શું જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)નું ઘરમાંથી બહાર નીકળવું એ આયેશાનું જમલમાં આવવા બરાબર છે?

વાંચવાનો સમય: 5 મિનિટ

અમુક લોકો શીઆઓ સામે વાંધાઓ ઉપાડવામાં અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર હુમલો કરવામાં વધુ ઝડપી છે.

 

તેઓનો મઅસુમીન (અ.મુ.સ.) સામેના વાંધાઓ માંહેનો એક વાંધો છે:

જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)એ ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની દીફામાં તેમના શોહરની ઈજાઝત વગર ઘરમાંથી બહાર પગ મુકયો હતો અને આ એવુ જ છે જે રીતે આયેશા જમલ માટે બહાર આવી હતી.

 

અગર આયેશાનું પરવાનગી વગર ઘરમાંથી બહાર આવવું ખોટુ હતું તો પછી જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) એ પણ ખોટુ કર્યું (નઉઝોબિલ્લાહ).

જવાબ:

  1. ઈમામની દીફાની વિરૂધ્ધ ઈમામથી જંગ
  2. આયેશની તુલના જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) સાથે ન થઈ શકે.
  3. પત્નિઓને ઘરમાંથી બહાર આવવાની પરવાનગી નથી.
  4. ઝમાનાના ઈમામ (અ.સ.) સામે જંગમાં ઉભા રહેવું.
  5. અલ્લાહની નાફરમાનીમાં સફર.
  6. શોહરની કામીલ ઈતાઅત.

 

  1. ઈમામની દીફા વિરૂધ્ધ ઈમામથી જંગ:

જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) ઈમામની દીફામાં અને પોતાના શોહરને ઝાલીમોથી બચાવવા ઘરમાંથી બહાર નિકળ્યા હતા.

 

જયારે આયેશા જાહેરમાં એની સાથે જંગ કરવા અને કત્લ કરવા બહાર આવી કે જેઓ સર્વસંમતિથી ખલીફા અને ઈમામ ચુંટાએલા હતા.

 

આપણે બન્ને બનાવોને જોવામાં નિષ્ફળ ગયા છીએ કે જે જરા બરાબર પણ સરખાવવા પાત્ર નથી.

 

  1. આયેશની તુલના જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) સાથે ન થઈ શકે:

બન્ને હસ્તીઓની તુલના થઈ શકતી નથી કારણ કે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની પાકીઝગી અને ઈસ્મત માટે (નસ્સ) સ્પષ્ટ લખાણ આયએ તત્હીરમાં જોવા મળે છે. જેમકે એહલે તસન્નુનના આલીમો જેમકે મુસ્લીમ નેશાપુરીએ વર્ણન કર્યું છે જ્યારે કે આયેશાની ઈસ્મત અને પાકીઝગાના બારામાં કંઈ જોવા મળતું નથી.

 

ઉપરાંત, આલીમો એકમત છે કે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) જન્નતની ઔરતોની સરદાર છે અને તેના મુકાબલામાં આયેશા માટે કંઈ રિવાયત મળતી નથી.

 

જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની તરફેણમાં ચર્ચાને પુરી કરવા માટે આટલી દલીલો પુરતી છે. તેમનો ઈસ્મતનો દરજ્જો અને તેમનું જન્નતની ઔરતના સરદાર હોવાથી, આપ (સ.અ.)એ આ બાબતમાં અથવા અન્ય કોઈ બાબતમાં કોઈપણ કાયદો અથવા અખ્લાકી ફરજને તોડી નથી, જ્યારે કે આયેશા માટે આની ખાત્રી નથી.

 

  1. પત્નિઓને ઘરમાંથી બહાર આવવાની પરવાનગી નથી:

કુરઆની આયત મુજબ બન્ને ફીર્કાઓના આલીમો એકમત છે કે પત્નિઓને ઘરમાં રહેવાનો હુકમ કરવામાં આવ્યો છે.

અને તમારા ઘરોમાં બેસી રહો અને પ્રાચીન અજ્ઞાનતાના સમય જેવો શણગાર કરી બહાર નીકળો નહિ…

(સુરએ અહઝાબ 33:33)

બીજી પત્નિઓ (દા.ત. ઉમ્મે સલમા ર.અ.)ની જેમ આયેશા ઉપર પણ જરૂરી હતું કે ઘરમાં રહેવાના હુકમનું અનુસરણ કરે. ઘરમાંથી બહાર નીકળીને તેણીએ કુરઆનના સ્પષ્ટ ફરમાનનો ભંગ કર્યો છે.

 

જે લોકો એવું કહે છે કે આ હુકમ રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ઝીંદગી પુરતો મર્યાદિત હતો તેઓ કુરઆન અથવા સુન્નતમાંથી પોતાના દાવાને સાબીત કરી શકતા નથી.

 

ઘરમાંથી બહાર ન નીકળવાની પાબંદી જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ને બંધનકર્તા ન હતી. તેથી આપ (સ.અ.)ની આ બાબતે આયેશા સાથે તુલના અર્થહિન છે.

 

  1. ઝમાનાના ઈમામ (અ.સ.) સામે જંગમાં ઉભા રહેવું:

એ અકલ્પનીય છે કે કેવી રીતે વિરોધ કરનાર જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના અજોડ વજુદ સાથે આયેશાના ખામીવાળા સ્વભાવની તુલના કરે છે.

 

દરેક સંજોગોમાં આયેશા ઉપર જરૂરી હતું કે તેણી ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની ઈતાઅત કરે.

એહલે તસન્નોના આલીમો સુરએ નિસા (4): આયત 59 દલીલ રૂપે રજુ કરે છે:

‘અય ઈમાન લાવનારાઓ! અલ્લાહની ઈતાઅત કરો અને તેના રસુલની ઈતાઅત કરો અને તમારામાંથી ઉલુલ અમ્ર (સત્તાધારીઓની)ની ઈતાઅત કરો…’

 

મુસ્લીમ આલીમો એકમત છે કે આ આયત, સતતાધીકારોની સંપૂર્ણ ઈતાઅત જરૂરી છે. અલબત્ત, અમૂક જેમકે ઈમામ નવાવીએ તેમની સહીહ મુસ્લીમની તફસીરમાં ત્યાં સુધી કહ્યું છે કે ‘અમો અમારા સરદારો અને હાકીમોની સામે બળવાને નથી માનતા અગરચે તેઓ અન્યાય પણ કરે.’

 

આ બાબતે એહલે તસન્નુન બીજી હદીસો ટાંકે છે:

હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) ફરમાવે છે: જે કોઈએ મારી ઈતાઅત કરી તેણે અલ્લાહની ઈતાઅત કરી, જે કોઈએ હાકીમની ઈતાઅત કરી તેણે મારી ઈતાઅત કરી અને જે કોઈએ હાકીમની નાફરમાની કરે તેણે મારી નાફરમાની કરે. (સહીહ મુસ્લીમ).

 

ઈબ્ને અબ્બાસ રસુલુલ્લાહ (સ.અ.વ.)થી નકલ કરે છે કે: જે કોઈ પોતાના હાકીમમાં એવી વસ્તુ જુએ જે તેને મંજુર ન હોય તો તેણે સબ્ર સાથે સહન કરવું જોઈએ, કારણકે જે કોઈ જમાઅત (મુસ્લીમ સમાજ)થી દૂર રહી મૃત્યુ પામશે, તે કાફીર મરશે. (સહીહ બુખારી)

 

બીજી હદીસમાં આ મુજબ શબ્દો વપરાયા છે ‘તેણે પોતાની ગરદનમાંથી ઈસ્લામનો હક્ક કાઢી નાખ્યો છે.’ (મુસ્નદે એહમદ) એટલેકે તેણે ઈસ્લામની બયઅતને તોડી નાખી છે.

 

ફકત ઝમાનાના ખલીફાની નાફરમાની કરવાને જવા દો, ફકત જમાત નમાઝના પેશ ઈમામની પહેલા માથુ ઉંચકવું તે બળવા અને ગુનાહનું રૂપ છે જેની સરખામણી એહલે સુન્નહ મુજબ ગધેડાથી થાય છે.

 

જમલના બળવાખોરોનો દરજ્જો સમજવા માટે આટલુ પુરતું છે. અમો આ જંગના કારણે મુસલમાનોના કત્લની સંખ્યા (30000 સુધી)ની ચર્ચા કરવા નથી ઈચ્છતા. આ બધુ ફકત એક વ્યક્તિનું હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) પ્રત્યે અંગત વેરભાવના કારણે.

 

આ બધા પછી, તેઓની જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની તુલના આયેશા સાથે કરવી એ ખુબજ આશ્ર્ચર્યજનક છે.

 

  1. અલ્લાહની નાફરમાનીમાં સફર:

હકીકતે, અગર કોઈ, ખાસ કરીને રસુલુલ્લાહ (સ.અ.વ.)ના પત્નિ, કુરઆનની સ્પષ્ટ આયતના ભંગમાં ઘરની બહાર નીકળે, તો આ અલ્લાહની નાફરમાની છે.

 

અને અગર આ કાર્ય સર્વસંમતિથી ચુંટાએલા ઝમાનાના ખલીફાની વિરૂધ્ધ હોય (કે જેઓ રસુલુલ્લાહ (સ.અ.વ.)ના પહેલા અને પ્રથમ વસી અને ભાઈ છે), તો પછી આ નાફરમાનીની સજા વધુ તીવ્ર છે.

 

આ કારણ છે કે શૌકાની, એહલે તસન્નુન અને સલફીના સત્તાધિકારી નકલ કરે છે:

‘આયેશા જ્યારે બસરા હઝરત અલી (અ.સ.) સાથે જંગ કરવા જતી તો રસ્તામાં પૂરી નમાઝ પડતી હતી કારણકે તેની નઝરમાં કસ્ર નમાઝ ત્યારે હોય જ્યારે કોઈ અલ્લાહના હુકમની ઈતાઅતમાં સફર કરે (ન કે તેની નાફરમાનીમાં).

(નય્લ અલ અવતાર, ભા. 3, પા. 179 માં મુસાફરની નમાઝના પ્રકારણમાં જે કોઈ, કોઈ દેશથી પસાર થાય અને ત્યાં કોઈ સાથે શાદી કરે તે વિભાગમાં.)

 

શું આલીમો એવો દાવો કરી શકે છે, જેમ આયેશા માટે કરે છે કે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) અલ્લાહની નાફરમાનીમાં ઘરથી બહાર નિકળ્યા?

 

શું જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) પોતે કબુલ કરે છે કે જેવી રીતે આયેશાએ કબુલ કર્યું કે તેણી ઘરની બહાર અલ્લાહની નાફરમાનીમાં નીકળી હતી?

 

  1. શોહરની કામીલ ઈતાઅત:

વિરોધીઓ એવો આરોપ મુકે છે કે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) પોતાના શોહરની ઈજાઝત વગર ઘરમાંથી બહાર નિકળ્યા અને આ કારણે તેઓ આયેશાથી અલગ નથી.

 

જ્યારે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની તેમના શોહર પ્રત્યેની ફરમાબરદારીની બાબત છે, તે પુરતું છે કે ખુદ પવિત્ર કુરઆન આ બાબતે તેમની દીફા કરે છે.

 

અલ્લાહ (સુ.વ.ત.) કુરાનમાં ફરમાવે છે કે :

مَرَجَ‏ الْبَحْرَيْنِ‏ يَلْتَقِيانِ‏ بَيْنَهُما بَرْزَخٌ‏ لا يَبْغِيانِ

તેણે બે સમુદ્રો વહાવ્યા છે તે આપસમાં મળે છે અને તે બન્નેની વચ્ચે એક આડ છે કે જેથી તે બન્ને ઓળંગી શકતા નથી. (સુરએ રહમાન (55): આયત 19-20)

 

હદીસો નકલ કરે છે કે હઝરત અલી (અ.સ.) અને જનાબે ફાતેમા (સ.અ.) તે બન્ને સમુદ્રો છે. અલી (અ.સ.) જનાબે ફાતેમા (સ.અ.)ની નાફરમાની નથી કરતા અને ન તો જનાબે ફાતેમા (સ.અ.) અલી (અ.સ.)ની નાફરમાની કરે છે.

 

આ તફસીર બન્ને ફીર્કાના આલીમોએ નકલ કરી છે જે નીચેના સંદર્ભથી સ્પષ્ટ થાય છે:

શીઆ:

  • તાવીલુલ આયાત, પા. 614-615

આ પણ જુઓ:

  • તફસીરે કુમ્મી, ભાગ. 2, પા. 344
  • તફસીરે ફુરાત, પા. 459
  • તફસીરે બુરહાન, ભાગ. 5, પા. 233-235
  • મનાકીબે ઈબ્ને શહરે આશુબ, ભાગ. 3, પા. 318-320
  • અલ ઉમ્દાહ, પા. 399
  • અલ ખેસાલ, ભા. 1, પા. 65
  • કશ્ફુલ ગુમ્માહ, ભાગ. 1, પા. 323
  • કશ્ફુલ યકીન, પા. 400
  • એહલે તસન્નુન તફાવત સાથે:
  • તઝકેરતુલ ખવાસ, પા. 212
  • અલ દુર્રૂલ મન્સુર, ભા. 6, પા. 142
  • તફસીરે સલબી, સુરએ રહમાન (55): આયત 19-20 હેઠળ
  • ઈબ્ને મરદાવૈયની મનાકીબે અલી (અ.સ.)
  • તારીખે બગદાદ, ભાગ. 3, પા. 433
  • તારીખે નયસુબર, પા. 574
  • અત્તેહઝીબ, ભા. 5, પા. 49
  • તઝકેરૂલ હુફફાઝ, ભા. 2, પા. 59
  • ગાયાહુલ નિહાયા, ભા. 1, પા. 547
  • શવાહેદુત્તન્ઝીલ, ભા. 2, પા. 284
  • ઈબ્ને મગાઝલીની મનાકીબ, પા. 339

સ્પષ્ટપણે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) સામે નાફરમાનીની શંકા પણ ન ચાલી શકે કારણકે જે રીતે કુરઆન તેમના અને તેમના શોહર વચ્ચે જે મુકમ્મલ આનંદમય સંબધ હતા તેનું એલાન કરે છે.

 

જ્યાં સુધી આયેશાના રસુલુલ્લાહ (સ.અ.વ.) સાથેના સબંધની વાત છે તો વાંચકો આ વિષય ઉપર દિલચશ્પ વિગતો માટે સિહાહ સહીતની વિવિધ કિતાબોનો અભ્યાસ કરી શકે છે.

 

તેથી કોઈપણ પાસાથી જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની આયેશા સાથે તુલના કરવી, ચાહે તે ઘરમાંથી બહાર આવવા બાબતે હોય અથવા તેમના શોહરની ઈતાઅતની હોય, તે ખુબ ખરાબ રીતે પાછી આવશે અને રસુલુલ્લાહ (સ.અ.વ.)ની પત્નિના વધુ અપમાનનું સબબ બનશે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*