ઈમામ મહદી (અ.ત.ફ.શ.) સીહાએ સીત્તાહ ની દ્રષ્ટિએ – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 2 મિનિટ

મુસ્લિમોમાંથી અમુક મુસ્લિમો એ વાતનો અસ્વીકાર કરે છે કે જે શિઆની સહીહ અને દુરુસ્ત માન્યતાઓ છે. તેમાંથી એક માન્યતા છે કે ઈમામ મહદી (અ.ત.ફ.શ.)  કે જેનો વાયદો કરવામાં આવ્યો છે અને જેમની આગાહી  કરવામાં આવી છે કે તે ઝમીન ને અદલ અને ઇન્સાફ થી ભરી દેશે. આ મુસ્લિમો (એમ માને છે કે )આ મહદી શીઆઓની શોધ છે અને આ અકીદાનો ઇન્કાર કરે છે. હાલાકે આ વાતનો ઉલ્લેખ ઇસ્લામ અને સુન્નતમાં છે.

જવાબ:

આપણે અગાઉ અમુક લેખ જોયા છે. તેમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે ઈમામ મહદી (અ.ત.ફ.શ.) નો જન્મ હી.૨૫૫ માં થયો હતો અને  એહલે તસન્નુંન(સુન્ની)ના વિદ્વાનોની કિતાબોમાં આ બાબતનો ઉલ્લેખ છે. જેમ કે

(૧) ઇબ્ને અસીર અલ જઝારી (વફાત,હી.સ.૬૩૦)ની કિતાબ અલ-કામિલ અત્તારીખ ભાગ-૪,

પેજ નં.૪૫૪

(૨) સિબ્ત ઇબ્ને જવ્ઝી (વફાત,હી.સ.૬૫૪) ની કિતાબ તઝકેરા અલ ખવાસ પેજ-૩૭૭

(૩) એહમદ ઇબ્ને હજર હૈનામી સહાફી (વફાત,હી.સ.૯૭૪) ની કિતાબ અલ સવાએક અલ મોહર્રેકા પેજ-૨૦૮

(૪) મુહય્યીદ્દીન ઇબ્ને અરબી (વફાત હી.સ.૬૩૫) ની કિતાબ અલ ફુતુહાત અલ મક્કીઆહ         પેજ-૩૮૮

રસ ધરાવતા લોકો આ લેખ વાંચી શકે છે.

 

ઈમામ મહદી (અ.ત.ફ.શ.) – સુન્ની કીતાબોમાંથી

 

સિહાહે સીત્તાહ અને ઈમામ મહદી (અ.ત.ફ.શ.)

એહલે તસન્નુંનની ૬વિશ્વાસપાત્ર હદીસોની કિતાબ કે જેને સીહાએ સીત્તાહ કેહવામાં આવે છે અને “કુરઆનની બહેનો” તરીકે ઓળખવામાં આવે છે. તેમાં પણ ઈમામ મહદી (અ.ત.ફ.શ.)ના બારમાં હદીસો મૌજુદ છે. મુસ્લિમો માટે ફરજીયાત છે કે તે આ હદીસ અને કુરઆનના માર્ગદશન થકી માન્યતા રાખે અને ઈમામ મહદી (અ.ત.ફ.શ.)ના બારામાં જાણે.

 

(૧) અલ બુખારી : અબુ હુરેરા હ.રસુલે ખુદા (સ.અ.વ.) થી નકલ કરે છે “તમે શું કરશો  જ્યારે ઇસા બિન મરયમ (અ.સ) તમારી દરમિયાન નીચે ઉતરશે અને ત્યારે ઈમામ મહદી (અ.ત.ફ.શ) તમારી સામે હશે?”  (સહીહ અલ બુખારી બુક-૬૦, હદીસ નં,૧૧૯)

 

(૨) મુસ્લીમ:  અબુ હુરેરાથી નકલ છે કે હ.રસુલેખુદા સ.અ.વ. ફરમાવે છે કે “તમારી હાલત શું હશે જ્યારે ઇસા બિન મરયમ (અ.સ.) તમારી દરમ્યાન નીચે ઉતરશે  અને ત્યારે ઈમામ મહદી (અ.ત.ફ.શ.) તમારી સામે હશે?”  (સહીહ મુસ્લીમ બુક-૧,હ.નં.૨૯૯)

 

(૩) અબુ દાઉદ: લેખકે નકલ કરેલી હદીસો કે જે ઈમામ મહદી(અ.ત.ફ.શ)ના બારામાં છે.

અબ્દુલ્લાહ ઇબ્ને મસઉદ લખે છે કે હ.રસુલેખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું “અગર આ ઝમીનના બાકી રહેવામાં ફક્ત એક દિવસ પણ રહી જાય તો અલ્લાહ તે દિવસને એટલો લાંબો કરી દેશે ત્યાં સુધી કે એક માણસને મોકલે કે જે મારાથી હોય અથવા મારી એહલેબૈતમાંથી હોય. તે આ ઝમીનને અદ્લો ઇન્સાફથી એવી રીતે ભરી દેશે જેવી રીતે તે ઝમીન ઝુલ્મ અને અત્યાચારથી ભરેલી હશે.”

સુફયાન લખે છે કે હ.રસુલે ખુદા (સ.અ.વ.) ફરમાવે છે કે “આ દુનિયા ત્યાં સુધી ખતમ નહિ થાય કે તેની પહેલા અરબ હુકુમત કરશે કે જે માણસ મારા કુટુંબમાંથી હશે અને જેનું નામ મારા નામ જેવુ જ છે.”

અબુ દાઉદ જણાવે છે કે હ.ઉમર અને હ.અબુબક્રનુ કહેણ સરખું છે જેમ સુફિયાને કીધું હતું.

આ હદીસ જેને હસન (સારી) અને સહીહ માનવામાં આવે છે.

(સુનને અબીદાઉદ કિતાબ અલ મહદી (અ.ત.ફ.શ.), ૩૮, હ.નં.૫)

 

(૪) અબુ ઇસા મોહમ્મદ ઇબ્ને ઇસા અલ તીરમીઝી: અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ)એ હ.રસુલે ખુદા (સ.અ.વ.)થી ફરમાવે છે કે “અગર એક દિવસ આ ઝમીન બાકી રેહવામાં રહી જાય તો અલ્લાહ એક માણસને મોકલશે કે જે મારી એહલેબૈતમાંથી હશે” (સોનને અલ તીરમીઝી ભાગ-૪,               પેજ-૫૦૫, હદીસનં.૨૨૩૧)

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*