પેહલા ઝાલીમની પેહલી દુશ્મની

વાંચવાનો સમય: 2 મિનિટ

હાકીમો અને કેહવાતા ખલીફાઓનો રસુલે ખુદા (સ.અ.વ.) અને અમીરુલ મોઅમેનીન હ.અલી (અ.સ.)ની સાથે વિરોધ અને દુશ્મનાવટ શરૂઆતથીજ હતી.

 

આવો આપણે પેહલા ઝાલીમની અલી અ.સ. પ્રત્યેની દુશ્મનાવટ અને ઈર્ષા ક્યારથી હતી તેના બાબતે એક રસપ્રદ બનાવ તરફ નજર નાખીએ.

 

સઈદ ઈબ્ને મુસયયબે ઇમામ અલી ઈબ્ને હુસૈન અલ સજ્જાદ (અ.સ.)ને પૂછ્યું:

 

“જયારે રસુલ ખુદા (સ.અ.વ) મદીનામાં દાખલ થયા ત્યારે પેહ્લો ઝાલીમ આપ (સ.અ.વ.)ની સાથે હતો? અગર ન હતો તો તે ક્યારે રસુલે ખુદા (સ.અ.વ)થી છૂટો પડયો?

 

ઇમામ (અ.સ.) એ કહ્યું : “જ્યારે રસુલે ખુદા (સ.અ.વ.) કુબામાં દાખલ થયા ત્યારે તે આપ સ.અ.વ.ની સાથે હતો. રસુલે ખુદા (સ.અ.વ.) એ ચાહ્યું કે આપ અલી (અ. સ.)ની કુબામાં રાહ જુએ પણ તે ચાહતો હતો કે અલી (અ.સ.)ની રાહ જોવાને બદલે ત્યાંથી આગળ વધવામાં આવે.”

આથી તેણે રસુલે ખુદા (સ.અ.વ.)ને ઉશ્કેરવા માટે કહ્યું : “અમારી સાથે મદીના ચાલો, ખરેજ લોકો તમારા આગમનથી આનંદીત થઇ જશે. તેઓ આપણી રાહ જોઈ રહ્યા છે આથી અમારી સાથે ચાલો અને અહીંયા અલી (અ.સ.)ની રાહ જોવા માટે ઉભા રહો નહિ. કારણકે મને નથી લાગતું કે અલી (અ.સ.) એક મહિના સુધીમાં અહીં આવે.”

રસુલે ખુદા (સ.અ.વ.) : “ક્યારે પણ નહીં , શુ ઉતાવળ છે! હું ત્યા સુધી અહીંથી ચાલીશ નહીં જ્યાં સુધી મારા પિતરાઇ ભાઈ અને અલ્લાહની રાહમાં મારા ભાઈ અને મારી એહલેબૈત (અ.મુ.સ)માંથી સૌથી ચહિતા અહીં આવી ન જાય. તેઓએ પોતાની જાત વડે મક્કાના કાફિરોથી મારુ રક્ષણ કર્યું છે.”

આ સાંભળી તે ઝાલીમ ગુસ્સે થઈ ગયો અને તે કુબામાંથી અણગમા, બળતરા અને અલી (અ.સ.)ની ઈર્ષાની સાથે નીકળી ગયો.

આ અલી (અ.સ.) ના બારામાં સૌપ્રથમ દુશ્મનાવટ હતી જે તેણે રસુલે ખુદા (સ.અ.વ.) સામે પ્રગટ કરી હતી.

  • અલ કાફી ભા. ૮, પેજ ૩૩૯-૩૪૦.
  • મુખ્તસર અલ બસાએર પેજ ૩૪૪-૩૪૫.
  • તફસીર અલ-બુરહાન ભા. ૩, પેજ ૫૬૫-૫૬૬.
  • બેહારુલ અન્વાર ભા.૧૯, પેજ ૧૧૬.
  • મીન્હાજ અલ-બારહ પેજ ૧૪૪.

 

આ પ્રસંગ આવા અનેક પ્રસંગોની યાદીમાંનો પ્રથમ પ્રસંગ છે કે જેના વડે એ ખ્યાલ આવે છે કે પેહલા ઝાલીમની રસુલે ખુદા (સ.અ.વ.) અને અમીરુલ મોઅમેનીન (અ.સ.) વિરુધ્ધ અત્યંત દુશ્મનાવટ થઈ. આ પ્રકારના બીજા બનાવો જેમકે જનાબે ફાતેમાં ઝેહરા (સ.અ.)ની અલી (અ.સ.) સાથે શાદી, ખૈબરની જંગમાં અલી અ.સ.ને અલમ આપવો, સુરે બરાઅતની તબ્લીગ (સુરે તૌબા ન.૯), ગદીરે ખુમનું એઅલાન વિગેરે શામિલ છે.

 

પેહલા ઝાલીમેં આ પ્રકારે આલે મોહમ્મદ (અ.મુ.સ.) વિરુધ્ધ ઝુલ્મ અને અત્યાચારનો પાયો નાખ્યો કે જેની શરૂઆત ખીલાફતને અને બાગે ફિદકને તેના સાચા હકદાર માલિકોથી છીનવી લેવાથી થઇ.