તબર્રા તર્ક કરવાથી પોતે ઝાલીમમાં શામીલ થાય છે

વાંચવાનો સમય: 2 મિનિટ

અમુક લોકો છે કે જેઓ તબર્રાથી પરહેઝ કરવાનું કહે છે અને તે માટે બહાનાઓ રજુ કરે છે.

તબર્રા પ્રત્યે આવુ વલણ  આશ્ર્ચર્યજનક છે. જ્યારે કે કુરઆને કરીમની આયતો અને હદીસોમાં આનો ઝીક્ર થયો છે. બે મહાભારે વસ્તુઓ (સકલૈન) તરફ રજુ થવાથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે તબર્રા ન ફકત દીનનો ભાગ છે પરંતુ તબર્રાને છોડવાના ગંભીર પરિણામો આવે છે.

ઉદાહરણ માટે કુરઆનની આ આયતને જોવો:

“તમે કહો કે મારી પહેલા ઘણા રસુલો સ્પષ્ટ દલીલો લઈને તમારી પાસે આવ્યા હતા અને તમે જે કઈ કહો છો તે પણ લાવ્યા હતા પછી જો તમે સાચા છો તો તમોએ તેમને શા માટે કત્લ કર્યા હતા?”

(સુરએ આલે ઈમરાન 3: 183)

ઉપરોક્ત આયતની તફસીરમાં છે કે ઈમામ સાદિક (અ.સ.)એ ફરમાવ્યું: અને પછી પાછળની પેઢીવાળાઓમાંથી એક શખ્સે કહ્યું કે અમોએ ન તો તેઓને (નબીઓ) કત્લ કર્યા છે અને ન તો તેમના કત્લ ઉપર સાક્ષી છીએ.

તેઓને હકીકી કાતીલોથી દૂરી અને બરાઅત કરવાનું કહેવામાં આવ્યું.

પરંતુ તેઓએ ઈન્કાર કર્યો. (તેથી કુરઆન તેમને નબીઓના કત્લમાં ભાગીદાર સમજે છે).

  • સુરએ આલે ઈમરાન 3: 183ની હેઠળ તફસીરે અય્યાશી, ભા. 1, પા. 209
  • વસાએલુશ્શીઆ, ભા. 16, પા. 141, ભા. 16, પા. 268

તેવીજ રીતે જેઓ ઈમામ હુસૈન (અ.સ.)ના કાતીલો ઉપર લઅનત કરવાથી પરહેઝ કરે છે તેઓનો શુમાર પણ કાતીલોમાં થાય છે.

રસુલુલ્લાહ (સ.અ.વ.)એ ચેતવણી આપી હતી: અલ્લાહ લઅનત કરે તેઓ ઉપર જેઓએ ઈમામ હુસૈન (અ.સ.), તેમના મોહીબ્બો અને તેમના મદદગારોને શહીદ કર્યા, અને તેઓ ઉપર કે જેઓ આ બાબત ઉપર ચૂપ છે અને કાતીલો ઉપર લઅનત કરવાથી પરહેઝ કરે છે અને તકય્યામાં ન હોવા છતા ચૂપકીદી રાખે છે.

(બેહારૂલ અન્વાર, ભા. 44, પા. 304)

રસુલુલ્લાહ (સ.અ.વ.)એ એવીજ રીતે શંકા કરનારાઓ ઉપર પણ  લઅનત કરી છે:
જે કોઈ તેના ઉપર લઅનત મોકલવાને ખરાબ ગણે કે જેના ઉપર અલ્લાહે લઅનત મોકલી છે તો પછી તેવા શખ્સ ઉપર અલ્લાહની લઅનત છે.

  • રેજાલે કશી, પા. 529
  • અવાલીમ અલ લયાલી, ભા. 23, પા. 589
  • બેહારૂલ અન્વાર, ભા. 25, પા. 319

સ્પષ્ટપણે, તબર્રા ઈમાનના અનુસંધાને એક ખુબજ મહત્વની બાબત છે અને તેનો શુમાર નમાઝ અને રોઝાની જેમ ઈબાદતમાં થાય છે. જે કોઈ તબર્રાથી પરહેઝ કરે તેનો શુમાર ઝાલીમોની સાથે થાય છે કે જેમના ઉપર અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.)ની લઅનત થાય છે

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*