બીબી ફાતેમા ઝહરા (સ.અ.) એ સરકાર પાસેથી ફદકની માંગણી શા માટે કરી?

વાંચવાનો સમય: 4 મિનિટ

જનાબે ઝહરા (સ.અ.) (જન્નતમાં ઔરતોની સરદાર) આપ (સ.અ.)ને આ દુનિયાથી કોઈ ચીઝથી લગાવ ન હતો. આપ એક ઉચ્ચ દરજ્જો રાખતા હતા અને આપની હને એક ઉચ્ચત્તમ મકામ હતો. આપ (સ.અ.)ની સંપૂર્ણ જીવન દુનિયાના લગાવથી દુર હતા અને લોકો જેની તરફ આંગળી ઉપાડતા હતા તેનાથી દુર હતા. પરંતુ રસુલે ખુદા (સ.અ.વ.)ની વફાત બાદ આપ (સ.અ.) એ તે સમયની સરકારની સામે ફદકને હાંસીલ કરવા માટે ઉભા થયા.

શા માટે જ. ઝહરા (સ.અ.)ના વ્યકિતત્વમાં બદલાવ આવ્યો જ્યારે કે પૂરી ઝીંદગી આપ (સ.અ.)આ દુનિયાથી લગાવ ન રાખતા હતા. શું કારણ હતું કે આ દુનિયાની હકીકતને જાણવા છતા કે આ દુનિયા એક બકરીની છીંક અથવા એક સુવ્વરનું હાડકું અથવા એક માખીની પાંખ કરતા પણ હલકી (પસ્ત) છે. છતાં પણ સરકારની સામે એક ઝમીનના ટુકડા માટે ઉભા થયા?

શું કારણ હતું કે આપ (સ.અ.) પર આટલી બધી મુસીબતો આવી, સરકારની સામે લડવા ઉભા થયા બાદ? એક નાના એવા ઝમીનના ટુકડા અને થોડા ખજુરના વૃક્ષોની બદલે આટલી બધી મુસીબતો? અને એ જાણવા છતાં કે આપ (સ.અ.)ની બધી મહેનત (વ્યર્થ) પાણીમાં જશે અને સરકાર મારી માંગણી પુરી નહી કરે. એક જાગૃત વાંચક માટે શકય છે કે તે આ બધા પ્રશ્નો ઉપસ્થિત કરે. બીબી ઝહરા (સ.અ.)ના ફદક માટેની માંગણી બાબતે.

આ બધા પ્રશ્નો એ વિધ્યાર્થીઓ કે જે ઈસ્લામના ઈતિહાસ ભણેલ છે તેમાં માટે ગુંચવણ ભરેલા નથી જે લોકો એ રસુલે ખુદા (સ.અ.વ.)ની વફાત બાદના વાકેઆતને જીણવટપૂર્વક ભણ્યા હોય, આ બધા પ્રસંગોનું એક ઝડપી પૃથ્થકરણ, વાંચકોને સંતોષકારક જવાબ મેળવી દેશે જેની તે લોકો અપેક્ષા રાખે છે.

પહેલું પ્રાથમિક કારણ:

એ કે ફદક ને હ. ફાતેમા (સ.અ.) પાસેથી છીનવી લેવામાં આવે અને આ રીતે આલે રસુલ (સ.અ.વ.)ને કઝોર કરી દેવામાં આવે. અમીરુલ મોઅમેનીન હ. અલી (અ.સ.) તો પહેલેથી જ ખિલાફતના દાવાનો વિરોધનો સામનો કરી રહ્યા હતા. ફદકની મીલ્કીય્યતને હડપ કરી લેવી એ પહેલો વાર (હુમલો) હતો જેથી તેઓને આર્થીક રીતે કમઝોર કરી દેવામાં આવે. સરકારી (હુકુમતી) લોકો એ વાતથી જાણકાર હતા કે લોકો હ. અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ને આર્થીક રીતે કમઝોર જોશે તો તેમના ખિલાફતના મુદ્દા પર ધ્યાન નહીં આપે. એ લોકો ચાહતા હતા કે અલી (અ.સ.)ના સામાજીક અને ધાર્મિક મરતબા ઉપર દાગ લાગે. આ કાવત્રુ સૌથી પહેલા રસુલે ખુદા (સ.અ.વ.) પર તે સમયના ઝાલીમો (વિરોધીઓ) એ રચ્યું હતું કે તેમણે એવા આર્થીક કાયદાઓ લાગુ પાડયા હતા કે જેથી રસુલે ખુદા (સ.અ.વ.) અને તેના સહાબીઓ નબળા પડી જાય અને તેઓના મિશનને પણ કમઝોર કરી દેવામાં આવે.

બીજું કારણ:

એ હતું કે ફદકમાંથી જે આવક થતી એ ઘણાજ બહોળા પ્રમાણમાં હતી. ઈબ્ને અબીલ હદીદ અલ મોઅત્તઝલીના મતાનુસાર ફદકમાં જેટલા ખજુરના ઝાડ હતા એટલા આખા કુફાના કુલ જાડ હતા. અલ્લામા મજલીસી (અ.ર.) કશફુલ મુહજ્જામાં લખે છે કે ફદકની વાર્ષિક આવક 24000 દિનાર હતી. બીજી રિવાયત કહે છે કે 70000 દિનાર. આ વધઘટ (ઉતાર ચડાવ) વર્ષોના તફાવતને કારણે હોય શકે. આ દેખીતું છે કે આટલી બહોળી આવક સરકારની નઝરોમાં હતી જેનો લાભ હાશમી ખાનદાન મેળવી રહ્યો હતો.

ત્રીજું કારણ:

ફદકની માંગણી મૌલા અલી (અ.સ.)ની ખિલાફત પર સીધી રીતે અસરકારક હતી. એક મશ્હુર વિદ્વાન ઈબ્ને અબીલ હદીદ અલ મોઅતઝલી એક મદ્રેસા અલ અરાબીયાહ જે બગદાદમાં હતો એમના ટીચર અલી બી. અલ ફરકીને સવાલ કર્યો શું ફાતેમા (સ.અ.) સાચા હતા? (હક પર હતા).

શિક્ષકે જવાબ આપ્યો: બેલા શક’ (શક વગર)

વિધ્યાર્થી એ તરત પુછયું: તો જ્યારે અબુબક્રને ખબર હતી કે તેણી (સ.અ.) સાચા છે તો શા માટે તેણે ફદક પાછો ન આપ્યો?

ત્યારબાદ શિક્ષકે સ્મીત કરતા કહ્યું: અગર અબુબક્રએ બીબી ઝહરા (સ.અ.)ને ફદકની તેમની માંગણી મુજબ આપી દીધો હોત તો બીબી (સ.અ.)એ તેમના શોહર અલી (અ.સ.)ની ખિલાફતનો હક પણ માંગ્યો હોત જે અબુબક્ર એ છીનવી લીધો હતો. આવા સંજોગોમાં અબુબક્ર પાસે અલી (અ.સ.)ની ખિલાફતને ઠુકરાવા માટે કોઈ કારણ બાકી ન રહેત અને અબુબક્રને એ બધી બાબત કબુલવી પડત જે બીબી (સ.અ.) તેઓની સામે રાખેલ.

ચોથું કારણ:

એ (અધીકાર) હક છે જે અગર કોઈનો હોય અને તેને આપવામાં ન આવ્યો હોય તો તે વ્યકિત તેની માટે માંગી અથવા લડી શકે છે. એ હક પછી તેમના કામનો હોય કે નહીં. પોતાનો ગસબ કરાયેલ હકની માંગણી કરવી એ કોઈની ધાર્મિકતા યા દુન્યવી ચીજથી સંકળાયેલ નથી. કોઈપણ વ્યકિત જે પરહેઝગાર હોય અને દુનિયાથી લગાવ ન રાખતો હોય તો પણ પોતાની ગસબ કરાયેલી વસ્તુની માંગણી કરવા ઉભો થઈ શકે છે (મોરચો નાખી શકે છે).

પાંચમું કારણ:

એક વ્યકિત દુનિયાથી કેટલો પણ ઓછો લગાવ રાખતો હોય તે શરઈ તૌર પર જવાબદારીઓથી ઘેરાયેલો છે કે તે પોતાના પૈસાને ખર્ચ કરે જેમકે સીલે રહમ અને બીજી અનેક જવાબદારીઓમાં. બધી જવાબદારીઓ પૂર્ણ કરવા માટે પૈસો જરૂરી હોય છે અને જો તેને કોઈ છીનવી લે તો તેને હાંસીલ કરવા માટે કોશીશ કરે જેથી કરીને પોતાની જવાબદારીઓ પૂરી કરી શકે. શું ઈતિહાસ એ વાતની સાક્ષી નથી પુરતો કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) સૌથી વધારે પવિત્ર અને અલ્લાહથી ડરવાવાળા વ્યકિત હતા બધા મુસ્લીમોમાં? છતાં પણ ઈસ્લામનો ફેલાવો કરવા માટે જ. ખદીજા (સ.અ.)ની સંપતિ અને જાગીરની તેમને જરૂર હતી.

છઠ્ઠુ કારણ:

અકલ કહે છે છીનવાયેલી વસ્તુને હાંસિલ કરવા માટે પ્રયત્ન કરવો. આનાથી બે વસ્તુ સામે આવે છે.

1. અગર મહેનત કામ્યાબ થઈ તો તેને જે વસ્તુની જર હતી તે પ્રાપ્ત થઈ જશે.

2. અને અગર હારી જાય તો જેણે વસ્તુ છીનવી છે તે વ્યકિત બધાયની સામે ખુલ્લો પડી જાય. જેને હકીકત ખબર છે અને જ્યારે લોકો તે ગુનેહગારને જોશે તો તેમનેએ યાદ અપાવશે કે આ એ વ્યકિત છે જે લોકોનો હક ગસબ કરે છે અને લોકોને ધોકો આપે છે.

સાતમું કારણ:

લોકોની સામે એ જાહેર થઈ જાય કે કોણ મઝલુમ છે. ધોકેબાઝ લોકો પૈસા અને લાગવગના જોર પર લોકોનું દિલ જીતતા હતા જ્યારે ખાનદાની માણસો પોતાની પવિત્રતાથી લોકોના દિલો જીતતા હતા. જેથી કરીને લોકો ઝાલિમ અને મઝલુમ વચ્ચેનો ભેદ પારખી શકે.

ઉપરોકત મુદ્દાઓની છણાવટ કરતા અને ધ્યાનમાં રાખતા કે જ. ફાતેમા ઝહરા (સ.અ.)માં ખાસિયતો હતી અને આપ (સ.અ.) હુકુમતની સામે ઉભા થયા અને મસ્જીદે નબવીમાં પોતાનો હક માંગવા ગયા.

આપ (સ.અ.) પહેલા ખલીફાના ઘરે વાતચીત કરવા ન્હોતા ગયા પરંતુ એવી જગ્યાએ ગયા જ્યાં બધા મુસલમાનો ભેગા થતા હતા અને વળી આપે એવો સમય પસંદ કર્યો જ્યારે કે મસ્જીદ આખી મુહાજેરીન, અન્સારો અને બીજા જનસમુહથી ભરેલી હોય. વળી આપ (સ.અ.) એકલા ન્હોતા ગયા પરંતુ બીજી ઔરતોને પણ તેમની સાથે લઈ ગયા હતા. જેમની દરમ્યાન આપ (સ.અ.) ઘેરાયેલા હતા.

આપ (સ.અ.) મસ્જીદમાં પહોંચે તે પહેલા પરદાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેથી આપ (સ.અ.) પરદા પાછળથી વાત કરી શકે.

આ વ્યવસ્થાનો પ્રબંધ એટલા માટે કરવામાં આવ્યો જેથી કરીને આપ (સ.અ.) લોકોની સામે સારી રીતે પોતાની ચર્ચાને રજુ કરી શકે. આપ (સ.અ.) રસુલે ખુદા (સ.અ.વ.)ની દિકરી હતા અને એ રસુલે ખુદા (સ.અ.વ.) જેમણે એવો દાવો કર્યો હતો: હું તમામ અરબસ્તાનમાં સૌથી વધારે ઈલ્મ ધરાવતો અને સંસ્કારી વ્યકિત છું.

આપ (સ.અ.) અનુસરવાને લાયક હતા. દરેક મુસલમાન ઔરતો માટે કયામત સુધી જેમકે રસુલે ખુદા (સ.અ.વ.) એ એલાન કર્યું કે એક ફરીશ્તાએ મને કીધું હતું કે તમારી દીકરી ફાતેમા (સ.અ.) મારી ઉમ્મતની તમામ ઔરતોની સરદાર છે.

(અલ ખસાએસ, ઈમામે નિસાઈ, પાના 34)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*