કરબલામાં કોણ વિજયી છે?

વાંચવાનો સમય: < 1 મિનિટ

સામાન્ય રીતે ઘણાબધા લોકો લડાઈમાં જીત અને હારનું અર્થ ઘટન કરે છે કે તેઓ યઝીદને વિજયી અને ઈમામ હુસૈન અ.સ.ને પરાજીત માને છે.

હાલાંકે આ સામાન્ય લડાઈ ન હતી અથવા બે રાજાઓ વચ્ચેની લડાઈ ન હતી. સામાન્ય રીતે લોકો યઝીદનો બચાવ કરવા માટે આ લડાઈને બે રાજા વચ્ચેની લડાઈ ગણાવે છે.

  • ખરેખર રીતે આ લડાઈ અલ્લાહની હુજ્જત અને તેના વિરોધીની હતી. આ લડાઈ હક અને બાતીલની હતી. કરબલાની લડાઈ દરમ્યાન જીત અને હારનુ આ પ્રકારનું અર્થઘટન યોગ્ય ગણાશે નહિ. યઝીદની ખિલાફત માત્ર બાતીલ હતી અને તેણે ઈમામ હુસૈન અ.સ.ને લડાઈનો પડકાર ફેક્યો હતો. એક રસપ્રદ પ્રસંગ આ બાબત તરફ  પ્રકાશ ફેકે છે કે કરબલાના સાચા વિજયી કોણ હતા. ઈમામ જાઅફરે સાદીક(અ.સ.) ફરમાવે છે કે “જ્યારે ઈમામ હુસૈન ઇબ્ને અલી અ.સ.ના શહીદ થયા પછી ઈમામ અલી ઇબ્ને હુસૈન(અ.સ.) મદીનામાં દાખલ થયા ત્યારે ઈબ્રાહીમ ઇબ્ને તલ્હાએ તેમને આવકાર્યા અને પૂછ્યું અય અલી ઇબ્ને હુસૈન(અ.સ.) કરબલાના વિજયી કોણ છે? ઈમામ(અ.સ.) કે જે અમારીમાં બેઠા  હતા એમણે જવાબ આપ્યો અગર તું જાણવા ઈચ્છે છે કે કોણ વિજયી છે તો જયારે નમાઝનો સમય થાય તો અઝાન અને એકામહ પડજે.” (આમાલીએ શેખે તુસી અ.ર. પેજ-૬૭૭,૮૮૪, બેહારુલ અન્વાર ભાગ-૪૫, પેજ-૧૭૭)
  • યઝીદ ચાહતો હતો કે ઇસ્લામની બધીજ નિશાનીઓ નાશ પામી જાય અને તે માટે તેની શરૂઆત તેણે ઈમામ હુસૈન(અ.સ.)ને કત્લ કરવાની સાથે કરી. જાહેરી રીતે યઝીદ ઈમામ હુસૈન(અ.સ.) અને તેમના સાથીઓને કત્લ કરવામાં સફળ થયો પરંતુ ઇસ્લામ ધર્મ સતત પ્રકાશિત થતો જ ગયો.
  • તૌહીદ અને નબુવ્વત તરફ લોકોને આપવામાં આવી રહેલા આમંત્રણનો અવાઝ આજે પણ અને કયામત સુધી અઝાન અને એકામહમાં સંભળાઈ રહ્યો છે. આ ઈમામ હુસૈન(અ.સ.)ની જીત દર્શાવે છે કે જેમણે તેમના નાના(સ.અ.વ.)ના દિનને ઝુલ્મ અને અત્યાચારની પકડથી બચાવેલ છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*