ઈમામ મહદી(અ.સ.)નો જન્મ અહલે સુન્ન્તની કિતાબોમાં

વાંચવાનો સમય: 7 મિનિટ

ઈમામ મહદી(અ.સ.)ના જન્મની રીવાયાત ઘણા બધા અહલે સુન્ન્તના આલીમોએ નકલ કરી છે. અમો અહીં અમુક નામો ઉદાહરણ રૂપે તાકી રહ્યા છે. અલબત સંપૂર્ણ યાદી તો ખુબજ લાંબી છે કે જેને આ ટુંકા લેખમાં સમાવી શકાય.

૧.અલ્લામા શમ્સ-અલ-દિન કાઝી ઇબ્ને ખલ્લકાન અલ શાફઈ (વફાત હી.સ. ૬૮૧):

“અબુલ કાસીમ મ-હ-મ-દ ઇબ્ને અલ હસન અલ અસ્કરી ઇબ્ને અલી અલ હાદી ઇબ્ને મોહમ્મદ અલ જવાદ તે ઈમામીયા (શિયા)ના બારમાં ઈમામ છે અને તેઓ હુજ્જત તરીકે મશહૂર છે. તેમનો જન્મ શુક્રવાર મધ્ય શાબાનમાં હી.સ. ૨૫૫ માં થયો હતો. જયારે તેમના પિતાનો ઇન્તેકાલ થયો (શહીદ થયા) ત્યારે તેઓ ૫ વર્ષના હતા.”

(વફાયત અલ આયાન ભાગ ૪ પા ૧૭૬)

૨.અલ્લામા સલાહ અલ દિન ખલીલ ઇબ્ને અય્બક સફ્દી:

“અલ હુજ્જત અલ મુન્તઝ્રર મ.હ.મ.દ. ઇબ્ને અલ હસન અલ અસ્કરી ઇબ્ને અલી અલ હાદી ઇબ્ને મોહમ્મદ અલ જવાદ ઇબ્ને અલી અલ રેઝા ઇબ્ને મુસા અલ કાઝીમ ઇબ્ને જાફર અલ સાદિક ઇબ્ને મોહમ્મદ અલ બાકીર ઇબ્ને ઝૈન અલ આબેદીન અલી ઇબ્નીલ હુસ્સૈન ઇબ્ને અલી ઇબ્ને અબી તાલિબ રઝીઅલ્લા અન્હુમ અલ હુજ્જત અલ મુન્તઝર શિયાઓના બારમાં ઈમામ છે. શીઆઓ તેમને અલ મુન્તઝર અલ કાએમ અલ મહદી તરીકે ઓળખે છે. તેમનો જન્મ મધ્ય શાબાન હી.સ. ૨૫૫ માં થયો હતો”

(અલ વાફી બીલ વફાયત ભાગ ૨- પા ૩૩૬)

૩.ઇબ્ને અસીર અલ જઝરી (વફાત હી.સ. ૬૩૦):

હી.૨૬૦ ના બનાવો નોંધતા તેઓ આ રીતે લખે છે:

“અને આ વર્ષમાં અબુ મોહમ્મદ અલ અલ્વી અલ અસ્કરીનો ઇન્તેકાલ થયો(શહીદ થયા). તેઓ ઈમામીયા ફીરકાના ૧૨ ઇમામોમાંથી છે અને તેઓ મ.હ.મ.દ.ના પિતા છે કે જેમને શિયાઓ મુન્તઝરથી જાણે છે.(થી ઓળખે છે).”

(અલ કામિલ ફી અલ તારીખ વો-૪ પા ૪૫૪)

૪.મીર ખવંદ:

“ઈમામ મહદી કે જેમનું નામ અને કુન્નીયત રસૂલ(સ.અ.વ.)ની સમાન છે. તેમનો જન્મ સામરરાહમાં મધ્ય શાબાનની રાત્રી એ હી.સ. ૨૫૫ માં થયો હતો. તેમના પિતાના ઇન્તેકાલ (શહાદત)ના સમયે તેમની ઉમર ૫ વર્ષની હતી. તેમને બાળપણમાંજ હિકમત અતા કરવામાં આવી હતી જેમકે યાહ્યા અ.સ.ને. તેમને ઈમામત આપવામાં આવી હતી જ્યારે તેઓ નાના બાળક હતા જેમકે ઈસા અ.સ.ને બાળપણમાં નબુવ્વત આપવામાં આવી હતી.”                                                                                                           (રવ્ઝા અલ સફા ભાગ-૩ પા ૫૯)

૫.અબુ અલ ફિદા ઈસ્માઈલ ઇબે અલી શાફઈ:

તેઓ હી.સ. ૨૫૪ ના બનાવોનું આ રીતે નોંધ કરે છે: “અને અલ હસન અલ અસ્કરી કે જેઓ મ.હ.મ.દ અલ મુન્તઝર, સાહેબ અલ સરદાબ ના પિતા છે અને મ.હ.મ.દ અલ મુન્તઝ્રર ઈમામીયાના બારમાં ઈમામ છે અને તેમના માટે કેહવામાં આવે છે કે તેઓ અલ કાએમ અલ મહદી અલ હુજ્જત છે.”

(તારીખે અબુલ ફિદા ભાગ ૧ પા ૩૬૧)

૬.અલ્લામાં મોહમ્મદ ફરીદ વાજદ:

“અબુલ કાસીમ મ.હ.મ.દ ઇબ્ને હસન અલ અસ્કરી ઇબ્ને હાદી અ.સ……ઇમામિયાના બારમાં ઇમામ છે અને હુજ્જત તરીકે મશહૂર છે”

(દાઈરહ અલ મારીફ ભાગ-૬ પા ૨૩૯)

૭.સિબ્ત ઇબ્ને જવઝી (વફાત હી.સ. ૬૫૪):

ઈમામ મહદી અ.સ. સંબંધિત પ્રકરણમાં તે વર્ણવે છે “મ.હ.મ.દ ઇબ્ને હસન ઇબ્ને અલી ઇબ્ને મોહમ્મદ, તેમની કુન્નીયત અબુ અબ્દીલ્લાહ અબુલ કાસીમ છે અને તેઓ અલ હુજ્જાહ, સાહેબઝઝમાન, અલ કાએમ,અલ મુન્તઝર……….”

(તઝ્કેરા અલ ખવાઝ પા ૨૭૭)

૮.મોહમ્મદ ઇબ્ને તલા શાફાઈ (વફાત હી.સ. ૬૫૨):

ઈમામ મહદી અ.સ.ની હાલત વર્ણવતા તે કહે છે “મ.હ.મ.દ. ઇબ્નલ હસન અલ ખાલિસ ઇબ્ને અલી ઇબ્ને મોહમ્મદ……….અ.સ. પછી તેમના પુત્ર બાબતે કે તેઓનો જન્મ સામરરાહમાં થયો હતો અને તેમની કુન્નીયત અબુલ કાસીમ છે અને તેમના લકબોમાં અલ હુજ્જાહ,અલ ખાલાફ અલ સાલેહનો સમાવેશ થાય છે અને તેઓ અલ મુન્તઝર પણ કેહવાય છે “

( મતાલીબ અલ સુઊલ ફીમાંનાકીબે આલે રસૂલ ભાગ ૨ પા ૧૫૨,૧૫૩ પ્રકરણ ૧૨)

૯.શમ્સ અલ દિન મોહમ્મદ ઇબ્ને તુલૂન હનફી:

“અને તેમના બારમાં ઈમામ છે તેમના પુત્ર મ.હ.મ.દ ઇબ્નલ હસન અ.સ.અને તેઓ અબુલ કાસીમ છે. તેમનો જન્મ મધ્ય શાબાન હી.સ. ૨૫૫માં થયો હતો. તેમના પિતાના ઇન્તેકાલ (શહાદત)ના સમયે તેઓ ૫વર્ષ ના હતા.

(અલ શાઝારાત અલ ઝાહબીયા  પા ૧૧૭-૧૧૮)

૧૦.મિર્ઝા મોહમ્મદ ઇબ્ને રુસ્તમ શાફઈ:

ઈમામ એ હસન અસ્કરી અ.સ.ની સીરત વર્ણવતા તેઓ લખે છે “…..અને તેઓ કોઈ ઓલાદ છોડી ગયા ના હતા સિવાય કે મ.હ.મ.દ અલ મુન્તઝર…….”

(મિકતા અલ નજાહ પા ૧૦૪)

૧૧. એહમદ ઇબ્ને હજર અલ હય્સરી અલ શાફાઈ (વફાત ૯૭૪):

ઈમામ હસન અસ્કરી(અ.સ.) વિષે વર્ણન કર્યા પછી તે લખે છે “અને તેઓ કોઈ વારસદાર છોડી ગયા નથી સિવાય તેમના પુત્ર અબુલ કાસીમ મ.હ.મ.દ અલ હુજ્જાહ(અ.સ.) અને તેમના પિતાના ઇન્તેકાલ(શહાદત) સમયે તેમની ઉમર ૫ વર્ષ હતી. પરંતુ અલ્લાહે તેમને બાળપણમાં હિકમત અતા કરી હતી અને તેમને અલ કાયમ અલ મુન્તઝર પણ કેહવામાં આવે છે.”

(અલ સવએક અલ મોહ્રેકા પા ૨૦૮)

૧૨.મોહિયુદ્દીન ઇબ્ને અરબી (વફાત હી.સ. ૬૩૫):

અને જાણી લો કે ઈમામ મહદી(અ.સ.)નું આવવું અનિવાર્ય છે, પરંતુ તેઓ ત્યાં સુધી કયામ નહિ કરે જ્યાં સુધી આ દુનિયા ઝુલ્મ અને અન્યાયથી ભરાય ના જાય, પછી તેઓ તેને સમાનતા અને ન્યાયથી ભરી દેશે, અને તેઓ રસૂલ(સ.અ.વ.)ની ઇતરતમાંથી છે અને જ.ફાતેમા(સ.અ.)ના ફરઝંદોમાંથી છે. હુસૈન ઇબ્ને અલી(અ.સ.) તેમના જદ છે. હસન અલ અસ્કરી ઇબ્ને ઈમામ અલી અલ નકી(અ.સ.) તેમના પિતા છે, તેમનું નામ રસૂલ(સ.અ.વ.)નું નામ છે. મુસલમાનો રુકન અને મકામની વચ્ચે તેમની બયઅત કરશે “

(અલ ફૂતુહાત અલ મક્કીયાહ પ્રકરણ ૩૬૬)

૧૩.મોમીન ઇબ્ને હસન અલ શબ્લનજી:

“અબુ મોહમ્મદ અલ હસન ઇબ્ને અલી(અ.સ.)નો ઇન્તેકાલ (ઝેર ના કારણે) જુમ્માના ૮ રબીઉલ અવ્વલ હી.સ. ૨૬૦માં થયો હતો. તેમના પુત્ર મ.હ.મ.દ, તેમની માતા કનીઝ(શાહ્ઝાદી) હતા. તેમને નરજીસ કેહવામાં આવતા હતા અને ઈમામ અ.સ.ની કુન્નીયત અબુલ કાસીમ છે અને ઈમામીયાએ તેમને અલ હુજ્જાહ, અલ મહદી, અલ  ખલફ, અલ સાલેહ, અલ કાએમ, અલ મુન્તઝર, સાહેબઝ્ઝમાન જેવા લકબ આપ્યા છે અને તેમનો મશહૂર લકબ અલ મહદી છે.”                                                                          (નુર અલ અબ્સાર પા ૩૨૧-૩૨૨)

૧૪.અબુલ વલીદ મોહમ્મદ ઇબ્ને શાહનાહ હનફી (વફાત હી.સ. ૮૧૫):

“અલ હસન અલ અસ્કરી(અ.સ.)ને ત્યાં એક પુત્ર નો જન્મ થયો. અલ મુન્તઝર અ.સ-બારમાં ઈમામ, તેમને મહદી અલ કાએમ અલ હુજ્જત કકેહવાય છે. તેમનો જન્મ હી.સ. ૨૫૫ માં થયો હતો.

(રવ્ઝાહ અલ માંનાઝીર,મુરુજ અલ ઝહબ ભાગ ૧ પા ૨૯૨ ના હાશિયા માં)

૧૫.ઇબ્ને ખલ્દુન અલ માગરેબી (વફાત હી.સ. ૮૦૮):   

“…ખિલાફત જાઅફર અલ સાદિક(અ.સ.)થી તેમના પુત્ર મુસા અલ કાઝીમ(અ.સ.)થી તેમના પુત્ર અલી અ.સ.અને આ કડી નો અંત બારમાં ઈમામ મ.હ.મ.દ અલ મહદીથી થયો.”                                                                     ( તારીખ ઈબ્ન ખાલ્દુન ભાગ ૩ પા ૩૬૧)

૧૬.અબુલ ફતઃ મોહમ્મદ ઇબ્ને અબ્દુલ કરીમ અલ શેહરીસ્તાની (વફાત ૫૪૮ હી.સ.):

“અને તેમના પછી તેમના પુત્ર મ.હ.મ.દ અલ કાએમ અલ મુન્તઝર કે જેઓ નો જન્મ સામાંર્રહમાં થયો હતો અને તેઓ ઈમામીયાઓ પ્રમાણે બારમાં ઈમામ છે.”

(કિતાબ અલ મેલલ વન નેહલ)

૧૭.નુરુદીન ઇબ્ને સબ્બાગ અલ માલિકી (વફાત હી.સ. ૮૫૫):

“અબુલ કાસીમ, મ.હ.મ.દ અલ હુજ્જાહ અલ ખલફ અલ સાલેહ ઇબ્ને અબી મોહમ્મદ અલ હસન અલ ખાલિસ અને તેઓ બારમાં ઈમામ છે.” પછી તે ઈમામના જન્મ અને ઇમામતની વિગતો વર્ણવે છે.

(અલ ફૂસોલ અલ મોહિમ્માહ પા ૨૭૩)

૧૮.મોહમ્મદ ઇબ્ને મેહમૂદ જે ખ્વાજા પારસા તરીકે મશહૂર છે:

“અહલેબયત(અ.સ.)ના માસૂમ ઇમામોમાંથી અબુ મોહમ્મદ અલ હસન અલ અસ્કરી(અ.સ.) છે. તેઓ તેમના પછી કોઈ ઓલાદ છોડી નથી ગયા સિવાય અબુલ કાસીમ મ.હ.મ.દ અલ મુન્તઝર જેમને અલ કાએમ અલ હુજ્જત અલ મહદી સહેબઝ્ઝમાન કેહવાય છે અને તેઓ ઈમામીયા પ્રમાણે બાર ઇમામોમાંથી છેલ્લા છે. તેમનો જન્મ ૧૫ શાબાનની રાત્રે હી.સ. ૨૫૫માં થયો હતો.”

(મીર્કત અલ મફતિ ફી શર્હે મિશ્કત અલ માંસબીહ  ભાગ ૧૦ પા ૩૩૬)

૧૯.ફઝ્લ ઇબ્ને રોઝ બહન:

“તે અહલેબયત એ પયગંબર(અ.મુ.સ.)ના દરેક ઈમામને સલામ મોકલે  છે અને ઈમામ મહદી(અ.સ.) વિષે તે લખે છે કે સલામ થાય અલ મુન્તઝર અબુલ કાસીમ પર.”

(દલાએલ અલ સ્દિક ભાગ ૨ પા ૩૭૦)

૨૦.જમાલ અલ દિન મોહમ્મદ ઇબ્ને યુસુફ અલ ઝરંડી અલ હનફી:

“બારમાં ઈમામને મશહૂર અને અસામાન્ય ખાસિયતો અતા કરવામાં આવી છે. તેમનો દરજ્જો, ઈલ્મ અને હકના સંબંધે ખુબ જ મહાન છે. તેઓ હકની સાથે કાયમ કરનારા છે અને તેઓ હકની તરફ દાવત આપનારા છે. શીઆઓના વર્ણન પ્રમાણે તેમનો જન્મ મધ્ય શાબાન હી.સ. ૨૫૫માં સામાંર્રહમાં મોઅતામેદ અબ્બાસી ખલીફાના સમયમાં થયો હતો. તેમની માતા શેહ્ઝાદી નરજીસ છે કે જેઓ રોમના રાજા કય્સરની દીકરી હતા.

(મેરાજ અલ વુસૂલ એલા મારફતે ફઝલે આલે રસોળ)

૨૧.કાઝી બોહ્બોલ બેહ્જત આફંદી:

“તેમનો જન્મ ૧૫ શાબાન હી.સ. ૨૫૫માં થયો હતો. તેમની માતાનું નામ નરજીસ(સ.અ.) હતું. તેમના માટે બે ગય્બત હતી. એક નાની ગય્બત અને એક મોટી ગય્બત તેમની સલામતી માટે. તેમનો ઝહૂર અલ્લાહની રઝાથી થશે અને તે પૃથ્વીને અદલ અને ઇન્સાફ્ફથી ભરી દેશે.”                                                                         (અલ મુહકકમહ ફી તારીખ એ આલ એ મોહમ્મદ અ.સ)

૨૨.હાફીઝ ઇબ્ને યુસુફ ગંજી શાફઈ (વફાત ૬૫૮ હી.સ.):

તેમની કિતાબના પચ્ચીસમાં પાઠમાં તે ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ની લાંબી ઝીંદગીના બારામાં લખે છે કે “તેમની લાંબી ઝીંદગી સામાન્ય નથી તે એવી છે જેવી કે અલ્લાહના દોસ્તોમાંથી ઈસા અ.સ.ની, ખીઝર(અ.સ.)ની અને અલ્લાહના દુશ્મનોમાંથી ઇબ્લીસ અને દજ્જાલ (અલ્લાહ ની લાનત થાય તે બંને પર) ના જેવી.

(અલ બયાન ફી અખબાર એ સહેબુઝામાન પા-૧૪૮)

૨૩.એહમદ અમીન અલ મીસરી:

“તે સ્વીકારે છે કે ઈમામ મહદી(અ.સ.)ના જન્મને અને તે ઈમામ હસન અલ અસ્કરી(અ.સ.)ના પુત્ર છે.”

(ઝોહાં અલ ઇસ્લામ ભાગ ૩ પા ૨૧૦-૨૧૨ )

૨૪.શેખ હસન ઇબ્ને મોહમ્મદ દિયાર બાકીરી અલ માલિકી (વફાત ૯૬૬ હી.સ.):

બારમાં ઈમામ મ.હ.મ.દ. ઇબ્ને હસન ઇબ્ને અલી ઇબ્ને મોહમ્મદ ઇબ્ને અલી અલ રઝા કે જેની કુન્નીયત અબુલ કાસીમ અને ઈમામીયાઓ તેમને અલ હુજ્જાહ અલ કાએમ,અલ મહદી, અલ મુન્તઝર, સાહેબઝ્ઝમાનના લકબથી યાદ કરે છે અને એમના પ્રમાણે તે છેલ્લા છે.”

(તારીખ અલ ખમીસ પા ૨૮૮)

૨૫.શમસ ઉદ દીન અલ ઝહબી અલ શાફઈ (વફાત ૭૪૭ હી.સ.):

“મ.હ.મ.દ. ઇબ્ને હસન અલ અસ્કરી ઇબ્ને અલી અલ હાદી ઇબ્ને મોહમ્મદ અલ જવાદ ઇબ્ને મુસા અલ કાઝીમ ઇબ્ને અબુ જાફર અસ સાદિક અલ હુસેની. શિયાઓ તેમને અબુલ કાસીમ, અલ ખલાફ, અલ હુજ્જત, અલ મહદી, અલ મુન્તઝર, સાહેબઝ્ઝમાનથી યાદ કરે છે અને તે બાર ઇમામોમાં છેલ્લા છે .”

(અલ ઇબાર ફી અલ ખબર મન ગબર ભાગ ૧ પા ૩૮૧)

“અને તેમના દીકરા મ.હ.મ.દ ઇબ્ને હસન છે જેમને શિયાઓ અલ કાએમ તરીકે યાદ કરે છે.”

(તારીખ એ ઇસ્લામ પા ૧૧૩,૨૫૧ થી ૨૬૦ હી.સ. ના બનાવો હેઠળ)

“અલ મુન્તઝર અલ શરીફ અબુલ કાસીમ મ.હ.મ.દ ઇબ્ને હસન અલ અસ્કરી બાર ઇમામોમાં છેલ્લા છે.”

(સેયારો આલમ અલ નાબુલા ભાગ ૧૩ પા ૧૧૯)

૨૬.ફખ્રે રાઝી શાફઈ (વફાત હી.સ. ૬૦૪):

ઈમામ હસન અલ અસ્કરી(અ.સ.)ના બારામાં તે લખે છે “ઈમામ હસન અલ અસ્કરી ના બે દિકરા અને બે દીકરીઓ હતી. તેમના દીકરાઓમાં એક સાહેબઝ્ઝમાન છે. (અલ્લાહ તેમના ઝહૂર માં જલ્દી કરે). ઘણા બધા ઈતિહાસકારોએ તેમના જન્મને સાબિત કર્યો છે કે તે ઈમામ હસન અલ અસ્કરી(અ.સ.) અને સય્યદા નરજીસ(સ.અ.)ના વંશમાંથી છે અને તેમનો જન્મ હી.સ. ૨૫૨ અથવા ૨૫૫ અથવા ૨૫૯માં થયો છે. અલબત સાચી તારીખના  બારામાં ઇખ્તેલાફ છે પણ શિયાઓ પ્રમાણે તેમનો જન્મ મધ્ય શાબાનની રાત્રીએ હી.સ. ૨૫૫માં થયો છે.

(અલ શાજરહ અલ મુબારકા પા ૭૮-૭૯)

૨૭.અલ્લામાં સય્યદ મોહમ્મદ ઇબ્ને અલ હુસૈન અલ સમરકદી (વફાત ૯૯૬ હી.સ.):

“તેમના બે દીકરામાં મ.હ.મ.દ અલ મહદી બારમાં ઈમામ છે. તેમનો જન્મ શુક્રવારે મધ્ય શબાનમાં ૨૫૫ હી.સ.માં થયો હતો. તેમની કુન્નીયાત અબુલ કાસીમ છે અને તેમનો લકબ અલ કાએમ અલ હુજ્જત, અલ ખલફ, અલ સાલેહ, અલ મુન્તઝર અને તેમાં સૌથી પ્રખ્યાત મહદી છે. તેમના પિતાના ઇન્તેકાલના(શહાદત) સમયે તે ૫ વર્ષ ના હતા.

  • (તુહ્ફાહ અલ તાલિબ બી મારીફાહ મન યુંન્તાસાબો ઈલા અબ્દીલ્લાહ અ.સ.વા અબી તાલિબ અ.સ.પા ૫૪-૫૫)

૨૮.અબ્દુલ્લાહ ઇબ્ને મોહમ્મદ ઇબ્ને આમીર અલ શબ્રવી અલ શાફઈ (વફાત હી.સ. ૧૧૭૧):

“બારમાં ઈમામ અબુલ કાસીમ મ.હ.મ.દ ઇબ્ને અલ હુજ્જત અલ ઈમામ કેહવામાં આવે છે કે તે મહદી જેની રાહ જોવામાં આવી રહી છે તે છે. મ.હ.મ.દ અલ હુજ્જત ઇબ્ને હસનનો જન્મ સામર્રરાહમાં મધ્ય શબાનની રાત્રે હી.સ. ૨૫૫માં થયો હતો. તેમના પિતાના  ઇન્તેકાલ (શહાદત) વખતે  તેમની ઉમર પાચ વર્ષની હતી. તેમના પિતા તેમની સલામતી માટે ચિંતાતુર હતા તેથી તેમને તેના જન્મની જાણકારી ગુપ્ત રાખી તોફાની સમય અને ઝાલીમ બાદશાહોના કારણે. મ.હ.મ.દ અલ હુજ્જાહ, મહદી, કાએમ, મુન્તઝર,ખલફ, સાલેહ, સાહેબુઝ્ઝમાન તેમના લકબો છે કે જેમાં સૌથી પ્રખ્યાત મહદી છે. અધિકૃત હદીસો કહે છે કે તે આખર ઝમાનામાં ઝહૂર ફરમાવશે.”

(અલ અતહાફ બે હુબ્બાલ અશરાફ   પા  ૧૭૯-૧૮૦)

૨૯.ઇબ્ને ઈમાદ અલ દમીશ્કી અલ હમ્બલી (વફાત હી.સ. ૧૦૮૯):

“૨૬૦ હી.સ.ના બનાવો વર્ણવતા તે લખે છે કે અલ હસન ઇબ્ને મુસા અલ કાઝીમ ઇબ્ને જાફર(અ.સ. ) સાદિક અલ અલ્વી અલ હુસૈની  તે બાર ઇમામોમાંથી એક છે. રાફીઝીઓ તેમને માસૂમ માને છે. તે અલ મુન્તઝરના પિતા છે.”       (અલ શાઝારાત અલ ઝાહાબ ફી અમ્મર મીન અલ ઝાહાબ ભાગ ૩ પા ૨૬૫)

૩૦.મોહમ્મદ ઇબ્ને અબ્દ અલ રસૂલ અલ બરઝંજી અલ શાફઈ (વફાત હી.સ. ૧૧૦૩):

“તે સ્વીકારે છે કે ઈમામ હસન અસ્કરી(અ.સ.)ના દીકરાનું નામ મ.હ.મ.દ હતું.

(અલ ઈશા અહલે અશરાત અલ સાઆહ પા ૧૪૯ )

૩૧.અબુલ બર્કાત નોમન ઇબ્ને મહમૂદ અલ આલોસી અલ હનાફી (વફાત ૧૩૧૭  હી.સ.):

“ઈમામીયાઓ સ્વીકારે છે કે મહદી એ મ.હ.મ.દ ઇબ્ને હસન એ અસ્કરી ઇબ્ને અલ હાદી અને તે અલ હુજ્જાહ અલ મુન્તઝર અલ કાએમ તરીકે ઓળખાય છે.”

(ગલીયાહ અલ વયીઝ ભાગ ૧ પા ૭૮)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*