હ.અલી અ.સ ની ફઝીલત જંગે સીફ્ફીન અને જંગે જમલ

વાંચવાનો સમય: 5 મિનિટ

જાબીર બિન અબ્દુલ્લાહથી રિવાયત છે જયારે હું સીરિયાની મુસાફરી પર હતો ત્યારે હું મોઆવિયાના બન્ને દીકરા ખાલીદ, યઝીદ અને અમરે આસને પણ મળ્યો. જયારે હું ત્યાં હતો મેં એક વૃદ્ધ માણસ ને ઈરાક તરફ થી આવતા જોયો તે ખુબ દુબળો હતો અને અશક્ત હતો તેને ખજુરના પત્તાનો પટ્ટો પહેર્યો હતો. અને તેના ચપ્પલ પહેર્યા હતા. તેના કપડા ફાટેલા હતા અને આખો ઊંડી ઉતરી ગઈ હતી.

મોઆવિયા :- તે વૃદ્ધ માણસને બોલાવો ચાલો આપણે તેની સાથે વાત કરીએ

મોઆવિયા :- અય શેખ તું ક્યાંથી આવો છે અને ક્યાં જઈ રહ્યો છો

તે વૃદ્ધ માણસ ચુપ રહ્યા

અમ્રે આસ :-  અય શેખ તું શા માટે અમીરૂલ મોમેનીન (મોઆવિયા)ને જવાબ નથી આપતા

વૃદ્ધ માણસ :- અજ્ઞાનતા અને કુફ્રથી આપણને પાક કર્યા પછી અલ્લાહ (ત.ત.)એ  જરૂરી કર્યું છે કે તે સલામ કરે જે મોઆવીયાએ નથી કરી

મોઆવિયા :- અય શેખ તું સહી છો અને હું ગલત છુ “સલામુન અલયકુમ અય શેખ”

વૃદ્ધ માણસ :- વ અલયકુમ સલામ

મોઆવિયા :- તું ક્યાંથી આવો છો અને ક્યાં જાવ છો

વૃદ્ધ માણસ :- હું ઈરાકથી આવું છે અને બૈતુલ મકદસ જાવ છુ

મોઆવિયા :- ઈરાકના શું સમાચાર છે

વૃદ્ધ માણસ :- તે સારી હાલતમાં છે અને નેઅમતમાં છે

મોઆવિયા :- તે કહ્યું તું કુફાથી આવો છો ગરાવી (ઘાટી)ની ઝમીન?

વૃદ્ધ માણસ :- ગરાવી ક્યાં છે ?

મોઆવિયા:- અબુતુરાબની ઝમીન

વૃદ્ધ માણસ :- અબુતુરાબ કોણ છે ?

મોઆવિયા :- અલી બિન અબી તાલિબ (અ.સ)

વૃદ્ધ માણસ :- “ અય મોઆવિયા અલ્લાહ તારું નાક ઝમીન પર રગડે તારું મોઢું તૂટી જાય અલ્લાહ ની લાનત થાય તારા માતા પિતા પર તું શા માટે તેને આદીલ ઈમામ નથી સમ્બોધ્તો લોકોની પનાહગાહ દિનના પેશ્વા કાફીરોને કત્લ કરનાર અલ્લાહની તલવાર,રસુલે ખુદાના ભાઈ, બતુલના શોહર, ફેસલો કરનાર (કાઝી)ના તાજ, નિર્ધન(ફકીર) લોકોના માટે ખજાનો , તતહીરની ચાદરમાં શામીલ થવામાં પાંચમાં અલ્લાહના શેર હસનૈન (અ.સ)ના પિતા અને અમિરૂલ મોઅમેનીન (અ.સ)?

મોઆવિયા :- અય શેખ હું જોઈ રહ્યો છુ કે તારું ગોશ્ત અને ખૂન અલી (અ.સ)ના ગોશ્ત અને ખૂનની સાથે ભળી ગયું છે અગર તેઓ મૃત્યુ પામે તો તું તેઓ માટે કાઈ નહિ કરી શકીશ

વૃદ્ધ માણસ :- અલ્લાહ (ત.ત) મને એ દિવસ ન દેખાડે જયારે હું જીવંત હોવ અને તે ન હોય તેમની જુદાઈ મારા દુખ અને દર્દમાં ઘણો વધારો કરશે પરંતુ અલ્લાહ તેમને પોતાની પાસે ત્યાં સુધી નહિ બોલાવે જ્યાં સુધી પોતાના ફરઝંદમાંથી પોતાના જાનશીન ન બનાવે

મોઆવિયા :- અય શેખ તે તારી માટે કઈ બાકી રાખ્યું છે ?

વૃદ્ધ માણસ:- મને હક ના રસ્તા ની હિદાયત મળી ( જે મારા માટે પુરતી છે)

અમ્રે આસ :- અય મોઆવિયા આ શેખ આપણને ઓળખતો નથી લાગતો તેથી આપણી સાથે આ બહેસ કરે છે

મોઆવિયા :- અય શેખ શું તું અમને ઓળખો છે ?

વૃદ્ધ માણસ :- નહિ

મોઆવિયા :- હું અબુ સુફિયાનનો દીકરો છુ, શજરે તય્યબ (પાક જાડ ) અને હું બની ઉમય્યાના સરદારોનો  પેશ્વા છુ

વૃદ્ધ માણસ :- અય મોઆવિયા તું એ છો જેના પર અલ્લાહ અને તેના રસુલની લાનત થઈ છે કુરઆનમાં તને શજરે મલુઉના (લાનતી જાડ) કેહવામાં આવ્યો છે તમો તે હલકા લોકો છો ખુદને હલકા(બુરા) કર્યા અને ખુદાનો ઇનકાર કર્યો તમો તે છો જેના માટે રસુલે ખુદા (સ.અ.વ) એ ફરમાવ્યું છે “ ખિલાફત બની ઉમ્મયાના વંશ માટે હરામ છે (મકત્લ અલ હુસેન કરાઝમી પાના ૭૪) તું ગુનાહગાર છો અને ગુનાહગારનો ફરઝંદ છો અને જીગર ખાનાર હિન્દા તારી માં છે તું તે બળવાખોર છો  જેના ઝુલ્મોએ અલ્લાહના બંદાને ઘેરી લીધા છે

આ સાંભળ્યા બાદ જાણે એવું થયું કે કોઈ એ મોઆવિયાના શરીર ને આગ લગાવી હોય ગુસ્સાના કારણે તેની આંખ લાલ થઈ ગઈ હતી અને ગરદનની નસો દેખાવા લાગી તે પોતાની તલવાર પર હાથ રાખી અને આગળ વધ્યો કે તેનું સર કલમ કરે પણ છેલ્લી ઘડીએ તે રોકાય ગયો અને કહ્યું અગર સબ્ર કરવાની પ્રશંસા કરવામાં ન આવી હોત અને તેને જરૂરી ન ગણવા માં આવ્યું હોત તો આજે હું તારું સર કલમ કરી દેત અય શેખ અગર હું તારું સર કલમ કરું તો તું શું કરીશ?

વૃદ્ધ માણસ શાંતિથી જવાબ આપે છે :- તો મને નેક સઆદત મળશે (શહાદતની) અને તને બદબખ્તી મળશે (એક બેગુનાહને કત્લ કરવા પર)

 

મોઆવિયા એ જોયું કે તે શખ્સ એટલો વૃદ્ધ અને અશક્ત છે કે તેની મૃત્યુમાં હવે જાજો સમય બાકી નથી તેથી તે તેને કત્લ કરવાથી રોકાય જાય છે અને તેની વાત ફેરવતા કહે છે.

મોઆવિયા :-  અય શેખ જયારે અલી (અ.સ) એ ઉસ્માનને કત્લ કર્યો ત્યારે તું ક્યાં હતો?

વૃદ્ધ માણસ :- હું અલ્લાહ (ત.ત.)ની કસમ ખાઈને કહું છે કે અલી (અ.સ) એ ઉસ્માનને કત્લ નથી કર્યો અગર અલી (અ.સ)એ ઉસ્માનને કત્લ કરવો હોત તો તે ધોકા થી કત્લ ન કરત પરંતુ તે પોતાની તલવારની તાકતથી કત્લ કરત તે રસુલે ખુદા (સ.અ.વ)ની વસીયત હતી જેના કારણે ચુપ રહ્યા હતા.

મોઆવિયા :- અય શેખ જંગે સીફ્ફીન વખતે તું ક્યાં હતો અને તે અલી (અ.સ) એ ખૂન વહાવ્યુ તેને જોયું?

વૃદ્ધ માણસ:- હું ફક્ત જંગે સીફ્ફીનમાં હાજર ન હતો પરંતુ તારા લશ્કરના સિપાહીના ઘણાને યતીમ કર્યા છે અને ઘણી ઓરતોને  વિધવા બનાવી છે. એક શેરની જેમ હું તલવાર અને ભાલાથી લડ્યો છુ. મેં તારા સેનીકો તરફ ૭૩ તીર ફેક્યા તેમાંથી ૨ તીર મેં તારી ઢાલ તરફ ફેક્યા  અને ૨ તીર તારા મુસલ્લા તરફ ફેક્યા અને ૨ તીર તારા હાથ તરફ ફેક્યા અગર તું તારી આસ્તીન ઉચી લઈશ તો તને તેનું નિશાન બતાશે જે હજી સુધી બાકી હશે

મોઆવિયા :- તે જંગે જમલમાં ભાગ લીધો હતો જયારે અલી (અ.સ) એ રસુલે ખુદા (સ.અ.વ) ની ઝવ્જા આયશા સાથે લડ્યા હતા. તો તુ મને કહે કે હક ઉપર કોણ હતું?

વૃદ્ધ માણસ :- હક અલી (અ.સ) ની સાથે હતું ?

મોઆવિયા :- અલ્લાહએ નહોતું કહ્યું

وَأَزْوَاجُهُ أُمَّهَاتُهُمْ

 

“ અને તેમની ઝવ્જા તમારી માતા છે”

(સુરે અહ્ઝાબ:૬) (૩૩:૬)

આયશા ઉમ્મુલ મોઅમેનીન હતી તો અલી (અ.સ) શા માટે તેમની સાથે લડ્યા ?

વૃદ્ધ માણસ :- શું અલ્લાહએ આયશાને અને રસુલે ખુદા(સ.અ.વ)ની બીજી ઝવ્જા ને હુકમ નહતો આપ્યો

وَقَرْنَ فِي بُيُوتِكُنَّ وَلَا تَبَرَّجْنَ تَبَرُّجَ الْجَاهِلِيَّةِ الْأُولَىٰ

 

“અને તમારા ઘરોમાં રહો અને જાહેલિયત ના સમય ની જેમ શણગાર કરી બહાર નીકળો નહિ”

(સુરે અહ્ઝાબ (૩૩))

નબી (સ.અ.વ) ની પવિત્ર ઝવ્જામાંથી આયશા ફક્ત એવી ઓરત હતી જેને અલ્લાહ (ત.ત.)ના હુકમનું ઉલ્લંઘન કર્યું અને જાહેલિયતના સમયની જેમ ઘરની બહાર નીકળી અને મુસલમાન મર્દોની સાથે રહી અલી (અ.સ)ની સાથે જંગ કરી

અલ્લાહ ના રસુલ(સ.અ.વ)એ નહોતું ફરમાવ્યું:

“ અય અલી (અ.સ) મારા બાદ તમે મારા ખલીફા છો અને મારી ઝવ્જાના ખ્યાલ રાખનાર છો અને તેમને તલાક આપવાનો હક તમને છે “

આયશા તે ઓરત હતી જેને ઘણા મૌકા ઉપર વિખવાદ ઉભો કર્યો જે મુસલમાનોની ખુંરેઝીમાં પરિણમી તેમની જાન અને માલની નુકશાનનું કારણ બની અલ્લાહ (ત.ત.) ની લાનત તેમના ઉપર થાય

“અને આયશાએ બેશક ગુનાહ કર્યો અને નૂહ (અ.સ)ની પત્નીની જેમ તે જહન્નમનું ઇંધણ છે”

મોઆવિયા :- મારી પાસે કેહવા માટે હવે કઈ નથી તું ઈનામ અને ઈકરામ થી ખુશ થઈશ -૨૦ લાલ આંખ વાળા ઊંટ જે મધ તેલ અને ઘાવ થી લાદેલા હોઈ.

વૃદ્ધ માણસ:- નહિ કારણ કે પવિત્ર પયગંબર (સ.અ.વ)એ ફરમાવ્યું એક હલાલ દીરહમ એક હઝાર હરામ દીરહમ કરતા બેહતર છે

મોઆવિયા :- અય શેખ ક્યારે છેલ્લી વખત ઉમ્મત અંધકારમાં ફસાઈ અને રેહમતને રોકી લેવામાં આવી

વૃદ્ધ માણસ :- જયારે તું આ ઉમ્મતનો રાજા  બન્યો અને અમ્રે આસ તારો વઝીર બન્યો

મોઆવિયા (ગુસ્સે થઈ ને) : જેટલું જલ્દી બને તેટલો મારી નઝરોથી દુર થઈ જા અગર હું તને ફરી વખત દમીશ્કમાં જોઈશ તો હું તારી ગરદન ઉડાડી દઈશ

વૃદ્ધ માણસ :- મારા માટે યોગ્ય નથી કે હું અને તું એક જગ્યા પર રહી શકીયે અલ્લાહ (ત.ત.) કુરઆનમાં ફરમાવે છે

وَلَا تَرْكَنُوا إِلَى الَّذِينَ ظَلَمُوا فَتَمَسَّكُمُ النَّارُ وَمَا لَكُم مِّن دُونِ اللَّهِ مِنْ أَوْلِيَاءَ ثُمَّ لَا تُنصَرُونَ

 

“તેઓ તરફ ન ઝુકો જેઓ ઝાલીમ છે નહીતર આગ તમને સ્પર્શી જશે અલ્લાહ સિવાય તમારા માટે કોઈ મદદગાર નથી, પછી તમારી મદદ કરવામાં નહિ આવે”

(સુરે હુદ (૧૧) :૧૧૩)

તે વૃદ્ધ માણસ કે જેમનું દિલ અલી (અ.સ)ના ઈમાન અને  મોહબ્બતથી ભરેલું હતું અને તેને મોઆવિયાની સામે અને તે મુર્ખ ચેહરાઓ જે તેમની આજુ બાજુ હતા તેમની તરફ  જોયું અને બય્તુલ મકદસ તરફ રવાના થઈ ગયો

  • અલ ફઝાઈલ પેજ ૭૬ ઇબ્ને શાઝાન
  • બેહાર અલ- અન્વાર ભાગ ૩૩ પેજ ૨૪૭
  • મવાકિફ અલ –શિયા ભાગ ૨ પેજ ૫૭
  • અલ- નાસીખ અલ-તવારીખ ભાગ ૧ પેજ ૩૨૩ – મિર્ઝા મહમદ તકી લીસાનઅલ- મુલક

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*