મુબાહેલાની દ્રષ્ટિએ સહાબા ઉપર એહલેબૈત (અ.મુ.સ.)ની ફઝીલત

વાંચવાનો સમય: 3 મિનિટ

 

સહાબીઓ અને પત્નિઓના ટેકેદારોને એ હકીકતનો સતત સામનો કરવો પડે છે કે તેમના સરદારોએ ઈસ્લામના ઈતિહાસમાં કયારેય કોઈ યોગદાન નથી આપ્યું.

આમાં મુબાહેલાનો બનાવ શામીલ છે જેમાં રસુલુલ્લાહ (સ.અ.વ.) નજરાનના યહુદીઓ સામે પોતાની પવિત્ર આલને લઈ ગયા. સહાબીઓ અને પત્નિઓ કયાંય નજર આવતા ન હતા, જે ઈસ્લામ માટે એક સારી બાબત સાબીત થઈ.

પ્રથમ તો મુબાહેલાના બનાવને જાણવો બેહતર છે જેથી ઈસ્લામમાં એહલેબૈત (અ.મુ.સ.)નો મરતબો અને દરજ્જો સમજાય.

ઈમામ મુસા કાઝીમ (..) હારૂન અબ્બાસી સાથે ચર્ચા કરે છે:

એક દિલચસ્પ ચર્ચામાં ઈમામ મુસા કાઝીમ (અ.સ.) સમયના કહેવાતા ખલીફા હારૂન અબ્બાસીને બતાવે છે કે કેવી રીતે મઅસુમ ઈમામો (અ.મુ.સ.) સુરએ આલે ઈમરાન-3, આયત 61 મુબાહેલાની આયત થકી રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ફરઝંદો છે.

હારૂને ઈમામ મુસા કાઝીમ (અ.સ.)ને સવાલ કર્યો: કેવી રીતે ઈમામો (અ.મુ.સ.) રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ફરઝંદો છે જ્યારે કે સબંધ પિતાથી આગળ વધે છે ન કે માતાથી?

ઈમામ મુસા કાઝીમ (અ.સ.)એ જવાબમાં મુબાહેલાની આયત બયાન કરી:

પરંતુ તે વિષે જે ઈલ્મ તમને મળી ચૂકયું છે તે પછી પણ જે કોઈ તમારી સાથે તેમના સબંધમાં તકરાર કરે તો તમે કહો કે આવો અમે અમારા ફરઝંદોને બોલાવીએ તમે તમારા ફરઝંદોને બોલાવો અને અમે અમારી ઔરતોને બોલાવીએ તમે તમારી ઔરતોને બોલાવો અને અમે અમારા નફસોને બોલાવીએ તમે તમારા નફસોને બોલાવો; પછી આપણે કરગરીને દોઆ કરીએ અને જુઠું બોલનારાઓ ઉપર અલ્લાહની લઅનત કરીએ.”

પછી આપ (અ.સ.)એ ફરમાવ્યું: કોઈએ પણ એવો દાવો નથી કર્યો કે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ અલી (અ.સ.), ફાતેમા (સ.અ.), હસન (અ.સ.) અને હુસૈન (અ.સ.) સિવાય બીજા કોઈને મુબાહેલા માટે લઈ ગયા હોય. તેમજ  આ આયતની તફસીર આ મુજબ છે ‘અમારા ફરઝંદો’થી મુરાદ હસન (અ.સ.) અને હુસૈન (અ.સ.), ‘અમારી ઔરતો’ થી મુરાદ સીદ્દીકા, તાહેરા, જનાબે ફાતેમા (સ.અ.) અને ‘અમારા નફસો’થી મુરાદ અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) છે.

અમીરૂલ મોઅમેનીન (અ.સ.) રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ‘નફસ’ છે. બધા આલીમો આ બાબતે એકમત છે કે જીબ્રઈલ (અ.સ.)એ ઓહદના સમયે કહ્યું:

‘અય મોહમ્મદ (સ.અ.વ.)! આ કુરબાનીઓ અલી (અ.સ.) તરફથી છે.’

રસુલુલ્લાહ (સ.અ.વ.)એ જવાબમાં ફરમાવ્યું: આ એટલા માટે કારણકે હું અલી (અ.સ.)થી છું અને અલી (અ.સ.) મારાથી છે.

આના જવાબમાં  જીબ્રઈલ (અ.સ.)એ કહ્યું: અને હું તમારા બન્નેથી છું યા રસુલુલ્લાહ! કોઈ યુવાન નથી સિવાય અલી (અ.સ.) અને કોઈ તલવાર નથી સિવાય ઝુલ્ફીકાર.

અલી (અ.સ.)ની મિસાલ જ.ઈબ્રાહીમ અ.સ.જેવી છે જેનું  વર્ણન કુરઆનમાં છે.:

(તેઓમાંથી કેટલાકોએ) કહ્યું, અમોએ તો એક નવયુવાનને કે જે ઇબ્રાહીમના નામે પ્રખ્યાત છે તેને (આપણા દેવતાઓનું બૂરાઇની સાથે) યાદ કરતાં સાંભળ્યો હતો.

(સુરએ અંબીયા-21, આયત 60)

અમો જીબ્રઈલ (અ.સ.)ના વખાણ ઉપર ગર્વ કરીએ છીએ કે બેશક તે અમોમાંથી છે

  • અલ એહતેજાજ, ભા. 2, પા. 292
  • ઝખાએરૂલ ઉકવા, ભા. 6, પા. 114
  • મજમઉલ ઝવાએદ, ભા. 6, પા. 114
  • ઉમદાહલ કારી, ભા. 6, પા. 214
  • અલ મોઅજમુલ કબીર, ભા. 1, પા. 318
  • ક્ન્ઝુલ ઉમ્માલ, ભા. 13, પા. 144

 

સહાબીઓ પણ મુબાહેલાના મહત્વથી માહિતગાર હતા:

સહાબીઓ અને સામાન્ય મુસલમાનો મુબાહેલાથી જાડાએલ ફઝીલતને જાણતા હતા અને ન ચાહતા હોવા છતાં એહલેબૈત (અ.મુ.સ.)નો એહતેરામ કરતા હતા અથવા કમસે કમ તેઓની ટીકા અથવા અપમાનથી દૂર રહેતા હતા.

આમીર બિન સાદ નકલ કરે છે: મોઆવીયાએ મારા પિતાને કહ્યું: અબુ તુરાબ (અમીરૂલ મોઅમેનીન અ.સ.) ઉપર લઅનત કરવાથી તમને કઈ ચીઝ રોકે છે.?

તેમણે જવાબમાં કહ્યું: ત્રણ ચીજો જે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ તેમના બારામાં બયાન કરી છે… જ્યારે આયએ મુબાહેલા નાઝીલ થઈ: ‘આવો અમે અમારા ફરઝંદોને બોલાવીએ તમે તમારા ફરઝંદોને…’ રસુલુલ્લાહ (સ.અ.વ.)એ અલી (અ.સ.), ફાતેમા (સ.અ.), હસન (અ.સ.) અને હુસૈન (અ.સ.)ની પોતાની સાથે લીધા અને એલાન કર્યું: આ મારા વારસદારો છે.

  • તફસીરે અય્યાશીમાં સુરએ આલે ઈમરાન-3: 61 ની તફસીર હેઠળ
  • તફસીરે બુરહાન, ભા. 1, પા. 290

શા માટે રસુલુલ્લાહ (...) સહાબીઓને લઈ ગયા?

જ્યારે મુસલમાનો મુબાહેલાના પ્રસંગને ગણકારતા નથી અને એમ માને છે સહાબીઓ પણ સક્ષમ હતા. આ બાબતે હકીકત એ છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.) સહાબીઓને કોઈ કારણથી નથી લઈ ગયા. ભૂતકાળમાં કોઈ નબી મુબાહેલા માટે પોતાના સહાબીઓને નથી લઈ ગયા, તેઓ હંમેશા પોતાના કુટુંબીજનોને લઈ ગયા હતા. બની ઈસ્રાઈલ કે જેઓએ ઘણા બધા અંબીયા (અ.મુ.સ.)ને જોયા હતા. તેઓ આ સુન્નતથી માહિતગાર હતા, જેમકે આ બનાવ સ્પષ્ટ કરે છે:

હુઝૈફા બિન યમાન નકલ કરે છે: હું મદીનામાં હતો ત્યારે નજરાનના બે પાદરીઓ સય્યીદ અને આકીબ રસુલુલ્લાહ (સ.અ.વ.) પાસે આવ્યા અને આપ (સ.અ.વ.)ને મુબાહેલા માટે પડકાર્યા.

જ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.) મુબાહેલા માટે તૈયાર થયા. આકીબે સય્યીદને કહ્યું: અય સય્યીદ! અગર મોહમ્મદ (સ.અ.વ.) તેમના સહાબીઓ સાથે મુબાહેલા માટે આવે તો તેઓ નબી નથી. અગર તેઓ પોતાના કુટુંબ સાથે આવે તો તેઓ સાચા નબી અને અલ્લાહના રસુલ છે.

  • શવાહેદુત્તન્ઝીલમાં સુરએ આલે ઈમરાન-3, 61 ની તફસીર હેઠળ

નજરાનના ઈસાઈઓ મદીનાના મુસલમાનો કરતા બહેતર:

નજરાનના ઈસાઈઓએ જ્યારે નૂરાની શખ્સીયતોને જોયા તો મુબાહેલા કરવાથી પાછા હટી ગયા કારણકે તેઓને ડર હતો કે આલે મોહમ્મદ (અ.મુ.સ.)ની લઅનત અને નફરીનથી કોઈ એક ઈસાઈ પણ બાકી નહિ રહે. આ આલે મોહમ્મદ (અ.મુ.સ.)ની હક્કાનીય્યતનો પુરાવો છે નહીતર ઈસાઈઓ પાછા ન ફરત. અલબત્ત નજરાનના ઈસાઈઓ જો કે ઈસ્લામ અને તૌહીદનો ઇનકાર કરતા હતા   છતાય પણ  ચારિત્ર્યની દ્રષ્ટિએ  સારા ન્યાયધીશો હતા.

કમનસીબે મદીનાના મુસલમાનો માટે આમ ન કહી શકાય. મુબાહેલાના બનાવના એક વર્ષ પછી આ મુસલમાનોએ જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ને મિલ્કતના વિવાદમાં પડકાર્યા   અને આપ (સ.અ.)ની ગવાહી, અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની ગવાહી, હસન (અ.સ.)ની ગવાહી અને હુસૈન (અ.સ.)ની ગવાહીને રદ કરી અને (નઉઝોબિલ્લાહ) તેમને જુઠલાવ્યા. તેની સામે તેઓએ સહાબીઓ અને પત્નિઓની ગવાહીને આ બાબતમાં કબુલ રાખી.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*