ઈમામ મહદી (અ.ત.ફ.શ.)ની હઝરત ઈસા (અ.સ.) ઉપર શું સર્વોપરિતા છે? અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના વિષે શું કહે છે?

વાંચવાનો સમય: 2 મિનિટ

જયારે આપણે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની કોઈ એવી વિશેષ સિફતનો ઉલ્લેખ કરીએ છીએ કે જે આપ (અ.સ.)ને બીજા બધા સહાબીઓ પર શ્રેષ્ઠતા આપે છે તો આના કારણે મોટાભાગના મુસલમાનો વ્યાકુળ થઈ જાય છે. પરંતુ તેઓને એ કબુલ કરવામાં કોઈ વાંધો નથી આવતો કે ઈમામ મહદી (અ.સ.) જનાબે ઈસા (અ.સ.)થી અફઝલ છે અને આપ (અ.સ.) નમાઝમાં તેમની ઇમામત કરશે.

ઈમામ મહદી (અ.ત.ફ.શ.)ની જનાબે ઈસા (અ.સ.) ઉપર અફઝલિય્યત:

ઈમામ મહદી (અ.ત.ફ.શ.)ની જનાબે ઈસા (અ.સ.) ઉપર અફઝલિય્યતથી એ મુદ્દો સ્પષ્ઠ થઈ જાય છે કે ઇમામત નબુવ્વત કરતા અફઝલ છે.

આઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.) બધા જ અંબીયા (અ.મુ.સ.)થી અફઝલ છે સિવાય રસુલુલ્લાહ (સ.અ.વ.).

નબી ઈસા (અ.સ.) એ રસુલુલ્લાહ (સ.અ.વ.)થી પહેલા નબી હતા અને નબી ઈસા (અ.સ.)ના દીન (શરીઅત) એ પેહલાના તમામ મઝહબોને રદબાતલ કરી નાખ્યા.

તેથી, જયારે ઈમામ મહદી (અ.સ.) નબી ઈસા (અ.સ.)ને નમાઝ પડાવશે તો જાણે આપ (અ.સ.) નબી ઈસા (અ.સ.)ની પહેલાના તમામ અંબીયા (અ.મુ.સ.)ને નમાઝ પડાવી રહ્યા છો. જેવી રીતે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ મેઅરાજમાં તમામ અંબીયા (અ.મુ.સ.)ને નમાઝ પડાવી.

ઈમામ મહદી (અ.ત.ફ.શ.) નબી ઈસા (અ.સ.)ને નમાઝ પડાવશે:

મુસલમાનો ઈમામતની નબુવ્વત ઉપર શ્રેષ્ઠતાને હઠધર્મીથી ઇનકાર કરે છે તેઓ પાસે આ હદીસનો કોઈ જવાબ નથી કે જે હદીસ સ્પષ્ટપણે દર્શાવે છે કે ઈમામ મહદી (અ.ત.ફ.શ.) જનાબે ઈસા (અ.સ.)ને નમાઝ પડાવશે.

જયારે જમાત નમાઝ પડાવવાની વાત આવે ત્યારે ઈમામ મહદી (અ.સ.)નો કોઈ સમોવડીયો નથી. આ જોતા આપ (અ.ત.ફ.શ.) જનાબે ઈસા (અ.સ.)ને નમાઝ પડાવશે કે જેઓ ઉલુલ અઝમ પયગમ્બર છે. વિરોધીઓ પણ કે જેઓને ઈમામ મહદી (અ.ત.ફ.શ.)ની એક પણ ફઝીલત કબુલ કરવી ગમતી નથી, તેઓ માને છે કે નબી ઈસા (અ.સ.) ઈમામ મહદી (અ.ત.ફ.શ.)ની ઇમામતમાં નમાઝ પડશે.

  • સહીહ મુસ્લીમ, ભા. ૨, પાના. ૧૯૩
  • મુસ્નદે એહમદ ઇબ્ને હમ્બલ, ભા. ૩
  • સવાએકે મોહર્રેકા, પ્રકરણ-૧૧, પા. ૨૫૪, વિભાગ-૧
  • જલાલુદ્દીન સુયુતીની નુઝુલે ઈસા ઇબ્ને મરયમ (અ.સ.), પાના ૫૭
  • ફરાએદુસ્સીમ્તૈન, પાના ૪૩

ઈમામ મહદી (અ.ત.ફ.શ.) જેઓ નબી ઈસા (અ.સ.)ને નમાઝ પડાવશે તેઓ હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ના ફરઝંદ છે. બંને ફિરકાઓના આલિમો એકમત છે કે અલી (અ.સ.) અઈમ્મા (અ.મુ.સ.)ના પિતા છે અને પોતાના ફરઝંદોથી અફઝલ છે. અલબત્ત, અલી (અ.સ.) રસુલુલ્લાહ (સ.અ.વ.)ના નફસ છે. જયારે અલી (અ.સ.)ના ફરઝંદ એ છે કે જેઓ નબી ઈસા (અ.સ.)ને નમાઝ પડાવશે તો પછી અલી (અ.સ.) તો આ કામ માટે વધુ લાયક છે. અગર અલી (અ.સ.)નો દરજ્જો તેમને ઉચ્ચ મરતબા ઇલાહી અંબીયા (અ.મુ.સ.)ની રહેનુમાઈનું સબબ બનાવે છે તો પછી સામાન્ય સહાબીઓનો અલી (અ.સ.)થી ઉમ્મતની આગેવાનીમાં આગળ વધી જવાનો સવાલ જ ક્યાં છે?

આ પણ મુસલમાન ઉમ્મત માટે ચિંતન મનન કરવાનું સ્થાન છે ‘તેથી બોધ હાસિલ કરો, અય દ્રષ્ટિ ધરાવનારાઓ!

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*