અલી ઇબ્ને અબી તાલિબ અ.સ ની મોહબ્બત સહીહ જન્મની નિશાની છે.

વાંચવાનો સમય: 2 મિનિટ

અલ્લાહ દરેકને અલી ઇબ્ન અબી તાલિબ (અ.સ.)ની મોહબ્બત અતા કરતો નથી. આ એક વિશેષ બક્ષિસ છે કે જેને  અલ્લાહ ચાહે છે તેને અતા કરે છે.  અલી ઇબ્ને  અબી તાલિબ (અ.સ.)ની સાચી મોહબ્બત એ તેના સહીહ જન્મની નિશાની છે અને તેમના દુશ્મનો માટે તિરસ્કાર શામેલ છે.

  1. સહીહ જન્મના પાયાનો આધાર આલે મોહમ્મદ (સ.અ.વ.)ની મોહબ્બત.

આ બાબતે ઘણી બધી હદીસો છે કે જેના હવાલાઓ અહી આપેલ છે.

(૧) ઈમામ સાદીક અ.સ ફરમાવે છે કે “જે કોઈના  દિલમાં અમારી મોહબ્બત જુએ તેને આ ઉત્તમ બક્ષીશ બદલ  અલ્લાહનો શુક્ર અદા કરવો જોઈએ.” રાવી કહે છે મેં ઈમામ અ.સ ને પૂછ્યું કે ઉત્તમ બક્ષીશ શું છે? ઈમામ (અ.સ.)એ ફરમાવ્યું “સહીહ જન્મ”

  • અલ મહાસીન ભા-૧, પે-૧૩૯
  • મઆનીલ અખબાર પે-૧૬૧
  • એલલુશશરાએઅ ભા-૧, પે-૧૪૧
  • બશારહ અલ મુસ્તુફા (સ.અ.વ.) ભા-૨, પેજ-૧૭૭
  • બેહાર અલ અન્વાર  ભા-૨૭, પે-૧૪૬

(૨)  મુસ્તુફા ઇબ્ને ઉમર ઈમામ સાદીક અ.સ થી ફરમાવે છે કે “જે કોઈ પોતાના દિલમાં અલી (અ.સ.) ની મોહબ્બત જુએ તેના માટે જરૂરી છે કે તેની માતા માટે  વધુ દુઆ કરે એટલા માટે કે તેણીએ તેના પિતાથી છેતરપીંડી  નથી કરી.”

  • મન લા યહ્ઝરુલ ફકીહ ભા-૩ પેજ-૪૯૩
  • આમાલી એ શૈખે સદુક અ.ર પેજ-૪૭૫,૬૦૯-૬૧૦
  • મઆનીલ અખબાર પેજ-૧૬૧
  • બશારહ અલ મુસ્તુફા (સ.અ.વ.) ભા-૨ પેજ-૯
  • બેહાર અલ અનવાર ભા-૨૩ પેજ-૯૯

(૩) ઇબ્ને અબ્બાસથી રિવાયત છે કે મેં જોયું જાબીર બિન અબ્દુલ્લાહે અન્સારી તેમના માણસોને અને અન્સારની શેરીઓમાં ચક્કર મારતા અને તેમની સભામાં પણ કહેતા અય અન્સાર તમારા બાળકોમાં અલી અ.સની મોહબ્બતનું વાવેતર કરો અને અગર તે નકારે તો તેમની માતા તરફ જુઓ.

  • એલલુશ્શરાએએ ભા-૧ પેજ-૧૪૨
  • મઆશેરુલ અન્વાર પેજ-૮૭

(૪) રસુલે ખુદા સ.અ.વ. એ અલી અ.સ. ને ફરમાવ્યુ “આપણા શીયાઓ ઉત્તમ લોકો છે અને તેમનો જન્મ સહીહ છે.”

  • અલ આમાલીએ શૈખે મુફીદ અ.ર. પેજ-૧૬૯
  • ફઝાએલુશ્શીયા પેજ-૧૨

(૫) અબુ હુરેરા બયાન કરે છે મેં રસુલે ખુદા (સ.અ.વ.)ને  અલી અ.સ.ને કહેતા સાંભળ્યા – “હું, તમે, ફાતેમા સ.અ., હસન અ.સ., હુસૈન અ.સ. (અલ્લાહ તેમના પર સલવાત નાઝીલ કરે) એક જ માટીથી પૈદા થયા છીએ. અને તેમાંની વધેલી માટીમાંથી અમારા શિઆઓ અને મોહબ્બત કરનારાને પૈદા કરવામાં આવ્યા છે.અને જયારે કયામતનો દિવસ આવશે લોકોને તેમની માતાઓના નામથી બોલાવવામાં આવશે. સિવાય આપણને  અને આપણા શીઆઓ અને આપણા ચાહનારાઓને.  ચોક્કસ તેઓને તેમના માતા પિતાના નામથી બોલાવવામા આવશે.”

  • અલ દુરુલ મન્સુર પેજ-૮૦૭ બની હાશિમ ના પ્રકરણ માંથી (એહલે તસન્નુંન)
  • બશારહ અલ મુસ્તુફા(સ.અ.વ.) પેજ-૨૦
  • અલ ફૂસુલ અલ મોહીમ્મા ભાગ-૧ પેજ-૩૪૯
  1. સહીહ જન્મ તે મહાન બક્ષીશ  છે

એક લાંબી હદીસમાં અલી અ.સ ફરમાવે છે કે “અલ્લાહ તેની  મહેરબાનીથી પસંદ કરે છે. તો પછી તમે અલ્લાહનો શુક્ર અદા કરો કે જે મહાન બક્ષીશ  તેણે તમને અતા કરી છે – તે છે સહીહ જન્મ (કે જે અમારી મોહબ્બત અને વિલાયત તરફ લઇ જાય છે.)”

  • તફસીર અલ ફૂરાત પેજ-૩૬૭ સુ.ઝુમર ૫૬
  • બેહાર અલ અન્વાર ભાગ-૧૦ પેજ-૧૦૩ ભાગ -૬૫ પેજ -૬૧

સ્પષ્ટપણે અલી અ.સ. અને તેમના માસુમ પુત્રો (અ.મુ.સ.)ની મોહબ્બત અલ્લાહ તરફથી મહાન બક્ષીશ છે કે જેની શરૂઆત સહીહ જન્મ છે.

તેઓ કે જેઓ પોતાના દિલમાં અલી અ.સ ની મોહબ્બત અને સાથે તેમના દુશ્મનોથી પણ મોહબ્બત છે તો તેઓ આ બક્ષીશ થી વંચિત છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*