રસુલુલ્લાહ (સ.અ.વ.)ના દફનમાં મુસલમાનો માટે બોધપાઠો

વાંચવાનો સમય: 7 મિનિટ

અમુક મુસલમાનોને રસુલે ખુદા (સ.અ.વ.) અને તેમના જાનશીન (અનુગામી) વિષે ગેરસમજણ છે. ખુદ રસુલે ખુદા (સ.અ.વ.)ના પવિત્ર જીવન દરમ્યાન એવા ઘણા વાકેઆ (પ્રસંગો) બનેલ કે જેના દ્વારા આ કુશંકાઓને મુસલમાનો માટે દુર કરેલ છે અને આ બાબતને સ્પષ્ટ કરેલ છે. અમો આપ સર્વોનું ધ્યાન પવિત્ર પયગંબર (સ.અ.વ)ની વફાત અને દફનવિધિ તરફ દોરવા ચાહિયે છીએ. કે જેમાં સમગ્ર મુસ્લિમ રાષ્ટ્ર માટે બોધવચન મૌજુદ છે .

સૌપ્રથમ આવો આપણે જાણીએ કે આવા દેખીતા મુસલમાનો રસુલ સ.અ.વ અને તેમના જાનશીન માટે (બાબતે) કેવો દુરાગ્રહ રાખે છે.

(૧) રસુલે અકરમ (સ.અ.વ.) બીજા મુસલમાનોની માફક એક સાવ સામાન્ય માણસ જ હતા.

(૨) એક સામાન્ય મનુષ્ય હોવાને લીધે આપ સ.અ.વ. પાસે કોઈ ઇલાહી શક્તિઓ કે ભેટ ન હતી, તેથી તેઓ ઈલ્મે ગૈબ ધરાવતા ન હતા અને એમ માનવું કે પવિત્ર નબી સ.અ.વ પાસે ઈલ્મે ગૈબ છે તે શિર્ક છે કારણકે ગૈબનં ઈલમ ફક્ત અલ્લાહ પાસે જ છે.

(૩) રસુલે ખુદા સ.અ.વ.ની કબરની ઝીયારત માટે જ મુસાફરી કરવી તે ગુનાહે કબીરા છે અને લોકોએ આવી મુસાફરી ન કરવી જોઈએ અને જો અગર તેઓ આ માટે મુસાફરી કરશે તો નમાઝો ટૂંકી (કસર) પડશે.

(૪) શિયાઓએ હ.અલી અ.સ.ના સ્થાનને ઊંચું કરી દીધેલ છે. અને રસુલે અકરમ સ.અ.વ નું સ્થાન નીચું કરી દીધેલ છે.

(૫) રસુલે અકરમ સ.અ.વ. એ અલી અ.સ.ને તેમના જાનશીન નીમ્યા જ ન હતા.

(૬) રસુલ સ.અ.વ.ના ખલીફા(અનુગામી) અબુ બકર હતા.

(૭) અબુ બકરની ખિલાફતનો આધાર મુસલમાનોના ઈજમાઅથી થયો છે.

(૮) સહાબા હમેશા રસુલ સ.અ.વ.સાથે જ રહેતા અને સહાબા હોવાની ભાવનાને લીધે તેમનાથી  ક્યારેય અલગ ન થતા.

ઉપર મુજબની અને તેના જેવી ઘણી ગેર સમજણોને દુર કરવા માટે ફક્ત એકજ ઘટના પુરતી છે અને તે છે રસુલ સ.અ.વ.ની વફાત અને તેમની દફનવિધિ

જ્યારે કે રસુલ સ.અ.વ. વિષે ઘણા એહવાલ જાણવા મળે છે. પરંતુ આપણે મુસલમાનો માટે અમુક બાબતે ધ્યાન દોરીશું આવા ઘણા બધા એહવાલ છે જે આ બધા દ્રષ્ટાંતોને પ્રબળીત કરે છે.

– હદીસ નં.૧

જ.જાબીર બિન અબ્દુલ્લાહ અન્સારી અને અબ્દુલ્લાહ ઇબ્ને અબ્બાસ વર્ણવે છે કે જયારે સુરે નસ્ર(સુરા નં.૧૧૦)ની પહેલી આયત નાઝીલ થયેલ “જયારે અલ્લાહની મદદ અને વિજય આવી પહોચેલ”  ત્યારે હ.અલી ઇબ્ને અબી તાલિબ અ.સ.એ રસુલે અકરમ સ.અ.વ ને પ્રશ્ન કરેલ “અય રસુલ જયારે તમોને મૌત આવશે તો તમોને ગુસલ કોણ આપશે? કફન કોણ પહેરાવશે? તમારી નમાઝે જનાઝા કોણ પડાવશે? અને તમને કબ્રમાં કોણ ઉતારશે?

ત્યારે રસુલે ખુદા સ.અ.વ. એ જવાબ આપ્યો “યા અલી! જ્યાં સુધી ગુસ્લની વાત છે તો તમે મને ગુસ્લ આપશો અને ઇબ્ને અબ્બાસ પાણી રેડશે અને જીબ્રઈલ ત્રીજા હશે (મને ગુસલ આપવામાં) જ્યારે ગુસ્લ પૂરું થઈ જાય ત્યારે એય અલી તમે મને ત્રણ નવા કપડાથી કફન આપશો, જીબ્રઈલ જન્નતમાંથી કપૂર લઈને આવશે.

ત્યાર બાદ અય અલી જ્યારે તમે મને પથારી પર રાખો ત્યારે મને મસ્જીદે નબવીમાં  મૂકી જતા રહેજો મારી નમાઝ પઢનારમાં સૌ પ્રથમ અલ્લાહ સુ.વ.ત. હશે જે તેના અર્શ પરથી મારી નમાઝ પઢશે. તેના પછી જીબ્રઈલ, મીકાઈલ, ઈસ્રાફીલ,અને મલાઈકાના સમૂહો નમાઝ પડશે ત્યાર બાદ તમે બધા મસ્જીદમાં દાખલ થાજો અને નમાઝ માટે સફમાં ગોઠવાઈ જજો મારા સમક્ષ કોઇપણ નહિ આવે સિવાય કે ઉદ્ગારની હાલતમાં સહાનુભુતીની સાથે કે ખરેખર રસુલ સ.અ.વ.નો ઇન્તેકાલ થઇ ગયેલ છે.

પછી રુસુલ સ.અ.વ. ની આજ્ઞા મુજબ અલી અ.સ એ રસુલ સ.અ.વ ને ગુસલ આપ્યું ઇબ્ને અબ્બાસે પાણી રેડ્યું જ્યારે કે જીબ્રઈલ અ.સ તેમની સાથે હતા તેમનું કફન ૩ નવા કપડાનું હતું ત્યાર પછી તેમને પથારી પર સુવડાવવામાં આવ્યા ત્યારબાદ તેઓ તેમને લઈને મસ્જીદમાં આવ્યા અને આપ સ.અ.વ.ને ત્યાં (મસ્જીદે નબવીમાં) એકલા છોડી દીધા અને બધા બહાર નીકળી ગયા (રસુલ સ.અ.વ.ના હુકમ મુજબ).

રસુલ સ.અ.વની નમાઝ પઢનારમાં સૌ પ્રથમ અલ્લાહ (ત.વ.ત.) હતો જેણે અર્શ પરથી નમાઝ પઢી પછી પછી જીબ્રઈલ, મીકાઈલ,ઈસ્રાફીલ,અને ફરિશ્તાના સમૂહ બાદ સમૂહો.

અલી અ.સ કહે છે કે અમે ફરી મસ્જીદમાં દાખલ થયા ત્યારે અમોએ ગણગણાટ સાંભળ્યો પરંતુ કોઈ દેખાતું ન હતું. અને એક મુનાદીની અવાજ સાંભળી કે દાખલ થઇ જાઓ અલ્લાહ તમારા પર રહેમ કરે અને તમારા રસુલ સ.અ.વ ની નમાઝ પઢો

ત્યાર બાદ અમે મસ્જીદમાં દાખલ થયા. રસુલ સ.અ.વના હુકમ મુજબ સફો કાયમ કરી, પછી જીબ્રઈલ અ.સ.એ તકબીર કહી અને અમે રસુલ સ.અ.વ. ની નમાઝ અદા કરી. કોઈ એ પણ અમારી (અલી અ.સ.)ની પહેલા નમાઝ પડવામાં પહેલ ન કરી અને અંતમાં અલી અ.સ. એ રસુલે ખુદા સ.અ.વ.ને કબરમાં ઉતાર્યા.

હિલ્યા અલ અવલીયા વત્તબ્કાત અલ અસફીયા ભાગ-૪ પેજ ૭૭ લેખક અબુ    નોઈમ ઇસ્ફાહાની

ઇતહાફ અલ સદા અલ મુત્ત્કીન ભાગ-10 પેજ-૨૯૧ લેખક મુર્તુઝા અલ ઝુબેદી (આ બંને કિતાબો અહલે તસનનુન ની છે)

હદીસ ૨

અબ્દુલ્લાહ બિન મસઉદથી રિવાયત છે કે -એ અમારા માટે ભારે હતું કે જયારે અમે પયગંબર સ.અ.વ.ને પૂછ્યું- અય અલ્લાહના પયગંબર, તમારી નમાઝ કોણ પડાવશે?
તેઓ (સ.અ.વ.) રડયા અને અમે પણ આપ (સ.અ.વ.)ની સાથે રડયા.
તેમણે અમને જાણ કરી

 “અલ્લાહ તમને માફ કરે અને તમને તેના પયગંબર (પ્રત્યેના પ્રેમ બદલ)  સર્વશ્રેષ્ઠ જઝા અતા કરે. જયારે તમે મને ગુસ્લ આપી ચુકો, અને કપૂર લગાડી ચુકો અને મને કફન પહેરાવી ચુકો, તો મને કબ્રના કિનારા પર મૂકી દેજો અને મને થોડો સમય તેમ જ રહેવા દેજો. પછી સૌથી પહેલા જે મારા પર નમાઝ અદા કરશે તે મારો મિત્ર અને સાથીદાર  જિબ્રાઈલ, પછી મિકાઈલ, ઇસ્રાફિલ, ઇઝરાયલ (મોતનો ફરીસ્તો) અને ફરિશ્તાઓનું એક લશ્કર  હશે. પછી અહેલેબૈતમાંથી પુરુષો મારી નમાઝ પડશે, પછી તેમની ઔરતો અને ત્યાર બાદ તમે જૂથમાં અને એકલા દાખલ થશો…”


1. મુસ્તાદરક અલા અલ-સાહિહયન ભાગ 3 પાનું 60
2. અલ બેદાયહ વલ નેહાયહભાગ 5, પાનું 253, લેખક:  ઈબ્ને કસીર, જે ઈબ્ને તયમિયાનો સૌથી વધુ આગળ પડતો વિદ્યાર્થી હતો. 
3. દલાએલ અલ નબુવ્વહ ભાગ 7, પાનાં 232, લેખક: અલ બયહાકી
4. ઈત હાફ અલ સદ્દહ અલ મુત્તકીન ભાગ 10, પાનું 290, લેખક: મુર્તુઝા અલ ઝુબય્દી

 
પયગંબર સ.અ. વ.ની દફનમાં  અલી ઈબ્ને અબી તાલીબ અ.સ.ના યોગદાન વિષે આટલી બધી હદીસો હોવા છતાં શિબ્લી નોમાંનીનો આક્ષેપ, એ આશ્ચર્ય જનક છે કે કેવી રીતે નાસેબી અને ઉંમરના માનવવાળા-શિબ્લી નોમાંની-આક્ષેપ કરવાની ઊતાવળને નોંધી શકે” અલી સકીફામાં ન ગયા તેનું કારણ એ ન હતું કે તેઓ પયગંબર સ.અ. વ.ને ગુમાવવાના કારણે ગમમાં ગ્રસ્ત હતા  અથવા એ કારણે કે તેઓ એટલા શોકાતુર હતા કે ખિલાફ્ત માટે વિચારી શકતા ન હતા. પણ એ કારણે કે મોહજરીન અને અન્સાર સકીફામાં એકત્ર થયા હતા અને અલી અ. સ.નાં દાવાને કોઈ ટેકો ન આપત કેમ કે અબુબકર મોહજરીનનો જાણીતો વડો હતો જ્યારે કે સાદ ઈબ્ને ઓબાદા અન્સારનો વડો હતો.

-હદીસ 3:  

અબ્દુલ્લાહ બિન ઉમર નકલ કરે છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું: “જે કોઈ મારી ઝિયારત કરે જ્યારે કે તેને મારી ઝિયારત સિવાય બીજી કોઈ નિય્યત ન હોય તો મારા ઉપર જરૂરી છે કે હું તેની કયામતના દિવસે શફાઅત કરૂ.”

મજમઉલ ઝવાએદ, ભા. 3, પા. 2

મોઅજમુલ કબીર, ભા. 12, પા. 291

અલ દુર્રુલ મન્સુર, ભા. 1, પા. 237

આ વિષય ઉપર બીજી ઘણી બધી હદીસો છે પરંતુ અમોએ ઉપરની હદીસો પૂરતી ગણી કે જે એહલે તસન્નુનના બુઝુર્ગ આલીમોએ નકલ કરી છે.

એકંદરે આવી હદીસોમાં મુસલમાનો માટે મહત્વના સંદેશાઓ છે:

1) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) પાસે ઈલ્મે ગૈબ હતું જેનો અમૂક મુસલમાનો ઈન્કાર કરે છે. આપ (સ.અ.વ.) આપની શહાદત તથા બીજી દરેક બાબતોની સંપૂર્ણપણે વાકીફ હતા.

2) રસુલુલ્લાહ (સ.અ.વ.) અલ્લાહની નઝદીક એવો ઉચ્ચ દરજ્જો ધરાવતા હતા કે કોઈ વ્યક્તિ તેના બારામાં કલ્પના પણ ન કરી શકે. આપ (સ.અ.વ.) કોઈ સામાન્ય માણસ ન હતા જેમકે કહેવાતા મુસલમાનો દાવો કરે છે અને તેઓ ટપાલી પણ ન હતા (નઉઝોબિલ્લાહ) જેમકે સલફીઓ દાવો કરે છે.

3) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ને પોતાની હયાતી દરમ્યાન, શહાદતના સમયે અને શહાદત બાદ પણ આ ઉચ્ચ દરજ્જો પ્રાપ્ત છે. અમૂક કહેવાતા મુસલમાનો એવું માને છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.)ને ઉચ્ચ મકામ હાસીલ હતું પરંતુ તે તેમની હયાત સુધી મર્યાદિત હતું.

4) ‘શહાદત બાદ, તેઓ બીજા ગુજરી ગયેલી વ્યક્તિને જેવા છે અને તેમના મરતબાને ઉચ્ચ ગણવું ખોટું છે અને એક બિદઅત છે.’ આ નઝરીયાને અલ્લાહ દ્વારા મોકલાવેલા ફરિશ્તાઓના લશ્કરે રદબાતલ કર્યો કે જેઓએ આપ (સ.અ.વ.) ઉપર શહાદતના સમયે સલવાત મોકલાવી. રસુલુલ્લાહ (સ.અ.વ.)ને તેમની હયાતીમાં એક સામાન્ય માણસ ગણવા અને આપ (સ.અ.વ.)ને આપની શહાદત બાદ નિર્જીવ અને નકામા (નઉઝોબિલ્લાહ) ગણવા સ્પષ્ટપણે ખોટુ અને ગુમરાહીભર્યું છે.

5) ફકત રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ઝિયારત કરવાની નિય્યતથી સફર કરવો ખુબજ સવાબને પાત્ર છે. આવી સફર અલ્લાહ અને તેના ફરિશ્તાઓને ખુશ કરે છે. અલ્લાહ અને તેના ચુંટેલા ફરિશ્તાઓ પોતે ઝિયારત કરે છે. મુસલમાનોને આવી સફરોથી રોકવા બિદઅત છે અને ગુનાહે કબીરા છે. અગાઉના મુસલમાનોએ પણ ઈબ્ને તૈમીયા અને ઈબ્ને કય્યીમ અલ જોઝીય્યાહ જેવા સલફીઓને રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ઝિયારતને તર્ક કરવાના સુચન માટે ઠપકો આપતા હતા. આ સલફીઓને તેઓની માન્યતા માટે કૈદ કરવામાં આવેલા તથા ગધેડા ઉપર બેસાડી ફેરવવામાં પણ કાઢવામાં આવેલું છે.

6) શીઆઓ ઉપર આરોપ મુકવામાં આવે છે કે તેઓ એહલેબૈત (અ.મુ.સ.)ના દરજ્જાને વધારી દે છે ખાસ કરીને હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) અને રસુલુલ્લાહ (સ.અ.વ.)ના દરજ્જાને ઘટાડે છે. પરંતુ એ સ્પષ્ટ છે કે શીઆઓ રસુલુલ્લાહ (સ.અ.વ.)ને બીજા મુસલમાનો કરતા ઘણા ઉચ્ચ મરતબાવાળા ગણે છે. એહલે તસન્નુનની કિતાબોમાં ઉપર વર્ણવેલ હદીસો શીઆઓની કિતાબોમાં રસુલુલ્લાહ (સ.અ.વ.)ની મન્ઝેલતમાં નોંધાએલ મુળભુત હદીસો છે. તેમની પોતાની કિતાબોમાં આવી હદીસો હોવા છતાં અમૂક મુસલમાનો રસુલુલ્લાહ (સ.અ.વ.)ની મન્ઝેલતને એક સામાન્ય મુસલમાન જેટલી નીચી કરી નાખે છે અને મુસલમાનોને આપ (સ.અ.વ.)ની ઝિયારતથી રોકે છે. આ કહેવાતા મુસલમાનો રસુલુલ્લાહ (સ.અ.વ.)ની મન્ઝેલતને નીચી કરવાથી ઠપકાને પાત્ર છે, ન કે શીઆઓ. શીઆઓ અલ્લાહ પાસે આવા કાર્યોથી પનાહ ચાહે છે.

7) સામાન્ય મુસલમાનો એવો દાવો કરે છે કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) તેમના બાદ કોઈ વસી છોડીને ગયા ન હતા અને ન તો મુસલમાનોએ આ બાબતે કોઈ પુછપરછ કરી હતી. આવો નઝરીયો એવી હદીસોના સામે આવવાથી બાતીલ થાય છે જેમાં મુસલમાનો રસુલુલ્લાહ (સ.અ.વ.)ને કોણ ગુસ્લ આપશે, કોણ કફન આપશે, કોણ દફનાવશે અને કોણ તેમના ઉપર નમાઝ પઢશે જેવા પ્રશ્નો કર્યા છે. રસુલુલ્લાહ (સ.અ.વ.) એ વિસ્તૃત જવાબ દેવામાં જરા પણ અચકાણા નથી. તેથી તે અશક્ય છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.) આની કરતા વધુ મહત્વની માહિતી આપવાનું ભુલી ગયા હોય જેમકે તેમની પછી તેમનો જાનશીન કોણ હશે.

8) ગુસ્લ આપવામાં ફકત અલી (અ.સ.) હતા કે જેમને ઈબ્ને અબ્બાસ અને જીબ્રઈલ (અ.સ.)એ મદદ કરી હતી. આ વધુ એક દલીલ છે જે હઝરત અલી (અ.સ.)ની ખિલાફતને સાબીત કરે છે કારણકે હદીસો છે કે ફકત રસુલુલ્લાહ (સ.અ.વ.)ના વારસદાર જ તેમને ગુસ્લ આપી શકે છે. આ હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)થી લઈ અગ્યિારમાં વસી ઈમામ હસન બિન અલી અલ અસ્કરી (અ.સ.) સુધી તમામ અંબીયા (અ.મુ.સ.) અને અઈમ્મા (અ.મુ.સ.)ની સુન્નત રહી છે. અગર આપણે કહેવાતા મુસલમાનોની માન્યતાને માની પણ લઈએ કે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ કોઈ વસીની નિમણુંક કરી ન હતી, તો પણ આ હોદ્દા માટે ફકત હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) જ એક એવી લાયક વ્યકિત હતા કારણકે આપ (અ.સ.) પાસે રસુલુલ્લાહ (સ.અ.વ.)ને ગુસ્લ આપાવાની ફઝીલત હાસીલ હતી.

9) સહાબીઓ જનાઝામાં હાજર ન હતા. અલબત્ત તેઓ રસુલુલ્લાહ (સ.અ.વ.)નું મય્યત મુકી સકીફામાં ખિલાફત ગસ્બ કરવા માટે લડવામાં વ્યસ્ત હતા અને પોતાના સાચા સહાબી હોવાના દાવાને ખોટો સાબીત કરતા હતા. સાચી સહાબીય્યત હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)એ બતાવી કે જે ફકત આપ (સ.અ.વ.)ની હયાતી પુરતી મર્યાદિત ન હતી તે પણ એક ટુંકા સમય માટે બલ્કે આપ (અ.સ.)એ રસુલુલ્લાહ (સ.અ.વ.)નો સાથ આપ (સ.અ.વ.)ની ઝીંદગીમાં આપ્યો, ગુસ્લો કફનની વ્યવસ્થા કરવામાં અને આપની શહાદત બાદ આપની સુન્નત ઉપર અમલ કરવામાં. બની સઆદાહના સકીફામાં ખલીફાની પસંદગી કરવાને કયોરય ઉમ્મતના રસુલ (સ.અ.વ.)ને દફન કરવા ઉપર તરજી નથી આપી શકાતી, તે કે જેમણે ઉમ્મતને ગુમરાહી અને અંધકારમાંથી બહાર કાઢયા અને જેમના જનાઝામાં જીબ્રઈલ, મીકાઈલ, ઈસ્રાફીલ અને ખુદ અલ્લાહ હાજર હોય. રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ખિલાફત ખુદ રસુલુલ્લાહ (સ.અ.વ.) કરતા વધુ મહત્વની નથી. અગર એમ હોય તો પછી આ બાબત રસુલુલ્લાહ (સ.અ.વ.)એ પોતાની હયાતીમાં બયાન કરી દીધી હોય.

10) હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને અલ્લાહ તથા તેના રસુલ (સ.અ.વ.)એ ખલીફા તરીકે ચુંટી લીધા હતા. અગર તેમની પસંદગીમાં મતભેદ હતા તો પણ દફનાવવા સુધી રાહ જોઈ શકાતી હતી. કોઈપણ સંજોગોમાં, કારણકે બની હાશીમ દફનાવવામાં વ્યસ્ત હતા, કહેવાતા મુસલમાનોના ખલીફાની પસંદગી બની હાશીમની સલાહ વગર હોવાથી અબુ બક્રની પસંદગીને રદબાતલ કરે છે કારણકે પસંદગીના સમયે ઈજમાઅ (એકમત) ન હતો. ઈજમાઅનો દાવો પસંદગી પછી ન થઈ શકે, ખાસ કરીને જ્યારે એવી ખબરો છે કે સકીફામાં ઘણા અન્સાર પણ હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને ખલીફા ચાહતા હતા, જે અબુ બક્ર માટે ઈજમાઅની દલીલને સંપૂર્ણપણે બાતીલ કરે છે કારણકે તેમાં બે મુખ્ય સમુહો અન્સાર અને બની હાશીમની સહમતી ન હતી.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*