શું ઈમામ હુસૈન (અ.સ.) એટલા બધા પરહેઝગાર હતા કે તેઓને કોઈ ઔલાદ ન હતી?

વાંચવાનો સમય: 2 મિનિટ

શંકા: ઈસ્લામના દુશ્મનો દ્વારા અફવા ફેલાવવામાં આવે છે કે ઈમામ હુસૈન (અ.સ.)ને કોઈ બાળકો ન હતા. તેઓ એવી દલીલ રજુ કરે છે કે ઈમામ હુસૈન (અ.સ.) ખુબજ વધારે  પરહેઝગાર અને સંન્યાસી હતા, પુરી ઝીંદગી ઈબાદતમાં મશ્ગુલ રહેતા જેથી આપ પોતાના કૌટુંબીક જીવનમાં સમય આપી શકતા ન હતા અને આના લીધે આપ (અ.સ.)ને બાળકો ન હતા.

દુશ્મનો ઈમામ હુસૈન (અ.સ.)ને જાહેરી રીતે પરહેઝગાર દેખાડવા માંગે છે પરંતુ તેઓનો છુપો ઈરાદો એ છે કે ઈમામ હુસૈન (અ.સ.)ના ફરઝંદોની કરબલાની કુરબાનીનો ઈન્કાર કરવા માંગે છે. અગર તેમને કોઈ ઔલાદ ન હતી એનો અર્થ એ થઈ રહ્યો છે કે એમના પુત્રો કરબલામાં શહીદ થયા નથી. આ ઉપરથી એ સાબીત થાય છે કે શીઆ લોકો ઈમામ હુસૈન (અ.સ.)ના ફરઝંદોની કુરબાની માટે અતિશ્યોકિત કરી રહ્યા છે અને તેમનો બીજો ઉદ્દેશ એ છે કે ઈમામ હુસૈન (અ.સ.)ના ફરઝંદની ઈમામતનો વિરોધ કરી રહ્યા છે.

જવાબ: આનાથી વધારે હાસ્યસ્પદ દાવો ન હોય શકે કે તેઓ ઈમામ હુસૈન (અ.સ.)ના ઘરવાળાઓની કુરબાનીના મહત્ત્વને ઓછું કરી રહ્યા છે. આ મુસલમાનોએ સૌ પ્રથમ એ બારામાં વિચાર કરવો જોઈએ કે રસુલે ખુદા (સ.અ.વ.) અને અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.) કે જેઆ તકવા અને પરહેઝગારીના એ ઉચ્ચ મકામ ઉપર હોવા છતાં તેઓને પણ ઔલાદો હતી અને આ શ્રેષ્ઠ વ્યકિતઓ બીજા મુસલમાનો માટે શ્રેષ્ઠ ઉદાહરણરૂપ હતી.

હવે આ મુસલમાનોને આપણે સવાલ કરવો જોઈએ કે આ સહાબીઓ અને ખલીફાઓને પણ બાળકો હતા તો શું આ કહેવાતા મુસલમાનો તેઓને પરહેઝગાર નથી સમજતા.

કરબલામાં શહીદ થનારા ઈમામ હુસૈન (અ.સ.)ના બાળકો

  1. જનાબે અલી અકબર (અ.સ.)

જનાબે અલી અકબર (અ.સ.) કે જેઓ ઈમામ હુસૈન (અ.સ.)ના મોટા દિકરા હતા. આપ કરબલામાં શહીદ થયા છો.

  • તારીખ અલ તબરી, ભાગ-5, પા. 446 વર્ષ 61 3/254 હદીસની હેઠળ)
  1. જનાબે અલી અસ્ગર (અ.સ.)

ઈમામ હુસૈન (અ.સ.)ના 6 મહીનાના બાળક અબ્દુલ્લાહ કે જેઓ અલી અસ્ગર (અ.સ.)થી જાણીતા છે.

  • તારીખ અલ તબરી, પા. 468, 3/397 હદીસની હેઠળ, પ્રકરણ બની હાશીમના એ લોકોના નામ કે જેઓ ઈમામ હુસૈન (અ.સ.)ની સાથે કરબલામાં શહીદ થયા હતા)
  1. ઈમામ અલી બીન હુસૈનસૈયદુશ્સાજેદીન (સજદા કરવાવાળાઓના સરદાર)

મુસ્લીમ દુનિયા ઈમામ અલી બીન હુસૈન (અ.સ.)ના વર્ચસ્વ, ઈમાન અને વ્યકિતત્વના બારામાં સર્વાનુમતે એકમત છે. આથી જ જ્યારે  આ પ્રકારનો દાવો કે ઈમામ હુસૈન (અ.સ.) ખુબજ પરહેઝગાર હોવાના લીધે બાળકો ન હતા તે સાંભળીને ખૂબજ આશ્ર્ચર્ય થાય છે.

ઘણા બધા સહાબીઓ, તાબેઈન (સહાબીઓની બીજી પેઢી) અને એહલે સુન્નતના ઘણા બધા આલીમો ઈમામ અલી બીન હુસૈન (અ.સ.)ના વ્યકિતત્વના બારામાં સર્વાનુમતે એકમત છે.

  1. મોહમ્મદ બીન મુસ્લીમે ઝેહરી કહે છે કે ‘મેં કયારેક આવા સારા હાશ્મીને જોયા નથી જેવાકે અલી બીન હુસૈન (અ.સ.)
  2. ઈબ્ને કસીરની અલ બીદાયા વન નેહાયા, ભાગ-9, પા. 104)

ઝેહરી એ પણ કહ્યું છે કે: ‘અલી બીન હુસૈન (અ.સ.) આ સમયના (આ સદીના) શ્રેષ્ઠ વ્યકિત છે.’

(ઝહાબીની સેયારો આઅમાલ અલ નોબાલા, ભાગ-4, પા. 38)

  1. સઈદ બીન મુસય્યબ કહે છે કે ‘મેં અલી બીન હુસૈન (અ.સ.) કરતા વધારે શ્રેષ્ઠ વ્યકિત જોઈ નથી.’
  2. તારીખે યાકુબી, ભાગ-3, પા. 46)
  3. માલીકી ફીરકા ના  ઈમામ, ઈમામ માલીકી કહે છે કે: ‘અલી બીન હુસૈન (અ.સ.) જેવી વ્યકિત મદીનામાં બીજી કોઈ નથી.’
  4. ઝહાબીની કિતાબ સેયારો આઅમાલ અલ નોબાલા, ભાગ-4, પા. 238)
  5. શાફેઈ ફીરકાના  ઈમામ, મોહમ્મદ બીન ઈદરીસ કહે છે કે આપ (અ.સ.) મદીનાના લોકોમાંથી સૌથી શ્રેષ્ઠ ન્યાયાધીશ હતા.
  6. જાહીઝની કિતાબ, રસાએલે જાહીઝ, પા. 106)

સહાબી, તાબેઈન, એહલે સુન્નતના ઈમામો અને ઈતિહાસકારો દ્વારા ઘણા બધા સંદર્ભો પૈકી અમૂક સંદર્ભો અહી ઈમામ અલી બીન હુસૈન (અ.સ.) ના માટે નકલ કરવામાં આવેલ છે.

અગર આ સંદર્ભો ખૂબજ ઈર્ષાળુ અને પુર્વાગ્રહીઓની સામે રાખવામાં આવે તો તેઓ તરત જ સમજી જશે કે ઈમામ હુસૈન (અ.સ.)ના દિકરાઓ દ્વારા કેટલી મહાન કુરબાની આપવામાં આવી છે છતાં પણ અમૂક મુસલમાનો આ વાતનો ઈન્કાર કરે છે.

Be the first to comment

Leave a Reply