહાબુદ્દીન એહમદ

3) સલમાને મોહમ્મદી (અ.ર.):

નીચે મુજબના આલીમોએ આપથી આ હદીસને નકલ કરી છે.

  • એહમદ ઈબ્ને હમ્બલ (સીબ્તે જવઝીએ આ હદીસને એહમદ ઈબ્ને હમ્બલથી નકલ કરી છે)
  • અબ્દુલ્લાહ ઈબ્ને એહમદ
  • ઈબ્ને મગાઝેલી
  • શેહરૂઈ દયલમી
  • નતનઝી
  • શેહરેદાર દયલમી
  • ખતીબ ખ્વારઝમી
  • ઈબ્ને અસીર
  • હમવીની
  • તાલબી
  • હમદાની
  • ગન્જી શાફેઈ
  • તબરી
  • વઅસબી
  • હરવી

4) અબુઝરે ગફફારી (અ.ર.):

ઈબ્ને મગાઝેલીએ આપથી આ હદીસને નકલ કરી છે.

5) જાબીર બીન અબ્દુલ્લાહે અન્સારી (અ.ર.):

ઈબ્ને મગાઝેલીએ આપથી આ હદીસને નકલ કરી છે.

6) અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ (અ.ર.):

નીચે મુજબના આલીમોએ આ હદીસને આપથી નકલ કરી છે.

  • ઈબ્ને હબીબ બગદાદી
  • નતનઝી
  • ગંજી શાફેઈ
  • હમવીની
  • ઝરન્દી
  • શહાબુદ્દીન એહમદ
  • જમાલે મોહદ્દીસ

7) અબુ હુરૈરા:

હમવીનીએ આ હદીસ તેનાથી નકલ કરી છે.

8) અનસ ઈબ્ને માલીક:

આસેમીએ આ હદીસને તેનાથી નકલ કરી છે.

(બ) તાબેઈન કે જેઓએ હદીસે નૂરને નકલ કરી છે:

  • ઈમામ અલી ઈબ્ને હુસૈન ઈબ્ને અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)
  • ઝાદાને અબુ ઉમર ક્ધદી, વફાત હી. 82
  • અબુ ઉસ્માન નેહદી
  • સાલીમ ઈબ્ને અબુ જોઅદ અશ્જઈ, વફાત હી.સ. 98 અથવા 100
  • અબુ ઝુબૈર મોહમ્મદ ઈબ્ને મુસ્લીમ ઈબ્ને તદરસ અસદી મક્કી, વફાત હી.સ. 126
  • અકરમા ઈબ્ને અબ્દુલ્લાહ બુરૈરી, વફાત હી. 180
  • અબ્દુર્રેહમાન ઈબ્ને યઅકુબ જોહની મદની
  • અબુ ઓબૈદહ હમીદ ઈબ્ને અબી હમીદ તવીલ બસરી

(ક) હાફીઝો કે જેઓએ હદીસે નૂરને નકલ કરી છે:

  • એહમદ ઈબ્ને હમ્બલ શયબાની, વફાત હી.સ. 241
  • અબુ હાતીમ મોહમ્મદ ઈબ્ને ઈદરીસ, વફાત હી.સ. 277
  • અબ્દુલ્લાહ ઈબ્ને એહમદ ઈબ્ને હમ્બલ, વફાત હી.સ. 290
  • ઈબ્ને મરદુવીયા અબુબર એહમદ ઈબ્ને મુસા ઈસ્ફેહાની, વફાત હી.સ. 410
  • અબુ નઈમ એહમદ ઈબ્ને અબ્દુલ્લાહ ઈસ્ફેહાની, વફાત હી.સ. 430
  • ઈબ્ને અબ્દુલ બર્ર યુસુફ ઈબ્ને અબ્દુલ્લાહ નુમૈરી કરતબી, વફાત હી.સ. 463
  • ખતીબ બગદાદી
  • દયલમી
  • ખ્વારઝમી
  • ગંજી શાફેઈ
  • તબરી
  • હમવીની

હદીસે નૂર મોતવાતીર હદીસ છે:

હદીસે નૂરના ભરોસાપાત્ર હોવામાં કોઈ શંકા નથી. કારણ કે આ હદીસ આપણા મૌલા અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)થી નકલ થયેલ છે કે જેઓ મઅસુમ રેહબર છે. તદ્ઉપરાંત આ હદીસને રસુલ (સ.અ.વ.)ના ઘણા સહાબીઓએ પણ નકલ કરી છે. ઈબ્ને હજર અને ઈબ્ને હઝમ એ આ હદીસના એક લખાણને મોતવાતીર કરાર દીધું છે.

એહલે સુન્નતના આલીમોની નજીક હદીસે નૂરના રાવીઓની ભરોસાપાત્રતા:

એ વાત ધ્યાન આપવા લાયક છે કે હદીસે નૂરના લખાણ અને હદીસના રાવીઓની ભરોસાપાત્રતાને એહલે સુન્નતના આલીમોએ પણ સ્વીકારી છે. એટલી હદે કે તેઓ હદીસે નૂરના રાવીઓમાંથી અમૂક વિષે તો માન્યતા ધરાવે છે કે તે રાવીઓથી નકલ થયેલી હદીસનો મરતબો કુરઆનના મરતબા જેવો છે અને તેઓથી નકલ થયેલી હદીસનો ઈન્કાર કરી શકાતો નથી.

તોહફએ ઈસ્નાઅશરીયાના લેખક અબ્દુલ અઝીઝ દહેલવી કહે છે કે અબુ હુરૈરાથી નકલ થયેલ હદીસ કુરઆનની આયતની બરાબર છે અને તેમાં વધારો કરતા કહે છે કે જે હદીસ અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)થી નકલ થયેલ હોય તે હદીસ મુસ્તનદ છે કારણ કે આપ (અ.સ.) મઅસુમ છે.

કારણ કે સીહાહે સીત્તા (એહલે સુન્નતની નજીક કુરઆન પછી સૌથી વધારે ભરોસાપાત્ર 6 કિતાબો)માં તે હદીસોના રાવીઓથી રિવાયત મૌજુદ છે એટલા માટે હદીસે નૂરનું ભરોસાપાત્ર હોવું બીલ્કુલ સ્પષ્ટ છે. અગર કોઈ હદીસે નૂરમાં કોઈ જાતનો શક પૈદા કરે તો સીહાહે સીત્તાની હદીસોના ભરોસાપાત્ર હોવા ઉપર પ્રશ્ર્નાર્થચિહ્ન લાગી જશે. ખાસ કરીને બુખારી અને મુસ્લીમ ઉપર કે જેઆએ હદીસે નૂરને અબુ હુરૈરા અને ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)થી નકલ કરી છે. એહલે સુન્નત હઝરાત પાસે હદીસે નૂર ભરોસાપાત્ર હોવાનું કબુલ કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. અગર તેઓ હદીસે નૂરને અવગણવા માંગે અથવા તો હદીસનો ઈન્કાર કરવા ચાહે તો એ વાત તેઓ માટે યોગ્ય નથી કે તેઓ સીહાહે સીત્તાની બીજી હદીસોને કબુલ કરે. બહરહાલ કોઈ પણ હદીસને ફકત એટલા માટે રદ ન કરી શકાય કે તે હદીસ આલે મોહમ્મદ (અ.મુ.સ.)ની ફઝીલતને બયાન કરી રહી છે અને એ વાતને સાબીત કરી રહી છે આલે મોહમ્મદ (અ.મુ.સ.) બીજાઓ કરતા અફઝલ છે.

અબ્દુર રઝઝાક સનઆનીનું ભરોસાપાત્ર હોવું:

સુન્ની આલીમોનો મત છે કે અબ્દુર રઝઝાક સનઆની (કે જે હદીસે નૂરના રાવીઓમાંથી છે) હદીસોનો એક મહત્વના સ્ત્રોત છે. જે કામ તેઓએ અંજામ આપ્યા છે તેની ભરોસાપાત્રતા એટલી છે કે મુકદ્દસીએ યહ્યા ઈબ્ને મોઈનથી નકલ કર્યું છે કે અગર અબ્દુર રઝઝાક ઈસ્લામ ધર્મ છોડી દે તો પણ તેનાથી નકલ થયેલી હદીસને તર્ક ન કરી શકાય.

હદીસે નૂરના બીજા એક રાવી જ. સલમાને મોહમ્મદી (અ.ર.) છે અને તેમનું પાક ચારિત્ર્ય અને સચ્ચાઈ કોઈ પણ ઓળખાણની મોહતાજ નથી. કારણ કે રસુલે ખુદા (સ.અ.વ.) એ ખુદ તેમના વિષે ઈરશાદ ફરમાવ્યું છે કે ‘અગર ઈસ્લામ ‘સુરૈયા’(આસમાન)માં હોત તો પણ સલમાન તેને ત્યાંથી મેળવી લેત. અલ્લાહે મને ચાર લોકોથી મોહબ્બત કરવાનો હુકમ કર્યો છે જે અલ્લાહની નઝદીક પ્રિય છે. અલી (અ.સ.), અબુઝર, મીકદાદ અને સલમાન.’

એહમદ ઈબ્ને હમ્બલનો દરજ્જો:

હદીસે નૂરના રાવીઓમાંથી છે, કારણ કે તે એક મઝહબના ઈમામ છે કે જેની ઘણા બધા મુસલમાનો પયરવી કરે છે એટલા માટે હદીસે નૂરના ભરોસાપાત્ર હોવાના બારામાં તેમનો ફતવો મહત્વનો છે. યકીનન એહમદ ઈબ્ને હમ્બલની અસર એટલી વધારે છે કે ઘણા સુન્નીઓ તેમને અબુબક્ર કરતા વધારે ફઝીલત ધરાવનારા માને છે. જ્યારે કે અમૂક સુન્નીઓ તેનાથી પણ એક ડગલુ આગળ વધીને તેમને રસુલ (સ.અ.વ.)ની બરાબર ગણે છે.

જે લોકો હદીસે નૂરને ઝઈફ ગણે છે તેઓને સીબ્તે ઈબ્ને જવઝીનો જવાબ:

સીબ્તે ઈબ્ને જવઝી એ સુન્ની આલીમોની નઝરમાં હદીસોના રાવીઓમાંથી એક ભરોસાપાત્ર રાવી છે. જેમ કે ખ્વારઝમી, ઝહબી, મોહમ્મદ ઈબ્ને અલી દાઉદી, સુયુતિના ઉસ્તાદ, ઈબ્ને ખાલકાન, વગેરે… સીબ્ત ઈબ્ને જવઝીએ હદીસે નૂરને પોતાની કિતાબ ‘તઝકેરએ ખવાસ’પા. 22 ઉપર લખી છે અને ખૂબજ સખ્તીથી આ હદીસ વિષે શંકા કરનારાઓની દલીલોને રદ કરી છે.

સારાંશ:

હદીસે નૂરના ભરોસાપાત્ર હોવાનો ઈન્કાર નથી કરી શકાતો. અગર આ હદીસ ઝઈફ હોત તો સુન્ની કિતાબોમાં એહલે સુન્નતના ભરોસાપાત્ર આલીમો અને હાફીઝો આ હદીસને નકલ ન કરત. તેમ છતાં અગર અમૂક મુસલમાનો અપવાદ રૂપે આ હદીસને રદ કરે છે તો એ એટલા માટે નહીં કે આ હદીસે વિષે કોઈ ઈલ્મી વિખવાદ છે, બલ્કે તે ફકત અને ફકત એહલેબૈત (અ.મુ.સ.)થી બુગ્ઝ છે, જેના કારણે તે લોકો આ હદીસને કબુલ નથી કરતા. જ્યારે કે એજ રાવીઓથી નકલ થયેલી બીજી હદીસોને કબુલ કરે છે અને હદીસે નૂરનો ઈન્કાર ફકત એટલા માટે છે કે આ હદીસ એહલેબૈત (અ.મુ.સ.)ની ફઝીલતમાં વારીદ થઈ છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*