શું ફાતેમા ઝહેરા (સ.અ.)નો ગુસ્સો એ સામાન્ય (નાની) બાબત છે ?

વાંચવાનો સમય: 6 મિનિટ

કેટલાક મુસ્લિમો પવિત્ર પયગંબર (સ.અ.વ.)ની વફાત બાદ અમીરૂલ મોઅમેનીન હઝરત અલી (અ.સ.) અને ફાતેમા ઝહેરા (સ.અ.)ની “બની બેઠેલા” ખલીફા અને સહાબીઓ ઉપરની, નારાઝગીનો અસ્વીકાર કરે છે. તેઓ એવું બતાવે છે કે આ બંને (અ.મુ.સ.) તે ગાસીબો (ખિલાફતનો હક છિનવી લેનારાઓ)થી સંતુષ્ટ હતા અને તેઓ વચ્ચે સારા સંબંધો હતા.

જો કે તેના વિરૂધ્ધ જબરદસ્ત પુરાવા હોવાના કારણે, અમુક લોકો એ વાતને છુપાવે છે કે આપ બંને (અ.મુ.સ.) તે ગાસીબોથી ખરેખર નારાઝ હતા, પરંતુ આપની  નારાઝગીને ખુબજ અનિશ્ચિત શબ્દો કહીને અજાણ કરી દીધી.

હકીકતમાં તો પવિત્ર પયગંબર (સ.અ.વ.)ની વફાત બાદ આ ગાસીબો અને મુસ્લિમોએ હઝરત અલી (અ.સ.) અને ફાતેમા ઝહેરા (સ.અ.)ની સાથે એવો વર્તાવ કર્યો કે આ વર્તાવ બાદ અમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) અને ફાતેમા ઝહેરા (સ.અ.)ની નજરમાં સહાબીઓ અને ખલીફાઓનો માન-સન્માનનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો.

આ પછી પણ, આ મુસ્લિમો તેમના ખલીફાઓ અને સહાબીઓના દોષને  અવગણવા (નાનો બતાવવા) એવો દાવો કરે છે કે એ તો ન્યાયશાસ્ત્ર (ખતાએ ઈજ્તેહાદી)માં એક ભૂલ હતી, જે  એક નાનો ગુનાહ છે, જેની માટે માફી શક્ય છે અને આ કોઈ ધ્યાનમાં લેવા જેવી ગંભીર બાબત નથી.

ફાતેમા ઝહેરા (..) અને ખલીફાઓ માટે ઇબ્ને અબીલ હદીદનું મંતવ્ય 

ચાલો સૌપ્રથમ આપણે એ જોઈએ કે અબ્દુરરહેમાન ઇબ્ને અબીલ હદીદ અલ મોઅતઝેલીએ ફાતેમા ઝહેરા (સ.અ.) અને ગાસીબો વિષે શું કહે છે. ઇબ્ને અબીલ હદીદ અલ મોઅતઝેલી એક સુન્ની વિદ્વાન હતો છતાં ઘણા લોકો તે શિયા છે એવું માનતા હતા.

તેના નીચે મુજબના વિધાનથી આ સ્પષ્ટ થાય છે કે તે ચોક્કસ શિયા ન હતો અને તે મુખ્ય સુન્ની વિચારધારાનો એક મહત્વનો ભાગ હતો.

ઇબ્ન અબીલ હદીદ લખે છે કે, “મારા મતે એ વાત સાચી છે કે જયારે ફાતેમા ઝહેરા (સ.અ.)એ આ દુનિયાથી વિદાય લીધી (વફાત પામ્યા), ત્યારે તે અબુ બક્ર અને ઉમર ઉપર ઘણાજ ગુસ્સામાં હતા અને આપ (સ.અ.)એ પોતાની વસીય્યતમાં લખ્યું કે આ બંનેને તેમની નમાઝે જનાઝામાં પણ શિરકત કરવી નહિ. આ કાર્ય (ફાતેમા ઝહેરા (સ.અ.)ને અપમાનિત કરવું), આપણા વિદ્વાનોની નજરમાં એક નાનો ગુનાહ છે, પરંતુ આ (ગુનાહ) માફીને પાત્ર છે. જો કે એ વધુ સારું થાત જો અબુ બક્રે અને ઉમરે ફાતેમા ઝહેરા (સ.અ.)ને આદર અને સન્માન આપ્યું હોત અને  તેઓએ ફાતેમા ઝહેરા (સ.અ.)ની  પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખી હોત (તેઓએ જે કર્યું તેની કરતા). પરંતુ તેઓને અશાંતિ અને વિવાદનો ભય હતો અને તેઓએ આ પગલું ભર્યું,  જે તેઓની નજરમાં શ્રેષ્ઠ હતું, કારણ કે તેઓ ધર્મમાં અગ્રણી સ્થાન અને શક્તિશાળી વિશ્વાસ ધરાવતા હતા. આ ઘટના જેવી બીજી કોઈ ઘટના ગમે ત્યાં મળી આવે તો તે કોઈ એક ગંભીર (મોટો) ગુનાહ નથી પણ એક નાનો ગુનાહ છે અને તેને તેમની સાથેની મિત્રતા કે દુશ્મનીનું કોઈ માપદંડ ન બનાવવું જોઈએ.       (શર્હે નહ્જુલ બલાગાહ ભાગ-૬,પાના નં. ૪૯-૫૦)

જવાબો :

૧. મુસ્લિમો માટે નાની વાત અલ્લાહ (સુ.વ.ત.) માટે મોટી (ભારે) પણ હોય શકે છે.

૨. ઈમામ હસન (અ.સ.)નો જવાબ એ લોકો માટે કે જેમને જનાબે ફાતેમા ઝહેરા (સ.અ.)ની કદ્ર નથી.

૩. ફાતેમા ઝહેરા (સ.અ.)નો મરતબો સમજવો એ આપણી અક્કલ બહારની વાત છે.

૪. કુરઆનની સ્પષ્ટ સૂચનાનો ભંગ.

૫. શું સમગ્ર માનવજાતની હત્યા એ એક નાનું પાપ છે?

૬. એક નાના ગુનાહના પણ ઘણા પરિણામો હોય છે.

૭. અન્યાયી અને માફી પાત્ર ન હોય તેવા ખલીફાઓ.

૮. ઇમામતનો ઓહ્દો ક્યારેય પણ અન્યાયીઓ સુધી નથી પહોચતો.

મુસ્લિમો માટે નાની વાત અલ્લાહ (સુ...) માટે મોટી (ભારેપણ હોય શકે છે.

ફાતેમા ઝહેરા (સ.અ.)ના ગુસ્સાને નાની (સામાન્ય) બાબત લખતા પેહલા, આ કેહવાતા મુસ્લિમોએ કુરઆનની આ આયતને ધ્યાનમાં લેવી જોઈએ.

“…. અને તમે તેને આસાન વાત સમજતા હતા  જયારે કે તે અલ્લાહની પાસે (ઘણી) ગંભીર વાત હતી.”

(સુ. નૂર -૨૪, આ.૧૫)

શું આ મુસ્લિમોએ આ શક્યતાને ધ્યાનમાં લીધી છે કે ફાતેમા ઝહેરા (સ.અ.)નો ગુસ્સો કે જેને તેઓ ‘નાની વાત’ તરીકે લે છે, તે અલ્લાહ (સુ.વ.ત.) માટે ગંભીર બાબત છે?

જો ફાતેમા ઝહેરા (સ.અ.)નો ગુસ્સો એક નાની (સામાન્ય) બાબત કહી બરતરફ કરી શકાય તો અસંખ્ય ગુનાહો અને દુષ્કૃત્યોને પણ નજર અંદાજ કરી શકાય.

તો આજ બહાના હેઠળ, પવિત્ર પયગંબર (સ.અ.વ.)ની પત્ની – મારિયા કીબીતીય્યાહ ઉપરનો વ્યભિચારનો આક્ષેપ (અમે અલ્લાહની પનાહ માંગીએ છીએ) પણ અલ્લાહ (સુ.વ.ત.) આ આક્ષેપના બારામાં કહે છે – “ અને તમે  તેને આસન વાત સમજતા હતા, જયારે કે તે અલ્લાહની પાસે (ઘણી) ગંભીર વાત હતી.”

ઈમામ હસન (..)નો જવાબ  લોકો માટે કે જેમણે જનાબે   ફાતેમા ઝહેરા (..)ની કદ્ર નથી.

ઈમામ હસન (અ.સ.) અને તેમના સાથીદારોની એક ઘટના જે આ લોકો માટે યોગ્ય જવાબ છે કે જેઓ ફાતેમા ઝહેરા (સ.અ.)નો મરતબો ઇસ્લામમાં ઘટાડવા (છુપાવવા) માંગે છે અને તેમના ગુસ્સાને મામુલી વાત તરીકે બરતરફ કરે છે.

જયારે મુગીરહ અમીરુલ મોઅમેનીન (અ.સ.)ની વિરુધ્ધમાં ભ્રષ્ટ અને દુષિત દેખાવ કરી રહ્યો હતો ત્યારે ઈમામ હસને મુજ્તબા (અ.સ.)એ મોઆવિયા અને તેના સાથીઓના વિરોધમાં મુગીરહ બિન શોઅબાહને નીચે મુજબ કહ્યું :

“અને પછી અય મુગીરહ બિન શોઅબાહ! તું અલ્લાહનો એક દુશ્મન છો અને (તું) એ છે કે જેણે કુરઆનનો વિરોધ કર્યો અને પયગંબર (સ.અ.વ.)ને જુઠલાવ્યા. તે પયગંબર (સ.અ.વ.)ની દીકરી (સ.અ.) ઉપર ચાબુક વડે હુમલો કર્યો અને તેમને ઘાયલ કર્યા અને આના લીધે જ તેમના દીકરા (જ. મોહસીન (અ.સ)) માદરે શીકમમાં જ શહીદ થયા. પછી તે જાહેરમાં અને છુપી રીતે પયગંબર (સ.અ.વ.)નો વિરોધ કર્યો. અને પયગંબર (સ.અ.વ.)ની ફાતેમા ઝહેરા (સ.અ.)ની પ્રતિષ્ઠા દર્શાવતી હદીસને હલકી (બિનમહત્વપૂર્ણ) ગણી. જયારે કે આપ(સ.અ.વ.) ફરમાવે છે :

અય ફાતેમા ઝહેરા (..)! તમે જન્નતની સ્ત્રીઓના સરદાર છો.”

અય મુગીરહ, અલ્લાહ તને જહન્નમમાં ફેંકે અને તારા ગળા ઉપર ખુબજ ભારે અપરાધનો બોજ નાખે.

(અલ એહ્તેજાજ .1, પાના ન. 269-280)

અગર ફાતેમા (સ.અ.)ને હેરાન કરવું, એ નાનો ગુનોહ છે તો પછી ઈમામ હસન (અ.સ.) મુગીરહથી (અલ્લાહ તેના ઉપર લાનત મોકલે) આટલા ક્રોધિત શું કામ છે અને તેને જહન્નમની આગની બીક શા માટે બતાવે છે?

3.ફાતેમા ઝહેરા (સ.અ.)નો મરતબો સમજવો એ આપણી અકલ  બહારની વાત છે.

ખરેજ, મુસલમાનોએ ફાતેમા ઝહેરા (સ.અ.)ના મહત્વને ધ્યાનમાં નથી રાખ્યું.

આપ (સ.અ.) તમામ ઝમાનાની બધી સ્ત્રીઓ અને જન્નતની સ્ત્રીઓની સરદાર છે.

સહીહ બુખારી ભાગ-૪,પાના-૨૦૯ (ખિલ્કતની શરૂઆતની કિતાબ, રસુલુલ્લાહ (સ.અ.વ.)ના સગાવ્હાલાની અઝમતનું પ્રકરણ), અલ-ખાસાઈસ, પાના – ૩૪, અબુ દાઉદ અલ-તયાલેસીની મુસ્નાદ, પાના – ૧૮૭, સહીહ મુસ્લિમ, ભાગ-૭, પાના – ૧૪૩, ઇબ્ને સા’દ ની અલ- તબકાત અલ – કુબરા, ભાગ-૨, પાના – ૪૦, મુસ્નાદ – એ અહેમદ ઇબ્ને હમ્બ્લ ભાગ-૬, પાના – ૨૮૨, હિલ્યાહ અલ-અવલીયા, ભાગ-૨, પાના – ૩૯, અલ-મુસ્તાદરક અલા અલ- સહીહૈન, ભાગ-૩, પાના – ૧૫૧, સુનન -એ- માજા ભાગ-૧, પાના – ૫૧૮, સુનન – એ- તીરમીઝી ભાગ-૫,પાના – ૩૨૬

એ વ્યક્તિનો બચાવ શક્ય જ નથી કે જે આપ (સ.અ.)ની સાથે ખરાબ વર્તણુક કરે અને  આ ખરાબ વર્તણુકને સામાન્ય અને માફીને પાત્ર ગણે.

આપ (સ.અ.) ઉપરની હિંસાએ રસુલે ખુદા (સ.અ.વ.) અને અલ્લાહ (સુ.વ.ત.) સાથેની હિંસા છે, કારણ કે ફાતેમા ઝહેરા (સ.અ.)એ રસુલે ખુદા (સ.અ.વ.)ના શરીરનો એક ભાગ છે. તેમને ગુસ્સે કરવુ એ રસુલે ખુદા (સ.અ.વ.)ને ગુસ્સે કરવા બરાબર છે.

સહીહ બુખારી ભાગ-૪,પાના-૨૧૦(ખિલ્કતની શરૂઆતની કિતાબ, રસુલુલ્લાહ (સ.અ.વ.)ના સગાવ્હાલાની અઝમતનું પ્રકરણ), સહીહ બુખારી ભાગ-૬,પાના-૧૫૮, મુસ્નદ એ અહમદ ભાગ-૪, પાના – ૩૨૪, સહીહ મુસ્લિમ, ભાગ-૭, પાના – ૧૪૧(ખિલ્કતની શરૂઆતની કિતાબ, રસુલુલ્લાહ (સ.અ.વ.)ના સગાવ્હાલાની અઝમતનું પ્રકરણ), સુનન એ અબી દાઉદ ભાગ-૧, પાના – ૪૬૦

અને પવિત્ર કુરઆન એ માણસ ઉપર લાનત મોકલે છે જે રસુલે ખુદા (સ.અ.વ.)ને ગુસ્સે કરે છે.

“બેશક એ કે જેઓ અલ્લાહ અને તેના રસુલને ઈજા પહોંચાડે છે (હેરાન કરે છે) તેના ઉપર અલ્લાહે આ દુનિયામાં અને આખેરતમાં ફિટકાર (લાનત) કર્યો છે,અને તેને (અલ્લાહે) તે લોકો ને અપમાનિત કરવા ગઝબનાક સજા તૈયાર કરી છે.”

(સુ અહ્ઝાબ આ. ૫૭)

આ આયતના સંદર્ભમાં શું ફાતેમા ઝહરા (સ.અ.)ને પરેશાન કરીને રસુલે ખુદા (સ.અ.વ.)ને પરેશાન કરવું એશું નાની વાત છે?

હકીકતમાં તો અલ્લાહની રઝામંદી અને નારાઝગી એ ફાતેમા ઝેહરા (સ.અ.)ની રઝામંદી અને નારાઝગી ઉપર આધાર રાખે છે.

અલ મુસ્તદરક – ભાગ ૩, પાના – ૧૫૮, અલ – ઇસાબાહ – ભાગ-૮, પાના – ૨૬૬,  તેહઝીબ અલ , હ્ઝીબ ભાગ-૧૨, પાના – ૩૯૨,  કુન્ઝુલ ઉમ્માલ ભાગ-૧૨ પાના – ૧૧૧, ભાગ-૧૩ પાના – ૬૭૪,

કુરઆનની સ્પષ્ટ સૂચનાનો ભંગ :

જનાબે ફાતેમા ઝેહરા (સ.અ.)ના ઘરમાં ઇજાઝત વગર પ્રવેશ કરીને આ અત્યાચારી લોકોએ પવિત્ર કુરઆનની આ બે આયાતોનું અનાદર અને ઉલ્લંઘન કર્યું છે.

(૧) “એ કે જેઓ ઈમાન લાવ્યા! તમારા ઘર સિવાય બીજા કોઈના ઘરમાં એ ઘરવાળાની પરવાનગી વગર અને તેમને સલામ કર્યા વગર પ્રવેશ ન કરો, એ તમારા માટે સારું છે કે તમે ચિંતિત રહો.”

(સુ. નુર, આયત . ૨૭)

(૨) “એ કે જેઓ ઈમાન લાવ્યા! પરવાનગી મેળવ્યા વગર પયગંબરના ઘરોમાં દાખલ ના થાઓ…”

(સુ. એહ્ઝાબ આ. ૫૩)

શું કુરઆનના સ્પષ્ટ હુકમોની ખુલ્લેઆમ અવગણના કરવી એ નાનો ગુનાહ છે ?

. શું સમગ્ર માનવજાતની હત્યા એક નાનો ગુનાહ છે?

  • ફાતેમા ઝેહરા (સ.અ.)ના નવજાત બાળક જનાબે મોહસીન ઇબ્ને અલી (અ.સ.)ને શહીદ કરીને આ અત્યાચારીઓએ સમગ્ર માનવજાતને મારી નાખી છે.
  • “આ કારણે અમોને બની ઇસરાઈલ ઉપર લાઝીમ કરી દીધું કે જે કોઈ જીવને બીજા જીવના (ખુન કરવાના) બદલા સિવાય અથવા ભૂમિમાં ફસાદ કર્યા સિવાય મારી નાખે તો જાણે તેને સઘળા માણસોને મારી નાખ્યા. (સુ. માએદાહ આ. ૩૨)

. એક નાના ગુનાહના પણ ઘણા પરિણામો હોય છે.

  • સાહજિક રીતે, અલ્લાહ (સુ.વ.ત.) પવિત્ર કુરઆનમાં કહે છે કે એક નાના એવા ગુનાહને પણ હલ્કો લેવો ન જોઈએ.

“અને એ કે જેને ઝર્રા બરાબર પણ દુર્વ્યવહાર કર્યો તો તેને પણ જોઈ લેશે”

(સુ. ઝીલ્ઝાલ આ.૮)

. અન્યાયી અને માફી પાત્ર હોય તેવા ખલીફાઓ

  • જયારે ફાતેમા ઝેહરા (સ.અ.)ના હકને પાછા દેવાની વાત આવે છે ત્યારે ખલીફાઓનો કેહવાતો (દેખાવાનો) મજબૂત ન્યાયના આભાસને શું થઇ ગયું છે? ખાસ કરીને બીજા ખલીફાને!!
  • ફાતેમા ઝેહરા (સ.અ.)એ આ ગુન્હેગારોને પોતાના જનાઝામાં આવવા માટે પરવાનગી આપી નહી. એ સ્પષ્ટ રીતે બતાવે છે કે આપ (સ.અ.)એ આ ગુનેહગારોને માફ કર્યા નથી.
  • એનો મતલબ છે કે ન તો અલ્લાહ (સુ.વ.ત.) અને ન તો રસુલે ખુદા (સ.અ.વ.)એ તેમને માફ કર્યા છે.
  • તેથી આ કેહવાતા ખલીફાઓ મોટા ગુનેહગાર હતા અને તેઓ કયામત સુધી ગુનેહગાર જ રહેશે. અમે તેઓના બીજા પાપોની તો વાત જ નથી કરતા જેવા કે પવિત્ર પયગંબર (સ.અ.વ.)ને જંગમાં છોડી દેવા, આપ (સ.અ.વ.)ને અલગ અલગ મૌકા ઉપર હેરાન કરવા કે જે કુરઆનએ બતાવ્યું છે, વિગેરે.
  • આ સંજોગો છતાં બધા જ માપદંડોમાં તેઓ રસુલે ખુદા (સ.અ.વ.) સાથે નિકટ છે એવું બતાવીને શું તેઓનો ખિલાફતનો દાવો કરવો એ યોગ્ય છે ?
  • આપ (સ.અ.વ.)ની પ્યારી દીકરીના હકોને પગતળે કચરીને અને તેને હેરાન કરીને આપ (સ.અ.વ.) સાથે નિકટતાનો દાવો શક્ય છે? ભલે પછીને તેઓ આ પાપને નાનો હોવાનો દાવો કરતા હોય!!!

 

. ઇમામતનો ઓહ્દો ક્યારેય પણ અન્યાયીઓ સુધી પહોચતો નથી.

  • ઇમામત ક્યારેય પણ અત્યાચારીઓ અને પાપીઓનો હકમાં નથી. ભલે પછી પાપ ગમે તેવું હોય (નાનું કે મોટું) શું અલ્લાહે ઈબ્રાહીમ (અ.સ.)ને ચેતવ્યા ન હતા જયારે તેમને પોતાના દીકરાઓ માટે ઇમામત માગી હતી ?

“………. તેને કહ્યું , મારો ઓહદો ઝાલીમો સુધી નહિ પહોચે.”

(સુ. બકરહ આ- ૧૨૪)

  • હકીકતમાં તો ઇમામત ફક્ત એજ પવિત્ર લોકોનો હક છે, અમીરુલ મોઅમેનીન હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) અને આપ (અ.સ.)ના દીકરાઓ કે જેમણે કદી પણ નાનો કે મોટો ગુનાહ કર્યો નથી.
  • આ લોકોની ગસ્બી ખિલાફત અને રસુલે ખુદા (સ.અ.વ.) સાથેની નિકટતાના ખોટા દાવાને જાહેર કરવા માટે. આમ કેહવાતો “નાનો ગુનાહ” છે.

 

 

 

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*