શા માટે અલ્લાહે યઝીદ થકી મુસલમાનોને સજા કરી ?

વાંચવાનો સમય: 2 મિનિટ

શા માટે અલ્લાહે યઝીદ થકી મુસલમાનોને સજા કરી ?

યઝીદનું હાકીમ બનવું એ મુસલમાનો માટે સૌથી મોટી સજા હતી. આ વાત આ હકીકતથી સ્પષ્ટ થાઇ છે કે તેણે અઝીમ ગુનાહો અંજામ આપ્યા જેમકે ઇમામે હુસૈન (અ) ને કત્લ કરવું, ખાને કાબા ઉપર આગના ગોળા ફેકાવવા, મદીના શહેર ને લૂંટવું વગેરે.

એ કઈ રીતે બન્યું કે આ પ્રકારનો જાનવરશૈતાન મુસલમાનોનો હાકીમ બની ગયો?

શું એ શક્ય હતું કે મુસલમાનો આ મુસીબત ને ટાળી શકતે અને ખાને કાબાની બેહુરમતીને બચાવી શકતે અને ઇમામ હુસૈન(અ) અને એમના અસ્હાબોની જિંદગી અને મદીનામાં હજારો લોકોની કત્લ અને ઔરતોની બેઇઝઝતીને બચાવવી શકતે?

હા, બેશક મુસલમાનો યઝીદ જેવા ઝાલિમને હુકુમત પર આવવાથી રોકી શકતા હતા. ત્યાં સુધી કે યઝીદના પિતા મુઆવીયાને પણ હાકીમ બનવાથી રોકી શકતા હતા અગર તે સમયના મુસલમાનોએ  રસૂલે ખુદા(સ.અ.વ.) ની નસીહતને તસ્લીમ કર્યા હોત.

ઇમામ હુસૈન(અ) એ મરવાન ઈબ્ને હકમને જાણ કરી હતી કે મેં મારા નાના રસૂલે ખુદા (સ.અ.વ) થી સાંભળ્યુ છે કે :

“અબુ સુફયાનના વંશજને ખિલાફતની મનાઈ છે. તો અગર તમે મુઆવીયાને મારા મીમ્બર પર જોવો તો તેના પેટને ચીરી નાખજો.”

બેશક મદીનાના લોકોએ મુઆવીયાને મીમ્બર પર જોયો હતો પરંતુ તેઓએ તેમનું પેટ ચીરી નાખયુ નહિ. તેથી અલ્લાહે લોકો પર યઝીદ ઝાલિમ થકી અઝાબ કર્યો.

રસૂલે ખુદા (સ.અ.વ) એ ફરમાવ્યું : “અગર તમે મુઆવીયા ને મીમ્બર પર જોવો, તો તેને કત્લ કરી નાખો.”

 

આ રિવાયત નીચેની એહલે સુન્નતની કિતાબોમાં નકલ છે.

  1. તારીખે બગદાદ ભા. 12 પેજ 181
  2. તહઝીબ અલ-તહઝીબ  ભા. 2 પેજ  428, ભા. 5 પેજ 110
  3. તારીખ અલ-તબરી  ભા. 11 પેજ 357
  4. સિફફીન પેજ 243, 248
  5. શરહે  નહજુલ બલાગાહ  ભા. 1 પેજ 348
  6. અલ-દકાએક  પેજ 18
  7. અલ-જામી અલ-સગીર  ભા. 1 પેજ 320
  8. અલ-લાઅલી  અલ-મસનુ ભા. 1 પેજ 320
  9. કિતાબ અલ-મનાકીબ ભા. 1 પેજ 268
  10. મીઝાન અલ-એઅતેદાલ ભા. 2 પેજ 129
  11. શેયર આઅલામ અલ-નોબાલા  ભા. 1 પેજ 185
  12. ખ્વારઝમીની મકતલ અલ-હુસૈન (અ.)  ભા. 1 પેજ 185
  13. તારીખ અબીલ ફિદા  ભાગ. 2, 283 હિજરી સન ના વાકીયાત હેઠળ

નોંધનીય છે કે લોકો મુઆવીયા જેવા સહાબી ઉપર તબર્રાનો વિરોધ કરે છે જયારે કે રસૂલે ખુદા (સ) મુસલમાનોને હુકુમ આપે છે કે મુઆવીયા જેવા સહાબીનું પેટ ચીરી નાખો.  રસુલે ખુદા (સ) ના હુકમની નાફરમાની કરવાને લીધે મુસલમાનોને સજા કરવામાં આવી.

તેથી હવે મુસલમાનોને તબર્રા કરવાનું છોડવું જોઈએ નહી નહીંતર તેઓ ને પણ સજા કરવામાં આવશે તબર્રા ને તર્ક કરવાના લીધે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*