ગાસીબ ખીલાફતથી જ.ફાતેમા(સ.અ.)ની બરાઅત

વાંચવાનો સમય: 3 મિનિટ

ઈસ્લામમાં જેટલા ફિરકા છે તેમાં શિઆ સમુદાયને ઘણીબધી  વિશેષતાઓ મળેલ છે. તેમાંથી એક એ છે કે તેઓ રસુલે અકરમ (સ.અ.વ.)ની વસીયત “હદીસે સકલૈન” ઉપર અમલ કરે છે. શિઆઓને એ મરતબો (સન્માન) મળ્યું છે કે તેઓ અલી (અ.સ.) અને તેમના પાક વંશજોની ઇતાઅત કરવાવાળા છે અને આ જ તેઓની ઓળખ છે, શરૂઆતથીજ આ ફિરકાનો પાયો પયગંબર(સ.અ.વ.)ના એહલેબય્ત(અ.મુ.સ)ની ઈતાઅત (પયરવી) રહ્યું છે. અકાએદ હોય કે ઉસુલેદીન, શરીઅતના એહકામ હોય કે કુરઆનની તફસીર, અખ્લાક અને અદબની તાલીમ દરેક શ્રેત્રે શિયા ફિરકાએ ફક્ત  એહલેબય્ત (અ.મુ.સ.)ની પેરવી કરી છે. આ વલણના કારણની દલીલ કુરઆને કરીમનુ ફરમાન છે

“મારા હબીબ તમે તેઓને કહી દયો  કે તમે અગર  અલ્લાહ થી મોહબ્બત કરો છો  તો મારું અનુસરણ કરો …….”

(સુ. આલે ઈમરાન:૩૧)

અને   રસુલે અકરમ(સ.અ.વ.)નો આ કોલ છે

“જે એ ઈચ્છતો હોય કે તે મારૂ અનુસરણ કરે તેને જોઈએ કે હઝરત અલી ઇબ્ને અબી તાલિબ અ.સ. અને તેમની આલ (અ.મુ.સ.)ની વિલાયતને કબુલ કરે ”

(ગાયતુલ મરામ ભાગ-૧ પાના.૭૦)

આ વાત ઉપર  અમલ કરીને  શીઆઓએ હંમેશા એ લોકોથી મોહબ્બત કરી છે જેનાંથી એહલેબય્ત(અ.મુ.સ)એ ઈઝહારે મોહબ્બત કરી અને તેનાથી  બરાઅત અને દુરી બનાવી જેઓએ એહલેબય્ત (અ.મુ.સ.)થી દુશમની અથવા મતભેદ કર્યો અથવા જેનાથી ખુદ એહલેબય્ત (અ.મુ.સ)એ દુરી બનાવી રાખી અને આ કારણે શિઆઓએ સકીફાની ખિલાફતથી બરાઅત અને દુરી બનાવી રાખી જેના  કારણે શિઆઓ ઉપર ‘રાફ્ઝી’ અને ‘કાફિર’ હોવાની તોહમત લગાવવામાં આવે છે.  અહી અત્યંત ટૂંકમાં આ દુરી અને બેઝારીના એક મહત્વના કારણનો ઝીક્ર કરવામાં આવ્યો છે. આ કારણ દુખ્તરે રસુલ (સ.અ.વ), ખાતુને જન્નત હઝરત ફાતેમા ઝેહરા (સ.અ.)ની ખલીફાઓથી નારાઝગી દર્શાવવી છે. આ વાતને ફક્ત મોઅતબર શીઆજ નહી પરંતુ પ્રમાણિત (મુસ્તનદ) એહલે સુન્નતની કિતાબોમાં પણ જોવા મળે છે. હઝરત ફાતેમાં (સ.અ) શેખૈનથી સખત નારાઝ હતા અને તેમની આ નારાઝગી તેમના મૃત્યુના અંતિમ શ્વાસ સુધી રહી હતી. આ બાબતમાં વધુમાં એહલે સુન્નતની નજીક ખુબજ મહત્વની કિતાબમાંથી  બે ત્રણ રિવાયત ઉદાહરણ તરીકે પેશ કરીએ છીએ

મોહંમદ બીન ઈસ્માઈલ બુખારીએ પોતાની કિતાબના પ્રકરણ બાબુલ ફરાએઝના પ્રકરણમાં હદીસ નં –  ૬૩૪૬માં લખ્યું છે કે

“قول النبي (ص) لا نورث ما تركنا صدقت”

“فهجرته فاطمة فلم تكلمه حتى ماتت”

“બસ ફાતેમા (સ.અ.)એ અબુબક્રને છોડી દીધા અને મૃત્યુના અંતિમ શ્વાસ સુધી તેની સાથે વાત કરી ન હતી.”

(સહીહ બુખારી ભાગ-૬ પાના.૨૪૭૪,હ.૬૩૪૬)

 

આ રીતે બુખારીએ ખુમ્સના પ્રકરણમાં પણ નકલ કર્યું છે:

فغضبت فاطمة بنت رسول اللہ صلی اللہ علیہ و آلہ و سلم فهجرت أبابکر فلم تزل مهاجرته حتى توفيت.

હઝરત રસુલેખુદા (સ.અ.વ.)ની પુત્રી હઝરત ફાતેમા (સ.અ.) અબુબક્રથી ગઝબનાક (ગુસ્સે) હતા અને તેનાથી વાત કરવાનું પણ છોડી દીધું હતું ત્યાં સુધી કે મૃત્યુના અંતિમ શ્વાસ સુધી તેમણે વાત કરી ન હતી.

(સહીહ  બુખારી ભાગ-૩ પાના.૧૧૨૬ હ.૨૯૨૬)

પોતાની કિતાબના એક બીજા પ્રકરણમાં મોહંમદ બિન ઈસ્માઈલ બુખારીએ જ.સય્યદા (સ.અ.)ની નારાઝગી અને ગુસ્સાની તિવ્રતાને આ શબ્દોમાં વર્ણવી છે.

وعاشت بعد النبی صلی اللہ علیہ و آلہ و سلم ستة أشهر فلما توفيت دفتها زوجها علي ليلًا ولم يؤذن بها أبابکرو صلى عليها

હ.રસુલે ખુદા(સ.અ.વ.)ની શહાદત પછી જ. ફાતેમા (સ.અ.) છ મહિના સુધી જીવંત રહ્યા અને જયારે તે દુન્યાથી રૂખ્સત થયા તો તેમના પતિ હઝરત અલી (અ.સ.)એ તેમને રાતમાં દફન કર્યા અને અબુબક્રને આ વાતની જરા બરાબર જાણ ના થવા દીધી અને ખુદ પોતે તેમની નમાઝે જનાઝા પડી.

(સહીહ બુખારી ભાગ-૪ પાના.૧૫૪૯ હ.૩૯૯૮,કિતાબ અલ મગાઝી પ્રકરણ ગઝવએ ખૈબર)

આ રિવાયતને શેખ બુખારીએ એ રીતે અને એ પ્રકરણોમાં નકલ કરી છે કે વાંચવાવાળાઓને એવુ લાગે કે રસુલ (સ.અ.વ)ની પુત્રીની નારાઝગી ફ્દકનો માલ અને નબી (સ.અવ)ના વારસાના કારણે હતી ,જયારે કે બુખારીમાં મૌજુદ રિવાયતથી જાણ થઈ જાય છે કે  હઝરત ઝેહરા (સ.અ.)ને દુન્યાના માલ અને દૌલતથી કોઈ દિલચશ્પી ન હતી. જો કે આ બધી રીવાયતોથી સ્પષ્ટ રીતે જાણી શકાય છે કે રસુલ (સ.અ.વ.)ની પુત્રી શેખૈનથી ખુબજ નારાઝ હતી અને આપ(સ.અ)એ પોતાની નારાઝગીને ઈતિહાસના પાનામાં લખાવી લીધી છે. આથી કોઈ પણ કારણથી રસુલ(સ.અ.વ.)ની પુત્રીની નારાઝગી કોઈ નાની અને ભુલાવી દેવા જેવી બાબત નથી પરંતુ આ હક અને બાતીલની વચ્ચે એક મહત્વનુ માપદંડ છે. આપ(સ.અ)નું એમ વસીયત કરવું કે ‘મારા જનાઝાને રાતના અંધારામાં દફન કરવો’ આ બતાવે છે કે આપ(સ.અ) ફક્ત પોતાની ઉપર  ઝુલ્મ કરવાવાળા ઉપર જ નહિ પરંતુ આ ઝુલ્મ ઉપર ચુપ રેહવાવાળા મદીનાના લોકોથી પણ નારાઝ હતા. આપ(સ.અ)નું આ કાર્ય ચુપ રેહવાની કોઈ શક્યતા નથી છોડતું સિવાય કે રસુલ(સ.અ.વ.)ની પુત્રીના મસાએબ સાંભળવાવાળા એમનો સાથ આપે અને વિરોધીઓથી બરાઅત કરે અથવા તો પોતાને એ લોકોમાં શામેલ કરે જેનાથી સય્યદાએ આલમ(સ.અ) નારાઝ હતી.

શિયઆઓનો ગુનોહ ફક્ત એટલો છે કે તેઓએ હંમેશા એહલેબય્ત(અ.મુ.સ.)નો સાથ આપ્યો છે. દરેક મતભેદમાં એહલેબય્ત(અ.મુ.સ.) ને હક પર માન્યા છે અને તેમનો સાથ આપ્યો છે. તેમનો વિરોધ કરવાવાળો ભલે કોઈ પણ હોય તેને ગુમરાહ સમજ્યો અને તેમનાથી બરાઅત કરી. મોઆવીયા અને હ.અલી(અ.સ.)ની જંગમાં હ.અલી(અ.સ.)નો સાથ આપ્યો. મોઆવીયા અને ઈમામ હસન(અ.સ.)ની જંગમાં ઈમામ હસન(અ.સ.)નો સાથ દીધો. યઝીદ અને ઈમામ હુસૈન (અ.સ.)ની જંગમાં ઈમામ હુસૈન(અ.સ.)નો સાથ દીધો. બસ આવી રીતે શેખૈન અને હઝરત ફાતેમા(સ.અ.)ના મતભેદમાં હઝરત ફાતેમા(સ.અ.)નો સાથ આપ્યો અને આપે છે. અને જેવી રીતે પંજેતનના બીજા દુશ્મનોથી બરાઅત જાહેર કરે છે. એવી રીતે રસુલ(સ.અ.વ)ની પુત્રી અને પંજેતને પાક (અ.સ.)ના બધા વિરોધીઓથી પણ બરાઅત કરે છે. આથી આશ્ચર્ય શીયાઓ ઉપર નહી પરંતુ મુસલમાનો ઉપર છે કે તેઓ કેવી રીતે પંજેતન(અ.સ)થી મોહબ્બતનો દાવો કરે છે અને તેમના વિરોધીઓથી પણ  મોહબ્બત કરે છે જયારે કે તેઓએ પણ વિરોધીઓથી બરાઅત કરવી જોઈએ.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*